વસ્તુસંખ્યાકોશ/વસ્તુસંખ્યા

Revision as of 11:26, 5 March 2023 by Meghdhanu (talk | contribs) (પ્રકરણ ૨ - 'બ' પૂર્ણ)

વસ્તુસંખ્યા

અકુશલપથ (૧) (બૌદ્ધમત)
ત્રણ કાયિક : પ્રાણઘાત, અદત્તાદાન, વ્યભિચાર;
ચાર વાચિક : અસત્ય, ચાડી, કઠેર વાણી, બબડાટ;
ત્રણ માનસિક : પરદ્રવ્યનો લોભ, ક્રોધ, નાસ્તિકતા.

અક્ષરવર્ણ (૫૨)
વિપ્રવર્ણ = ૨૧. : સ્વર ૧૬ + વ્યંજન (ક, ખ, ગ, ઘ ઙ)
ક્ષત્રિયવર્ણ = ૧૦. : ચ, છ, જ ઝ, ક્ષ, ટ, ઠ, ડ, ઢ, ણ.
વૈશ્યવણ = ૧૦. ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ.
શુદ્રવર્ણ = ૧૧. : ય, ૨, લ, વ, શ, ષ, સ, હ, ળ, ક્ષ, જ્ઞ.

અખાડા સાધુબાવાઓના (૫)
નિર્બાની, નિરંજન, નીલ પર્વત, ઉદાસી, નિર્માલી.

અખાડા (સાધુબાવાઓના) (૧૮)
અઘોરી, અરણ્ય, અવધૂત, આનંદ, આશ્રમ, ઇંદ્ર ઉદાસી, 'કાનફાડા, કામમેલ, ગોદડ, ગોરખપંથી, નંગાગિરી, નિરંજની, નિર્વાની, પુરી, ભારતી, રાઉન, બન, સરભંગી.

અગમ્યા (એક શય્યા માટે) (૫)
માતા, બહેન, દીકરી, પુત્રવધૂ, ગુરુપત્ની.

અગારી વ્રત (૫)
હિંસા કરવી નહિ, જૂઠું બોલવું નહિ, ચોરી કરવી નહિ, પરસ્ત્રીગમન કરવું નહિ, પરિગ્રહની હદ બાંધવી. (– જૈનમત) અગ્નિ (૩)
લૌકિક, જઠરાનલ, વડવાનલ.
(૩) (વૈદક મુજબ) ભૌમ, દિવ્ય, જઠર.
(૩) ગાર્હસ્પત્ય, આહવનીય, દક્ષિણ.
(૬) (કર્મકાંડ મત) ગાર્હસ્પત્ય, આહવનીય, દક્ષિણ, સભ્યાગ્નિ, આવસશ્ય, ઔપાસ્ય.
(૬) ધૂમાગ્નિ, દીપાગ્નિ, મંદાગ્નિ, મધ્યાગ્નિ, ખરાગ્નિ, ભડાગ્નિ (રસાયન મત)
(૭) કાલાનલ (કાલરૂપી અગ્નિ), હવ્યાનલ (અગ્નિકુંડમાંનો અગ્નિ,) વડવાનલ (સમુદ્રમાંનો અગ્નિ) સહસ્રાનલ (સૂર્યમાંનો અગ્નિ), વિષાનલ (શેષનાગના મુખમાંનો અગ્નિ) ભવાનલ. (પૃથ્વીના પેટાળનો અગ્નિ), હરાનલ (શિવના ત્રીજા નેત્રનો અગ્નિ).
(૧૧)કામ, ક્રોધ, મોહ, જાતિ, જરા, મરણ, શોક, પરિદેવ, દુઃખ, દૌર્મનસ્ય, ઉપાયાસ.
(૧૫) વૈશ્વાનર, લોચનીક, પાવક, મંગલ, સૂર્યદૂત, મારક, મૃદુ, ગાર્હસ્પત્ય, વડવાનલ, મેદવાનલ, જઠરાનલ, ક્રવ્યાદાનલ, ક્રોધાનલ, વિરહાનલ, ભવાનલ (વસ્તૃવંદદીપિકા).
અગ્નિકલા
(૧૦) ધૂમાર્ચિ, ઉષ્ણા, જ્વાલિની, જલની, સ્ફુલ્લિંગી, અતિસ્નના, હવ્યવાહિની, કવ્યવાહિની, નીલરક્તા રુદ્રાયણી.
(૧૦) ધૂમા, અર્ચિ, ઉષ્મા, જવલિની, જવાલિની, વિસ્ફુલ્લિંગિની, સુશ્રી, સુરુપા, કપિલા, હવ્યકવ્યવહા
અગ્નિજિહ્વા (૭)
(સાત્ત્વિક) હિરણ્યા, રક્તા, કૃષ્ણ, સુપ્રભા, બહુરૂપા, અતિરક્તા, કનકા.
(રાજસી) કરાલી, ભૂમિની, શ્વેતા, લોહિતા, નીલલોહિતા, સુવર્ણા, પદ્મરાગા.
(તામસી) કરાલી, મનોજવા, સુલોહિતા, ધૂમવર્ણા, વિસ્ફુલ્લિંગી, વિશ્વરુચિ, લોલાયમાના (૭) કાલી, કરાલી, મનેજવા, સુલોહિતા, ધૂમ્રવર્ણા, સ્ફુલિંગિની, વિશ્વરુપી. (મુંડકોપનિષદ્દ)
અગ્નિપત્ની (૧૬)
સ્વાહા, વહ્નિપ્રિયા, વહ્નિજાયા, સંતોષકારિણી, શક્તિ, ક્રિયા, કાલદાત્રી, પરિપાકકરી, ધ્રુવા. સર્વદાનરગતિ,દાહિકા, દેહનક્ષમા, સંસારસારરુપા, ઘરસંસારતારિણી, દેવજીવનરુપા, દેવપોષણ-કારિણી

અગ્નિપુત્ર (૪)
પાવક, પવમાન, શુચિ, સ્વાચિત

અજ. (૫).
દશરથના પિતા, બ્રહ્મા, શિવ, કામ.

અજાયબી (૭)
(કુદરતી)
નાયગ્રાનો ધોધ, ઉત્તરધ્રુવના હીમપર્વતો, હિમાલય, સહરાનું રણ, આફ્રિકાના જંગલો, વિસુવિયસ જવાળામુખી, ગ્રાંડ કેનિયોન (અમેરિકા)
(પ્રાચીન).
સિસરના મિનારા, હેલિકાર્ને સસમાં આર્ટિમિસિઆચે બાંધેલો હજીરા, યુસુફમાં ડાયેનાનું દેવળ, બેબીલોનનો ઝૂલતો બગીચો રેડ્ઝનું પૂતળું, જ્યુપીટર આલ્ફસનું પૂતળું', એલેક્ઝાંડ્રિયાનો નજર મિનારો. (૭)
(માનવસર્જિત) તાજમહાલ (ભારત), ચીનની દીવાલ (ચીન), મોસ્કો ઘંટ (રશિયા), પીઝાનો ટાવર (ઈટાલી), પિરામિડો (ઈજિપ્ત), એફિલ ટાવર (ફ્રાન્સ), એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ (અમેરિકા).

અણુવ્રત (૪).
સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ.
(જૈનમત) (૫) પ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તા-દાનવિરમણ, મૈથુનવિરમણ, પરિગ્રહવિરમણ (જુઓઃ અવ્રત)
અતિચાર (૫) (જૈનમત)
શંકા, આકાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાદૃષ્ટિ, પ્રશંસા, અતિદેશ (૫)
શાસ્ત્રાતિદેશ, કાર્યાતિદેશ, નિમિત્તાતિદેશ, વ્યપદેશાતિદેશ, રૂપાતિદેશ.

અત્યતાભાવ. (૧૦)
આકાશકુસુમ, વંધ્યાપુત્ર, શશશૃંગ, અજાગલસ્તન, પૂનમનું
સૂર્યગ્રહણ, અમાસનું ચંદ્રગ્રહણ, પાણી વલોવવાથી ઘી, રેતી પીલીને કાઢેલું તેલ, કાચબાની પીઠના વાળ, હિમથી અગ્નિ.

અતિશયોક્તિ (૫)
રુપક, ભેદક, સંબન્ધ, અસંબન્ધ, અક્રમ (અત્યંત)

અતિસાર (૫) (વૈદક)
વાયુજન્ય, પિત્તજન્ય, કફજન્ય, સન્નિપાતજન્ય, શોકજન્ય, આમજન્ય.

અતીત (૧).
અથર્વવેદના ઉપનિષદ (૩)
પ્રશ્નોપનિષદ, મુંડકોપનિષદ, માંડક્યોપનિષદ.

અદત્તદાન (૩) (જૈનમત).
દ્રવ્યાદત્તદાન, ભાવાદત્તદાન, દ્રવ્યભાવાદત્તદાન. (૪) સ્વામી અદત્તદાન, જીવઅદત્તદાન, તીર્થંકર અદત્તદાન, ગુરુ અદત્તદાન.
અદાલત (૪).
નિઝામત અદાલત, દિવાની અદાલત, ફોજદારી અદાલત, અદાલતે કાઝી. (મુસલમાન રાજ્યની)

અધર્મ (૫).
વિધર્મ, પરધર્મ, આભાસ, ઉપધર્મ, છલ.

અધિકરણ લક્ષણ (૫)
વિષય, વિશય (સંશય), પૂર્વપક્ષ, ઉત્તરપક્ષ, નિર્ણય.

અધિકારી (૧૮).
મંત્રી, પુરોહિત, સેનાપતિ, યુવરાજ, દૌવારિક, અંતરવંશિક, પ્રશાસ્ત્રી, સમાહરત્રિ, સન્નિધાત્રી, પરદેશત્રિ, નાયક, પૌર, ન્યાયાધીશ, હારમાંતિક, અધ્યક્ષ, દંડપાલ, દુર્ગપાલ, અંતપાલ
(અર્થશાસ્ત્ર)

અધિદેવ (૧૪).
ચંદ્ર, બ્રહ્મા, વાસુદેવ, રુદ્ર, સૂર્ય, દિશાઓ, અશ્વિનૌ, વરુણ,
વાયુ, ઇન્દ્ર, વિષ્ણુ, અગ્નિ, મિત્ર અથવા મૃત્યુ, પ્રજાપતિ. અધિભૂત (૧૪).
મંતવ્ય, બોદ્ધવ્ય, ચેતયિતવ્ય, અહં કર્તવ્ય, દૃષ્ટવ્ય, શ્રોતવ્ય, ઘ્રાણવ્ય, રસયિતવ્ય, સ્પર્શચિતવ્ય, આદાતવ્ય, ગંતવ્ય, વક્તવ્ય, વિસૃજ્ય, સ્ત્ર્યાદ્યાનંદ.

અધ્યાત્મ (૧૪).
મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આંખ, કાન, નાક, જીભ, ચામડી, હાથ, પગ, વાણી, ગુદા, ઉપસ્થ.

અધ્યાપક (૨).
આચાર્ય, ઉપાધ્યાય.
અધ્યાસ (૫). (જુઓ: ઈંદ્રિયાધ્યાસ).

અનર્થકારણ (૪).
ધન, જોબન, પ્રભુત્વ, અવિવેકિતા.

અનાજ (૩).
શિંગ, ડોડો, પોપટો.

અનાદિષટ્ક (૬)
જીવ, ઈશ્વર, શુદ્ધ ચૈતન્ય, અવિદ્યા, ચેતન અને અવિદ્યાનો યોગ, તથા તેમનો પરસ્પર સંબન્ધ.

અનાવૃષ્ટિ (૩).
દિવસે વાદળ, બપોરે છાંટા, રાતે તારા.

અનુપપત્તિ (૭). (વેદાંતમત).
આશ્રયાનુપપત્તિ, નિરાધાનાનુ૫૫ત્તિ, સ્વરુપાનુપપત્તિ, અનિ ર્વચનીયવાનુપપત્તિ, પ્રમાણુનુપપત્તિ, નિવર્તકાનુ૫૫ત્તિ, નિવૃત્ત્યનુપત્તિ.

અનુપ્રેક્ષા (૪). (જૈનમત).
એકત્વાનુપ્રેક્ષા, અનિત્યાનુપ્રેક્ષા, અશરણાનુપ્રેક્ષા, સંસારાનુપ્રેક્ષા. અનુબંધ (૪). વિષય, પ્રયોજન, સંબન્ધ, અધિકારી.

અનુભાવ. (૪).
સાત્ત્વિક, કાયિક, માનસિક, આહાર્ય.

અનુમાન (૨).
સ્વાર્થાનુમાન, પરાર્થાનુમાન.
(૩). પૂર્વવત્, શેષવત્ , સામાન્યતોદૃષ્ટ.
(૩). કેવલાન્વયી, વ્યતિરેકી, અન્વયવ્યતિરેકી.
(૧૦).
જિજ્ઞાસા, સંશય, શકયપ્રાપ્તિ, પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનયન, નિગમન, પ્રયોજન, સંશયવ્યુદાસ.

અનુમાનઅવયવ, (૫).
પક્ષ, સાધ્ય, હેતુ, વ્યાપ્તિ, દૃષ્ટાંત.

અનુવાદ (૩).
ભૂતાર્થાનુવાદ, સ્તુત્યાર્થાનુવાદ, ગુણાનુવાદ.

અનુશય (૨).
કર્માનુશય, ફલાનુશય.

અનુશયના ભેદ (૩)
સંકેતવિઘટ્ટના, ભાવકેતનષ્ટા, રમણગમતા. (કાવ્યનાભેદ). અનંત (૦).

અન્તઃ પ્રકૃતિ (૩)
સ્વામી, અમાત્ય, સુહૃદ્દ,

અન્ન.
(૪)
શુષ્ક, પકવ, સ્નિગ્ધ, વિદગ્ધ.
(૪) ખાદ્ય, પેય, ચોષ્ય, લેહ્ય.
(૭) ચોખા, ઘઉં', મગ, અડદ, જવ, તલ, કાંગ (ભ.ગો.મંડલ).
(૭) ડાંગર, દેશયજ્ઞ, પૌર્ણ માસયજ્ઞ, મન, પ્રાણ, દૂધ, વાણી. (ભ. ગો. મંડલ).

અપરાપ્રકૃતિ (૮)
પૃથ્વી, અપ્, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર. અપરાવિદ્યા. (૧૦)
ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, જતિષ, છંદ.
અપાય (૪)
નરક, તિર્યક્યોનિ, પ્રેતવિષય, અસુરલોક (ચાર પ્રકારે દુર્ગતિ. બૌદ્ધમત). અપૂર્વ.
(૪) (યજ્ઞની શક્તિ).
ફલાપૂર્વ, સમુદાયાપૂર્વ, ઉત્પત્તયપૂર્વ, અગાપૂર્વ.

અપૂર્વવિધિ (૪)
કર્મવિધિ, ગુણવિધિ, વિનિયોગવિધિ, પ્રયોગવિધિ.

અપ્સરા
(૭) રંભા, ધૃતાચી, મેનકા, તિલોત્તમા, મંજુઘોષા, ઉર્વશી, સુકેશી.
(૧૨)
મેનકા, રંભા, ઉર્વશી, પ્રમલોચા, અનુમ્લોચા, સેનજિત, પૂર્વચિત્તી, તિલોત્તમા, ધૃતાચી, સ્વયંપ્રભા, ભિક્ષકેશી, જનવલ્લભા.

અબ્જ (૧)

અભાવ (૪)
પ્રાગભાવ, પ્રવિધ્વંસાભાવ, અત્યંતાભાવ, અન્યોન્યાભાવ.

અભિચાર (૬)
મારણ, મોહન, સ્તંભન, વિદ્વેષણ, ઉચ્ચાટન, વશીકરણ.

અભિજ્ઞા (૫)
ગમે તે સ્વરૂપ ધારણ કરવું, દૂરનું સાંભળવું, દૂરનું જોઈ શકવું, સામા માણસના વિચાર પારખવા, ભૂત અને ભવિષ્યની સ્થિતિ જાણી લેવી.

અભિધર્મપિટક (૭) (વિભાગ–ઔદ્ધમત).
ધમ્મસંગણિ, વિભંગ, ધાતુકથા, પુગ્ગલપઝઝત્તિ, કથાવત્થુ, યમક, પટ્ઠાન.

અભિધા. (૧૪)
સંયોગ, વિયોગ, સાહચર્ય, વિરોધિતા, અર્થ, પ્રકરણ, લિંગ, બીજા પ્રસિદ્ધ શબ્દનું પાસે હોવાપણું, સામર્થ્ય, યોગ્યતા, દેશ, કાળ, વ્યક્તિ, સ્મૃતિ.

અભિનય (૪)
આંગિક, વાચિક, આહાર્ય સાત્ત્વિક.

અભિનયમુદ્રા (૨૪)
અંજલિ, કપોત, કર્કટ, સ્વસ્તિક, દોલ, પુષ્પપુટ, ઉત્સંગ, શિવલિંગ, કટકવર્ધન, કર્તરી, સ્વસ્તિક શકટ, શંખ, ચક્ર, સંપુટ, પાશ, કીલડ, મત્સ્ય, કૂમ, વરાહ, ગરુડ, નાગબંધ, ખટ્વ, ભેરુડ, અવહિત્ય, :મુખ, સંપુટ, વિતત, વિસ્તૃત, ધ્વિમુખ, ત્રિમુખ, ચતુર્મુખ, પંચમુખ, ષણમુખ, અધોમુખ, વ્યાપક, અંજલિક, શકટ, યમપાશ, ગ્રંથિત, ઉલ્મુક, મુષ્ટિક, મત્સ્ય, કૂર્મ, વરાહ, સિંહ, મુદ્રલ, પલ્લવ, નાગ.

અભિનિબોધ (૪) (જૈનમત)
મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા.

અભિવ્યક્તિકારણ (૯).
ઉત્પત્તિ, સ્થિતિ, અભિવ્યક્તિ, વિકાર, જ્ઞાન, પ્રાપ્તિ, વિચ્છેદ, અન્યત્વ, ધૃતિ.

અભિસારિકા (૩)
કૃષ્ણાભિસારિકા, (અંધારી રાતે પ્રિયતમને મળવા જનારી), શુકલાભિસારિકા, (ચાંદનીમાં મળવા જનારી), દિવાભિસારિકt. (દિવસે મળવા જનારી).

અભ્ર (૦)

અમશાસ્પંદ (ફિરસ્તા) (૭) (જરથોસ્તી).
અહ્રમઝદ, બહમન, અર્દીબહિશ્ત, શેહેરીવર, અસ્ફંદારમદ, ખોરદાદ, અમરદાદ.

અમૂર્તગુણ (૧૦)
બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ અધર્મ, ભાવના, શબ્દ.

અમેધ્ય (૧૨)
હાડકું, મુડદું, વિષ્ટા, મૂત્ર, ચરબી, પરસેવો, આંસુ, પરૂ, કફ, મદ્ય, વીર્ય, રજ.

અમૃત (૭) (વૈદક)
હરડે, બહેડાં, આમળાં, જેઠીમધ, લોહ, મધ, ઘી.

અમૃતદ્યુતિ (૧)

અમ્લ પંચક (૫) (વૈદક)
બોર, કોકમ. દાડમ, ચૂકો, અમ્લવેતસ. (૫) (વૈદક) જંબીરી લીબું, ખાટાં અનાર, આમલી, નારંગી, અમ્લવેતસ. (૫) (વૈદક) બીજોરુ નારંગી, અમ્લવેતસ, આમલી, જંબીર.

અયન (૨)
ઉત્તરાયણ, દક્ષિણાયણ.

અયોનિજા (૩)
સીતા, દ્રૌપદી, લક્ષ્મી.

અરણ્ય (૧૨)
આપારણ્ય, દ્વિપારણ્ય, તમારણ્ય, લોકારણ્ય, ચિકુટારણ્ય, સ્વર્ગારણ્ય, અંધકારણ્ય, કોક્ષેઆરણ્ય, મનુષ્યારણ્ય, ઉદ્વેષારણ્ય, કૂર્મારણ્ય, તલારણ્ય.
(૧૨) ચંપકારણ્ય, બદ્રિકારણ્ય, દંડકારણ્ય નિમિષારણ્ય, અર્બુદારણ્ય, પદ્મારણ્ય, ધર્મારણ્ય, બ્રહ્મારણ્ય, ગુહ્યારણ્ય, જબુંકારણ્ય, પુન્યકારણ્ય, દેવદારુકારણ્ય, ઐક્ષારણ્ય, નઘુષારણ્ય, દ્વૈતારણ્ય. (વ.વૃં.દી.)

અલખ (૧)

અવનિ (૧)

અર્કકાન્તા (૨)
સંજ્ઞા, છાયા,

અર્કબંધુ (૪)
બુદ્ધદેવ, ચૈતન્યબુદ્ધ, શાકયમુનિ, સર્વાર્થસિદ્ધ.

અર્ધ્ય (૩)
પત્ર, પુષ્પ, જલ,
(૩) ચોખા, દૂર્વા, પુષ્પ.
(૮)
પાણી, દૂધ, ઘી, મધ, દહીં, દર્ભ, રક્તચંદન, ધોળી કરેણ.
(૧૦)
જલ, દૂર્વા, ફૂલ, જવ, દૂધ, કુશાગ્ર, દહીં, સરસવ, ચોખા, સુગંધી વસ્તુ

અર્જુનપુત્ર (૪)
શ્રુતકીર્તિ (દ્રૌપદીથી), ઈરાવાન્ (ઉલૂપીથી), બબ્રુવાહન (ચિત્રાં
ગદાથી), અભિમન્યુ (સુભદ્રાથી).

અર્થદોષ. (૨૪)
અપુષ્ટાર્થ, કષ્ટાર્થ વ્યર્થાર્થ; વ્યાહત, અર્થપુનરુક્તિ, દુઃક્રમ, ગ્રામ્ય, સંદિગ્ધ, નિર્હેતુ, પ્રસિદ્ધિવિરુદ્ધ, વિદ્યાવિરુદ્ધ, અનવિકૃત, સનિયમ, અનિયમ, સવિશેષ, અવિશેષ, સાકાંક્ષ, અપદયુક્ત, સહચરભિન્ન, :પ્રકાશવિરુદ્ધ, વિધિવિરુદ્ધ, અનુવાદવિરુદ્ધ, ત્યક્ત પુનઃ સ્વીકૃત, અશ્લીલ.

અર્થપ્રકાર (૫)
મિત્ર, પશુ, ભૂમિ, ધન, ધાન્ય,ની પ્રાપ્તિ.

અર્થપ્રકૃતિ. (૫)
બીજ, બિન્દુ, પતાકા, પ્રકરી, કાર્ય.

અર્થભેદ (૩)
રૂઢ, યૌગિક, મિશ્ર.

અર્થવાદ (૩)
ગુણવાદ, અનુવાદ, ભૂતાર્થવાદ.

અર્થો (૧૦)
સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઊતિ, મન્વંતર, ઈક્ષાનુકથા, વિરોધ, મુક્તિ, આશ્રય.

અર્થોપક્ષેપક (૫)
વિષ્કંભક, પ્રવેશક, ચૂલિકા, અંકાવતાર, પંચમુખ.

