ગુજરાતી ગઝલસંપદા/ બેન્યાઝ ધ્રોલવી

Revision as of 14:45, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| બેન્યાઝ ધ્રોલવી |}} <poem> શબ્દ મક્કા, શબ્દ કાશી છે, સમજ, ધર્મની ઊંચી અગાસી છે, સમજ.<br> આંસુનું મેવાડ લૂછા પોપચે, એક મીરાંની ઉદાસી છે, સમજ.<br> ગોમતીની જેમ ભટકી કલ્પના, એક શાયરની તલાશી છ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


બેન્યાઝ ધ્રોલવી

શબ્દ મક્કા, શબ્દ કાશી છે, સમજ,
ધર્મની ઊંચી અગાસી છે, સમજ.

આંસુનું મેવાડ લૂછા પોપચે,
એક મીરાંની ઉદાસી છે, સમજ.

ગોમતીની જેમ ભટકી કલ્પના,
એક શાયરની તલાશી છે, સમજ.

આજ ગંગાની અદાલતમાં ઊભા,
પાપને ધોતા પ્રવાસી છે, સમજ.