ગુજરાતી ગઝલસંપદા/ ‘રાઝ’ નવસારવી
Revision as of 11:31, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ‘રાઝ’ નવસારવી |}} <poem> એક દુઃખદ અવસર લઈને ઉંબરે બેઠા છીએ. આશાઓ જર્જર લઈને ઉંબરે બેઠા છીએ.<br> હૈયા ધરપત આપ દો છો પણ ખબર છે એટલી, જિંદગી નશ્વર લઈને ઉંબરે બેઠા છીએ.<br> સેંકડો પ્રશ્નો ભલ...")
‘રાઝ’ નવસારવી
એક દુઃખદ અવસર લઈને ઉંબરે બેઠા છીએ.
આશાઓ જર્જર લઈને ઉંબરે બેઠા છીએ.
હૈયા ધરપત આપ દો છો પણ ખબર છે એટલી,
જિંદગી નશ્વર લઈને ઉંબરે બેઠા છીએ.
સેંકડો પ્રશ્નો ભલેને અમને પૂછાતા રહે,
ફક્ત એક ઉત્તર લઈને ઉંબરે બેઠા છીએ.
આંખ આ આંસુ વિહોણી તમને કહી દેશે બધું,
ભાગ્યની ઠોકર લઈને ઉંબરે બેઠા છીએ.
કાલની જાહોજલાલી ‘રાઝ’ ભૂલીને અમે,
આજ આખું ઘર લઈને ઉંબરે બેઠા છીએ.