અલખ (૧)

અલંકાર (૩)
શબ્દાલંકાર, અર્થાલંકાર, ઉભયાલંકાર,
(૩૩)
આશીર્વાદ, અક્રેદ, કપટ, અક્ષમા, ગર્વ, ઉદ્યમ, આશ્રય, ઉત્પ્રાસન, સ્પૃહા, ક્ષોભ, પશ્ચાત્તાપ, ઉપયતિ, આશંસા, અધ્યવસાય, વિસર્પ, ઉલ્લેખ, ઉત્તેજન, પરિવાદ, નીતિ, અર્થ વિશેષણ, પ્રોત્સાહન, સાહાપ્ય, :અભિમાન, અનુવૃત્તિ, ઉત્કીર્તન, યાંચા, પરિહાર, નિવેદન, પ્રવર્તન, આખ્યાન, યુક્તિ, પ્રહર્ષ, શિક્ષા.
(૪૪)
અનુપ્રાસ, યમક, દીપક, રૂપક, ઉપમા, અર્થાન્તરન્યાસ, આક્ષેપ, વ્યતિરેક, વિભાવના, સમાસક્તિ, અતિશયોક્તિ, યથાસંખ્ય, ઉત્પ્રેક્ષા, વાર્તા, પ્રેયસ, રસવંત, ઊર્જસ્વિન, પર્યાયોક્તિ, સમાહિત, ઉદાત્ત, :શ્લેષ, અપહ્નુતિ, વિશેષોક્તિ, વ્યાજસ્તુતિ, ઉપમારૂપક, તુલ્યયોગિતા, નિદર્શન, વિરોધ, ઉપમેયોપમા, સહોક્તિ, પરિવૃત્તિ, સસંદેહ, અનન્વય, ઉપેક્ષાવયવ, સંકીર્ણ, આશિષ, હેતુ, નિપુણ, સ્વભાવોક્તિ,

અપ્રસ્તુતપ્રશંસા, સૂક્ષ્મ, લેશ, વક્રોક્તિ, સંકર. (ભ. ગો. મંડલ).
(૭૦)
ઉપમા, અન્વય, ઉપમેયોપમા, ઉત્પ્રેક્ષા, સસંદેહ, રુપક, અપહ્નુતિ, શ્લેષ, સમાસોક્તિ, નિદર્શના, અપ્રસ્તુતપ્રશંસા, અતિશયોક્તિ, પ્રતિવસ્તૂપમા, દૃષ્ટાન્ત, દીપક, માલાદીપક, તુલ્યયોગિતા, વ્યતિરેક, આક્ષેપ, વિભાવના, વિશેષોક્તિ, યથાસંખ્યા, અર્થાન્તરન્યાસ, વિરોધ, સ્વભાવોક્તિ, વ્યાજસ્તુતિ, સહોક્તિ, વિનોક્તિ, પરિવૃત્ત, ભાવિક, કાવ્યલિંગ, પર્યાયોક્તિ, ઉદાત્તપ્રથમ, ઉદાત્ત દ્વિતીય, સમુચ્ચય, પર્યાય, અનુમાન, પરિકર, વ્યાજોક્તિ, પરિસંખ્યા, કારણમાલા, અન્યોન્ય, ઉત્તર, સૂક્ષ્મ, સાર, તદ્ગુણ, અતદ્ગુણ, અસંગતિ, સમાધિ, સમ, વિષમ, અધિક, પ્રત્યનીક, મિલિત, ભ્રાન્તિમાન, વ્યાઘાત, પ્રતીપ, સામાન્ય, વિશેષ, સ્મરણ, સંસૃષ્ટિ, સંકર, (અર્થાલંકાર) વક્રોક્તિ, અનુપ્રાસ, વર્ણાનુપ્રાસ, લાટાનુપ્રાસ, યમક, શ્લેષ, ચિત્ર, પુનરુક્તવદાભાસ. (શબ્દાલંકાર).
(મમ્મટ કાવ્યપ્રકાશ.)

અવગુણ (૮)
નિંદા, બલાત્કાર, દગો, ઈર્ષા, અસૂયા, અર્થદૂષણ, અપશબ્દ, તાડન.

અવતાર (૧૦)
મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ, કલ્કિ.
(૧૫)
ઋષભદેવ, કપિલ, દત્તાત્રેય, હંસ, કુમાર, સુયજ્ઞ, નારદ, પૃથુ, ત્રિવિક્રમ, હયશિર્ષ, નરનારાયણ, ધન્વન્તરી, મોહિની, શ્રીકૃષ્ણ, વ્યાસ, (૧૭)
શ્રીઅણહાદ, અલખ, નામનીલ, અનીલ, સુન, સાન, નાન, જ્ઞાન, નુર, તેજ, જળ, કમળ, અદબુદ, જાંગ, તંતવ, પ્રેમતંતવ, આદપુરુષ. ખોજામત પ્રમાણે–વિષ્ણુના.)
(૨૨)
પ્રજાપતિ, વરાહ, નારદ, નરનારાયણ, કપિલ, દત્તાત્રેય, યજ્ઞ, ઋષભ, પૃથુ, મત્સ્ય, કૂર્મ, ધન્વન્તરિ, હરિ, નૃસિંહ, વામન, પરશુરામ, વ્યાસ, રામ, બલરામ, કૃષ્ણ, બુદ્ધ, કલ્કિ.
(ભાગવતપુરાણ પ્રમાણે.)
(૨૨)
સનકાદિક, વરાહ, યજ્ઞરૂપ, હયગ્રીવ, નરનારાયણ, કપિલદેવ, દત્તાત્રેય, ઋષભદેવ, પૃથુરાજા, મત્સ્ય, કૂર્મ, ધન્વન્તરિ, હરિ, નૃસિંહ, વામન, હંસ, નારાયણ, મન્વંતર, પરશુરામ, રામ, વેદવ્યાસ, શ્રીકૃષ્ણ. :(પરસોત્તમગીતા પ્રમાણે.)
(૨૩)
મત્સ્ય, કૂર્મ, વરાહ, લઘુતન્, ભાર્ગવ, રામચન્દ્ર, કૃષ્ણ, બૌદ્ધ, કલ્કિ, કપિલ, હયમુખ, નારદ, હંસ, યજ્ઞ, દત્તાત્રેય, વિરાનન, ઋષભ, મુનિરાય, વ્યાસ, વેન્ય, ધ્રુવ, સ્વયંભૂ
(સંસ્કારગણપતિ પૃ. ૧૩.)
(૨૪)
સનક, સનંદન, સનાતન, સનત્કુમાર (બ્રહ્માના નાકમાંથી ઉત્પન્ન થયાં. ચારેય ને પ્રથમ ક્રમ જ આપ્યો છે.) વરાહ, યજ્ઞપુરુષ, હયગ્રીવ, નારાયણ (ઋષિ), કપિલદેવમુનિ, દત્તાત્રેય, ઋષભદેવ, પૃથુરાજા, :મચ્છાવતાર, કૂર્માવતાર, ધન્વંતરિ, મોહિની, નૃસિંહ, વામન, હંસપક્ષી, નારાયણ, હરિ, પરશુરામ, રામ, વેદવ્યાસ, કૃષ્ણ, બુદ્ધ, કલ્કિ. (ભ. ગો. મંડળ)
અવતારહેતુ (૧૧)
ધર્મ સ્થાપવા, યજ્ઞકર્મ શીખવવા, જીવનું કલ્યાણ કરવા, અસુરોથી રક્ષણ કરવા, સાંખ્ય-યોગ પ્રવર્તાવવા, ત્યાગ–યોગ દર્શાવવા, અસિ અને કૃષિકર્મ શીખવવા, સાતમી ભૂમિકાનું જ્ઞાન આપવા, પૃથ્વીને રસાળ :કરવા, સુકૃતજનની રક્ષા કરવા, દુષ્ટોને નાશ કરવા. (પુરુષોત્તમગીતા.)

અવધિજ્ઞાન (૬)
અનુગાર્મિક, અનનુગામિક, વર્ધમાન, હાયમાન, અવસ્થિત, અનવસ્થિત.

અવનિ (૧)

અવયવ (૩)
પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ.
(૩)
ઉદાહરણ, ઉપનય, નિગમન.
(૫)
પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય, નિગમન.
(૫)
પ્રતિજ્ઞા, અપદેશ, નિદર્શન, અનુસંધાન, પ્રત્યામ્નાય.

અવસર (૩)
જન્મ, વિવાહ, મરણ.

અવસ્થા (૨)
પૂર્વાવસ્થા, ઉત્તરાવસ્થા.
(૩)
બાલ્યાવસ્થા, તારુણ્યાવસ્થા, વાર્ધકયાવસ્થા.
(૩)
અનાગત, વ્યક્તાભિવ્યક્ત, તિરહિત. (સાંખ્ય પ્રમાણે.)
(૩)
જાગ્રતાવસ્થા, સ્વપ્નાવસ્થા, સુષુપ્તાવસ્થા.
(૪)
જાગ્રત, સ્વાપ્ન, સુષુપ્તિ, તુર્યાવસ્થા. (વેદાંતપ્રમાણે.)
(૪)
બાલ્ય, કૌમાર, યૌવન, વાર્ધક્ય.
(૫)
જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુરીય, ઉન્મનીયા.
(૫) (નાટ્યશાસ્ત્ર.)
આરંભ, યત્ન, પ્રાસ્યાશા, નિયતાપ્તિ, ફલાગમ.
(૬) (યાસ્ક મત).
જન્મ, સ્થિતિ, વૃદ્ધિ, પરિણમન, અપક્ષય, નાશ.
(૭)
અજ્ઞાન, આવરણ, ભ્રાંતિ, પરોક્ષજ્ઞાન, અપરોક્ષજ્ઞાન, શોકનાશ, અતિહર્ષ.
(૯)
ગર્ભાધાન, ગર્ભવૃદ્ધિ, જન્મ, બાલ્ય, કૌમાર, યુવાન, મધ્ય, વૃદ્ધ, મૃત્યુ.
(૧૦)
અભિલાષા, ચિંતન, સ્મૃતિ, ગુણકથન, ઉદ્વેગ, સંતાપ, ઉન્માદ, વ્યાધિ, જડતા, મૃત્યુ. (જુઓ કામાવસ્થા).
(૧૦)
નયનપ્રીતિ, ચિત્તાસંગ, અર્થસંકલ્પ, નિદ્રાચ્છેદ, તનતા, વિષયનિવૃત્તિ, ત્રયાનાશ, ઉન્માદ, મૂર્છા, મૃત્યુ, (શૃંગારાવસ્થા.)
(૧૦) (તંત્રમત.)
બાલ, ક્રીડા, મંદ, બલા, પ્રજ્ઞા, હાપની, પ્રપંચ, પ્રગ્ભારા, મુંમુહી, સ્વપ્ન.
(૧૨)
ચક્ષુપ્રીતિ, મનઃસંગ, સંકલા, પ્રલાપિતા, જાગરણ, કાર્શ્ય, અરતિ, લજ્જા, ત્યાગ, સંજ્વર, ઉન્માદ, મૂર્છના.
(૫૪)
૫-મહાભૂત, પ–તન્માત્રા, ૧૦-ઈન્દ્રિયો, ૩-ગુણ, ૧૦-પ્રાણ, ૪-અંતઃકરણ, ૧૪-દેવતા. ૩-કાળ.

અવિદ્યા (૨)
મૂલાવિદ્યા, તુલાવિદ્યા
(૪)
અનિત્યને નિત્ય માનવું, અપવિત્રને પવિત્ર માનવું, દુઃખને સુખ માનવું અને બુદ્ધિ, મન, ઇન્દ્રિયને આત્મા માનવા.
(૫) અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. (યોગમત)
(૫)
તમસ્, મોહ, મહામોહ, તમિસ્ર, અધતમિસ્ર (સાંખ્યમત)
(૫)
અજ્ઞાન, વિપર્યાસ, ભેદ, ભય, શોક.

અવિદ્યાની શક્તિ (૨)
આવરણ, વિક્ષેપ.

અવિશ્વસનીય (૯)
પાણી, પવન, અગ્નિ, શસ્ત્રધારી, નખવાળા પ્રાણી, શિંગડાવાળા
પ્રાણી, અસત્યવાદી, કુલટા સ્ત્રી, રાજસેવક.

અવ્યય (૪)
ક્રિયાવિશેષણ, નામયેગી, ઉભયાન્વયી, કેવળપ્રયોગી.

અવ્રત (૫) (જૈનમત)
પ્રાણવધ, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ. (જુઓ : અણુવ્રત).

અશુભ ભાવના (૫)
કન્દર્પ, કિલ્વિષી, અભિયોગી, આસુરી, સમ્મોહી.

અશુભયોગ (૧૬)
સંવર્તક, શૂલ, શત્રુ, ભસ્મ, દંડ, વ્રજમુસલ, કાલમુખી, યમઘંટ, યમદંષ્ટ્રા, કાણ, મૃત્યુ, જવાલામુખી, ખંજ, યમલ, ઉત્પાત, કર્કટ. (જ્યોતિષ).
અષ્ટ કર્મ (૮)
આદાન, વિસર્ગ, પ્રેષ, નિષેધ, અર્થવચન, વ્યવહાર, દંડ, શુદ્ધિ. (જુઓ: કર્મ).
અષ્ટકલ્યાણી અશ્વ (૮)
ચાર પગ, કપાળ, છાતી, ખભો અને પૂંછડી સફેદ હોય તે.

અષ્ટ ધાતુ (૮)
સોનું, ચાંદી, ત્રાંબુ, કલાઈ, લોઢું, સીસું, જસત, કાંસુ. (જુઓ: ધાતુ).

અષ્ટપટરાણી (૮)
રુક્ષ્મણિ, સત્યભામા, મિત્રબિંદ, ભદ્રા, જાંબવતી, કાલિંદી, સત્યાશ્રી, લક્ષમી. (કૃષ્ણની) (વ, વૃ. દી.)

અષ્ટ સખા (૮)
સૂરદાસ, પરમાનંદ, અંશુ, અર્જુન, નંદદાસ, ઋષભ, વિશાલ, સુદામા. (કૃષ્ણના).
(૮) સુરદાસ, કૃષ્ણદાસ, પરમાણંદદાસ, કુમનદાસ, છીતસ્વામી, ગોવિંદસ્વામી, ચતુર્ભજ દાસ, નંદદાસ.

અષ્ટ સખી (૮)
લલિતા, વિશાખા, ચંદ્રભાગા, સંધ્યાવલિ, તુંગભદ્રા, શ્યામા, ભામા, તુલસી. (કૃષ્ણની) (વ. પૃ. દી.)

અષ્ટાક્ષરી મંત્ર (૩)
ૐ નમો નારાયણાય.
શ્રી કૃષ્ણઃ શરણં મમ.
ૐ શ્રી આદિત્યાય નમઃ

અષ્ટાવધાની (૮)
એકસાથે આઠ કામ કરનાર–
(કવિતા રચે, ગુણાકાર કરે, ભાગાકાર કરે, શબ્દ યાદ રાખે, વાક્યો યાદ રાખે, ડંકા ગણે, લેખના મુદ્દા તૈયાર કરે, સરવાળા કરે).

અષ્ટાંગ ઉપોસ્થ (૮) (બૌદ્ધમત)
પ્રાણઘાત કરવો નહિ, ચોરી કરવી નહિ, મદ્યપાન કરવું નહિ, બ્રહ્મચર્ય પાળવું, રાત્રિભોજન કરવું નહિ, માળા ધારણ કરવી નહિ, ચંદન લગાડવું નહિ, સાદી પાટ ઉપર શયન કરવું.

અષ્ટાંગ બુદ્ધિ (૮)
શુશ્રૂષા, શ્રવણ, ગ્રહણ, ધારણા, ચિંતન, ઊહાપોહ, અર્થવિજ્ઞાન, તત્ત્વજ્ઞાન.

અષ્ટાંગ માર્ગ (૮)
સમ્યક્ દૃષ્ટિ, સમ્યક્ સંકલ્પ, સમ્યક્ વાણી, સમ્યક્ કર્મ, સમ્યક્ આજીવિકા, સમ્યક્ વ્યાયામ, સમ્યક્ સ્મૃતિ, સમ્યફ સમાધિ.
(૮)
સમધ્યેય, સમઅભિપ્રાય, સમવચન, સમવર્તન, સમઆજીવિકા, સમયત્ન, સમન્યાય, સમપરમાનંદ.
(૮)
સદ્શ્રદ્ધા, સદ્ઇચ્છા, સદ્વર્તન, સદ્વચન, સન્માર્ગ, સદ્પરિશ્રમ, સદ્ચિંતન, સદ્નિશ્ચય.
(૮)
યજન, અધ્યયન, દાન, તપ, સત્ય, ધૈર્ય, ક્ષમા, અલોભ.

અશ્વિનીકુમાર (૨)

અસિદ્ધિ (૩) (હેતુદોષ) આશ્રયાસિદ્ધિ, સ્વરૂપાસિદ્ધિ, વ્યાપ્યયવાસિદ્ધિ. અસ્ત્ર ચિકિત્સા (૮)
છેદન, ભેદન, લેખન, વેધન, મેધન, આહરણ, વિશ્વાવણ, સીવન (વાઢકાપના પ્રકાર)

[ અં ]



અંગ (૫)
બે હાથ, બે પગ, એક મુખ.
(૫)
તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણ.
(૬)
શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, જ્યોતિષ, છંદ.(–વેદના અંગ.) (ક્રમશઃ બ્રહ્માના નાક, હાથ, મુખ, કાન, આંખ અને છંદમાંથી નિષ્પન્ન થયાં છે).
(૭)
અણુદ્રુત દ્રુત, વિષમદ્રુત લઘુ, લઘુવિરામ, ગુરુ, પ્લુત-તાલના અંગ. (સંગીત).
ધ્રુતાલ, મઠતાલ, રૂપકતાલ, ઝંપાતાલ, ત્રિપુટતાલ, આડતાલ, એકતાલ-તાલના અંગ (સંગીત).
(૭) (જ્ઞાનના અંગ) (બૌદ્ધમત).
સ્મૃતિ, ધર્મ પ્રવિચય, વીર્ય, પ્રીતિ, પ્રશ્રબ્ધિ, સમાધિ, સમતા.
(૮) (રાજ્યના અંગ.)
રાજા, અમાત્ય, સુહૃદ, કોશ, રાષ્ટ્ર, દુર્ગ, બલ, પ્રજા.
(૮) (રાજ્યના અંગ.)
રાજા, મંત્રી, સામંત, કોષ, દુર્ગ, સેના, ગુપ્તચર, રાજ્ય.
(૮) (જ્યોતિષના અંગ.)
યુગ, પરિવૃત્તિ. વર્ષ માસ, દિવસ, નિત્ય, વાર, ઉદયઘટિકા.
(૮) (શુકનવિદ્યાના અંગ.)
અંગવિદ્યા, સ્વરવિદ્યા, સ્વપ્નવિદ્યા, ભૌમવિદ્યા, વ્યંજનવિદ્યા, લક્ષણવિદ્યા, ઉપાત્તવિદ્યા, અંતરિક્ષવિદ્યા.
(૯) પગ, જાનુ, કર, સ્કંધ, શિર, ભાલ, કંઠ, ઉર નાભિ.
(૧૧) (જૈનમત)
આચારાંગ, સૂયગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ, વિવાહપન્નત્તી, (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અથવા ભગવતી), નાયાધમ્મકહા, ઉવાસગદ્ સાઓ, અંતગડદસાઓ, અણુત્તરવવાઈઅદસાઓ, પણ્હવા ગરણાઈં (પ્રશ્નવ્યાકરણ), :વિવાગસુઅ (વિપાકશ્રુત), દિટ્યિાવાઓ. (દૃષ્ટિવાદ).

અંગરાગ (૫)
સેંથામાં સિંદૂર, કપાળે કંકુ, ગાલ ઉપર તલ, કેસરનો લેપ, હાથેપગે મેંદી.

અંગલેપ (૧૦) (જુઓઃ દશાંગલેપ)

અંજન (૩)
કાલાંજન, રસાંજન, પુષ્પાંજન.

અંતરાય (૫) (જૈનમત)
દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય.
(૯) (યોગસિદ્ધિના અંતરાય)
વ્યાધિ, સ્ત્યાન, સંશય, પ્રમાદ, આળસ, અવિરતિ, ભ્રાંતિદર્શન, અલબ્ધ, ભૂમિકત્વ.

અંતરિક્ષ (૦)

અંતર્ધૌતી (૪)
વાતસાર, વારિસાર, વહિનસાર, બહિષ્કૃત.

અંતઃકરણ (૩)
મન, બુદ્ધિ, અહંકાર.
(૪)
મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર

અંતઃકરણદોષ (૩)
મલ, વિક્ષેપ, આવરણ.

અંતઃકરણના દેવ (૪)
(મનના) અનિરુદ્ધ, (બુદ્ધિના) સંકર્ષણ, (ચિત્તના) વાસુદેવ, (અહંકારના) પ્રદ્યુમ્ન.

અંતઃકરણના સ્વામી (૪)
(મનનો) ચંદ્રમા, (ચિત્તનો) વાસુદેવ, (બુદ્ધિનો) બ્રહ્મા, (અહંકારનો) શંકર.

અંત્ય (૫)
લગ્નમાં મીન, નક્ષત્રોમાં રેવતી, વર્ણોમાં શુદ્ર, વ્યંજનોમાં ‘હ’, મહિનામાં આસો.

[ આ ]



આકર્ષણ (૬)
ગુરુત્વાકર્ષણ, રસાયનાકર્ષણ, લોહચુંબિતાકર્ષણ, વૈદ્યુતાકર્ષણ, કેનદ્રગામીમળ, કેન્દ્રઅપસારીબળ.
(૮)
ગુરુત્વાકર્ષણ, સ્નેહાકર્ષણ, રસાયનાકર્ષણ, લોહચુંબિતાકર્ષણ, વૈદ્યુતાકર્ષણ, પરસ્પરાકર્ષણ, સંલગ્નાકર્ષણ, કેશાકર્ષણ.

આકાશભેદ (૪)
મહાકાશ, જલાકાશ, ઘટાકાશ, મેઘાકાશ.

આક્રોશ (૩)
તીવ્ર, અશ્લીલ, નિષ્ઠુર.

આઘાતવાદ્ય (૯)
કાંસ્યતાલ, જલતરંગ, કાષ્ટતરંગ, ઝાંઝ, મંજીરા, કરતાલ, ઘંટ, ઝાલર, ઘૂઘરા.

આચાર (૫) (જૈનમત)
જ્ઞાન, દર્શન, ચરિત્ર, તપ, વીર્ય. (શ્રી જૈનસિદ્ધાન્ત બોલ સંગ્રહ ભા. ૧, પૃ. ૩૩૨).
(૮) (જૈનમત)
જોઈને ચાલવું, જોઈને બોલવું, ખાદ્યસામગ્રી તપાસીને લેવી, અહિંસા, નિર્માલ્ય ચીજ ફેંકતા હિંસા ન કરવી, મનનો સંયમ, ખપ પૂરતું બોલવું, જરૂર વગર શારીરિક પ્રવૃત્તિ કરવી નહિ.
(૯)
શ્રૌતાચાર, સ્માર્તાચાર, તાંત્રિકાચાર, શિષ્ટાચાર, કુલાચાર, જ્ઞાત્યાચાર, જાત્યાચાર, દેશાચાર, લોકાચાર.

આચાર્ય (૫) અરિહન્ત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ.
(૧૨)
નાટકેશ્વર, ભૈરવ, સંતનાથ, જાલંધર, વાઘોડી, કલંકનાથ, અઘોરી, મચ્છિંદ્રનાથ, ઘાડાચુઢી, સુરવર્ણ, મહેન્દ્રનાથ, જોગીન્દ્રનાથ (નાથસંપ્રદાય મુજબ).

આતતાયી (૬).
આગ લગાડનાર, ઝેર ખવડાવનાર, હિંસાખોર, ધન પડાવી લેનાર, જમીન પડાવી લેનાર, સ્ત્રીહરણ કરનાર. (મનુસ્મૃતિ)

આતશ આદરન (૪) (જરથોસ્તી મત)
અથોરનાન, રથેસ્તાર, વાસ્ત્રીઓશ, હુતોક્ષ.

આત્મજ્ઞાન (૭)
શુભેચ્છા, વિચારણા, તનુમાનસ, સત્ત્વાપતિ, અસંસક્તિ, પદાર્થોભાવિની, તુર્યા.

આત્મા (૧)
(૪) જીવાત્મા, અંતરાત્મા, જ્ઞાનાત્મા, પરમાત્મા.

આત્માનો ખોરાક (૨)
જ્ઞાન, ચિંતન.

આદિ સ્ત્રી-પુરુષ (૨)
આદમ-હવા (બાઈબલ).

આદિત્ય (૧)
(૧૨)
વરુણ, સૂર્ય, વેદાંગ, ભાનુ, ઇન્દ્ર, રવિ, ગભસ્તિ, યમ, સ્વર્ણરેત, દિવાકર, મિત્ર, વિષ્ણુ.
(૧૨)
ધાતા, મિત્ર, અર્યમા, શક્ર, વરુણ, અંશુમાન, ભગ, વિવસ્વાન, પૂષા, સવિતા, ત્વષ્ટા, વિષ્ણુ.
(૧૨)
મિત્ર, ભાનુ, રવિ, સૂર્ય, ખગ, પુષા, હિરણ્યગર્ભ, મરીચિ, આદિત્ય, સવિતા, અર્ક, ભાસ્કર.

આદિદેવ (૩)
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ.

આદ્યશક્તિ (૧૦)
કાલી, તારા, ષોડશી, ભુવનેશ્વરી, છિન્નમસ્તા, ભૈરવી, ધૂમાવતી, બગલા, માતંગી, કમલા.

આધારચક (૧૬)
મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞાચક્ર, બિંદુ, અર્ધ્યેન્દુ, રાધિની, નાદ, નાદાંત, શક્તિ, વ્યાપિકા, સમની, રાધિની. ધ્રુવમંડલ.

આધ્યામિક રાશિ (૪)
સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક.

આનંદ (૩)
બ્રહ્માનંદ, સચ્ચિદાનંદ, વિષયાનંદ,
(૪)
વિદ્યાનંદ, આત્માનંદ, વિષયાનંદ, બ્રહ્માનંદ.
(૫)
વિષયાનંદ, વિદ્યાનંદ, આત્માનંદ, બ્રહ્માનંદ, અદ્વૈતાનંદ. આફરીનગાન (બંદગીગાન) (૭) (જરથોસ્તી)
અરદાફરવશ, ગાથા, ગાહમદાર, દહમાન, નાવર, સ્પીથવન, સરોશ.

