ગુજરાતી ગઝલસંપદા/ આકાશ ઠક્કર

Revision as of 14:09, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| આકાશ ઠક્કર |}} <poem> ઊગી ગયું છે હાથમાં તે ઘાસ છે, ઝાંખી થયેલી મેંદીનો ઇતિહાસ છે.<br> સૂનાં પડ્યાં છે ટેરવે વસતાં નગર, લકવો પડેલાં સ્પર્શ તો ચોપાસ છે.<br> ભગવી ધજાને ફરફરાવે એ રીતે, જાણ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


આકાશ ઠક્કર

ઊગી ગયું છે હાથમાં તે ઘાસ છે,
ઝાંખી થયેલી મેંદીનો ઇતિહાસ છે.

સૂનાં પડ્યાં છે ટેરવે વસતાં નગર,
લકવો પડેલાં સ્પર્શ તો ચોપાસ છે.

ભગવી ધજાને ફરફરાવે એ રીતે,
જાણે પવન પણ લઈ રહ્યો સંન્યાસ છે.

ઈશ્વર, તને જોયા પછી સમજાયું છે,
બન્ને તરફ સરખો વિરોધાભાસ છે.

પાંખો મળી પણ જાત માણસની મળી,
‘આકાશ’માં પણ ધરતીનો સહવાસ છે.