ગુજરાતી ગઝલસંપદા/ હરકિસન જોષી
Revision as of 11:36, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| હરકિસન જોષી |}} <poem> હોશમાં હું તો હતો ને રાત પીધેલી હતી મેં જ એને બસ દિવસના ઘરભણી ઠેલી હતી<br> સનત સ્મશાનોમાં નિહાળ્યું એકસરખું દૃશ્ય મેં આગ તો છુટ્ટી હતી ને લાશ બાંધેલી હતી<br> છત...")
હરકિસન જોષી
હોશમાં હું તો હતો ને રાત પીધેલી હતી
મેં જ એને બસ દિવસના ઘરભણી ઠેલી હતી
સનત સ્મશાનોમાં નિહાળ્યું એકસરખું દૃશ્ય મેં
આગ તો છુટ્ટી હતી ને લાશ બાંધેલી હતી
છત હતી આતુર ઢળવા મીણની કાયા ઉપર
પણ દીવાલોની મુરાદો કેટલી મેલી હતી
લોહીથી લથબથ થયેલા લઈ ચરણ ઊભો હતો
કાચના ટુકડાની કેડી પગમાં પહેરેલી હતી
આપના દર્પણમાં અંકિત થઈ જવા આતુર હતી
ફૂલની સૌરભની માફક વેદના ફેલી હતી