ગુજરાતી ગઝલસંપદા/ ધૂની માંડલિયા
Revision as of 14:39, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ધૂની માંડલિયા |}} <poem> એક ક્ષણ કાયમ ઉગાડે છે મને, એક જ ક્ષણ પાછી ઉખાડે છે મને.<br> હું સદાયે બંધ ઘરનું બારણું, કોણ આવીને ઉઘાડે છે મને?<br> ઉંઘની બારાખડી શીખ્યા પછી, જાગરણ આવી ઉંઘાડે છે...")
ધૂની માંડલિયા
એક ક્ષણ કાયમ ઉગાડે છે મને,
એક જ ક્ષણ પાછી ઉખાડે છે મને.
હું સદાયે બંધ ઘરનું બારણું,
કોણ આવીને ઉઘાડે છે મને?
ઉંઘની બારાખડી શીખ્યા પછી,
જાગરણ આવી ઉંઘાડે છે મને.
તેં લખેલા પત્રની આબોહવા,
એ જ તો હરપળે જીવાડે છે મને.
હૂંફ જેવું ‘પ્રેમમાં મળતું’ ખરું,
પણ વધારે તો દઝાડે છે મને.
એક પ્યાદુ છે રમતનું તું ‘ધૂની’,
કો’ અગોચર સત રમાડે છે મને.