ગુજરાતી ગઝલસંપદા/ હેમંત ઘોરડા

Revision as of 14:14, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| હેમંત ઘોરડા |}} <poem> નોટોમાં વાળે છે સિક્કામાં ચલાવે છે મને યાદ આવું છું તો સસ્તામાં વટાવે છે મને<br> લાલબત્તીમાં મને ઑન કરે સાંજ ઢળે મોડી રાતે એ વળી પાનમાં ચાવે છે મને<br> દિવસે કચ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હેમંત ઘોરડા

નોટોમાં વાળે છે સિક્કામાં ચલાવે છે મને
યાદ આવું છું તો સસ્તામાં વટાવે છે મને

લાલબત્તીમાં મને ઑન કરે સાંજ ઢળે
મોડી રાતે એ વળી પાનમાં ચાવે છે મને

દિવસે કચરામાં વાળે છે એ મારા અવશેષ
રાતે બારીમાં નવેસરથી સજાવે છે મને

મારો ઉલ્લેખ થતાં એનું હસીને થૂંકવું
નામથી ગાળ સુધી ગળફામાં લાવે છે મને

કાળા લોહીનું ફરી ઘૂમરાવું પરસેવામાં
સ્પર્શ-પાતાળકૂવામાં એ તરાવે છે મને