ગુજરાતી ગઝલસંપદા/ અશોકપુરી ગોસ્વામી

Revision as of 14:09, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| અશોકપુરી ગોસ્વામી |}} <poem> દરિયો હતો, હોડી હતી, ને ખારવો હતો એવે સમે ખુદા તને પડકારવો હતો.<br> એવા પ્રયાસમાં હું સતત જીતતો ગયો, જીતેલ દાવને ફરીથી હારવો હતો.<br> રણમાંય મજા થાત; ખામી આપ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અશોકપુરી ગોસ્વામી

દરિયો હતો, હોડી હતી, ને ખારવો હતો
એવે સમે ખુદા તને પડકારવો હતો.

એવા પ્રયાસમાં હું સતત જીતતો ગયો,
જીતેલ દાવને ફરીથી હારવો હતો.

રણમાંય મજા થાત; ખામી આપણી હતી,
રણને જ આપણે બગીચો ધારવો હતો.

જીત્યાનો અર્થ હાર પણ ક્યારેક થાય છે,
એવી જ હારથી તને ઉગારવો હતો.

ઊંચકી શકું, એનાથી વધુ ભાર લૈ ફર્યો,
થોડોક ભાર, હે ગઝલ! ઉતારવો હતો.