ગુજરાતી ગઝલસંપદા/ પ્રમોદ અહિરે
Revision as of 15:09, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| પ્રમોદ અહિરે |}} <poem> અમારા તડપવાનું કારણ સ્મરણ છે; અને રોજ મરવાનું કારણ સ્મરણ છે.<br> નથી આગ જેવું કશું જિંદગીમાં, અમારા સળગવાનું કારણ સ્મરણ છે.<br> નદી હું સરજવા ગયો તો બન્યું રણ, હ...")
પ્રમોદ અહિરે
અમારા તડપવાનું કારણ સ્મરણ છે;
અને રોજ મરવાનું કારણ સ્મરણ છે.
નથી આગ જેવું કશું જિંદગીમાં,
અમારા સળગવાનું કારણ સ્મરણ છે.
નદી હું સરજવા ગયો તો બન્યું રણ,
હવે ત્યાં ભટકવાનું કારણ સ્મરણ છે.
બધું સર્વસામાન્ય છે એ ગલીમાં,
છતાં ત્યાં અટકવાનું કારણ સ્મરણ છે.
ઘણાં રોજ ગઝલો લખે છે સ્મરણમાં,
ઘણાંનું ન લખવાનું કારણ સ્મરણ છે.