ગુજરાતી ગઝલસંપદા/ સુરેન ઠાકર ‘મેહુલ’

Revision as of 14:29, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| સુરેન ઠાકર ‘મેહુલ’ |}} <poem> આંગણું પરસાળ ને ઉંબર હતાં, સ્વપ્નમાં પણ શું મજાના ઘર હતાં.<br> ડેલીએ દીવાનગી ઝૂર્યા કરે, જે ગયાં પગલાં ઘણાં સુંદર હતાં.<br> એમનાં કર્મોથી એ નશ્વર થયાં, કર્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સુરેન ઠાકર ‘મેહુલ’

આંગણું પરસાળ ને ઉંબર હતાં,
સ્વપ્નમાં પણ શું મજાના ઘર હતાં.

ડેલીએ દીવાનગી ઝૂર્યા કરે,
જે ગયાં પગલાં ઘણાં સુંદર હતાં.

એમનાં કર્મોથી એ નશ્વર થયાં,
કર્મ જો કે મૂળ તો ઈશ્વર હતાં.

ગામને પાદર ભરેલી ભવ્યતા,
ગામ વચ્ચે કેટલાં પાદર હતાં.

એને આથમણી હવા ભરખી ગઈ,
આયનામાં સંસ્કૃતિના સ્તર હતાં.

એ પછીથી મોરનાં પીછાં થયાં.
ભીષ્મની શય્યાનાં એ તો શર હતાં.