ગુજરાતી ગઝલસંપદા/ મકરંદ મુસળે

Revision as of 15:19, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| મકરંદ મુસળે |}} <poem> આમ આવ્યો હતો, તેમ ચાલ્યો ગયો, કોઈ જાણે નહીં, કેમ ચાલ્યો ગયો?<br> શ્વાસનું એક પીત્યું હતું ઓશીકે, મૂકીને જેમનું તેમ, ચાલ્યો ગયો.<br> કંઈ જ લાવ્યો નહીં, કંઈ જ લીધું નહ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મકરંદ મુસળે

આમ આવ્યો હતો, તેમ ચાલ્યો ગયો,
કોઈ જાણે નહીં, કેમ ચાલ્યો ગયો?

શ્વાસનું એક પીત્યું હતું ઓશીકે,
મૂકીને જેમનું તેમ, ચાલ્યો ગયો.

કંઈ જ લાવ્યો નહીં, કંઈ જ લીધું નહીં,
જેમ આવ્યો હતો, એમ ચાલ્યો ગયો.

જે અનુત્તર રહ્યા; ને અનુત્તર ગયા,
એ બધા પ્રશ્નની જેમ ચાલ્યો ગયો.

ક્યાં કશું છે નવું? કેમ સૌ સ્તબ્ધ છો?
જેમ સૌ જાય છે એમ ચાલ્યો ગયો.

સ્વર્ગની મહેફિલો મનભરી માણવા,
હા ગઝલનો એ હાકેમ ચાલ્યો ગયો.