ગુજરાતી ગઝલસંપદા/ દાન વાઘેલા
Revision as of 12:12, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| દાન વાઘેલા |}} <poem> શ્વાસોની આરપાર હવાથી વિશેષ હોય – ત્યારે જ કોઈ યાદ, દુવાથી વિશેષ હોય! <br> શોધી શકાય એટલા રસ્તા અનેક હોય; મૃત્યુનો માર્ગ રોજ, નવાથી વિશેષ હોય! <br> કાલે હતા આજે નથી–ન...")
દાન વાઘેલા
શ્વાસોની આરપાર હવાથી વિશેષ હોય –
ત્યારે જ કોઈ યાદ, દુવાથી વિશેષ હોય!
શોધી શકાય એટલા રસ્તા અનેક હોય;
મૃત્યુનો માર્ગ રોજ, નવાથી વિશેષ હોય!
કાલે હતા આજે નથી–ની વાત ક્યાંક હોય;
શું થઈ ગયું? થશે, એ થવાથી વિશેષ હોય!
ખુલ્લી સફેદ આંખમાં, રંગીન સ્વપ્ન હોય –
તો જિન્દગીમાં દાન, જવાથી વિશેષ હોય.