ગુજરાતી ગઝલસંપદા/ મીરાં આસિફ

Revision as of 14:23, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| મીરાં આસિફ |}} <poem> પ્રત્યેક ક્ષણની વારતા મનમાં ફર્યા કરે ને ફેફસાંમાં શ્વાસના ફુગ્ગા તર્યા કરે<br> ઘટનાને સાવ સત્ય તમે માનશો નહીં ઈચ્છાના શ્વેત દેડકા દરિયા ઝર્યા કરે<br> આભાસી ભ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મીરાં આસિફ

પ્રત્યેક ક્ષણની વારતા મનમાં ફર્યા કરે
ને ફેફસાંમાં શ્વાસના ફુગ્ગા તર્યા કરે

ઘટનાને સાવ સત્ય તમે માનશો નહીં
ઈચ્છાના શ્વેત દેડકા દરિયા ઝર્યા કરે

આભાસી ભીંત ચીતરું છું ઝાકળની આંખમાં
શબ્દો ગઝલના પ્રાસ બની વિસ્તર્યા કરે

ભૂલી ગયો છું પીળા સમયની દિશાને હું
તારા અભાવની અહીં સંધ્યા ખર્યા કરે.