આભૂષણ (૪)
આવેધ્ય (નાકચુક, વાળી, કર્ણફૂલ) બંધનીય (કંદોરો બાજુબંધ ઝાંઝરી), ક્ષેપ્ય (વીંટીં, બંગડી) આરોપ્ય (હાર, કંઠી, મંગળસૂત્ર).
(૯)
ઐશ્વર્યનું સજ્જનતા, શૂરતાનું વાણીસંયમ, જ્ઞાનનું ચિત્તશાંતિ, વિદ્યાનું વિનય, ધનનું દાન, તપનું અક્રોધ, શક્તિશાળીનું ક્ષમા, ધર્મનું દંભનો અભાવ, જીવનનું સદાચાર.
(૧૬)
મુગટ, કુંડલ, ઉપગ્રીવા, હિક્કાસૂત્ર, હીણમાલા, ઉરુસૂત્ર, કેયુર, ઉદરબંધ, છન્નવીર, સ્કંધમાલા, પાદવલય, પાદજાલક, યજ્ઞોપવિત, કટિસૂત્ર, ઉરુદ્દામ. અંગુલિમુદ્રા.
(૩૫)
હાર, અર્ધહાર, ત્રિસર, પ્રાલંબ, પ્રલંબ, કટિસૂત્ર કાંચી, કલય, રસના, કિરીટ, પટ્ટ, શેષર, ચૂડામણિ, મુદ્રિકા, મુકુટ, તબક, દશમુદ્રિકા, કેયૂર, કટક, કંકણ, ગ્રૈવેયક, અંગુલિયક, અંગુસ્થલ, હિમજાલ, મણિજાલ, રત્નજાલ, :ગોપુચ્છક, ઉરસ્ત્રીક, ચિત્રક, તિલક, કુંડલ, અભ્રપેચક, કર્ણપીઠ, હસ્તસંકેલી, નૂપુર.
(ભ.ગો.મંડળ)

આભ્યંતર નિયમ (૬)
પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, શાસ્ત્રપઠન, ધ્યાન, કાયોત્સર્ગ. આયુધ (૩)
પ્રહરણ (હાથમાં પકડીને મારી શકાય. તલવાર) હસ્તમુક્ત (ફેંકી શકાય એવું– ચક્ર) યંત્રમુક્ત (યંત્રથી ફેકી શકાય એવું બાણ).
(૪)
મુક્ત (ચક્રાદિ), અમુક્ત (ખડ્ગાદિ), મુક્તામુક્ત (પાશ, તોમરાદિ), યંત્રમુક્ત (શરગોલકાદિ).
(૫)
સુદર્શન, વજ્ર, પંચજપ્ત, કૌમુદી, નંદક.
(૮)
બાણ, મૂશળ, શૂળ, ચક્ર, શંખ, ઘંટા, લાંગૂલ, કામુક, (દેવીના)
(૧૦)
ખડ્ગ, બાણ, ગદા, ફૂલ, શબ, ચક્ર, ભૃશૃંડી, પરિઘ, કાર્મુક, રુધિરપાત્ર (દેવીના).
(૧૮) અક્ષમાલા, કમલ, બાણ, અસિ, કુલિક, ગદા, ચક્ર, ત્રિશૂલ, પરશુ, શંખ, ઘંટા, પાશ, શક્તિ, દંડ, ચર્મ, ચાપ, પાનપાત્ર કમંડલ. (દેવીના)
(૧૮) પરશુ, ત્રિશૂલ ચક્ર, ગદા, વજ્ર, તલવાર, બાણ, કમળ, રુદ્રાક્ષ (જમણા હાથમાં) શંખ, ઘંટા, પાશ, શક્તિ દંડ, ઢાલ, ચાપ, પાનપાત્ર, કમંડલ (ડાબા હાથમાં).
(૩૪). ચક્ર, ધનુષ, ખડ્ગ, તોમર, કુંત, ત્રિશૂલ, શક્તિ, પાશ, અંકુશ, મુદ્ગર, મક્ષિકા, ભલ્લ, ભિંડિમોલ, ભુશંડી, ગદા, શક્તિ, પરશુ, પટ્ટિસુ, કૃષ્ટિ, કરણક, કંપન, હલ, મુશલ, કુલિકા, કરપત્ર, કર્તરિ, કોપૂલ, :તરવારિ, દુસ્ફોટ, ગોફણ, ડાહ, ડબૂસ, લુઠિ, દંડ.
(૩૬)
પુસ્તક, માલા, કમંડલ, મુદ્રાઓ, દર્પણ, ઘટ, સૂચિ, હલ. પાન, કમળ, ફળ, વીણા, શંખ, (સાત્ત્વિકઆયુધ,) ત્રિશૂલ, છૂરિકા, ખડ્ગ, પેટ, ખટ્વાંગ, ધનુષ, બાણ, પાશ, અંકુશ, ગદા, વજ્ર, શક્તિ, ભુઈજર, ભૃશંડી, :મુશલ, ખપ્પર, શિર, સપ, રિષ્ટિ, દંડ, ચક્ર, શૃંગ, કર્તિકા. (રાજસી આયુધ).
(૩૬)
ચક્ર, ધનુ, વજ્ર, ખડ્ગ, ક્ષુરિકા, તોમર, કુંત, શુલ, ત્રિશૂલ, શક્તિ, પાશ, અંકુશ, મુદ્ગર, મક્ષિકા, ભલ્લ, ભિંડમાલ, ભૃશુંડી, લુંઠિ, ગદા, શંખ, પરશુ, પટ્ટિસ, રિષ્ટિ, કણય, સંપન્ન, હલ, મુશલ, પુલિકા, કર્તરિ, કરપત્ર, :તરવારિ, કાલ, દુશ્કેટ, ગોફણ, ડાહ, ડબૂસ. (વ. ૨. કો.)
(૩૯)
ચક્ર, ધનુષ, વજ્ર, ખડ્ગ, છુરિકા, તોમર, નારાચ, કુંત, શૂલ, શક્તિ, પાસ, મુડુ, ભલ, મક્ષિક, ભિંડપાલ, મુષંડી, લુંઠિ, દંડ, ગદા, ફાંકુ, પરશુ, પટ્ટિશ, રિષ્ટ, કર્ણય, કણવ, કંપન, હલ, મુશલ, આગલિકા, કર્તરિ, :કરપત્ર, તરવાર, કોદાલ, અંકુશ, કરવાલ, દુસ્ફોટ, ગોફણ, દાહડ, ડમરું.

આયતન (૧૨)
ચક્ષ્વાયતન, શ્રેતાયતન, ઘ્રાણાયતન, જિહ્વાયતન, કાયાયતન, મનસાયતન, રૂપાયતન, શબ્દાયતન, ગંધાયતન, રસનાયતન, શ્રોતવ્યાયતન ધર્માયતન. (બૌદ્ધમત)

આર્યસત્ય (૪) (બૌદ્ધમત).
દુઃખ, દુઃખસમુદાય, દુઃખનિરોધ, દુઃખનિવારણ

આરણ્યક (૪)
બૃહદારણ્યક, તૈત્તિરિયારણ્યક, અૈતરેયારણ્યક, કૌશિતકારણ્યક

આલાપ (૪)
અસ્થાન, ચીક, રૂપક, અશરામક (સંગીત).

આવરણ (૫) (બૌદ્ધમત)
કામ, ક્રોધ, આળસ, ભ્રાંતતા, સંશય. (જુઓઃ ચિત્તાવરણ).
(૮) (શૈવમત).
ગુરુ, લિંગ, જંગમ, પાદોદક, પ્રસાદ, શિવમંત્ર, ભસ્મ, રુદ્રાક્ષ.
આવર્ત (૯)
કુશાવર્ત, ઈલાવર્ત, બ્રહ્માવર્ત, મલયાવર્ત, કેતુવર્ત, ભદ્રસેનવર્ત, ઇંદ્રસપૃક્વર્ત, વિદર્ભવર્ત, કિકટવર્ત.

આશય (૮)
વાતાશય, પિત્તાશય, શ્લેષ્માશય, રક્તાશય, આમાશય, પકવાશય, મૂત્રાશય, ગર્ભાશય.

આશ્રમ (૪)
બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ.

આસક્તિ (૫)
શ્રવણ, મનન, કીર્તન, આરાધના, સ્મરણ.

આસન (૮)
પદ્માસન, બદ્ધપદ્માસન, સુખાસન, ભદ્રાસન, ઉત્કટાસન, ગોપાલાસન, વીરાસન, પર્યંકાસન (શિલ્પશાસ્ત્ર).

આસ્તિક દર્શન (૩)
સાંખ્યયોગ, ન્યાયવૈશેષિક, મીમાંસા.

આજ્ઞા (૯)
જીવ, અજીવ, આસ્રવ, સંવર, બંધ, નિર્જરા, મોક્ષ, પુણ્ય, પાપ. (જૈનમત).

આજ્ઞા (૧૦)
એક જ દેવને માનો; મૂર્તિપૂજા કરવી નહીં', દેવનું નામ વૃથા લેવું નહીં, સાબ્બાથ દિવસ પવિત્ર પાળવો, મા-બાપનું સન્માન કરવું, ખૂન કરવું નહીં, વ્યભિચાર કરવો નહી, ચારી કરવી નહીં, જૂઠી સાક્ષી પૂરવી નહીં, લોભ :રાખવો નહીં. (બાઈબલ પુનર્નિયમ ૭–૨૧).
(૧૦) (બૌદ્ધમત).
હિંસા કરવી નહીં, ચોરી કે લૂંટ કરવી નહીં, વ્યભિચાર કરવો નહીં, જૂઠું બોલવું નહીં, નશાકારક પદાર્થોનો ઉપયોગ કરવો નહીં, સોગંદ લેવા નહીં તથા વ્યર્થ પ્રલાપ કર નહીં, નિંદા કરવી નહીં, લાલચથી દૂર રહેવું, ઇર્ષ્યા, :ક્રોધ, અસૂયા અને અશુભ સંકલ્પ ત્યજી દેવા, મનને અજ્ઞાનથી મુક્ત કરી સત્યની ખોજ કરવી.

આસ્રવ (૪) (બૌદ્ધમત).
ભોગની ઇચ્છા, પરલોકની વાસના, દુરાગ્રહ, અવિદ્યા.
(૫) (જૈનમત) મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ,
(શ્રી જૈન સિદ્ધાન્ત બોલસંગ્રહ ભાગ ૧ પૃ. ૨૬૮)

આંગળી (૫)
અંગૂઠો, તર્જની, મધ્યમા, અનામિકા, કનિષ્ઠિકા.


[ ઇ ]



ઇન્દ્રિય (૫) સ્વાદેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, શ્રવણેન્દ્રિય, ચાક્ષુષેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય.
(૧૦) પાંચ જ્ઞાનેનિદ્રય, પાંચ કર્મેન્દ્રિય.
(૧૧) પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન.
(દિશા, વાયુ, સૂર્ય, વરુણ, અશ્વિનીકુમાર, અગ્નિ, ઇન્દ્ર ઉપેન્દ્ર, મિત્ર, ચંદ્ર, બ્રહ્મા – ઇન્દ્રિયના અધિષ્ઠાયક દેવો)

ઈનિદ્રાધ્યાસ (૫)
દેહાધ્યાસ, ઈન્દ્રિયાવ્યાસ, અંતઃકરણાધ્યાસ, પ્રાણાયાસ, સ્વરૂ પવિસ્મૃતિ.

ઈશ્વરકૃત્ય (૫)
(સૃષ્ટિની) ઉત્પત્તિ, સ્થિતિ, ધ્વંસ, વિધાન, અનુગ્રહ.

ઈશ્વરગુણ (૩૯)
સત્ય, પવિત્રતા, દયા, શાંતિ, ત્યાગ, સંતોષ, સરળતા, સમ, ઇન્દ્રિય-દમન, તપ, સમતા, તિતિક્ષા, ઉપત્તિ, શાસ્ત્રશ્રવણ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, શૌર્ય, તેજ, બલ, સ્મરણશકિત, સ્વતંત્રતા, કુશલતા, કાંતિ, ધૈર્ય, :કોમળતા, ચતુરાઈ, વિનય, વિવેક, મહત્તા, શકિત, સંપત્તિ, ગંભીરતા, સ્થિરતા, આસ્તિકતા, કીર્તિ, માન, નિરાભિમાન, અહિંસા (ભ. ગો. મંડલ).

ઈશ્વરપ્રાપ્તિમાર્ગ (૪)
ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, ઉપાસના.

ઈશ્વરમાલિની (૭)
આદ્યા, માયા, અતુલા, અનંતા, પુષ્ટિ, દુષ્ટનાશકારી, કાંતિદાયિની.

ઇન્દુ (૧)

ઈંટપ્રકાર (૧૧)
નીવ્રલોષ્ટ, ઊર્ધ્વદેવલોષ્ટ, તુર્યલોષ્ટ, ક્રૂરલોષ્ટ, ધસલોષ્ટ, કીલલોષ્ટ, કુશાગ્રલોષ્ટ, સ્થૂલાગ્રલોષ્ટ, ગતકર્ણલોષ્ટ, કોણલોષ્ટ, પુટલોષ્ટ.. (લોષ્ટ=ઈંટ)

[ ઉ ]



ઉગ્રગંધા (૭)
જાયફળ, લસણ, તુલસી, હિંગ, અજમો, ઘોડાવજ, તમાકુ

ઉગ્રદુર્ગા (૮)
ઉગ્રચંડા, પ્રચંડા, ચંડોગ્રા, ચંડનાયિકા સતિચંડા, ચામુંડા, ચંડા, ચંડવતી.

ઉગ્રનક્ષત્ર (૫)
પૂર્વાફાલ્ગુની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદા, મઘા, ભરણી.

ઉચ્ચારદોષ (૬)
ગાતો હોય તેમ બોલવું, ઉતાવળથી બોલવું માથું હલાવીને બોલવું, અશુદ્ધિનો વિચાર કર્યા વિના બોલવું, અર્થ સમજ્યા વગર બોલવું, ધીમા સાદે બોલવું.

ઉત્તમ પીણાં (૩)
ભોજનાન્તે છાશ, દિનાન્તે દૂધ, રાત્રિને અંતે પાણી.

ઉત્તમ વ્યસન (૩)
વિદ્યા, દાન, સેવા.

ઉત્તાનપાદની પત્ની (૨)
સુનીતિ, સુરુચિ.

ઉત્પત્તિક્રમ (૯)
આત્મામાંથી આકાશ, આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી પાણી, પાણીમાંથી પૃથ્વી, પૃથ્વીમાંથી વનસ્પતિ, વનસ્પતિમાંથી અન્ન, અન્નમાંથી વીર્ય, વીર્યમાંથી મનુષ્ય.

ઉત્પાત્ત (૩)
ભૂમિનાં (ભૂકંપ વગેરે), અંતરિક્ષના (ઉલ્કાપાત વગેરે), આકાશના (ગ્રહવ્યતિક્રમ વગેરે).

ઉન્માદ (૭)
પિત્તોન્માદ, વાતમાદ, કફોન્માદ, સનિપાત્તોન્માદ, શોકોન્માદ, વિષોન્માદ, ભૂતોન્માદ.

ઉપત્રઋણ, (૩)
અતિથિઋણ, મનુષ્યઋણ, ભૂતઋણ.

ઉપકરણ (૧૪) (જૈનમત).
પાત્ર, પાત્રબન્ધક, પાત્રસ્થાપન, પાત્રકેસરિકા, પટલ, રજસ્ત્રાણ, ગોચ્છક, ત્રણ પ્રચ્છેદક, રજોહરણ, મુખવાસ્રિકા, માત્રક, ચોલ પદક.

ઉપક્લેશભૂમિક (૧૦). (બૌદ્ધમત).
ક્રોધ, છેતરપિંડી, અદેખાઈ, ઈર્ષ્યા, વિપરીત દૃષ્ટિ, હિંસા, મૈત્રીભંગ, માયા (બનાવટ કરવી), છળકપટ, મદ (ગુમાન). (જુઓ : અકુશલધર્મ)

ઉપચાર (૧૦)
પાદ્ય, અર્ધ્ય, સ્નાન, મધુપર્ક, આચમન, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવૈદ્ય.
(૧૨) (તાંત્રિકમત).
મારણ, મોહન, ઉચ્ચાટન, કીલન, તિદ્વેષણ, કામનાશન, સ્તંભન,
વશીકરણ, આકર્ષણ, બંદિમોચન, કામપૂરણ, વાકપ્રસારણ.

ઉપદેશ (૩)
પ્રભુસંમિત, મિત્રસંમિત, કાન્તાસંમિત.

ઉપધાતુ (૭)
રસમાંથી દૂધ, લોહીમાંથી રજ, માંસમાંથી તેલ, મેદમાંથી પરસેવો, અસ્થિમાંથી દાંત, મજજામાંથી વાળ, શુક્રમાંથી ઓજસ.

ઉપનિષદ (૧૦૮)
ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડૂક્ય, તૈત્તિરીય, ઐતરેય, છાંદોગ્ય, બૃહદારણ્યક, શ્વેતાશ્વેતર, બ્રહ્મબિંદુ, કૈવલ્ય, જાબાલ, હંસ, આરુણિક, ગર્ભ, નારાયણ, પરમહંસ. બ્રહ્મ, અમૃતનાદ, અથર્વશિરસ્, અથર્વશિખા, મૈત્રાયણિ, :કૌશિતકી, બ્રાહ્મણ, નૃસિંહપૂર્વતાપનીય, નૃસિંહોત્તરતાપિની, કાલાગ્નિરુદ્ર, સુબાલા, ક્ષુરિકા, સર્વસારા, નિરાલંબા, શુકરહસ્ય, વજ્રસૂચિકા, તેજોબિંદુ, નાદબિંદુ, ધ્યાનબિંદુ, બ્રહ્મવિદ્યા, યોગતત્ત્વ, આત્મબોધ, નારદપરિવ્રાજક, :ત્રિશિખબ્રાહ્મણ, સીતા, યોગચૂડામણિ, નિર્વાણ, મંડલબ્રાહ્મણ, દક્ષિણામૂર્તિ, શરભ, સ્કંદ, ત્રિપદ્વિભૂતિ, મહાનારાયણ, અદ્વય, રામરહસ્ય, રામપૂર્વતાપિની, રામોત્તરતાપિની, વાસુદેવ, મુદ્ગલ, શાંડિલ્ય, પૈગલ, ભિક્ષુક, :મહાશારરિક, યોગશિખા, તુરીયાતીતાવધૂત, સંન્યાસ, પરમહંસપરિવ્રાજક, અક્ષમાલિકા, અવ્યક્ત, એકાક્ષર, અન્નપૂર્ણા, સૂર્ય, અક્ષિ, અધ્યાત્મ, કુંડિકા, સાવિત્રી, આત્મ, પાશુપત-બ્રહ્મા, પરબ્રહ્મ, અવધૂત, ત્રિપુરાતાપિની, :દેવી, ત્રિપુરા, કઠરુદ્ર, ભાવના, રુદ્રહૃદય, યેાગકુંડલી, ભસ્મજાબાલ, રુદ્રાક્ષજાબાલ, ગણપતિ, જાબાલદર્શન, તારસાર, મહાવાકય, પંચબ્રહ્મ, પ્રાણગ્નિહોત્ર, કૃષ્ણ, ગોપાલપૂર્વતાપિની અને ગોપાલોત્તરતાપિની, યાજ્ઞવલ્કય, :વરાહ, શાય્યાયની, હયગ્રીવ, દત્તાત્રેય, ગરુડ, કલિસંતારણ, શ્રીજાબાલિ, સૌભાગ્યલક્ષ્મી, સરસ્વતી રહસ્ય, બહૃંચ, મુક્તિકોપનિષદ.

ઉપપતિ (૨)
વચનચતુર, ક્રિયાચતુર.

ઉપપાતક (૪)
પરસ્ત્રીગમન, ગુરુસેવાત્યાગ, આત્મવિક્રય, ગોવધ.

ઉપપુરાણ (૧૮)
લઘુકાલિકા, બૃહત્કાલિકા, પરાશર, સિંહ, નારદ, સનત્કુમાર, સૌર, દુર્વાસ, કપિલ, માનવ, વિષ્ણુધર્મોત્તર, શૈવધર્મ, મહેશ્વર નંદી, કુમાર, ઔશનસ, દેવી, વરુણ.
(૧૮)
બ્રહ્મપુરાણ, વિષ્ણુપુરાણ, શિવપુરાણ, બહન્નારદપુરાણ, લઘુ નારદપુરાણ, નૃસિંહપુરાણ, ભાગવતપુરાણ, રેણુકાપુરાણ, યમનારદપુરાણ, હંસપુરાણ, નંદીપ્રોક્તપુરાણ, વિષ્ણુરહસ્ય પુરાણ, તત્ત્વસારપુરાણ, ભગવતીપુરાણ, :ભવિષ્યપુરાણ, પાશુપતપુરાણ, બ્રહ્માંડપુરાણ.
(૧૮)
સનત્કુમાર, નારસિંહ, નારદીય, શિવ, દુર્વાસા, કપિલ, માનવ.. ઔશનસ, વરુણ, કલિકા, શાંબ, નંદા, સૌર, પરાશર, આદિત્ય, માહેશ્વર, ભાર્ગવ, વસિષ્ઠ.
ઉપપ્રાણ (૫)
નાગ, કૂર્મ કૃકલ, દેવદત્ત, ધનંજય.

ઉપભાગ (૯) (જૈનમત)
જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, સમ્યકત્વ, ચરિત્ર.
ઉપમા (૩૧)
લોલુપમા, નિયમોપમા, નિર્ણયોપમા, બહુપમા, માલોપમા, અભૂતોપમા, નિંદોપમા, અપ્રકૃત અપ્રકૃત ઉપમા, પ્રકૃત ઉપમા, વૈધર્મ્ય ઉપમા, સાધર્મ્ય ઉપમા, અસંભવિતોપમા, પદોપમાં, સમાસોપમા, પૂર્ણોપમા, પ્રત્યોપમા, :સ્તુત્યુપમા, નિંદોપમા, તત્ત્વાખ્યાનોપમા, નિરવયોપમા, સાવયવોપમા, સમસ્તવસ્તુ-વિષયોપમા, એકદેશવિવત્યુપમા, પરંપરિતોપમા, ઉત્પાદ્યોપમા, વિપર્યાસોપમા, પરસ્પરોપમા, સમુચ્ચયોપમા, રશનોપમા, નિજોપમા, :કલ્પિતોપમા.

ઉપમાન (૩)
સાધર્મ્ય, વૈધર્મ્ય, ધર્મમાત્ર.

ઉપમાનાં અંગ (૪)
ઉપમાન, ઉપમેય, વાચક, સાધારણ ધર્મ.

ઉપરત્ન (૭)
વૈક્રાન્ત, સૂર્યકાન્ત, ચંદ્રકાન્ત, કપૂરક, સ્ફટિક, પીરોજ, કાચ.
(૯)
વૈક્રાન્તમણિ, મોતીની છીપ, રક્ષસ, મરકતમણિ, લહસુનિયા, લાજા, ગારુડીમણિ, શંખ, સ્ફટિકમણિ.

ઉપરૂપક (૧૮)
નાટિકા, ત્રાટક, ગોષ્ઠી, સટ્ટક, નાટ્યરાસક, પ્રસ્થાન, ઉલ્લાપ્ય, કાવ્ય, પ્રેક્ષણ, રાસક, સંલાપક, શ્રીગદિત, શિ૯૫ક, વિલાસિકા, દુર્મલ્લિકા, પ્રકરણિકા, હલ્લીશ, ભણિકા.

ઉપવિષ (૭)
આકડાનું દૂધ, થોરનું દૂધ, દૂધિયો વછનાગ, કરેણ, ચણોઠી, અફીણ, ધંતુરો. (વૈદક)
(૧૧)
આકડાનું દૂધ, થોરનું દૂધ, કલિહારી, કરેણ, અફીણ, ધંતૂરો, લાંગલી, ચણોઠી, નેપાળો, વછનાગ, ઝેરકોચલું. (વૈદક).

ઉપવેદ (૪)
આયુર્વેદ (ઋગ્વેદને આધારે ધન્વન્તરિ રચિત), ધનુર્વેદ (યજુર્વેદને આધારે વિશ્વામિત્ર રચિત), ગાંધર્વવેદ (સામવેદને આધારે ભરત રચિત), સ્થાપત્યવેદ (અર્થવવેદને આધારે વિશ્વકર્મા રચિત).
સર્પવેદ, પિશાચવેદ, આસુરવેદ, ઇતિહાસ, પુરાણ.

ઉપશય (૬)
હેતુવિપરીત, વ્યાધિવિપરીત, હેતુવ્યાધિવિપરીત, હેતુવિપર્યસ્તાર્થ કારી, વ્યાધિવિપર્યસ્તાર્થકારી, વ્યાધિવિપર્યસ્તાર્થકારી.

ઉપશાસ્ત્ર (૬)
વૈદક, જ્યોતિષક, કાક, મંત્ર, ધર્મ, નીતિ.

ઉપહાર (૬)
હસિત, ગીત, નૃત્ય. હુડુક્કાર નમસ્કાર, જપ્ય.

ઉપાદાન (૪) (બૌદ્ધમત).
કામ, આત્મવાદ, દુરાગ્રહ, શીલવત.

