ગુજરાતી ગઝલસંપદા/ જયંત ડાંગોદરા

Revision as of 15:24, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| જયંત ડાંગોદરા |}} <poem> બીજું ગમે તે પૂછ પણ સમય વિશે ન પૂછ તું, અભ્યાસક્રમ બહારના વિષય વિશે ન પૂછ તું.<br> મારી ન ડૂબકી કદી ન કાંકરીય પણ કરી, એને કદી વમળ અને વલય વિષે ન પૂછ તું.<br> છે એટલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જયંત ડાંગોદરા

બીજું ગમે તે પૂછ પણ સમય વિશે ન પૂછ તું,
અભ્યાસક્રમ બહારના વિષય વિશે ન પૂછ તું.

મારી ન ડૂબકી કદી ન કાંકરીય પણ કરી,
એને કદી વમળ અને વલય વિષે ન પૂછ તું.

છે એટલી ખબર કે શેષમાંય જાત ના રહે,
આથી વિશે કાંઈપણ પ્રણય વિશે ન પૂછ તું.

એકાદ પાંદડુંય ફરફરે ધજા બની નભે,
એકેય પ્રશ્ન ત્યાં લગી પ્રલય વિશે ન પૂછ તું.

આંખોની સ્વસ્થતા ઉપર બધો મદાર હોય છે,
દર્પણને આમ રોજેરોજ વય વિશે ન પૂછતું.