ગુજરાતી ગઝલસંપદા/ હર્ષદ ચંદારાણા

Revision as of 14:14, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| હર્ષદ ચંદારાણા |}} <poem> છોડ ચિંતનની નાવ કાગળમાં છે છલોછલ તળાવ કાગળમાં<br> સાત સાગર તરું સરળતાથી ડૂબવાનો સ્વભાવ કાગળમાં<br> હું ઉપાડું કલમ, પછી મારા ભાવ તેમજ અભાવ કાગળમાં<br> મારા મન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હર્ષદ ચંદારાણા

છોડ ચિંતનની નાવ કાગળમાં
છે છલોછલ તળાવ કાગળમાં

સાત સાગર તરું સરળતાથી
ડૂબવાનો સ્વભાવ કાગળમાં

હું ઉપાડું કલમ, પછી મારા
ભાવ તેમજ અભાવ કાગળમાં

મારા મનને મળ્યો અરીસો આ
હૂબહૂ હાવભાવ કાગળમાં

આ અહીં મારી સ્વપ્નભૂમિ છે
તેથી નાંખ્યો પડાવ કાગળમાં

તારું એકાંત રાખ તું અંગત
ઢોળી દે શાહી, લાવ કાગળમાં