ચાંદનીના હંસ/૧૮ વાવડ તારા...

Revision as of 15:28, 15 February 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વાવડ તારા...|}} <poem> વાવડ તારા આવવાના લઈ ઘાસિયે કૂકડા બોલ્યા, ને ઉંબરે ધસી આવતા લીલા તડકાઓ હણહણ્યા. આજ ઝૂરાપો રસ્તે ઊડે ધૂળમાં ડમરી વળી, ખોબો’ક જળે લઈને વમળ સળવળે હથેળી. આભમાં ઊં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વાવડ તારા...

વાવડ તારા આવવાના લઈ ઘાસિયે કૂકડા બોલ્યા,
ને ઉંબરે ધસી આવતા લીલા તડકાઓ હણહણ્યા.

આજ ઝૂરાપો રસ્તે ઊડે ધૂળમાં ડમરી વળી,
ખોબો’ક જળે લઈને વમળ સળવળે હથેળી.

આભમાં ઊંચે હાથ ફેલાવી ડાળખે – ડાળખાં ડોલ્યાં,
આજ કોણે આ સોણલાં મારાં નજરુંમાં ઝબકોળ્યાં?

માંહ્યલે વસ્યાં માછલાંઓ પાતાળમાં વ્હેતાં
ડમર કાળા ઘોર ઉનાળા ચાખતાં રહ્યાં.
કાળજાના પરબીડિયે બળેલ દોરની લિપિ
બળતી રાતીચોળ વાંચીને ઝૂરતાં રહ્યાં.

અંધારના આ ખંડેરને તેં તો તડકે તડકે ધોળ્યા,
રમણી, તેં તો ગામ આખાના નીતરાં પાણી ડો’ળ્યા.

ઓગષ્ટ ૧૯૭૩