ઉપાધિ (૪)
કેવળ સાધ્યવ્યાપક, પક્ષધર્માવચ્છિન્ન સાધ્યાવ્યાપક, સાધનાવન્નિસાધ્યવ્યાપક, ઉદાસીનધર્માવિચ્છિન્ન. સાધ્યવ્યાપક.
ઉપાયાસ (અગ્નિના અગિયાર પ્રકારમાંનો એક). (૧૧) (બૌદ્ધમત).
કામ, ક્રોધ, મોહ, જાતિ, જરા, મરણ, શોક, પરિદેવ, દુ:ખ, દૌર્મનસ્ય, ઉપાયાસ (ગ્લાનિ).
ઉપાસના (૩).
કર્મોપાસના, આત્મોપાસના, જ્ઞાનોપાસના.
(૫)
અભિગમન, ઉપાદાન, ઈજ્યા, સ્વાધ્યાય, યોગ.

ઉપાસના સ્વરૂપ (૨)
સગુણઉપાસના, નિર્ગુણઉપાસના.

ઉપાય (૪)
સામ, દામ, દંડ, ભેદ.
(૭)
સામ, દામ, દંડ, ભેદ, માયા, ઉપેક્ષા, ઈન્દ્રજાલ.

ઉપાંગ (૧૨) (જૈનમત).
ઉવવાઈ, રાયપસેણીસૂત્ર, જીવા જીવાભિગમસૂત્ર, પન્નવણાસૂત્ર જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ, ચન્દ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિસૂત્ર, નિરાયાવલિયાસૂત્ર કપ્પવડંસિયાસૂત્ર, પુષ્ફિયાસૂત્ર, પુષ્ફચૂલિયાસૂત્ર, વણ્હિદસાસૂત્ર.

ઉર્વી (પૃથ્વી) ૧.

ઉષ્ણ. (૬)
પીપર, ગંઠોડા, ક્રૌંચા, ચિત્રક, સૂંઠ, કાળાંમરી.

ઉષ્ણ ઔષધ (૯)
અજમો, ઉપલેટ, ગજપીપર, ડુંગળી, પીપર, અરણી, આદુ, તજ, દશમૂલ.

[ ઊ ]



ઊર્મિ (૬)
ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, હર્ષ, શોક.
(૬)
સુધા, પિપાસા, જન્મ, મરણ, શોક, મોહ.


[ એ ]



એષણા (૪)
દારૈષણા, પુત્રૈષણા, વિરૈષણા, લોકૈષણા.


[ ઐ ]



ઐરાવત (૮)
(પૂર્વ દિશાનો) ઐરાવત, (અગ્નિકોણનો) પુંડરિક, (નૈઋત્ય કોણનો) કુમુદ, (પશ્ચિમદિશાનો) ખંજન, (વાયવ્ય કોણનો) પુષ્પદંત, (ઉત્તર દિશાનો) સાર્વભૌમ, (ઈશાનકોણનો) સુપ્રતીક, (દક્ષિણ દિશાનો) વામન.

ઐશ્ચર્ય (૬)
ઐશ્ચર્ય, યશ, વીર્ય, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય.
(૬)
યશ, શ્રી, કીર્તિ, વિજ્ઞાન, ઔદાર્ય, વૈરાગ્ય.

[ ઓ ]



ઓઘ (૪)
કામ, ભવ, દષ્ટિ, અવિદ્યા.


[ ઔ ]



ઔષધિ (૩)
અંત:પરિમાર્જન (પીવાની દવા), બહિર્પરિમાર્જન (ચોપડવાની દવા), શાસ્ત્રપ્રણિધાત (વાઢકાપ) (- શારીરિક રોગ માટે.)
(૩)
દૈવવ્યપાશ્રય (મંત્ર, બલિ, હોમ, નિયમ, પ્રાયશ્ચિત, ઉપવાસ, સ્વસ્તિવાચન), યુક્તિવ્યપાશ્રય (યુક્તિપૂર્વક ખેારાક દવા), સત્ત્વાજય (દુષ્ટ વિચારથી મનને રોકવું.) (– માનસિક રોગ માટે.)
(૮)
વછ કુઠ, બ્રાહ્મી, સરસવ, પીપળ, સારિવા, સૈંધવ, ઘી.

ૐકાર માત્રા (૬)
અકાર, ઉકાર, મકાર, અર્ધ માત્રા, બિંદુ, નાદ.


[ ઋ ]



ઋણ (૩)
દેવઋણ, ઋષિઋણ, પિતૃઋણ.
(૩)
અતિથિઋણ, મનુષ્યઋણ, ભૂતઋણ,
(૩)
ક્રિયાઋણ, બ્રહ્મચર્યઋણ, પ્રજાઋણ.

ઋતુ (૬)
વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર,

ઋત્વિજ (૧૨)
મૈત્રાવરુણ, પ્રતિપ્રસ્થાતા, બ્રાહ્મણચ્છંસી, પ્રસ્તોતા, અચ્છાવાક્, નેષ્ટા, આગ્નીધ્ર પ્રતિહર્તા, ગ્રાવસ્તુત, ઉન્નેતા, પિતા, સુબ્રહ્મણ્ય.

ઋષિ (૩)
દેવર્ષિ, બ્રહ્મર્ષિ, રાજર્ષિ
(૭)
કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ, વસિષ્ઠ. (વૈવસ્વત મન્વંતરના).
(૭)
ક્રતુ, પુલસ્ત્ય, અત્રિ, અંગિરસ, વસિષ્ઠ, મરીચિ, પુલહ. (સ્વાયંભુ મન્વંતરના).
(૭)
મહર્ષિ (વ્યાસ), પરમર્ષિ (ભેલ), દેવર્ષિ (નારદ), બ્રહ્મર્ષિ (વસિષ્ઠ), શ્રુતર્ષિ (સુશ્રુત), રાજર્ષિ (ઋતપર્ણ), કાંડર્ષિ (જૈમિનિ).
(૮)
(મ ગણના) કશ્યપ, (ન ગણના) કવિ, (ભ ગણના) અંગિરા, (ય ગણના) કૃતવર્મા, (સ ગણના) કૌશિક, (ત ગણના) વસિષ્ઠ.

ઋષિપત્ની (૯)
મરીચિની કલા, અત્રિની અનસૂયા, અંગિરાની શ્રદ્ધા, પુલસ્ત્યની હવિર્ભુવા, પુલહાસની ગતિ, ઋત્ની ક્રિયા, ભૃગુની ખ્યાતિ, વસિષ્ઠની અરુંધતી, અર્થવણની શાંતિ.

ઋષિવસ્ત્ર (૪)
વલ્કલ, વ્યાઘ્રચર્મ, મૃગચર્મ, તૃણ.

[ ક ]



‘ક’ કાર (૫) (શીખોના)
કેશ, કડુ, કંગી, કિરપાણ, કચ્છ.

કટુપૌષ્ટિક (૯)
અતિવિષની કળી, કડવી નઈ, કલંભો, કાળીપાટ, વખમો, અરડૂસો, કરિયાતું, કાંકચ, ત્રાયમાણ. (વૈદક)

કથા (૨)
કથા, આખ્યાયિકા.

કન્યા (૫)
અહલ્યા, દ્રૌપદી, કુંતી, તારા, મંદોદરી.

કપિલાષષ્ઠી (૬)
ભાદ્રપદમાસ, કૃષ્ણ પક્ષની ષષ્ઠી.

કર્તા (૫)
સ્વતંત્ર, હેતુ, કર્મ અભિહિત, અનભિહિત.

કમલ (૫)
પુંડરીક ((શ્વેત), કોકનદ (લાલ), ઇંદીવર (નીલ), પીતકમલ, શ્યામકમલ.
(૫)
કરકમલ, પાદકમલ, નાભિકમલ, હૃદયકમલ, મુખકમલ.
(૮)
મૂલાધાર, વિશુદ્ધિ, મણિપૂર, સ્વાધિષ્ઠાન, અનાહત, આજ્ઞાચક્ર, સહસ્ત્રારચક્ર, સુરતિકમલ.

કર્મ (૨)
સકામકર્મ, નિષ્કામકર્મ.
(૨)-ઘાતિ, અધાતિ (જૈનમત).
(૩)
અસિ, મસિ, કૃષિ. (અભિધાન રાજેન્દ્ર કોષ ભા. ૧. પૃ. ૮૪૬)
(૩)
સંચિત, પ્રારબ્ધ, ક્રિયમાણ.
(૩) નિત્ય, નૈમિત્તિક, કામ્ય.
(૪) કૃષ્ણકર્મ, શુકલકર્મ, મિશ્રકર્મ, પુણ્યકર્મ.
(૫) (વૈદક) વમન, વિરેચન, નિરુહબસ્તિ, નેહબસ્તિ, શિરોવિરેચન.
(૫)
ઉત્પ્રેક્ષણ, અવક્ષેપણ, સંપ્રસારણ, આકુંચન, ગમન.
(૫)
નિત્ય, નૈમિત્તિક, કામ્ય, પ્રાયશ્ચિત, નિષિદ્ધ.
(૫) (વૈદક)
વમન, વિરેચન, નસ્ય, નિરુહ, અનુવાસન.
(૫)
દર્શન, સ્પર્શ, પૂજા, સ્તુતિ, વંદન. (દેવ સમક્ષ).
(૬) (બ્રાહ્મણના કર્મ) અધ્યયન, અધ્યાપન, દાન, પરિગ્રહ, યજન, યાજન.
(૬) (તાંત્રિકના કર્મ)
જા૨ણ, મારણ, ઉચ્ચાટન, મોહન, સ્તંભન, વિધ્વંસન
(૬) હામ, તપ, સત્ય, વેદાજ્ઞા, અતિથિસત્કાર, વૈશ્વદેવ.
(૬) (શ્રાવકના કર્મ).
દેવપૂજા, ગુરુભક્તિ, શાસ્ત્રવાચન, સંયમ, તપ, દાન.
(૬) (યોગકર્મ) ધૌતી, બસ્તી, નેતી, નૌલી, ત્રાટક, કપાલભાતી.
(૭) (રાજાનાકર્મ)
વાવ, કુવા, તળાવ, મંદિર રચાવવા, અન્નદાન, વસ્ત્રદાન કરવું, ઉદ્યાન કરાવવા.
(૮) (રાજાના કર્મ)
આદાન, વિસર્ગ, મેષ, નિષેધ, અર્થવચન, વ્યવહાર, દંડ, શુદ્ધિ. (જુઓ: અષ્ટ કર્મ)
(૮) (જૈનમત) જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અન્તરાય.
(૧૪) (બૌદ્ધમત.)
પ્રતિસંધિ, ભવાંગ, આવર્જન, દર્શન, શ્રવણ, ઘ્રાણ, શયન, સ્પર્શ, સંપ્રતિચ્છન્ન, સં'તીર્ણ, ઉત્થાન, ગમન, તદાલંબન, ચ્યુતિ.

કર્મજ્ઞ (૧૮)
માર્જક, રક્ષક, ધરક, માપક, ક્ષુરક, દીપક, શલાક, પ્રતિગ્રાહક, કણિક, દાસ, કર્મકર, સૂપકર, લેખક, વાદક, ગાયક, નર્તક, તક્ષક, વધક.

કર્મયોગના તત્ત્વો (૪)
સંયમ, બુદ્ધિયોગ, અર્પણ, સમત્વ.

કર્મ–વજર્ય (૫)
(જન્મસ્થાને ચંદ્ર હોય ત્યારે ત્યજ્ય કર્મ-)યાત્રા, યુદ્ધ, ક્ષૌર, વિવાહ, ગૃહપ્રવેશ.

કર્માવસ્થા (૧૦)
બંધ, ઉદય, ઉદીરણા, ઉપશમ, અપકર્ષણ, ઉત્કર્ષણ, સંક્રમણ, સત્તા, નિદ્વાન, નિકાચીન.

કર્મેન્દ્રિય (૫)
જીભ, હાથ, પગ, ગુદા, ઉપસ્થ.

ક૨ (૫)
– જયેષ્ઠ સુદ પ્રતિપદા ભાવુકા, અમાવાસ્યાને, બીજેદિને.
– ફાલ્ગુન વદ પ્રતિપદા, હોળીને બીજે દિવસે,
– ગ્રહણને બીજે દિવસે.
– મકરસંક્રાતિને બીજે દિવસે.
– મૃત્યુ પામેલા મનુષ્યના બીજે દિવસે.

કરણ (૧૧)
બવ, બાલવ, કૌલવ, તૈતિલ, ગરજ, વણિજ, વિટી, શકુની, ચતુષ્પાદ, નાચ, કિંસ્તુઘ્ન.

કલા (૭)
માંસધરા, રક્તધરા, મેદધરા, કફધરા, પુરીષધરા, પિત્તધરા, રેતધરા. (સારંગધર)
(૧૨) (સૂર્યકલા).
જવાલિની, દાહિની, કિરણી, દીપિની, તેજિની, વિદ્યુતેજા, શંખિની, તાપિની, વર્ષની, ચાલકા, શોષિપ્રિયા, સ્ફુલ્લિંગા.
(૧૨) (સૂર્યકલા).
જાલિની, કિરણી, દાહની, દીપિની જ્યોતિણી, તેજિની, વિદ્યા, મોહિની, જિતની, શંખિની, પ્રકાશિની, દીપકલિકા.
(૧૫) (ચંદ્રકલા).
પ્રતિપદા, દ્વીતિયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ટી, સપ્તમી, અષ્ટમી, નવમી, દશમી, એકાદશી, દ્વાદશી, ત્રયોદશી, ચતુર્દશી (ચૌદશ,) પૂર્ણિમા, અમાવાસ્યા.
(૧૬)
ઈક્ષણ, પ્રાણ, શ્રદ્ધા, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, ઈન્દ્રિય, મન, અન્ન, વીર્ય, તપ, મંત્ર, કર્મ, નામ. (ષોડશી ભગવાનની).
(૧૬) (ચંદ્રકલા): અમૃતા, માનદી, પૂષા, પુષ્ટિ, તુષ્ટિ, રતિ, ધૃતિ, શશની, ચંદ્રિકા, કાંતિ, જયોત્સ્ના શ્રી, પ્રીતિ, સંગદા, પૂર્ણા, પૂર્ણામૃત.
(૬૪)
ગીત, વાદ્ય, નૃત્ય, નાટ્ય, આલેખ્ય, વિશેષકચ્છેદ્ય, તંડુલકુ- સુમાવલિવિકાર, પુષ્પાસ્તરણ, દશનવસનાંગરાગ, મણિભૂમિ-કાકર્મ, શયનરચન, ઉદકવાદ્ય, ઉદકઘાત, ચિત્રયોગ, માલ્યગ્રથન, કેશ–શેખરાપીડ યોજન, નેપથ્ય :યોગ, કર્ણ પત્રભંગ, સુગંધયુક્તિ, ભૂષણયોજના, ઐંદ્રજાલ, કૌતુમારયોગ, હસ્ત લાઘવ, ચિત્રશાકાયૂપક્રિયા, પાનકરસરાગાસવ યોજન, સૂચી કર્મ, સૂત્રક્રિયા, પ્રહેલિકા, પ્રતિમાલા, દુર્વાયોગ, પુસ્તકવાચન, નાટકાખ્યાયિકા :દર્શન, કાવ્યસમસ્યાપૂરણ, પટ્ટિકાવેત્રબાણ વિકલ્પ, તર્કકમ, તક્ષણ, વાસ્તુવિદ્યા, રૂપ્યરત્નપરીક્ષા, ધાતુવાદ, મણિરાગજ્ઞાન, આકારજ્ઞાન, વૃક્ષાયુવેર્દંયોગ, મેષકુકકુટલાવક યુદ્ધવિધિ, શુકસારિકાપ્રલાપન, ઉત્સાહન, કેશમાર્જન :કૌશલ્ય, અક્ષરમુષ્ટિકાકથન, મલેચ્છિત કુતર્ક વિકલ્પ, દેશભાષાજ્ઞાન, પુષ્પશકટિકા, નિમિત્તજ્ઞાન, યંત્ર માતૃકા, સંવાચ્ય, માનસી કાવ્યક્રિયા, અભિધાનકોશ, છંદો જ્ઞાન, ક્રિયાવિકલ્પ, છલિતકયોગ, વસ્ત્રગોપન, દ્યુતવિશેષ, :આકર્ષણક્રીડા, બાલક્રીડન, વૈનાયિકાવિદ્યાજ્ઞાન, વૈજયિકીવિદ્યા જ્ઞાન, વૈતાલિકીવિદ્યાગાન.
(૬૪)
સીરાધ્યાકર્ષણ, વૃક્ષારોપણ યાવાદિક્ષુવિકાર, વેણુતૃણાદિકૃતિ, ગજાશ્વસ્વાસ્થ, દુગ્ધદોહ વિકાર, ગતિશિક્ષા, પલ્યાણક્રિયા, પશુચર્માંગનિર્હાર, ચર્મમાર્દવક્રિયા, ક્ષુરકમ, કંચુકાદિસીવન, ગૃહભાંડાદિમાર્જન, વસ્ત્રસંમાર્જન, :મનોનુકૂલસેવા, નાના દેશીયવર્ણલેખન, શિશુસંરક્ષણ, સુયુક્તતાડન, શય્યાસ્તરણ, પુષ્પાદિગ્રથન, અન્નપાચન, જલવાયવગ્નિસંયોગ, રત્નાદિસદ્જ્ઞાન, ક્ષારનિષ્કાસન, ક્ષારપરીક્ષા, સ્નેહનિષ્કાસન, ઈષ્ટિકાદિભાજન, :ધાત્વૈર્ષધીસંયોગ, કાચપાત્રાદિકરણ, લોહાભિસરિ, ભાંડક્રિયા, સ્વર્ણાદિતાથાત્મ્યદર્શન, મકરંદાદિકૃતિ, સાગધાતુ જ્ઞાન, બાહ્યાદિભિર્જલતરણ, સૂત્રાદિરજ્જુકરણ, પટબંધન, નૌકાનયન, સમભૂમિક્રિયા, શિલાર્ચા, વિવરકરણ, :વૃતખંડબંધન, જલબંધન, વાયુબંધન, શકુન શિક્ષા, સ્વર્ણ લેપાદિ સત્ક્રિયા, ચર્મકૌષેર્ક્ષ્યવાર્ક્યકાર્યાસાદિપટબંધન, મૃતસાધન, તૃણ્વદ્યાચ્છાદન, ચૂર્ણોપલેપા, વર્ણકર્મ, દારુકર્મ, મૃતકર્મ, ચિત્રાદ્યાલેખન, પ્રતિમાકરણ, તલક્રિયા, :શિખરકર્મ, મલ્લયુદ્ધ, શસ્ત્રસંધાન, અસ્ત્રનિપાતન, વ્યૂહરચના, શલ્યાદૃતિ, વ્રણવ્યાધિનિરાકરણ, વનોપવનચ્ચના. (શિલ્પસંહિતા).
(૬૪)
નૃત્ય, તંત્રજ્ઞાન, ત્રીત, કાવ્ય, અશ્વપરીક્ષા, ધર્માચાર, સુપ્રસાદનકર્મ, કર્ણલાઘવ, ગેહાચાર, વિતંડાવાદ, શારીરશ્રમ, કામાવિષ્કરણ, મુખમંડન, સર્વભાષાવિશેષ, ચિત્ર, વસ્ત્રભરણ, ધનવૃષ્ટિ, વિદ્યા, તાલમાન, વક્રોક્તિ, :વાસ્તુશુદ્ધિ, અંજન, કનકસિદ્ધિ, લલિતચરણ, વ્યાકરણ, અંકજ્ઞાન, રત્નમણિભેદ, રંધન, કથાકથન, વાણિજ્ય, યથાસ્થાન, વાદિત્ર, સંસ્કૃત જલ્પન, દંભ, આકારગોપન, નરલક્ષણ, લઘુબુદ્રી, નાટ્ય, વર્ણિકાવૃદ્ધિ, :તૈલશુરભિતાકરણ, પરનિરાકરણ, જનાગાર, લિપિપરિચ્છેદ, ચિકુરબં ધન, કુસુમગ્રથન, ભોજ્ય, અંત્યાક્ષરિકા, મંત્ર, ક્રિયાકલ્પ, અંબુસ્તંભ, આરામારોપણ, ગજપરીક્ષા, શકુનવિચાર, ગૃહીધર્મ, વાક્પાટવ, મૃત્યોપચાર, :વીણાનાદ, કુંભભગ, વૈધક્રિયા, શાલિખંડન, વરવેષ, અભિધાન પરિજ્ઞાન, પ્રશ્નપહેલિકા.
(૬૪)
નૃત્ય, ગીત, વાદ્ય, ગણિત, પઠિત, લિખિત, વકતૃત્વ, કવિત્વ, કાવ્ય, વાચકવ, નાદ, વ્યાકરણ, છંદ, અલંકાર, દર્શન, અભિયાન, ધાતુવાદ, બુદ્ધિ, શૌચ, વિચાર, નેપથ્ય, વિલાસ, નીતિ, શકુન, ક્રીતવિક્રય, સંયોગ, :હસ્તલાઘવ, સૂત્ર, કુસુમ, ઈન્દ્રજાલ, સૂચિકર્મ, સ્નેહપાન, આહાર, સૌભાગ્ય, પ્રયોગ, ગંધ, વસ્તુ, રતન, પાત્ર, વૈદ્ય, દેશભાષિત, દેશવિજય, વાણિજ્ય, આયુધ, યુદ્ધ, સમય, વર્તન, હસ્તી, તુરગ, પુરુષ, નારી, પક્ષી, :ભૂમિ, લેપ, કાષ્ઠ, સૈન્ય, વૃક્ષ, છદ્મ, હસ્ત, ઉત્તર, પ્રત્યુત્તર, શૈલ, શારીર, શાસ્ત્રકલા.
(૬૯)
લેખન, પઠન, કવિત, અંકકલા, ગાનકલા, નૃત્ય, વાજીંત્ર-વ્યાકરણ, છંદ, અલંકાર, નાટક, સટ્ટક, નખછેદન, પત્રછેદન, પત્રછેદન, આયુધકલા, ગજારોહણ, અશ્વારોહણ, હસ્તિપરીક્ષા, અશ્વપરીક્ષા, રત્નપરીક્ષા, પુરુષલક્ષણ, :સ્ત્રીલક્ષણ, પશુલક્ષણ, મંત્રવાદ, યંત્રવાદ, રસવાદ, વિષાદ, વિદ્યાવાદ, બુદ્ધપ્રકાર, રુદ્રકલા, તર્કવાદ, સંસ્કૃતવાદ, પ્રાકૃતવાદ, પ્રત્યુત્તરકલા, દેશ ભાષા, કપટકલા, ચિત્રવિજ્ઞાન, સત્યસિદ્ધાંત, વેદાંતકલા, ગારુડીવિદ્યા, :ઇંદ્રજાલવિદ્યા, બિનવિદ્યા, રાબિકલા, દાનકલા, શાસ્ત્રકલા, ધ્યાનકલા, પુરાણકલા, ઇતિહાસકલા, દર્શનભેદ કલા, ખેચરી, અમરકલા, ગમનકલા, પાતાલકલા, ધૂર્તકલા, વૃક્ષારોપણ કાષ્ટકલા, વાણિજ્યકલા, કલાઘટન, :પાષાણકલા, વશીકરણ, કતરબની, ચિત્રકલા, ધર્મકલા, કર્મકલા, રસવંતી કલા, હસિતકલા, પ્રયોગમંત્ર, જ્ઞાનકલા, વિજ્ઞાનકલા, પ્રેમકલા, શિલ્પકલા. (વ. વૃં. દી.)
(૬૯)
ગીતકલા, નૃત્યકલા, વાદ્યકલા, બુદ્ધિકલા, શૌચ, મંત્રકલા, વિચાર, વાદ, વાસ્તુ, નેપથ્ય, વિનોદ, વિલાસ, નીતિ, શકુન, ચિત્ર, સંયોગ, હસ્તલાઘવ, કુસુમ, ઇન્દ્રજાલ, સૂચિકર્મ, સ્નેહ પાત્ર, આહાર, સૌભાગ્ય, પ્રાગ, :ગંધ, વસ્તુ, પાત્ર, રત્ન, વૈદ્ય, દેશભાષિત, વિજય, વાણિજ્ય આયુધ, યુદ્ધ, નિયુદ્ધ, સમય, વર્તન, હસ્તિ, તુરગ, પક્ષી, પુરુષ, નારી, ભૂમિલેપ, કાષ્ઠ, સૈન્ય, વૃક્ષ, છદ્મ, પ્રસ્થ, ઉત્તર, શસ્ત્ર, શાસ્ત્ર, ગણિત, પઠિત, :લિખિત, વકતૃત્વ, કથા, વ્યવન, વ્યાકરણ, નાટક છંદ, અલંકાર, દર્શન, અધ્યાત્મ, ધાતુ, ધર્મ, અર્થ, કામ, ધૂત, શરીરકલા.
(વ. ૨. કો.)
(૭૨)
ગીતકલા, વાદ્યકલા, નૃત્યકલા, ગણિતકલા, પઠિતકલા, લિખિત-કલા, વક્તૃત્વકલા, કવિત્વકલા, કથાકલા, વચનકલા, નાટકકલા, વ્યાકરણકલા, છંદઃ કલા, અંલકારકલા, દર્શનકલા, અભિધાનકલા, ધાતુવાદકલા, ધર્મકલા, :અર્થકલા, કામકલા, વાદકલા, બુદ્ધિકલા, શૌચકલા, વિચારકલા, નેપથ્યકલા, વિલાસકલા, નીતિકલા, શકુનકલા, ક્રીતકલા, વિત્તકલા, સંયોગકલા, હસ્તલાઘવકલા, સૂત્રકલા, કુસુમકલા, ઇંદ્રજાલકલા, સૂચીકર્મકલા, સ્નેહકલા, :પાનકકલા, આહારકકલા, સૌભાગ્યકલા, પ્રયોગકલા, મંત્રકલા, વાસ્તુકલા, વાણિજ્યકલા, રત્નકલા, પાત્રકલા, વૈદ્યકલા, દેશકલા, દેશભાષિતકલા, વિજયકલા, આયુધકલા, યુદ્ધકલા, કાષ્ઠકલા, પુરુષકલા, સૈન્યકલા, :વૃક્ષકલા, છત્રકલા, હસ્તકલા, ઉત્તરકલા, પ્રત્યુત્તરકલા, શરીરકલા, સત્ત્વકલા, શાસ્ત્રકલા, લક્ષણકલા. (વ. ૨. કો.)
(૭૨)
વાદ્યકલા, નૃત્યકલા, ગણિત, પઠિત, લિખિત, લેખ્ય, વક્તૃત્વ, વચન, કથા, નાટક, વ્યાકરણ, છંદ, અલંકાર, દર્શન, અભિધાન, ધાતુકર્મ, ધર્મ, અર્થ, કામ, વાદ, વૃદ્ધિ, પાચક, મંત્રા, વિનોદ, વિચાર, નેપથ્ય, :વિલાસ, નીતિ, શકુન, ક્રીડન, તંત્ર, સંયોગ, હસ્તલાઘવ, સૂત્ર, કુસુમ, ચંદ્ર, જીવ, સ્નેહ, પાન, આહાર, વિહાર, સૈાભાગ્ય, પ્રયોગ, ગંધ, વાદ, વસ્તુ, રત્ન, પત્ર, વિદ્યા, વ્યાસકલા, દશા વિજય, વણિજ, આયુધ, યુદ્ધ, :સમય નિયુદ્ધ, વૃદ્ધન, વર્તન, હસ્તિ, તુરગ, પક્ષી, નારી, ભૂમિ, લેપન, દંત, કાષ્ઠ, ઈષ્ટિકા, પાષાણ, ઉત્તર, પ્રત્યુત્તર, સૂચીકર્મ, શરીરશાસ્ત્રકલા. (વ. ૨. કો.)
(૭૨)
ગીતકલા, નૃત્યકલા, વાદ્યકલા, બુદ્ધિકલા, શૌચકલા, મંત્રકલા, વિચારકલા, વાદ, વાસ્તુ, નેપથ્ય વિનોદ, વિલાસ, નીતિ, શકુન, ચિત્ર, સંયોગ, હસ્ત, લાઘવ, કુસુમ, ઈન્દ્રજાલ, સૂચીકર્મ, સ્નેહ, પાન, આહાર, સૈભાગ્ય :પ્રયોગ, ગંધ, વસ્તુ, પાત્ર, રત્ન, વૈદ્ય, દેશ, વિજય, વાણિજ્ય, આયુધ, યુદ્ધ, નિયુદ્ધ, સમય, વર્તન, હસ્તિ, તુરગ, પક્ષી, પુરુષ, નારી, ભૂમિ, લેપ, કાષ્ઠ, સૈન્ય, વૃક્ષ, છદ્મ, પ્રસ્થ, ઉત્તર, શસ્ત્ર, શાસ્ત્ર, ગણિત, પઠિત, :લિખિત, વક્તૃત્વ, કથા, વ્યવન, વ્યાકરણ, નાટક, છંદ, અલંકાર, દર્શન, અધ્યાત્મ, ધાતુ, ધર્મ, અર્થ, કામ, દ્યૂત, શરીરકલા. (વ. ૨. કો.)
(૭૨)
લેખન, વાદ્ય, છંદ, કાવ્ય, તુરંગારોહણ, યંત્રવાદ, ગંધવાદ, ચિકિત્સા, વિધિ, વેદ, સામુદ્રિક, કપટ, ધૂર્તતા, અમરીકલા, સર્વકરણી, ઉપલેપ, યંત્રપરીક્ષા, ગારુડવિદ્યા, શકુનરુત, ગણિત, પઠન, અલંકાર, કાત્યાયન, :પ્રજાશ્વયોગશિક્ષા, મંત્રવાદ, પ્રાકૃત, અપભ્રંશ, સિદ્ધાંત, આગમ, વિજ્ઞાન, વિદ્યાનુવાદ, મણિકર્મ, ઐંદ્રજાલ, પ્રાસાદલક્ષણ, ચર્મકર્મ, વશીકરણ, યોગાંગ, ગીત, શિક્ષા, વ્યાકરણ, નિઘંટુ, શાસ્ત્રાભ્યાસ, વિષવાદ, સંસ્કૃત, સ્મૃતિ, :તર્ક, સંહિતા, વાપકેવિદ્યા, દર્શન, તરુચિકિત્સા, પાતાળસિદ્ધિ, પત્રછેદન, કાષ્ટઘટન, ધાતુકર્મ, નૃત્ય, જ્યોતિષ, નિરુક્તિ, ગજારોહણ, રસવાદ, ખન્યવાદ, પૈશાચિક, પુરાણ, વૈદક, ઇતિહાસ, રસાયન, સંસ્કાર, ખેચર્ય, :યંત્રક, રસવતી, ચિત્ર, નખ છેદ્ય, દેશભાષા, કેવળવિધિ. (જૈનમત)

