ગુજરાતી ગઝલસંપદા/ દિનેશ કાનાણી

Revision as of 15:10, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| દિનેશ કાનાણી |}} <poem> એક માણસ હારવાનો, વારતાના અંતમાં, હું દિલાસો આપવાનો, વારતાના અંતમાં.<br> સોળ આના સાવ સાચી વાત લઈને આવજો, હું, પુરાવો માગવાનો વારતાના અંતમાં.<br> પાનખરની કેટલી થઈ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દિનેશ કાનાણી

એક માણસ હારવાનો, વારતાના અંતમાં,
હું દિલાસો આપવાનો, વારતાના અંતમાં.

સોળ આના સાવ સાચી વાત લઈને આવજો,
હું, પુરાવો માગવાનો વારતાના અંતમાં.

પાનખરની કેટલી થઈ છે અસર, એ શોધવા,
ડાળ લીલી કાપવાનો વારતાના અંતમાં.

હું તમારી જીતનો હિમાયતી છું એટલે,
સાથ કાયમ આપવાનો, વારતાના અંતમાં.

કોણ મારા શ્વાસનો હકદાર છે, એ જાણવા,
રાત આખી જાગવાનો, વારતાના અંતમાં.

જિન્દગીભર આપતા આવ્યા છો જાકારો ભલે,
હું તમારો લાગવાનો, વારતાના અંતમાં.