ગુજરાતી ગઝલસંપદા/ ‘આશિત’ હૈદરાબાદી

Revision as of 11:04, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ‘આશિત’ હૈદરાબાદી |}} <poem> કેટલા ખામોશ છે? કા૨ણ હશે; દૂઝતા હૈયે કોઈના વ્રણ હશે!<br> આંખ ઊંચી પણ નથી થાતી હવે, ઊંઘનું કે ઘેનનું કારણ હશે!<br> રંગ ચહેરા પર ફરી આવી ગયો, એક ક્ષણની એ ખુશી કાર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


‘આશિત’ હૈદરાબાદી

કેટલા ખામોશ છે? કા૨ણ હશે;
દૂઝતા હૈયે કોઈના વ્રણ હશે!

આંખ ઊંચી પણ નથી થાતી હવે,
ઊંઘનું કે ઘેનનું કારણ હશે!

રંગ ચહેરા પર ફરી આવી ગયો,
એક ક્ષણની એ ખુશી કારણ હશે!

એમ પાલવશે નહીં હારી ગયે,
ઝેરનું પણ કંઈક તો મારણ હશે!

કેમ સાકી જામ માપીને ભરે?
આ સુરાલયનું કોઈ ધો૨ણ હશે?

આમ બદનામી કરો ના દર્દની,
જિંદગી ખુદ મોતનું કારણ હશે!

એ જ ‘આશિત’નું હશે ઘ૨ જાણજો,
કંટકોનાં બારણે તોરણ હશે!