કલાનિધિ (ચંદ્ર) (૧)

કલિયુગના અવતાર (૨) બુદ્ધ, કલ્કિ.

કવાથ (૭)
પાચન, ધન, કલેદન, શમન, દીપન, તર્પણ, શોષક.

કલ્કિપુત્ર (૪)
રાયદત્ત, વિજય, પરાજિત, બાહુ.

કલ્પ (૩૦)
શ્વેત, નીલલોહિત, વામદેવ, તતિરથ, રૌરવ, પ્રાણ, બૃહત્, કંદર્પ, પદ્મ, ઈશાન, વાન, સારસ્વત, ઉદાન, ગરુડ, કૂર્મ, કર્મ, વિધિરાકા, નૃસિંહ, સામાનહૃત, સોમ, માનવ, ઉદાન, વૈકુંઠ, લક્ષ્મી, સાવિત્રી, ઘર, વરાહ, :વૈરાજ, ગૌરી, મહેશ્વર. (બ્રહ્માના ત્રીસ દિવસના નામ)

કલ્પસૂત્ર (૫)
ઉત્તરાધ્યયનસૂત્ર, નિશીથસૂત્ર, કલ્પસૂત્ર, વ્યવહારસૂત્ર, જિત કલ્પસૂત્ર.

કલ્યાણક (૫)
ગર્ભકલ્યાણકચ્યવન, જન્મકલ્યાણક, દીક્ષાકલ્યાણક, કેવલજ્ઞાન-કલ્યાણક, નિર્વાણકલ્યાણક.

કષાય (૯)
હાસ્ય, રતિ, અરતિ, ભય, શાક, જુગુપ્સા, પુરુષ વેદ, સ્ત્રીવેદ,
નપુંસકવેદ. (જૈનમત)

કસ્તી (૬)
– કુલ બોંતેર દોરા (યહનનનાં બોંતેર પ્રકરણ).
– ચાવીસ દેરાનું ફૂમતું (વિસ્પરદની ચોવીસકલમ).
–બાર દોરાના છ ભાગ (છ ધાર્મિક ફરજો).
–બાર દોરા (વર્ષના માસ.)
–છ ફૂમતાં (છ ઋતુના તહેવાર, ગાહમબાર.)
– બાંધેલા બધા દોરા (વિશ્વબંધુત્વ.)

કામબાણ (૫)
આસોપાલવ, કમળ, સરસવનું ફૂલ, આંબાનો મોર, ભૂરું કમળ.
(૫)
ચંપો, નાગકેસર, કેવડો, બીલીનું ફૂલ, આંબાનો મોર.
(૫)
અરવિંદ, અશોક, નવમલ્લિકા, આંબાન માર, નીલોત્પલ.

કામાવસ્થા (૧૦)
અભિલાષા, ચિંતન, સ્મૃતિ, ગુણકથન, ઉદ્વેગ, પ્રલાપ, ઉન્માદ, જ્વર, જડતા, મૃત્યુ. (જુઓ ઃ અવસ્થા.)

કામિનિ (૧૪)
શાંતિ, ક્ષમા, દયા, ઉન્નતિ, ઉપરતિ, સંદ્વિધા, તિતિક્ષા, સ્વરૂપસ્થિતિ, મુમુક્ષા, નિષ્કામના, પ્રતીતિ, સુલીનતા, સમાધિ, નિર્વાણદશા.

કાયકલેશ (૬) (જૈનમત)
શરીરને કષ્ટ આપવું, અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, પ્રતિસંલીનતા.

કારક વિભક્તિ (૬)
કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ.

કારણ (૨)
ઉપાદાનકારણ, નિમિત્તકારણ.
(૯)
ઉત્પત્તિ, સ્થિતિ, અવિભક્તિ, વિકાર, જ્ઞાન, પ્રાપ્તિ, વિચ્છેદ, અન્યત્વ, કૃતિ.

કારણવાદ (૩)
આરંભ, પરિણામ, વિવર્ત.

કાલ (૩)
ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ.

કાલચક્ર (૨)
ઉત્સર્પિણી, અવસર્પિણી.

કાલમાપન (૯)
બ્રહ્મમાન, દિવ્ય, પય, પ્રાજાપત્ય, બાર્હસ્પત્ય, સૌર, સાયન, ચાંદ્ર, આર્ક્ષ.

કાલિદાસ (૩)
વિક્રમરાજના નવ રત્નમાંનો એક (જેણે ઋતુસંહાર, મેઘદૂત, રઘુવંશ, કુમારસંભવ, વિક્રમોર્વશી, માલવિકાગ્નિમિત્ર, શાકુંતલ રચ્યા.)
ભોજરાજાના સમયમાં ઉલ્લેખ મળે છે. (જેણે શ્યામલા દંડક, પુષ્યબાણવિલાસ, શૃંગારશતક, ભોજચંથૂ, ભોજપ્રબંધ રચ્યા.) કાઠિયાવાડના વસાવડને નાગર (જેણે ધ્રુવાખ્યાન, હરાખ્યાન, સીતાસ્વયંવર રચ્યા.)

કાલ્પનિક જીવ (૨૦)
અપ્સરા, અસુર, ભૂત, દૈત્ય, દાનવ, દસ્યુ, ગણ, ગંધર્વ, ગુહ્યક કિન્નર, કુભાંડ, કુષ્માંડ, નાગ, પિશાચ, રાક્ષસ, સિદ્ધ, વૈતાળ, વિદ્યાધર, યક્ષ, ધાતુધાન.
(૭૨)

કાવ્યના ગુણ (૩)
માધુર્ય, ઓજસ્, પ્રસાદ.

કાવ્યદોષ (૩૨).
ત્રણ પ્રકારની અશ્લીલતા (તન, વાણી, દૃષ્ટિની), જુગુપ્સા, વ્રીડા, અમંગળ, શ્રુતિકટુ, દુષ્ટ, અનુસંધાન, રસવર્જિત, ગ્રામ્યનિહિત, પંગુ, મૃત્તક, સંદિગ્ધ, કિલષ્ટ, નિરર્થક, પુનરુક્તિ-યુક્ત, ન્યૂનક્રમ, અધિકક્રમ, વ્યર્થ, :હીન, યતિભંગ, અસમર્થક, અપ્રયુક્ત, દેશવિરોધી, પંથવિરોધી, સમયવિરોધી, લોકવિરોધી, શાસ્ત્રવિરોધી, વર્ણવિરોધી, શબ્દદોષ, લિંગદોષ, વાક્યદોષ.

કાવ્યના પ્રકાર (૩).
ગદ્ય, પદ્ય, ચંપૂ.
(૫)
એક શ્લોકનું મુક્તક, બે શ્લોકનું યુગ્મક, ત્રણ શ્લોકનું સંદાતનિક, ચાર શ્લોકનું કલાપક, પાંચ શ્લોકનું કુલક.
(૫)
એક શ્લોકનું મુક્તક, બે શ્લોકનું યુગ્મક, ત્રણ શ્લોકનું ગુણવતી, ચાર શ્લોકનું પ્રભદ્રક, પાંચ શ્લોકનું બાલાવલી.
(૫)
એક શ્લોકનું મુક્તક, બે શ્લોકનું સંદાતનિક, ત્રણ શ્લોકનું વિશેષક, ચાર શ્લોકનું કલાપક, પાંચ શ્લોકનું કુલક.

કાવ્યના ભેદ (૨).
દૃશ્યકાવ્ય, શ્રાવ્યકાવ્ય.

કાળ (૮)
મહાહંસપદ, હંસપદ, કાકપદ, ગુરુ, લઘુ, દ્રુત, અણુ, ત્રુટિ. (સંગીત) (૧૩)
સપ્તર્ષિકાળ, વિક્રમકાળ, શાલિવાહનકાળ, બંગાળીસન, અમલીસન, ફસલીસન, સૂરસન, મણીસન, પરશુરામકાળ, યુધિષ્ઠિરકાળ, લક્ષ્મણસેનકાળ, રાજશક, ઈસ્વીસન.

કીર્તિ (૭).
દાન, પુણ્ય, કાવ્ય, વકતૃત્વ, વર્તન, શૌર્ય, વિદ્વજ્જનકીર્તિ. (વ. ૨. કો.)

કીર્તિલક્ષણ (૭).
દાન, પુણ્ય, વિદ્યા, વકતૃત્વ, કાવ્ય, આર્જવ, ઔદાર્ય.

કુલ (૮) (નાગના)
શેષ, વાસુકિ, કંબલ, કર્કોટક, પદ્મ, મહાપદ્મ, શંખ, કુલિક.

કુલનક્ષત્ર (૧૨).
ધનિષ્ઠા, ઉત્તરાભાદ્રપદ, અશ્વિની, કૃત્તિકા, મૃગશિર્ષ, પુષ્પ, મઘા, ઉત્તરાફાલ્ગુની, ચિત્રા, વિશાખા, મૂળ, ઉત્તરાષાઢા.

કુલાચલ (૭)
મહેન્દ્ર, મલય, સહ્ય, શક્તિમાન, વિધ્ય, ગંધમાદન, પારિયાત્ર.
(૭) હિમાલય, પરિયાત્ર, ઋખ્યવાન (ઋષ્યવાન), વિંધ્યાદ્રિ, સહ્યાદ્રિ, મલય, મહેંદ્રાચલ, શુક્તિમાન.
(૭)
હિમવાન, મલય, ચિત્રકૂટ, કૈલાસ, ઇંદ્રકીલ, કિષ્કિંધા.
(૭)
ચુલ્લહિમવાન્, મહાહિમવાન્, નિષધ, નીલવાન, રૂકિમ, શિખરી, મંદર.

કુળનક્ષત્ર (૧૨)
ધનિષ્ઠા, ઉત્તરાભાદ્રપદ, અશ્વિની, કૃત્તિકા, મૃગશિર્ષ, પુષ્ય, મઘા, ઉત્તરાફાલ્ગુની, ચિત્રા, વિશાખા, મૂળ, ઉત્તરાષાઢા.

કુલમહાભૂમિક (૧૦) (બૌદ્ધમત)
શ્રદ્ધા, વીર્ય, ઉપેક્ષા, નમ્રતા, અયથાર્થ બાબતોથી વિમુખતા, અલોભ, અદ્વેષ, અહિંસા, ચિત્તની કર્મણ્યતા, અપ્રમાદ.
(૧૬) (જૈનમત)
વજ્રપ્રભ, વજ્રસાર, કનક, કનકોત્તમ, રક્તપ્રભ, રક્તધાતુ, સુપ્રભ, મહાપ્રભ, મણિપ્રભ, મણિહિત, રુચક, એકાવંતસક, સ્ફટિક, મહાસ્ફટિક, હિમવત, મંદિર.

કૂટસ્વામી (૧૨) (જૈનમત)
ઉસેસય, શ્વેતભદ્ર, ભદ્ર, સુભદ્ર, અષ્ટ, સર્વર્તુરદ, આનંદ, નંદ, નંદિસેણ, મોડ, ગોસ્તૂપ, સુદર્શન.
(૧૬) (જૈનમત).
ત્રિશીષ, પંચશીર્ષ, સપ્તશીષ, મહાભુજ, પદ્મોત્તર, પદ્યસેન, મહાપદ્મ, વાસુકી, સ્થિરહૃદય, મૃદુહદય, શ્રીવચ્છ, સ્વસ્તિક, સુંદરનાગ, વિશાળાક્ષ, પાંડુરંગ, પાંડુકેશી.

કેવલજ્ઞાન (૫)
મતિ, શ્રુતિ, અવધિ, મનઃ પર્યાય, કેવલ.

કેળવણી (૪)
શારીરિક, બૌદ્ધિક, નૈતિક, ધાર્મિક.

કોશ (૫)
અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય.
(૫૬)
અમર, મેદિની, હલાયુધ, ત્રિકાંડશેષ, હરાવલી, રુદ્ર, નાનાર્થમંજરી, વિશ્વપ્રકાશ, વાગ્ભટ્ટ, માધવ, વાચસ્પતિ, ધર્મવાડી, તારપાલ, વિશ્વરૂપ, વિક્રમ, વૈજયંતી, આદિત્ય, કાત્યા, વામન, ચંદ્રયોગી, શુભાંક, ગોવર્ધન, :રસભવાલ, રતનમાલા, ગંગાધર, જય, એકાક્ષરી, અમરદત્ત, હારરતિદેવ, બોપાલિત, શાશ્વત, વરરુચિ, ભૃગુ, નામમાલા, સંસારાવર્ણ, શબ્દાર્ણવ, હેમચંદ્ર, ઉત્પલિની, રાજકોશ, અજપાલ, અનેકરત્ન, ભારતમાલા, :ભાવપ્રકાશ, ભાનુદીક્ષિત, ભૂરિપ્રયોગ, પદાર્થકૌમુદી, નાના રત્નમાલા, ઉત્પલ, રત્નમાલા, અનાદિ, ભારતમાલા, ધરણી, સિદ્ધાંતકૌમુદી, શબ્દસંપર્ક, શબ્દરત્નાવલી, ધરિણી.

કૌરવો (૧૦૦)
(ગીતાપ્રેસ, ગોરખપુરવાળી મહાભારતની આવૃત્તિમાં નિમ્નલિખિત કૌરવોનાં નામ મળે છે.)
દુર્યોધન, યુયુત્સુ, દુઃશાસન, દુઃસહ, દુશલ, દુર્મુખ, વિવિંશતિ, વિકર્ણ, જલસન્ધ, સુલોચન, વિન્દ, અનુવિન્દ, દુર્ધષ, સુબાહુ, પ્રધર્ષણ, દુષ્પઘર્ષણ, દુર્મર્ષણ, દુર્મુખ, દુષ્કર્ણ, કર્ણ, ચિત્ર, ઉપચિત્ર, ચિત્રાક્ષ, ચારુ, :ચિત્રાંગદ, દુર્મદ, દુષ્પ્રધર્ષ, વિવિત્સુ, વિકટ, સમ, ઊર્ણનાભ, પદ્મનાભ, નન્દ, ઉપનન્દ, સેનાપતિ, સુષેણ, કુંડોદર, મહોદર, ચિત્રબાહુ, ચિત્રવર્મા, સુવર્મા, દુર્વિરોચન, અયોબાહુ, મહાબાહુ, ચિત્રચાપ, સુકુંડલ, ભીમવેગ, :ભીમબલ, બલાકી, ભીમ, વિક્રમ, ઉગ્રાયુધ, ભીમશર, કનકાયુ, દઢાયુધ, દઢવર્મા, દઢક્ષત્ર, સોમકીર્તિ, અનૂદર, જરાસંધ, દઢસંધ, સત્યસંધ, સહસ્રવાક, ઉગ્રશ્રવા, ઉગ્રસેન, ક્ષેમમૂર્તિ, અપરાજિત, પંડિતક, વિશાલાક્ષ, :દુરાધન, દૃઢહસ્ત, સુહસ્ત, વાતવેગ, સુવર્ચા, આદિત્યકેતુ, બહ્વાશી, નાગદત્ત, અનુયાયી, કવચી, નિષંગી, દંડી, દંડધાર, ધનુગ્રહ, ઉગ્ર, ભીમરથ, વીર, વીરબાહુ, અલોલુપ, અભય, રૌદ્રકર્મા, દઢરથ, અનાદ્યૃષ્ય, કુંડભેદી, :વિરાવી, દીર્ઘલોચન, દીર્ઘબાહુ, મહાબાહુ, વ્યૂઢોરુ, કનકાંગદ, કુંડજ, ચિત્રક.
–દુઃશલા નામની પુત્રી. (મહાભારત આદિપર્વ—સભાપર્વ શ્લોક ૯૩થી ૧૦૫ પૃ. ૧૯૬.)
(૧૦૦) (મહાભારત સંપાદક: સુકથનકર, પુના ૧૯૯૩ની આવૃત્તિમાં પૃ. ૪૮૦-૪૮૨માં કૌરવના નામની યાદી નિમ્ન મુજબ છે.)
દુર્યોધન, યુયુત્સુ, દુઃશાસન, દુઃસહ, દુશલ, જલસંધ, સમ, સહ, વિન્દ, અનુવિન્દ, દુર્ષધ, સુબાહુ, દુપ્રાઘર્ષણ, દુર્મુખ, દુષ્કર્ણ, કર્ણ, વિવિંશતિ, વિકર્ણ, જલસંધ, સુલેચન, ચિત્ર, ઉપચિત્ર, ચિત્રાક્ષ, ચારુચિત્ત, શરાસંધ, :દુર્મદ, દુષ્પ્રજ્ઞ, વિવિત્સ, વિકટ, સમ, ઊર્ણનાભ, સુનાભ, નંદ, ઉપનંદ, સેનાપતિ, સુષેણ, કુંડોદર, મહોદર, ચિત્રબાણ, ચિત્રવર્મા, સુવર્મા, ર્દુવિમોચન, અયબાહુ, મહાબાહુ, ચિત્રાંગ, ચિત્રકુંડલ, ભીમવેગ, ભીમબલ, :બલાકિ, બલવર્ધન, ઉગ્રાયુધ, ભીમકર્મ, કનકાયુ, દઢાયુધ, દઢવર્મા, દઢક્ષત્ર, સોમકીર્તિ, અનુદર, દઢસંધ, જરાસંધ સત્યસેવ, સદ, સુવાક, ઉગ્રશ્રવા, અશ્વસેન, સેનાનિ, દુષ્પરાજય, અપરાજિત, પંડિતક, વિશાલાક્ષ, :દુરાવર, દોઢહસ્ત, સુહસ્ત, વાતવેગ, સુર્વચસ, આદિત્યકેતુ, બહવાર્શ, નાગદંત, ઉગ્રયાયિન, કવચી, નિસંગી, પાશી, દંડધાર, ધનુર્ગ્રહ, ઉગ્ર ભીમરથ, વીર, વીરબાહુ, અલોલુપ, અભય, રૌદ્રકર્મા, દૃઢરથ, અનાધૃષ્ટા, :કુંડભેદી, વીરાવિ, દીર્ઘલોચન, દીર્ઘબાહુ, વ્યુધોરુ, કનકધ્વજ.
તથા કુંડાશી, વિરજા, દુઃશલા નામની ત્રણ પુત્રીઓ. કાંડ (૩)કર્મકાંડ (જૈમિનિ), ઉપાસનાકાંડ (પતંજલિ), જ્ઞાનકાંડ (બાદરાયણ).

કાંતાર (૫) (બૌદ્ધમત).
ચોરકાંતાર, વ્યાકાંતાર, અમાનુષકાંતાર, નિરુદકકાંતાર, અલ્પભક્ષ્યકાંતાર.

કુંભમેળો (૪).
હરદ્વાર, પ્રયાગ, નાસિક, ઉજ્જૈન.

કુંડલીભાવ (૧૨)
તનુ, ધન, સહજ, સુહત, સૂત, રિપુ, જાયા, મૃત્યુ, ધર્મ, કર્મ, આપ્ત, વ્યય.

ક્રાંતિવૃત્ત (૬)
અયમંડલ, અયવૃત્ત અયક્રમ, અયમ, સ્પષ્ટક્રાંતિ, ક્રમણ.

