ગુજરાતી ગઝલસંપદા/ બાબુલાલ ચાવડા ‘આતુર’

Revision as of 15:28, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| બાબુલાલ ચાવડા ‘આતુર’ |}} <poem> યાદનો ઘેઘૂર વડલો સાચવ્યો છે મેં હજી, આંખમાં થોડોક વગડો સાચવ્યો છે મેં હજી.<br> એક ગાડાવાટ મારા કાળજામાં જાય છે, એક જણ માટે જ રસ્તો સાચવ્યો છે મેં હજી.<b...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


બાબુલાલ ચાવડા ‘આતુર’

યાદનો ઘેઘૂર વડલો સાચવ્યો છે મેં હજી,
આંખમાં થોડોક વગડો સાચવ્યો છે મેં હજી.

એક ગાડાવાટ મારા કાળજામાં જાય છે,
એક જણ માટે જ રસ્તો સાચવ્યો છે મેં હજી.

રોજ બાવળના પીળાં ફૂલો ખરે છે આંગણે,
રક્તમાં આ કેમ કાંટો સાચવ્યો છે મેં હજી!

જળ અને જળના હિલોળા જ્યાં કદી થીજી ગયા,
એ સરોવરનો કિનારો સાચવ્યો છે મેં હજી.

ગામમાં 'આતુર' ઝૂરે છે એક ખાલી ખોરડું,
સાત પેઢીનો નિસાસો સાચવ્યો છે મેં હજી.