ક્રિયા (૫) (જૈનમત).
આરંભિકી, પારિગ્રહિકી, માયા પ્રત્યયા, અપ્રત્યાખ્યાનિકી ક્રિયા, મિથ્યાદર્શન પ્રત્યયા.
(૩૨).
ધ્યાન, આવાહન, પાદ્ય, અર્થ, આચમન, આસન, મધુપર્ક, સ્નાન, નિરાંજન, વસ્ત્ર, ઉપવિત, ભૂષા, દર્પણ, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેધ, પાનીય, ફલ, તાંબૂલ, અનુલેપ, પુષ્પહાર, ગીત, વાદ્ય, નૃત્ય, હવન, :દક્ષિણા, પ્રદક્ષિણા, નમસ્કાર.

ક્રિયાપદ (૨)
–સકર્મક, અકર્મક.

ક્રિયાપાલન (૫)
શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર–પ્રણિધાન.
(પાતંજલયોગસૂત્ર)
(૧૦)
સંતોષ, આસ્તિક્ય, દાન, ઇશ્વરપૂજન, સિદ્ધાંત, વાક્યનું શ્રવણ, મતિ, લજ્જા, જપ, તપ, હોમ. (યોગ કૌસ્તુભ),

ક્રિયાશક્તિ (૭)
ઇષ્ટ, પૂર્ણ, સ્વાધ્યાય, જપ, પૂજા, તપ, દાન.
ક્રિયાસ્થાન (૧૩) (જૈનમત)
અર્થદંડ પ્રત્યાયક, અનર્થદંડ પ્રત્યયિક, હિંસાદંડ પ્રત્યયિક, અકસ્માદંડ પ્રત્યયિક, દષ્ટિવિપર્યાસદંડ, મૃષાવાદ, અદત્તાદાન,
અધ્યાન્મ, માન પ્રત્યયિક, મિત્રદોષ, માયા, લોભ, ઈર્યાપથિકી.

કૃત્ય (૬) (જૈનમત).
દિનકૃત્ય, રાત્રિકૃત્ય, પર્વકૃત્ય, ચાતુર્માસ કૃત્ય, સંવત્સરકૃત્ય, જન્મકૃત્ય.

કૃષ્ણરથના અશ્વો (૪)
સૈખ્ય, સુગ્રીવ, પુષ્પક, બલાહક.

કૃષ્ણપ્રિયા (૪)
કાલિંદી, ચંદ્રાવલી, રાધા, રાધા વૃષભાનુહજા.

કલેશ (૫) (યોગમત)
અવિદ્યા, અમિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ.

કવાથ (૭) (વૈદક)
પાચન, શોધન, કલેદન, શમન, દીપન, તર્પણ, શોષક.

કલેશમહાભૂમિક (૬) (બૌદ્ધમત).
મોહ, પ્રમાદ, ચિત્તની સ્થૂળતા, અશ્રદ્ધા, નિષ્ક્રિય સ્વભાવ, આનંદપ્રમોદનું વ્યસન.

[ ખ ]



ખલિફા (૪)
અબુબક્ર, ઉમ્મર, ઉસમાન, અલી.

ખૂણા (૪)
ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય.

ખંડ (૫)
એશિયા, યુરોપ, અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા.
(૭) (જરથોસ્તી મત)
(પૂર્વમાં) અરેંજહી, (અગ્નિમાં) ફધ્ધફશુ, (નૈઋત્યમાં) વિદ્ધફષુ, (પશ્ચિમમાં) સ્વહી, (ઈશાનમાં) વોઉરૂજરેષ્ત. (વાયવ્યમાં) વોઉરૂબરેસ્તી, (મધ્યમાં) ખનિરથ.
(૯)
ભરત, ઈલાવૃત્ત, કિંપુરુષ, ભદ્ર, કેતુમાલ, હરિ, હિરણ્ય, ૨મ્ય, કુશ.
(૯)
ઈલાવૃત્ત, ભદ્રાશ્વ, હરિવર્ષ, કિંપુરુષ, કેતુમાલ, રમ્યક, ભારત, હિરણ્ય, ઉત્તરકુટ.
(૯)
ભરત, વર્ત્ત, રામ, દ્રામાળ, કેતુમાલ, હિરે, વિધિવસ, મહિ, સુવર્ણ.
(૯)
ઈન્દ્ર, શૈલ, તામ્ર, ગર્ભાસ્ત, નાગ, સૌમ્ય, ચારણ, ગંધર્વ, ભરત.

ખ્યાતિ (૪)
ઉત્તમ ખ્યાતિ (સ્વયંસિદ્ધિથી), મધ્યમખ્યાતિ (પિતાની સિદ્ધિથી), અધમખ્યાતિ (મામાની સિદ્ધિથી), અધમાતિઅધમ (શ્વસુર સિદ્ધિથી).
(૫)
અસત્ખ્યાતિ (શૂન્યવાદ), આત્મખ્યાતિ (ક્ષણિકવાદ), અન્યથા- ખ્યાતિ (ન્યાય), અખ્યાતિ (મીમાંસક), અનિર્વચનીય (અથવા વિવર્તવાદ) (વેદાંત).

[ ગ ]



ગણ (૩)
દેવગણ, મનુષ્યગણ, રાક્ષસગણ.
(૮) (છંદના).
ય, ૨, ત, ભ, જ, સ, મ ન.
(૯)
આદિત્યગણ, (ખગોળ સમિતિ), વિશ્વદેવ (બાંધકામ સમિતિ), વસુ (ખાણિયામંડળ), તુષિત (સહકારી કૃષિમંડળ), ભાસ્વર (રંગરેજમંડળ), અનિલ (૨વાનગી મંડળ), મહારાજિક (કોઠારી મંડળ), સાધ્ય (કામદાર મંડળ), રુદ્ર :(પત્રકારમંડળ).

ગણદેવતા (૯).
આદિત્ય (૧૨), વિશ્વદેવા (૧૦), વસુ (૮), તુષિત (૩૬), આભાસ્વર (૬૪), વાયુ (૪૯), અનિલ મહારાજિકા (૨૨૦), સાધ્યા (૧૨), રુદ્ર. ૧૧.

ગણપતિ૨દન. (૧)

ગણપતિવાહન. (૩).
સિંહ (સત્યયુગમાં), મયૂર (ત્રેતાયુગમાં), મૂષક (દ્વાપર અને કલિયુગમાં)

ગણપતિની પત્ની (૨).
રિદ્ધિ, સિદ્ધિ.

ગતિ. (૪).
દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ, નરકગતિ.
(૫) (જૈનમત).
નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, સિદ્ધિગતિ.
(૮) (જૈનમત).
નારકી, તિર્યંચ, તિર્યંચસ્ત્રી, નર, નારી, દેવ, દેવી, સિદ્ધ.
ગદાયુદ્ધ (૪)
પ્રક્ષેપ, વિક્ષેપ, પરિક્ષેપ, અભિક્ષેપ.

ગદ્ય (૨)
કથા, આખ્યાયિકા.
(૩) ચૂર્ણક, ઉત્કલિકા, વૃત્તગંધિ (અગ્નિપુરાણ).

ગમક (૬) .
સ્ફુરિત, કંપિત, સ્તિમિત, આંદોલિત, આહત, ઉદાત્ત.
(૭)
ઉદાત્ત, સ્ફુરિત, કંપિત, લીન, સ્તિમિત, આંદોલિત, આહત.
(૧૦)
ગમક, ડાલુ, જમજમા, સ્ફુરિત, ગિટકડી, કંપિત, પ્રત્યાહત, ત્રિપુશ્યા, આંદોલન, મૂર્છન.
(૧૫)
આહત, આંદોલિત, ઉલ્લાસિત, કંપિત, કુરુલ, ગુંફિત, ત્રિભિન્ન, નમિત, મિશ્રિત, મુદિત, પ્લાવિત, તિરિ૫, લીન, કુરિત, વલિત. ગર્વિતા નાયિકા (૩)
રૂપગર્વિતા, પ્રેમગર્વિતા, ગુણગર્વિતા.

ગવ્ય (૫)
કંચનવર્ણી ગાયનું દૂધ, શ્વેતવર્ણી ગાયનું છાણ, તામ્રવર્ણી ગાયનું મૂત્ર, નીલવર્ણી ગાયનું ઘી, કૃષ્ણવર્ણી ગાયનું દહીં.

ગાથા (૩)
સ્તોત્રિય, અનુરૂપ, પર્યાસ.

ગાયકદોષ (૨૫)
સંદૃષ્ટ, ઉદ્દધૃષ્ટ, સૂત્કારી, ભીત, શક્તિ, કંપિત, કરાલી, વિકલ, કાડી, વિતાલ, કરણ, ઉદ્વડ, ઝોંબક, તુંબકી, વક્રી, પ્રસારી નિમીલક, વિરસ, અપસ્વર, અવ્યક્ત, સ્થાનભ્રષ્ટ, અવ્યવસ્થિત, મિશ્રક, અનવધાન, સાનુનાસિક :(સંગીતરત્નાકર).

ગાયત્રી મુદ્રા (૨૪)
સંમુખ, સંપુટ, વિતત, વિસ્તૃત, દ્વિમુખ, ત્રિમુખ, ચતુર્મુખ, પંચમુખ, ષણ્મુખ, અધોમુખ, વ્યયકાંજલિક, શકટ, યમપાશ, ગંથિત, સંમુખોન્મુખ, પલંબ, મુષ્ટિ, મત્સ્ય, કૃમ, વરાહ, સિંહાક્રાંત, મહાક્રાંત, મુદ્દગર, પલ્લવ.

ગાયત્રી શક્તિ (૨૪)
વામદેવી, પ્રિયા, સત્યા, વિશ્વા, ભદ્રવિલાસિની, પ્રભાવતી, જયા, શાંતા, કાંતા, દુર્ગા, સરસ્વતી, વિદ્રુમા, વિશાલેશા, વ્યાપિની, વિમલા, તમોપહારિણી, સૂક્ષ્મા, વિશ્વયોનિ, જાયા, વશ, પન્નાલયા, પરાશોભા, ભદ્રા, ત્રિપદા.

ગાહમબાર (૬) (જરથોસ્તીમત).
આકાશ, પાણી, પૃથ્વી, વનસ્પતિસૃષ્ટિ, પ્રાણીસૃષ્ટિ, માણસ, (ઈશ્વરનો આભાર માનવા માટે થતી ક્રિયા).

ગીત (૩)
મહાગીત, અનુગીત, ઉપગીત. (વ. ૨. કો.)
વેણુગીત, ગોપીગીત, યુગલગીત, ભ્રમરગીત, મહિષીગીત.

ગીતા (૨૬)
પિંગળગીતા, શંપાકગીતા, મંકિગીતા, બોધ્યગીતા, વિચબ્યુ ગીતા, હારિતગીતા, વૃત્રગીતા, પરાશરગીતા, હંસગીતા, બ્રાહ્મણગીતા, અવધૂતગીતા, અષ્ટાવક્રગીતા, ઈશ્વરગીતા, ઉત્તરગીતા, કપિલગીતા, ગણેશગીતા, દેવગીતા, :પાંડવગીતા, બ્રહ્મગીતા, વ્યાસગીતા, શિવગીતા, સૂત્રગીતા, સૂર્યગીતા.

ગુણ (૩)
સત્ત્વ, રજસ્, તમસ.
(૩)
માધુર્ય, ઓજસ, પ્રસાદ, (કાવ્યના ગુણ).
(૩)
ઉપમા (કાલિદાસની), અર્થગૌરવ (ભારવિનું), પદલાલિત્ય (દંડીનું), (માઘની કાવ્યરચનામાં આ ત્રણેય ગુણો એકસાથે મળે છે). (રાજનીતિના).
(૬) (ગીતાના ગુણ).
સુસ્વ૨, સુરસ, સુરાગ, મધુરાક્ષર, સાલંકાર, પ્રાણ.
(૬)
સંધિ, વિગ્રહ, યાન, આસન, દ્વૈધીભાવ, સમાશ્રય.
(૧૦)
બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, યત્ન, ધર્મ, અધર્મ, ભાવના, શબ્દ (ન્યાય).
(૨૪) રૂપ, રસ, ગંધ, રપર્શ, સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ, વિયોગ, પરત્વ અપરત્વ, ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ, બુદ્ધિ, સુખ, દુ:ખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ, સંસ્કાર.

ગુણસ્થાન (૧૪) (જૈનમત)
મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરતિ સમ્યક્દૃષ્ટિ, દેશવિરતિ, પ્રમત્તસંજતિ, અપ્રમત્તસંજતિ, નિયદ્વીબાદર, અનિયટ્ટીબાદર, સૂમસં૫રાય, ઉપશાંતયોહ, ક્ષીણમોહ, સયોગીકેવલી અયોગીકેવલી.

ગુનાના પ્રકાર (૨)
દીવાની, ફોજદારી.

ગુપ્તિ (૩) (જૈનમત) મનોગુપ્તિ, વાક્ગુપ્તિ, કાયગુપ્તિ.
(૯) (જૈનમત)
વસતિ, કથા, નિમિષા, ઇન્દ્રિય-પ્રેક્ષણ, કુડ્યંતર, પૂર્વભક્ત, પ્રણીતાહાર, અતિમાત્રાહાર નિભૂષાત્યાગ.

ગુરુપ્રકાર (૫)
અર્હંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ.
(૧૬)
ગુરુ, મંત્રગુરુ, યંત્રગુરુ, તંત્રગુરુ, વસ્તાદગુરુ, રાજગુરુ, કુળગુરુ, માનેલગુરુ, વિદ્યાગુરુ, કુવિદ્યાગુરુ, અસદગુરુ, યતિગુરુ, માતાગુરુ, પિતાગુરુ, દેવગુરુ, જગતગુરુ
ગોપ્ય (૯)
આયુષ્ય, વિત્ત, છિદ્ર, મંત્ર, મૈથુન, ઔષધ, તપ, ઘન, અપમાન.

ગૌણકમ (૪)
ઉત્પત્તિ, આસિ. વિકૃતિ, સંસ્કૃતિ.

ગૌણકર્મભેદ (૪)
કૃષ્ણકર્મ, શુક્લકર્મ, મિશ્રકર્મ, પુણ્યકમ (યોગસૂત્ર).

ગૌરી (૯)
પ્રજ્ઞાગૌરી, જયેષ્ઠાગૌરી, લક્ષ્મીગૌરી, લલિતાગૌરી, ભવાનીગૌરી,
વિશાલાગૌરી, શૃંગારગૌરી, કનિષ્કાગૌરી, મંગલાગૌરી.

ગૌરીસ્વરૂપ (૨૪),
તોતલા, ત્રિપુરા, સૌભાગ્ય, વિજયા, ગૌરીપાર્વતી, શૈલેશ્વરી, લલિતા, ઈશ્વરી, મનેશ્વરી, ઉમાપતિદેવી, વીણા, હસ્તિની, ત્રિનેત્રી, રમણી, ફૂલકથા, જંઘા, શૈલેયવિજ્યા, કામેશ્વરી, રક્તક્ષેત્રા, ચડી, જંમિની, વાલપ્રભા, :ભૈરવી.

ગંગા (૫)
ગંગા, યમુના, સરસ્વતી, કિરણા, ધૂતપાપા.

ગંધ (૮).
ચંદન, અગર, દેવદાર, કેલીજન, કુસુમશૈલજ, રતાંજળી, જટામાસી, ગોરોચન.
(૮)
કસ્તૂરી, કેસર, કૃષ્ણાગર, ગોરૂચંદન, ચંદન, રક્તચંદન, ગોપીચંદન, મલયાગર,
(૮)
ગોરૂચંદન, ચંદન, દેવદાર, કપૂર, કૃષ્ણાગર, નાગરમોથ, કસ્તૂરી, કુંકુમ.
(૧૦)
ઇષ્ટ (કસ્તુરીમાં), અનિષ્ટ (વિષ્ટામાં), મધુર (ફલમાં), ખાટી. (આમલીમાં), કડવી (મરચાંમાં), નિર્હારી (હિંગમાં), સંહત (કલ્કમાં), રૂક્ષ (સરસવ તેલમાં), સ્નિગ્ધ (ગરમ ઘીમાં) વિશદ, (ચોખામાં).

ગંધક (૩) (વૈદક).
તજ, ઇલાયચી, તમાલપત્ર,

ગંધર્વ (૨)
મનુષ્યગંધર્વ, દેવગંધર્વ.

ગંધર્વકુળ (૧૧)
તુમ્બુરુ, નારદ, હાહા, હૂહૂ, વિશ્વાસુ, સુષેણ, ચિત્રસેન, સુરુચિ, પૂર્ણાયુ, સુવર્ચા, ધૃતરાષ્ટ્ર

ગાંગેય (૪)
ભીષ્મ, કાર્તિકેય.

ગ્રહ (૭).
સૂર્ય (આત્મતત્ત્વ), ચંદ્ર (મન), મંગળ (અગ્નિ), બુધ (પૃથ્વી), ગુરુ (આકાશ), શુક્ર (જલ), શનિ (વાયુ). (૯) (જ્યોતિષ પ્રમાણે)
સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ કેતુ. (૯) (ખગોળ પ્રમાણે) બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન, પ્લુટો
(૮૮)
અંગારક, વિકાલિક, લોહિતાંક, શનૈશ્વર, આધુનિક, પ્રાધુનિક, કણ, કણકણક, કણક, વિતળીક, કણસંતાનક, સોણ, સહિત, આશ્વાસન, રુત, કાર્યોપિગ, કર્બુરક, અજરક, દુંદુભઠ, શંખ, શંખનાભ, શંખવર્ણાભ, કંસ, કંસનાભ, :કંસવર્ણાભ, નીલ, નીલાવભાસ, રુપ્ય, રુપ્યાવભાસ, ભસ્મક, ભસ્મરાશિ, તિલ, નિત પુષ્પવર્ણ, દક, દકવણ, કાય, બંધ્ય, ઇન્દ્રાગ્નિ, ધૂમકેતુ, હરિ, પિંગલ, બુધ, બૃહસ્વતિ, શુક, રાહુ, અગસ્તિ, પ્રાણપ, ધુર, કામસ્પર્શ, :પ્રમુખ, વિકટ, વિરુધિકલ્પ, પ્રકલ્પ, જટાલ, અરુણ, અગ્નિ, કાલ, મહાકાલ, સ્વસ્તિક, સૌવસ્તિક, વર્ધમાન, પ્રલંબ, નિત્યાલોક, નિત્યોદ્યોત, સ્વયંપ્રભુ, અવભાસ, શ્રેયસસ્કર, ક્ષેમંકર, આરંભકર, પ્રભંકર, અરજા, વિરજા, :અશોક, વીતશેક, વિતપ્ત, વિવસ્મ, વિશાલ, શાલ, સુવત, અનિવૃત્તિ, એકજટી, દ્વિજટી, કર, કરિક, રાજા, અગળ, પુષ્પ, ભાવકેતુ. (ભ.ગો.મં. પૃ. ૨૯૬૩)

ગ્રહધાન્ય (૯)
ઘઉં (રવિ), ચોખા (ચંદ્ર), તુવેર (મંગળ), જવ (બુધ), ચણા (ગુરુ), મગ (શુક્ર), તલ (શનિ), અડદ (રાહુ), કાંગ (કેતુ).

ગ્રહણ (૨)
સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ.

ગ્રહરત્ન (૯)
રવિનું માણેક, ચંદ્રનું મોતી, મંગળનું પરવાળું, બુધનું, પાનું, ગુરુનું પોખરાજ, શુક્રનું હીરો, શનિનું નીલ, રાહુનું ગોમેદ, કેતુનું વૈદૂર્ય.

ગ્રહવર્ણ (૪)
ગુરુ અને શુક્ર-બ્રાહ્મણ, મંગળ, રવિ-ક્ષત્રિય; બુધ અને ચંદ્ર-વૈશ્ય, શનિ, રાહુ, કેતુ-શૂદ્ર.

ગ્રહવાહન (૯).
સૂર્ય–સપ્તાશ્વ, ચંદ્ર-મૃગ, મંગળ-મેષ, બુધ-શાર્દૂલ, ગુરુ-ઐરાવત, શુક્ર–અશ્વ, શનિ-પાડો, રાહુ-વાઘરથ, કેતુ-મત્સ્ય.

ગ્રહસ્થિતિ (૯),
ગર્ભસ્થાને રવિ, બિંદુસ્થાને ચંદ્ર, નેત્રસ્થાને મંગળ, હૃદયસ્થાને બુધ, વિષ્ણુસ્થાને ગુરુ, રેતસ્થાને શુક્ર, નાભિસ્થાને શનિ, ગુદાસ્થાને રાહુ, પગે કેતુ.

ગ્રામ (૩)
ષડ્જ (ખરજ), મધ્યમ (પંચમ), ગાંધાર (અવસાન).
(૩) નંદ ગ્રામ, મહાગ્રામ, શંખલગ્રામ.

ગૃહ (૪).
સમગૃહ, વિષમગૃહ, અતીત, અનાદ્યાત.
(સંગીત-તાલસ્થાન).

ગ્રૈવેયક (૯)
ભદ્રા, સુભદ્રા, સુજાત, સુમનસ, સુદર્શન, પ્રિયદર્શન, અમોઘ, સુપ્રતિબદ્ધ, યશોધર.

[ ઘ ]



ઘનવાદ્ય (૬)
ઘંટ, મંજિરા, કાંસ્યતાલ, ઝાંઝ, કરતાલ, ઝાલર.

[ ચ ]



ચક્ર. (૫) (શૈવતંત્ર).
રાજચક્ર, મહાચક્ર, દેવચક્ર, વીરચક્ર, પશુચક્ર.
(૬) પાર્થિવ, આપ્ય, આનલ, વાયવ્ય, નાભસ, માનસ.
(૬)
મૂલાધાર (ગુદાસ્થાન), સ્વાધિષ્ઠાન (લિંગસ્થાન), મણિપુર (નાભિસ્થાન), અનાહત (હૃદયસ્થાન), વિશુદ્ધિ (કંઠસ્થાન), આજ્ઞાચક્ર (મૂર્ધન્ય સ્થાન). (યોગસિદ્ધિ).
(૭)
આધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા, બ્રહ્મરંધ્ર.

ચક્રવર્તી (૬)
માંધાતા, ધુંધમાર, કાર્તવીર્ય, અજયપાલ, ભરતેશ્વર, પુરુરવા. (૧૨)
ભરત, સગર, મધવાન્, સનત્કુમાર, શાન્તિનાથ, કુન્થુનાથ, અરનાથ, સુભૂમા, મહાપદ્મ, હરષેણ, જય, બ્રહ્મદત્ત.
(જૈન સિદ્ધાંત બોલસંગ્રહ. ભા. ૪, પૃ. ૨૬૦.)

ચક્ષુ (૨).
ચર્મચક્ષુ, દિવ્યચક્ષુ.

ચતુરંગ (૪).
દાન, શીલ, તપ, ભાવ. (ધર્મના).
(૪) (જૈનમત.).
અરિહંત, સિદ્ધ, સાધુ, ધર્મ.
(૪) હાથી, રથ, અશ્વ, પાયદળ (સેનાના)).
(૪).
ખ્યાલ, તરાના, સરગમ, ત્રિવટ. (સંગીત)

ચતુરંગ લક્ષ્મી. (૪).
સુવર્ણાદિ ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ.

ચતુર્બીજ (૪). (વૈદક).
મેથી, અસેળિયો, કાળી જીરી, આમોદ.

ચતુર્બ્રહ્મપુત્ર (૪).
સનક, સનંદન, સનાતન, સનત્કુમાર.

ચતુર્ભદ્ર (૪). (વૈદક)
નાગરમોથ, અતિવિષનીકળી, ગળો, સૂંઠ.

ચતુર્મુખ બ્રહ્મા. (૪).
દર્દુરમુખ (ઋગ્વેદ), અશ્વમુખ (યજુર્વેદ) જંબુકમુખ (અથર્વવેદ). શ્વાનમુખ (સામવેદ)

ચતુષ્પદ વૈદક (૪).
વમન, વિરેચન, મર્દન, સ્વેદન.
(૪)
વૈદ, રાગી, ઔષધ, પરિચારક.

ચતુર્વિધ સંઘ (૪).
સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા.

ચતુર્વ્યૂહ (૪).
ચક્રવ્યૂહ, ક્રૌંચવ્યૂહ, શકટવ્યૂહ, ગરુડવ્યૂહ.

ચરણ. (૪)
પશુના (૪), કાવ્ય (૪), નક્ષત્ર (૪), માંચી (૪).

ચરિત્ર (૫).
દાન, માન, જ્ઞાન, વીરવિલાસ, ધર્માચાર.
(૫) વીરચરિતમ્, વિલાસચરિતમ્, જ્ઞાનચરિતમ્, કલાચરિતમ્, ગુણપ્રક્ષામચરિતમ્,

ચર્મવાદ્ય (૯)
તબલાં, પખવાજ, ઢોલક, નગારાં, ઢાલ, ત્રાંસા, નગારી, ખંજરી, ડફ.

ચાખડીવાળા દેવ (૨).
ભૈરવ, નૈઋતિ.

ચાર્તુમાસ (૪).
આષાઢ, શ્રાવણ, ભાદ્રપદ, આસો.

ચિકિત્સા. (૮).
શલ્ય, શાલાક્ય, કાયચિકિત્સા, અગદ, વિષતંત્ર, વાજીકરણ, રસાયણ, ભૂતવિદ્યા.

ચિત્તભેદ (૪). (બૌદ્ધમત).
કામવચર, રૂપાવચર, અરૂપાવચર, લોકોત્તર.

ચિત્તાવરણ (૫). (બૌદ્ધમત).
કામ, ક્રોધ, આળસ, ભ્રાંતતા, સંશય. (જુઓઃ આવરણ).

ચિત્તાવસ્થા (૫),
ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર, નિરુદ્ધ.
(૫)
પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા, સ્મૃતિ. (યોગસૂત્ર).

ચિરંજીવી (૭).
અશ્વત્થામા, બલિ, વ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ.
(૮). વ્યાસ, પરશુરામ, અશ્વત્થામા, કૃપાચાર્ય, બલિ, પ્રહ્લાદ, હનુમાન, વિભીષણ.

ચિહ્ન. (૧૦).
પૂર્ણવિરામ, અર્ધવિરામ, અલ્પવિરામ, પ્રશ્નાર્થ, ઉદ્દગારવાચક ચિહ્ન, મહાવિરામ, લઘુરેખા, મહારેખા, કૌંસ, અવતરણચિહ્ન.
(વ્યાકરણ).

ચેષ્ટા (૪).
આહારચેષ્ટા, મૈથુનચેષ્ટા, ભયચેષ્ટા, પરિગ્રહચેષ્ટા,

ચૌટાં (૮૪)
સોનાફળિયું, નાણાવટ, ઝવેરીવાડ, સરૈયાવાડ, ફોફળીવાડ, સૂતરિયાડ, પડસૂતરિયાવાડ, ઘીયાવાડ, તેલીવાડ, દંતારાવાડ, વલિયારવાડ, મણિયારવાડ, દોશીવાડ, નેરતીવાડ, ગાંધીવાડ, કપાસીવાડ, ફડિયાવાડ, :એરંડિયાવાડ, ફડીવાડ, રસાણિયાવાડ, પરવાડિયાવાડ, ત્રાંબાકાંટો, સંઘાડિયાવાડ, પિત્તળગળા, સોના-રવગો (સોની–ફળિયું), સીસાડાવાડ, મોતી પ્રાયાવાડ, સાળવી-વાડ, મીણારાવાડ, કુંતારાવાડ, ચુનારવાડો, તુનારવાડા, :કૂતાર -વાડ, ગળિયારાવાડ, પરિયટવાડ, ઘાંચીવાડ, મોચીવાડ, સઈવાડ, લોહરિયાવાડ, લોઢારાવાડ, ચિતારવાડ, સતૂઆરાવાડ, કાગદીવાડ, દારૂડિયાવાડો, વેશ્યાવાડો, પણગોલાવાડ, ભાડભૂંજાવાડ, બીબાડાવાડ, :ત્રાંબડિયાવાડ, ભેંસાયકવાડ, મલિનતાપિત્તવાડ, સ્વચ્છતાપિત્તવાડ, વાટીવણાવાડ, વૈતરાવાડ, કાટપીટીયાવાડ, ચોખાપીટિયાવાડ, સુખડિયાવાડ, સાકરિયાવાડ, તેરમાવાડ, વેગડિયાવાડ, વસાવાવાડ, સાંથિયાવાડ, પેરવાવાડ, :આટિયાવાડ, દાળિયાવાડ, દોઢિયાવાડ, મુંજકૂટાવાડો, અરગરાવાડ, ભાથારાવાડ, પિત્તળકાંટે, કંસારાઓળ, પસ્તાત્રિયાવાડ, ખાખરિયાવાડ, મજિઠિયાવાડ, સાકરિયાવાડ, સાળુગરવાડ, લુહારવાડો, સુથારવાડો, વણકરવાડો, :તંબોળીવાડ, કંદોઈવાડો, બુદ્ધિહાટ, કુંચિકાપણહાટ.

ચંડ (૪)
જાતકચંડ, વાજચંડ, વિલાસગંભીરચંડ, વિગતચંડ.

ચંદ્રકળા (૧૬),
અમૃતા, માનદી, પૂષા, તુષ્ટિ, રિતુ, ધૃતિ, શશિની, ચંદ્રિકા, કાન્તિ, જ્યોત્સ્ના, શ્રી, પ્રીતિ, અંગદા, પૂર્ણ, પૂર્ણામૃતા.
(૧૬)
શ્વેત, મારુત, સીતજ, કૃષ્ણ, રકત, પીત, શ્યામ, ધુમ્ર, કોમલ, તામસ, રાજસ, સરવ, સુપ્ત, વિદ્ય, અમૃત, જ્ઞાન. (વ. વૃ. દી.)
(૧૬)
શંખિની, પદ્મિની, લક્ષ્મણી, કામિની, પાષિણી, પુષ્ટવર્ધિની, આલ્હાદિની, અશ્વપદિની, વ્યાપિની, પ્રમાદિની, મોહિની, પ્રભા, ક્ષીરવર્ધની, વેધવર્ધની, વિકાશિની, સૌદામિની.

ચંદ્રપત્ની (૨).
કાંતિ, શોભા.


[ છ ]



છંદ (૭)
ગાયત્રી, બૃહતી, ઉષ્ણિક, જગતી, ત્રિષ્ટુપ, અનુષ્ટુપ, પંક્તિ.
(૧૪)
ગાયત્રી, ઉષ્ણિક, અનુષ્ટુપ, બૃહતી, પંક્તિ, ત્રિષ્ટુપ, જગતી, અતિજગતી, શકવરી, અતિશકવરી, અષ્ટિ, અત્યષ્ટિ, વિરાટ, અતિવિરાટ.

છંદોત્પત્તિ (૭)
બ્રહ્માનારોમમાંથી ઉષ્ણિક, ત્વચામાંથી ગાયત્રી, માંસમાંથી ત્રિષ્ટુપ, સ્નાયુમાંથી અનુષ્ટુપ, અસ્થિમાંથી જગતી, મજ્જામાંથી. પંક્તિ, પ્રાણમાંથી બૃહતી.

[ જ ]



‘જ’ કાર પૂજ્ય (૪).
જનની, જન્મભૂમિ, જાહ્નવી, જનાર્દન.

જગતક્રિયા (૩)
ઉત્પત્તિ, સ્થિતિ, લય, (બ્રહ્મા, વિષ્ણુ, શિવ).

જગન્નાથમૂર્તિ (૩)
કૃષ્ણ, બલરામ, સુભદ્રા.

જપ (૪)
વાચિક, ઉપાંશુ, માનસ, ધ્યાનજ.

જપમાલા (૪)
બ્રાહ્મણોની રુદ્રાક્ષની, વૈષ્ણવોની તુલસીની, શૈવોની રુદ્રાક્ષની, શાક્તોની રક્તચંદનની.

જપમાળા ફેરવવાની રીત (૩)
સવારે પેટ નજીક, મધ્યાહ્ને હૃદય નજીક અને સાયંકાળે આંખ નજીક.

જમ (યમ) (૫) (જૈનમત).
અહિંસા, સત્ય, અદત્તાદાન, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, (પ્રાકૃત).

જળ (૨)
અંતરિક્ષ, ઔદ્ભિક.

જલરશ્મિદેવતા (૫૨)
સદ્યોજાત, માયા, વામદેવ, શ્રી, અધોર, પદ્મા, તત્પુરુષ, અંબિકા, અનંત, નિવૃત્તિ, અનાથ, પ્રતિષ્ઠા, અનાશ્રિત, અવિદ્યા, અચિંત્ય, શાંતા, શશિશેખર, ઉમા, તીવ્ર, ગંગા, મણિવાહ, સરસ્વતી, અંબુવાહ, કમલા, તેજાધીશ, :પાર્વતી, વિદ્યાવાગીશ્વર, વ્રજ, ચતુર્વિધેશ્વર, સુકમલા, ઉમાગંગેશ્વર, મન્મથી, કૃષ્ણેશ્વર, સાશ્રયા, શ્રીકંઠ, લયા, અનંત, સતી, શંકર, રત્નમેખલા, પિંગલ, યશોવતી, સદાખ્ય, હંસનદા, પરિદિવ્યૌધ, વામા, મોદદિવ્યોધ, :જયેષ્ઠા, પીઠૌધ, રૌદ્રી, સર્વેશ્વર, સર્વમયી.
(ભ. ગો. મં.)

જંબુદ્વીપક્ષેત્ર (૭) ભરતવર્ષ, હૈમવતવર્ષ, હરિવર્ષ, વિદેહવર્ષ, રમ્યકવર્ષ, હેરણ્યવતવર્ષ, ઐરાવતવર્ષ.

જાતિ (૨૪)
સાધર્મ્યસમ, વૈધર્મ્યસમ, ઉત્કર્ષસમ, અપકર્ષસમ, વર્ણ્યસમ, અવર્ણ્યસમ, વિકલ્પસમ, સાધ્યસમ, પ્રાપ્તિસમ, અપ્રાપ્તિસમ, પ્રસંગસમ, પ્રતિન્તદૃષ્ટાન્તસમ, અનુત્પત્તિસમ, સંશયસમ, પ્રકરણસમ, હેતુસમ, અર્થોત્પત્તિસમ, :અવિશેષસમ, ઉપપત્તિ સમ, ઉપલબ્ધિસમ, અનુપલબ્ધિસમ, નિત્યસમ, અનિત્યસમ, કાર્યસમ, (ન્યાયમત).

જીવ (૨) (જૈનમત)
બદ્ધ, મુક્ત.
(૨) (વેદાન્ત)
જીવાત્મા, પરમાત્મા.
(૩) (વૈષ્ણવમત)
પુષ્ટ, મર્યાદા, પ્રવાહી.
(૫)
પંચેન્દ્રિયજીવઃ સ્પર્શ, સ્વાદ, ગંધ, દૃષ્ટિ, શ્રવણવાળા.
ચતુરેન્દ્રિયજીવઃ સ્પર્શ, સ્વાદ, ગંધ, દૃષ્ટિવાળા (મધમાખી, મચ્છર વગેરે).
ત્રિન્દ્રિયજીવઃ સ્પર્શ, સ્વાદ, ગંધવાળા, (કીડી, પતંગિયા વગેરે)
દ્વીન્દ્રિયજીવઃ સ્પર્શ, સ્વાદવાળા, (કીડા, જળો વગેરે).
એકેન્દ્રિયજીવઃ સ્પેશવાળા (માટી, કંદમૂળના) (જૈનમત)
(૬) (જૈનમત) પૃથ્વીકાય, અપકાય, વાયુકાય, અગ્નિકાય,
વનસ્પતિકાય, ત્રસકાય.

જીવભેદ (૪).
જરાયુજ, અંડજ સ્વદેજ, ઉદ્ભિજ્જ.
(૫) મુક્ત, મુમુક્ષુ, સાધક, બદ્ધ, પામર.

જીવન્મૃત (૫)
પરાધીન, મુસાફર, રોગી, દરિદ્રી, જડ.

જીવનમુક્તિ (૨)
સદ્યોમુક્તિ, વિદેહમુક્તિ (જુઓઃ મુક્તિ)
(૩) (બૌદ્ધમત).
શ્રાવકબોધિ પ્રત્યેકબુદ્ધબોધિ, સમ્યક્સંબોધિ.

જીવજાતિ–જીવયોનિ (૧૩) (જૈનમત)
જળકાય, પૃથ્વીકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, કંદ વગેરે, બે ઈન્દ્રિયવાળા જીવ, ત્રણ ઇન્દ્રિયવાળા જીવ, ચાર ઇન્દ્રિયવાળા જીવ, દેવ, નારક, તિર્યંચપંચેન્દ્રિય, મનુષ્યયોનિ.

જીવામિશ્રિતસ્વર (૭)
ષડ્જ (મોર), ઋષભ (કૂકડો), ગાંધાર (હંસ), મધ્યમ (ગાય, બકરી), પંચમ (કોકિલા), ધૈવત (સારસ, ક્રૌંચ), નિષાદ (હાથી).

જોગણી (૬૪)
વિદ્યા, સિદ્ધા, ગગનેશ્વરી, પ્રકાશિતા, કાલિની, કાલરાત્રિ, નિશાચરી, હોંકકરી, સિંભદ્રે, વૈતાલનિ, કૌમારી, ભિંડિમાલી, ઊર્ધ્વકેશી, વિરૂપાક્ષી, શુરૂકાંગી, નલિની, નરભોકારી, વીર ભદ્રા, ધુમ્રા, કલહપ્રિયા, રાક્ષસી, ઘોરરૂપા :રક્તાક્ષી, ભયકરી, વૈરિહારિણી, વારાહી, ચંડિકા, મુંડાધારિણી, ભૈરવી, વહની, ક્રોધા, દુર્મુખી, ખેતવાહિની, કંટકા, આહી, દીર્ઘ લંબોષ્ટા, અસ્તિ, ધારિણી, માલિની, કાલાજ્ઞા, ચક્રાંગી, મોહિની, ભુવનેશ્વરી, કર્કશા કુડલિતો, :તલા, લક્ષા, યમદૂતી, કરાલિની, વિશાલાક્ષી, કર્કટા, માંસભક્ષિણી, વાજાયક્ષણા, વ્રતભક્ષણ, રૂધિરભક્ષણા, રૂધિરાંગી, પાતાલચરી, ભેરુડી, રૂંઢમાલિની, દુર્મતિ, અહંકારિણી, કંપગ્ગા, લિંબા, લાંગૂલધારિણી (વ. વૃ. દી.).
(૬૪)
ગજાનના, ગૃધ્રાસ્યા, ઉષ્ટ્રગ્રીવા, વારાહી, ઉલૂકિકા, સિંહમુખી, કાકતુંડિકા, હયગ્રીવા, શરભાનન, શિવારાવા, મયૂરી, વિકટાનના, અષ્ટવક્રા, કોટરાક્ષી, કુબ્જા, વિકટલોચના, શુષ્કોદરી, લાલજીહવા, સ્વદૃષ્ટા, વાનરાનના, :રૂદ્રાક્ષી, કેકરાક્ષી, બ્રહ્મતુંડા, સુરાપ્રિયા, કપાલહસ્તા, રક્તાક્ષી, રલાક્ષી, શુકી, સેની, કપોતિકા, પાશહસ્તા, દંડહસ્તા, પ્રચંડા, ચંડવિક્રમા, શિશુઘ્ની, પાપહર્તી, કાલિ, રૂધિરા, પાપણી, વસાધયા, વિદ્યુત્પ્રભા, બલાકાસ્યા, :માર્જારી, ગર્ભભાક્ષા, શવહસ્તા, અંત્રમાલિકા, સ્થૂલકેશી, બૃહત્કુક્ષી, સર્પાસ્યા, પ્રેતવાહના, દંદશુક્કરા, ક્રૌંચી, વસાનના, વ્યાતાસ્યા, ધૂમ્રનિશ્વાસા, યામૈકચરણૌ, તાપની, શોષણદૃષ્ટિ, કોટરી, સ્થૂલનાસિકા, કરપૂતના, :અટ્ટદ્રહાસ્યા, કામાક્ષી, મૃગાક્ષી, (મૃગલોચના.) (ભાગવત).
(૬૪)
અક્ષોભ્યા, રુક્ષ્મણિ, રાક્ષસી, ક્ષેપણ, ક્ષમા, પિંગાક્ષી, અક્ષયા, ક્ષેમા, ઈલા, નીલાલયા, લેલા, રક્તા, બલાકોશી, બાલસા, વિમલા, દુર્ગા, વિશાલાક્ષી, દ્વિકારી, બડવામુખી, મહાક્રુરા, ક્રોધિની, ભયંકરી, મહાનના, સર્વસા, :તરલા, તારા, ઋગ્વેદા, હયાનના, સારાખ્યા, રસસંગ્રાહી, શબરા, તાલજંધિકા, રક્તાક્ષી, સુપ્રસિદ્ધા, વિદ્યુદ્રજિવ્હા, કરંકિણી, મેઘનાદા, પંચ કોણ, કાલકણી, વરપ્રદા, ચંડી, ચંડવતી, પ્રપંચા, પ્રલયાન્વિતા, શિશુવક્રા, :પિશાચી,પિશિતા, સર્વલોલુપા, ભ્રમની, તપની, રાગિણી, વિકૃલતા, વાયુવેગા, ‘બૃહત્કૃક્ષિ, વિકૃતા, વિશ્વવરુપિકા, યમજિહવા, જયંતી, દુર્જના, જયન્તિકા, બિડાલી, રેવતી, પૂતના, વિજયાન્તિકા.

પાપ, પુણ્ય

(૨)
જન્મ, મરણ
(૨)
સ્વર્ગ, નર્ક
(૨)
અગમ, નિગમ
(૨)
સત્, અસત્

આકાશ, પાતાળ

(૨)
અમૃત, ઝેર
(૨)
ભોક્તા, ભોગ્ય
(૨)
નિરામિષ, આમિષ
(૨)
માતા-પિતા



જ્યોતિ (૧૦)
ધૂમ્રા, અચિ, ઉષ્મા, જ્વલિની, વિસ્કુલ્લિંગિની, સુશ્રી, સુરૂપા, કપિલા, હવ્ય. કવ્યવહા.

જ્યોતિષ (૩)
ગણિત, ફલ, મુહૂર્ત.
(૧૦) તિથિ, વાર નક્ષત્ર, યોગ, કરણ, ચંદ્ર, પ્રહર,
સંવત્સર, માસ, લગ્ન,
(૧૯)
પ્રશ્ન, વ્યાકરણ, હોરા, શુકન, જ્ઞાન, લગ્ન, દેકકાણ, ગવાંશ, દ્વાદશાંગ, ત્રિદશાંગ, છાયા, નષ્ટ, મુષ્ટિ, ધાતુ, મૂલ, જીવ, ચિંતા, ચુલૂક, માષક.

જ્યોતિષી (૧૮)
બ્રહ્મા, બૃહસ્પતિ, વશિષ્ઠ, અત્રિ, મનુ, પૌલસ્ત્ય, લોમેશ, મરીચિ, અંગિરા, નારદ, વ્યાસ, શૌનક, ભૃગુ, ચ્યવન, અવન, ગર્ગ, કશ્યપ, પરાશર.

જ્યોતિર્લિંગ (૧૨).
સોમનાથ (સૌરાષ્ટ્ર), મલ્લિકાર્જુન (શૈલપર્વત), મહાકાલ (ઉજ્જયિની),ઓમકારેશ્વર (નર્મદાતીરે), કેદારનાથ (હિમાલય), ભીલશંકર (ડાકિની), વિશ્વનાથ અથવા વિશ્વેશ્વર (કાશી), ત્ર્યંબકેશ્વર (ગોદાવરી), :વૈજનાથ (ચિતાભૂમિ), નાગેશ્વર (દ્વારકા), રામેશ્વર (સેતુબંધ), ધૃષ્ણેશ્વર (શિવાલય).

જ્વર (૬)
અભિધાતજન્ય, અભિચારજન્ય, અભિશાપજન્ય, અભિષંગજન્ય, વિષપ્રયોગજન્ય, ઔષધિજન્ય.

[ ઝ ]



ઝેર (૧૬)
કાલકૂટ, કાલિંગક, કુષ્ક, કૌલસારક, ગોરાર્દ, દરદક, લાલક, મહાવિષ, માર્ક, મેષશૃંગ, મુસ્તા, વત્સનાભ, વેલ્લિતક, હલાહલ, હેમવંત, ઉષ્ટ્રક (કોટિલ્ય–અર્થશાસ્ત્ર)
(૨૬)
સોમલ, તાંબાનો કાટ, જગાલ, હરતાલ, રસકપૂર, કાચની ભૂકી, વછનાગ, મુડદાર શીંગ, સિંદૂર, મોરથૂથુ, હિંગળોક, પારો, ગંધક, અફીણ, નેપાળ, ભાંગ, ગાંજો, કરેણ, ઝેરકોચલું, ધંતૂરો, મદ્ય, થોર, :કૌંચ, ચણોઠી, આકડો, ખરસાણી (આયુર્વેદ)

[ ડ ]



ડાંગર (૧૮)
કોલમ, સાઠી, મઢી, જિરાસાળ, સૂતરસાળ, વાંકલો, વાંકલી, ગાંળાસાળ, પરિમલ, સુખવેલ, બાસમતી, લક્ષકારી, એલાયચી, પંખાળી, કમોદ, લીલીપકી, કલુડી, કળા.
(ગુજરાતની ડાંગરજાત).


[ ત ]



તત્ત્વ (૨)
પુરુષ, પ્રકૃતિ.
(૩)
મન, બુદ્ધિ, અહંકાર.
(૪) (બૌદ્ધમત)
દુઃખ, દુ:ખસમુદાય, માર્ગ, નિરોધ.
(૫) (ગાયના).
દૂધ, ઘી, દહીં, છાણ, મૂત્ર.
(૫)
પૃથ્વી, અપ્, તેજ, વાયુ, નભ. (જગદુત્પત્તિ).
(૫)
મદ્ય, માંસ, મત્સ્ય, મુદ્રા, મૈથુન (તાંત્રિક).
(૫) (વૈષ્ણવમત)
ગુરુતત્ત્વ, મંત્રતત્ત્વ, મનસ્તત્ત્વ, દેવતત્ત્વ, ધ્યાનતત્ત્વ
(૭) (જૈનમત)
જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ.
(૮) (બૌદ્ધમત)
કૌકૃત્ય (પશ્ચાતાપ), નિદ્રા, મનોજલ્પ (વિતર્ક), વિચાર, રાગ, દ્વેષ, અભિમાન, વિચિકિત્સા (શંકાશીલપણું)
(૯) (વૈશેષિક મત).
પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, કાળ, દિશા, આત્મા, મન.
(૧૬)
પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રજન, દષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ, નિગ્રહ સ્થાન. (ન્યાયદર્શન).
(૧૭)
પાંચ પ્રાણ, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ.
(૨૪)
મૂળપ્રકૃતિ, મહત, અહંકાર, પાંચ તન્માત્રા, પાંચ મહાભૂત, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ પ્રાણ, પુરુષ.
(૨૫)
રોમ, ત્વચા, નાડી, માંસ, અસ્થિ–પૃથ્વીતત્ત્વ. ઓજ, મૂત્ર, રુધિર, રેત, સ્વેદ-જલતત્ત્વ. ક્ષુધા, તૃષા, આલસ્ય, નિદ્રા, રસ-તેજતત્ત્વ. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર.-આકાશતત્ત્વ, ચલન, વલન, નિરોધન, પ્રસરણ, :આકુંચન–વાયુતત્ત્વ.
(૨૫)
પાંચ તન્માત્રા (શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ), (મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર) ચાર અંતઃકરણ, (પૃથ્વી, અપ, તેજ, વાયુ, આકાશ) પાંચ મહાભૂત, (નાક, કાન, ત્વચા, આંખ, જીભ) પાંચ જ્ઞાનેનિદ્રય, (પ્રાણ, અપાન, :વ્યાન, ઉદાન, સમાન) પાંચ પ્રાણ, આત્મા.
(૨૮)
પાંચ મહાભૂત, પાંચ તન્માત્રા, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, ચાર અંત:કરણ, ત્રણ ગુણ, આત્મા.
(૩૬)
શિવ, શક્તિ, સદાશિવ, ઈશ્વર, શુદ્ધવિદ્યા, માયા, અવિદ્યા, કલા, રાગ, કાલ, નિયતિ, પુરુષ, પ્રકૃતિ, અહંકાર, બુદ્ધિ, મનસ, શ્રોત્ર, વત્વક્, ચક્ષુસ્, જિહ્વા, ઘ્રાણ, વાક્, પાણિ, પાદ, વાયુ, ઉપસ્થ, શબ્દ, સ્પર્શ, રૂપ, :રસ, ગંધ, આકાશ, વાયુ, અગ્નિ, સલિલ, પૃથ્વી. (તંત્રશાસ્ત્ર).
(૫૨)
પૃથ્વી, અપ, તેજ, વાયુ, આકાશ, શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, રસન, સ્પર્શ, પ્રાણ, ચક્ષુ, શ્રોત્ર, વાક્, પાણિ, પાદ, ગુદ, ઉપસ્થ, મન, બુદ્ધિ, અહંકાર, પ્રકૃતિ, પુરુષ, રક્ત, માંસ, મેદ, મજજા, અસ્થિ, શુક્ર, વાત, :પિત્ત, કફ, મલ, કામ, ક્રોધ, લોહ, માત્સર્ય, રાગ, નિયતિ, કાલવિદ્યા, શુદ્ધ વિદ્યા, માયા, શક્તિ, નાદ, બિંદુ, કલા, જ્યોતિ, ઈશ્વર, શ્લેષ્મ, સદાશિવ.
(વ. ૨. કો.)

તન્માત્રા (૫)
શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. (શબ્દ રત્ન પ્રકાશ)

તપ (૧૦)
જંગલ-પહાડોમાં રહેવું, ઘાસની કુટિરમાં રહેવું, કંદમૂળ ફળ ખાવા, કઠણ વ્રત કરવા, મૌન પાળવું, ઉપવાસ કરવા, બ્રહ્મચર્ય પાળવું, ભૂખતરસ સહન કરવા, ઈન્દ્રિયો વશમાં રાખવી, દુષ્કર્મો ન કરવા.
(૧૨) (જૈનમત)
અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયકલેશ, પ્રતિસંલીનતા. (આ છ બાહ્યત૫); પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, શાસ્ત્ર પઠન, ધ્યાન, કાયોત્સર્ગ (આ છ આભ્યંતર ત૫).

તરુ (૫)
મંદાર, પારિજાત, સંતાન, કલ્પવૃક્ષ, હરિચંદન.

તર્ક (૧૧)
વ્યાઘાત, આત્માશ્રય, ઇતરેતરાશ્રય, ચક્રકાશ્રય, અનવસ્થા, પ્રતિબંધ, કલ્પનાગૌરવ, કલ્પનાલાઘવ, ઉત્સર્ગ, અપવાદ, વૈજાત્ય.

તર્કદૂષણ (૭)
આપાદ્યસિદ્ધિ, આપાદકાસિદ્ધિ, ઉભયા સિદ્ધિ, પ્રશિથિલમૂલતા, મિથસ્તર્ક વિરોધ, ઈષ્ટાપત્તિ, વિપર્યયાપર્યવસન.

તર્કસાધન (૭)
ઉપક્રમ, ઉપસંહાર, અભ્યાસ, અપૂર્વતા, ફલ, અર્થ, ઉપપત્તિ.

તર્પણ (૩)
દેવતર્પણ, ઋષિતર્પણ, પિતૃતર્પણ.

તાપ (૩)
આધિ, વ્યાધિ, ઉપાધિ.

તારા (૯)
જન્મ, સંપત્, દ્વીપ, ક્ષેમ, પ્રત્યત્કારા, સાધન, નિધન, મિત્ર, પરમમિત્ર.
(૯)
શાંતા, મનોહરા, ક્રૂરા, વિજયા, કુલેદ્ભવા, પદ્મનિ, રાક્ષસી, બારા, આનંદા (શિલ્પશાસ્ત્ર)
(૯)
જન્મ, સમ્બત, વિપત, ક્ષેમ, પ્રત્યરિ, સાધક, વધ, મિત્ર, અતિમૈત્ર્ય. (જ્યોતિષ)

તારાપુંજ (૭)
વાથ, અતિવાત, દેહાન, સૌમ્ય, નિરા, જાલ, અમૃત.

તાલ (૭)
સરલા, તરલા, સ્વયંભા, બાળા, વૃજા, ભ્રમિતા, સ્તંબા.
(૭)
ધૃતાલ, મઠતાલ, રૂપકતાલ, ઝંપાતાલ, ત્રિપુટતાલ, આડતાલ, એક તાલ.
(૮)
આડ, દોજ, જ્યોતિ, ચંદ્રશેખર, ગંજન, પંચતાલ, રૂપલ, સમતાલ. (સંગીત).
(૯)
તા, ધિં, ધિ, ના, ધિં, તા, ધિં, ધિં, ના. (છંદશાસ્ત્ર).
(૧૦)
કળા, માર્ગ, પિંડ, અંગ, ગ્રહ, જાતિ, કાળ, લય, પ્રસ્તાર (નૃત્ય).
(૧૬)
એકતાલ, લઘુશેષ, જેતલજ્ઞ, ત્યૌશ, સૂર, સામ, ઝંપ, પ્રીતમક, જયમંગલ, બ્રહ્મ, લક્ષ્મી, કનકમેરુ, મિશ્રહપૃન, કુંભ, રાય ભયંક, પાતાલ કુંડલ. (સંગીત).
(૬૦) (ભરત મુજબ).
ચંચત્પુટ, ચાટપુટ, ષટ્પિતાપુત્રક, ઉદ્ઘટ્ટક, સન્નિપાત, કંકણ, કોકિલાર, રાજકોલાહલ, રંગવિદ્યાધર, શચીપ્રિય, પાર્વતીલોચન, રાજચૂડામણિ, જયશ્રી, વાદકાકુલ, કંદર્પ, નલકુંવર, દર્પણ, રતિલીન, મોક્ષપતિ, શ્રીરંગ, :સિંહવિક્રમ, દીપક, મલ્લિકામદ, ગજલીલ, ચર્ચરી, કુહકક, વિજ્યાનંદ, વીરવિક્કમ, ટેગિક, રંગાભરણ, શ્રીકીર્તિ, વનમાલી, ચતુર્મુખ, સિંહનંદન, નંદીશ, ચંદ્રબિંબ, દ્વિતીયક, જયમંગલ, ગંધર્વ, મકરંદ, ત્રિભંગી, રતિતાલ, :વસંત, જગઝંપ, ગારુતિ, કવિશેખર, શેષ, હરવલ્લભ, ભૈરવ, ગત પ્રત્યાગત, મલ્લતાલી, ભૈરવમસ્તક, સરસ્વતી કંઠાભરણ, ક્રીડા, નિઃસારુ, મુક્તાવલી, રંગરાજ, ભરતાનંદ, આદિતાલક, સંપર્કેષ્ટ.

તાલના અંગ (૧૦)
કળા, માર્ગ, પિંડ, અંગ, ગ્રહ, જાતિ, કાળ, લય, યતિ, પ્રસ્તાર.

તિથિ (૫)
નંદા-પ્રતિપદા, ષષ્ઠી, એકાદશી.
ભદ્રા-સપ્તમી, દ્વિતીયા, દ્વાદશી.
જયા-તૃતીયા, અષ્ટમી, ત્રયોદશી.
રિક્તા-ચતુર્થી, નવમી, ચતુર્દશી.
પૂર્ણા–પંચમી, દશમી, પૂર્ણિમા (અમાવાસ્યા)
(૧૫)
એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ, નોમ, દશમ, અગિયારશ, બારસ, તેરસ, ચૌદશ, પૂનમ અથવા અમાસ.

તિશુદ્ધિ (૩) (જૈનમત)
દેવ, ગુરુ, ધર્મ.

તીર્થ (૩)
કાશી, પ્રયાગ, ગયા.
(૪)
દેવ, પિતૃ, મનુષ્ય, અગ્નિ.
(૪) (જૈનમત). સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા.
(૧૬)
મંત્રી, પુરોહિત, સેનાપતિ, યુવરાજ, દૌવારિક, અંતવૈશિક, પ્રશાસ, મહાતૃ, સંનિધાતૃ, પ્રદેષ્ટ, નાયક, પૌર વ્યવહારિક, પરિવાદાધ્યક્ષ, દંડ, દુર્ગતિપાલ, આટવિકા. (વ. ૨. કો.)
(૧૮).
(અર્થશાસ્ત્ર મુજબ). મંત્રી, પુરોહિત, સેનાપતિ, દૌવારિક, અંતર શિક, પ્રશાસ્ત્રી, સમાહરત્રિ, સન્નિધાત્રિ, પરદેશત્રિ નાયક, પૌર(સૂબો), ન્યાયાધિશ (વ્યવહારિક), કારમાંતિક, મંત્રી, દંડપાલ, દુર્ગપાલ, અંતપાલ અથવા :રાષ્ટ્રાંતપાલ.

તીર્થક્ષેત્ર (૧૮).
ગંગદ્વાર, મલપૂર્ણા, બદ્રિકા, પ્રયાગ, સરસ્વતી, બિલ્વાચલ, શાલિગ્રામ, શ્રીરંગ, અનંતસિંહ, શિવત્રક્ષે, પુષ્કર, પ્રભાસ, પુરુષોત્તમ, મહેન્દ્ર, કામકૌલા, શ્રીશૈલ, કાંચી, રામેશ્વર.

તીર્થંકર (૨૪).
ઋષભદેવ, અજીતનાથ, સંભવનાથ,
અભિનંદન, સુમતિનાથ, પદ્મપ્રભુ, સુપાર્શ્વનાથ, ચન્દ્રપ્રભુ, સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ; અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રત, નમિનાથ, નેમિનાથ, :પાર્શ્વનાથ, મહાવીર અથવા વર્ધમાન સ્વામી.

તુષ્ટિ (૯)
પ્રકૃતિ, ઉપાદાન, કાલ, ભાગ્ય, અર્જનોપરમ, રક્ષણોપરમ, ક્ષયોપરમ, અતૃપ્રત્યપરમ, હિંસોપરમ.

તેજકલા (૧૨).
તપિની, તાપિની, ધુમ્રા, મરીચિ, જવાલિની, રુચિ, સુષુમ્ણા, ભોગદા, વિશ્વા, બોધિની, ધારિણી, ક્ષમા.

તેર તાંસળી (૧૩).
કણબી, કોળી, કાઠી, સગર, રબારી, ભરવાડ, આહીર, વાળંદ, સુથાર, લુહાર, દરજી, ચારણ, બારોટ. (એક ભાણે જમનારી ન્યાત.)

તોર્યત્રિક (૩).
ગાયન, નૃત્ય, વાદ્ય,

ત્યાગ (૧૧).
હિંસા, પરસ્ત્રી, માંસભક્ષણ, મદ્યપાન, સ્ત્રીસ્પર્શ, આત્મઘાત, ચોરી, મિથ્યાવાદ, દેવનિંદા, ન ખપતું ખાવાનો, વિમુખના મુખથી કથા સાંભળવાનો. (સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુના ત્યાગ).

ત્યાજય નર (૮).
મૂર્ખ, શઠ, કાણિયો, નિધૃણ, વ્યસની, ગર્વિષ્ઠ, નિષ્ઠુર, અતિલોભી.

ત્યાજયનારી (૮).
સ્વગોત્રજ, ગુરુપત્ની, મિત્રપત્ની, વર્ણાધિક, પ્રવર્જિત, કુમારી, પુત્રવધૂ, નાનાભાઈની પત્ની.

ત્રિકરણ (૩).
મન, વચન, કાયા.

ત્રિકટુ (૩).
સૂંઠ, મરી, પીપરમૂલ.

ત્રિકાલ (૩).
ભૂતકાલ, ભવિષ્યકાલ, વર્તમાનકાલ.

ત્રિદેવે (૩).
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ.
(૩)
પિતા, પુત્ર, પવિત્રાત્મા.
(૩)
ઇન્દ્ર, અગ્નિ, સૂર્ય.

ત્રિદંડ (૩)
મન, વચન, કાયા ઉપર સંન્યાસીનો દંડ.

ત્રિપદ-(૩).
અ, ઉ, મ. – માત્રારૂપે.
(૩).
ઋક્, યજુ, સામ – પાદરૂપે.
(૩).
જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ – અવસ્થારૂપે.
(૩).
ભૂ, ભુવઃ, સ્વ: – લોકરૂપે.
(૩).
સત્ત્વ, રજસ, તમસ – ગુણરૂપે.
(૩). પારમાર્થિક, વ્યાવહારિક, પ્રતિભાસિક – સત્તારૂપે.
(૩). કર્તા, કર્મ, ક્રિયા.
(૩).
જ્ઞાતા, જ્ઞાન, જ્ઞેય.

ત્રિપાઠી (૩).
ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ–નો પાઠ કરનાર.

ત્રિપિટક (૩).
સુત્તપિટક, વિનયપિટક, અભિધમ્મપિટક.

ત્રિપુટી (૩).
ધાતા, દયેય, ધ્યાન,
પૂજ્ય, પૂજક, પૂજન.
(૩)
દૃશ્ય, દ્રષ્ટા, દર્શન.
(૩)
ભોગ્ય, ભોક્તા, ભોજન.
(૩)
જીવ, જગત, પરબ્રહ્મ.

ત્રિપુરાણ (૩).
વિષ્ણુસંબંધી – વિષ્ણુ, નારદીય, ભાગવત, ગરુડ, યજ્ઞ, વરાહ, શિવ સંબંધી – મત્સ્ય, કર્મ, લિંગ, વાયુ, છંદ, અગ્નિ.
બ્રહ્માસંબંધી – બ્રહ્માંડ, બ્રહ્મવૈવત, માર્કંડેય, ભવિષ્ય, વામન, બ્રહ્મ.

ત્રિફળા (૩).
હરડે, બહેડા, આમળા.

ત્રિભુવન (૩) સ્વર્ગ, પૃથ્વી, પાતાળ.

ત્રિમુનિ (૩).
પાણિનિ, કાત્યાયન, પતંજલિ.

ત્રિમૂર્તિ (૩).
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ.

ત્રિમૂર્તિ પૂજા (૩).
બ્રહ્માની ધાત્રીથી, વિષ્ણુને તુલસીથી મહેશને બીલીથી.

ત્રિરંગી ધ્વજ (૩).
કેસરી, સફેદ, લીલો રંગ.

ત્રિલોચનશિવનેત્ર

ત્રિવેણી સમૂહ (૩).
ગંગા, યમુના, સરસ્વતી.

ત્રિવેદી–(૩).
ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદનો પાઠ કરનાર.

ત્રિશરણ (૩)
બુદ્ધં શરણં ગચ્છામિ.
ધમ્મં શરણં ગચ્છામિ.
સંઘં શરણં ગચ્છામિ.

ત્રિસ્પૃશાતિથિ (૩).
એકાદશી, દ્વાદશી, ત્રયોદશી.

તૃણ (૫).
કૃશ, કાશ, સરકડું, દર્ભ, ઈખ.

તૃણપંચક (૫).
શાલિ, વ્રીહિ, કોદ્રવ, કાંગ, શ્યામાક.

તૃણપંચમૂલ (૫).
દર્ભ, કાસ, શર, શાલ્ય, શેરડીના મૂલ.

તંતુવાદ્ય (૨).
અંગુલિયંત્ર, ધનુરયંત્ર.
(૩૭)
વીણા, બીન, રુદ્રબીન, સારંગી, તાઉસબીન, સારમંડળ, સિતાર, એકતારી વીણા, તાઉસ, રાવણહથ્થો, સરોદ, રખબ, તંબૂર, ચોતાર, મદમંડળ, તંતૂણો, કીનરી, ચીકા, જંતર, મલંગો, સુંદરી, શિકાર, રવાજ, દિલરુબા, :દિલપસંદ, સરસોટા, કછવા, એકતારો, મોરચંગ, ફિડલ, પિયાનો, ગિટાર, વાયોલીન, બોન્ઝો, સેલો, બાસ, હાર્પ. (ભ૦ગો૦મ૦).

તાંડવનૃત્ય (૭).
આનંદ, સંધ્યા, ઉમા, ગૌરી, કાલિકા, ત્રિપુર, સંહાર.

તાંબૂલ-ગુણ (૧૩).
કટુ, તીક્ષ્ણ, ઉષ્ણ, મધુર, ક્ષાર, કષાય, વાતઘ્ન, કફનાશક, કૃમિહય, દુર્ગંધનાશક, મુખભૂષણ, શુદ્ધિકરણ, કામસંદિપન.

[ દ ]



દત્તાત્રેયના ગુરુ (૨૪).
પૃથ્વી, અનલ, આકાશ, નીરહત, શશી, રવિ, અજગર, કપોત,. સિંધુ, પતંગ, હરિણ, ગજ, મધુહા, શરકર, મધુમક્ષી, ભ્રમર, મીન, પિંગલા, કુમારિકા, કિરણ, પક્ષી, શિશુ, ઊર્ણનાભ, અહિ, (વ. વૃં. દી.)
(૨૪).
પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, હોલો, અજગર, સમુદ્ર, પતંગિયું, મધમાખી, હાથી, પારધી, હરણ, માછલું, પિંગળા નામની વેશ્યા, સમડી, બાળક, કુંવારી કન્યા, બાણ ઘડનારી, સર્પ, કરોળિયો, ભમરી.

દક્ષકન્યા (૧૩).
અદિતિ, દિતિ, દનુ, કાલા, દનાયુ, સિંહિઠા, ક્રોધા, પ્રાધા, ઈલા, વનિતા, કપિલા, મુનિ, કદ્રુ.
(૧૬).
શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તિતિક્ષા, હબ્બી, મૂર્તિ, સ્વાહા, સ્વધા, સતી.

દર્શન (૨)
આસ્તિક, નાસ્તિક.
(૩).
સ્વપ્ન, ચિત્ર, સાક્ષાત્
(૪).
સ્વપ્ન, ચિત્ર, સાક્ષાત્, શ્રવણ.
(૬).
ચાર્વાકદર્શન. જૈનદર્શન, બૌદ્ધદર્શન, સાંખ્યયોગદર્શન, ન્યાય વૈશેષિક દેશન, મીમાંસાદર્શન.
(૮).
ગુરુ, ભાગ્યવાન, દાતા, કામધેનુ, દર્પણ, પ્રભુ, સૂર્ય, ઈશ્વર.
(૧૫)
ચાર્વાક, બૌદ્ધ, આહત, રામાનુજ, પૂર્ણપ્રજ્ઞ, નકુલીશ, પાશુપત, શૈવ, પ્રત્યભિજ્ઞા, રસેશ્વર, ઔલૂક્ય, અક્ષપાદ, પાણિનિ, સાંખ્ય, પાત જલ, શંકર. (મધ્વાચાર્ય).

દશજ્યોતિ (૧૦).
ધૂમ્રા, અચિ, ઉષ્મા, જ્વલિની, વિસ્ફુલ્લિંગિની, સુશ્રી, સુરૂપા, કપિલા, હવ્ય, કવ્યવહા.

દશદિશા (૧૦).
પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, વાયવ્ય, નૈઋત્ય, અગ્નિ, આકાશ, પાતાળ.

દેશધર્મ (૧૦).
ક્ષમા, નિર્લોભતા, આર્જવ, મૃદુતા, નિરભિમાન, સત્ય, સંયમ, તપ, ત્યાગ, બ્રહ્મચર્યવાસ.

દશનાડી (૧૦).
ઈડા, પિંગળા, સુષુમ્ણા, ગાંધારી, હસ્તિજિહ્વા, યશસ્વિની, અલંબુષા, કૂહુ, શંખિની, પૂષા.

દશમૂલ (૧૦)
બીલી, અરણી, ઊભી ભોરિંગડી, બેઠી ભોરિંગડી, સાલવણ, પીઠવણ, ગોખરુ, શીવણ, પાડવણુ, પુષ્કરમૂળ. (– આર્યભિષક). (૧૦).
ખિલવણી, મોટીરીંગણી, ભોંયરીંગણી, ગોખરૂ, બીલી, પાડલ, અરણી, અરડૂસો, અરલ, કામરી. (યોગચિંતામણિ).
(૧૦).
શાલીપર્ણી, પ્રશ્નીપર્ણી, બૃહતી, ક્ષુદ્રા, ગોખરુ (–લઘુપંચમૂળ)
બીલી, અગ્નિમંથ, અરડૂસો, કામરી, પાડલ.(બૃહત્પંચમૂળ).

દશમુખી (૨).
કાલિ, રાવણ.

દશરથપુત્ર (૪).
રામ, લક્ષમણ, ભરત, શત્રુઘ્ન.

દશા (૧૦).
અભિલાષ, ચિંતા, ગુણકથન, સ્મૃતિ, ઉદ્વેગ, પ્રલાપ, ઉન્માદ, વ્યાધિ, જડતા, નિધન. (કામસૂત્ર).

દશાંગલેપ (૧૦).
સરસડાની છાલ, જેઠીમધ, રતાંજલી, એલચી, જટામાસી, હળદર, દારૂહળદર, કઠ, વાળો, તગર,

દશાંગીસુખ (૧૦).
ભૌતિક સુખ, અનુકૂળ મિત્ર, મોટી જ્ઞાતિમાં જન્મ, ઉચ્ચ કુળમાં જન્મ, શરીરનો ઉત્તમ વર્ણ, નીરોગી શરીર, મહાપ્રજ્ઞાવર્તપણુ, વિનય, યશ, પરાક્રમીપણું.

દાન (૩).
અભયદાન, ઉપકારદાન, દ્રવ્યદાન (વo ૨o કોo)
જ્ઞાનદાન, અભયદાન, ધર્મોપકરણદાન, અનુકંપાદાન.
(૯)
ગોદાન, ભૂમિદાન, તલદાન, સુવર્ણદાન, વસ્ત્રદાન, ધાન્યદાન, આજયદાન, રોપ્યદાન, લવણદાન. (અંત્યેષ્ટિના).
(૧૪).
અન્નદાન, ઉદકદાન, દીપદાન, તાંબૂલદાન, ગૌદાન, કન્યાદાન, વિદ્યાદાન, પાત્રદાન, ચંદનદાન, પુષ્પદાન, વસ્ત્રદાન, સગડીદાન, લોહદાન, તિલદાન.
(૧૪).
જ્ઞાનદાન, વિદ્યાદાન, બ્રહ્મદાન, સદાચારદાન, કીર્તિદાન, ધર્મદાન, અહિસાદાન, ઉપદેશદાન, ધનદાન, ભૂમિદાન, મંદિરદાન, પ્રાણદાન, વિવાહદાન, અભયદાન.

દાનેશ્વરી (૪).
કર્ણ, દધીચિ, બલિ, શિબિ.

દાસ (૧૩).
ગૃહજાત, ક્રીત, લબ્ધ, દાયાદુપાગત, અનાકાલભૃત, આહિત, ઋણ દાસ, યુદ્ધપ્રાપ્ત, પણેજિત, પ્રવજ્યાવસિત, કૃત, વડવાહત, આત્મવિક્રેતા.

દિક્‌પાળ (૮).
ઇન્દ્ર (પૂર્વદિશાનો), અગ્નિ (અગ્નિકોણનો), યમ (દક્ષિણનો), નૈઋતિ (નૈઋત્યકોણનો), વરુણ (પશ્ચિમ), વાયુ (વાયવ્યકોણનો), કુબેર (ઉત્તરનો), શિવ (ઈશાનકોણનો).

દિગ્‌કુમારી (૫૬).
ભોગંકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, સુવત્સા, વત્સનિત્રા, પુષ્પમાલા, આનંદિતા, મેઘંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોયધારા, વિચિત્રા, વારિષેણા, બલાહિકા, નંદા, ઉત્તરાનંદા, આનંદા, નંદિવર્ધના, વિજયા, :વિજયંતી, જયંતી, અપરાજિતા, સમાહાર, સુપ્રદત્તા, સુપ્રબુદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા, વસુંધરા, ઈલાદેવી, સુરાદેવી, પૃથિવી, પદ્માવતી, એકનાસા, નવમિકા, ભદ્રા, શીતા, અલંબુસા, મિનકેશી, :પુંડરીકા, વારુણી, હાસા, સર્વપ્રભા, શ્રી, હ્રી, ચિત્રા, ચિત્રકનકા, શતેરા, વસુદામિની, રૂપા, રૂપાસિકા, સુરૂપ, રૂપકાવતી.

દિગ્ગજ (૪)
રિષ, વયુહૂ, કરપરાજિત, વામન.
(૪)
ઋષભ, પુષ્કરચૂડ, વામન, અપરાજિત.
(૮)
ઐરાવત, પુંડરીક, વામન, કુમુદ, અંજન, પુષ્પદંત, સાર્વભૌમ, સુપતિક.

દિગ્ગજી (૮)
અભ્રમુ, કપિલા, પિંગલા, અનુપમા, તામ્રવણી, શુભ્રદન્તી,
અંગના, અંજનાવતી.

દિવ્ય (૫)
સોનામહોરની વૃષ્ટિ, પંચવર્ણા ફૂલની વૃષ્ટિ, વસ્ત્રની વૃષ્ટિ, દેવદુંદુભિ, અહાદાન મહાદાન એવો ધ્વનિ.

દિશા (૪)
ઉત્તર, પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ.
(૮)
પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય.
(૧૦)
પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, આકાશ, પાતાલ.

દિશાકુમારી (૪).
(પૂર્વદિશાની-૮) નંદોત્તરા, નંદા, આનંદા, નિંદિષેણ, વિજ્યા, વૈજયંતી, જયંતી, અપરાજિતા.
(પશ્ચિમદિશાની-૮) ઈલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, નવમિકા, સીતા, ભદ્રા.
(ઉત્તર દિશાની-૮) અલંબુસા, મિશ્રકેશી, પુંડરીકિણી, વારૂણી, હાસા, સર્વપ્રભા, શ્રી, હ્રી.
(દક્ષિણ દિશાની-૮). લહમવતી, શેષવતી, ચિત્રગુપ્તા, વસુંધરા, સમાહાર, સુપ્રદત્તા, સુપ્રબુદ્ધા, યશોધરા.

દિશાગ્રહ (૮)
પૂર્વ-રવિ, અગ્નિ-શુક્ર, દક્ષિણ-મંગળ, નૈઋત્ય-રાહુ, પશ્રિમ-શનિ, વાયવ્ય-ચંદ્ર, ઉત્તર-બુધ, ઈશાન–ગુરુ. (જુઓ ગ્રહ).

દિશાના દેવ (૮)
પૂર્વ–ઇન્દ્ર, પશ્ચિમ–વરૂણ, ઉત્તર-કુબેર, દક્ષિણ–યમ, ઈશાન-શિવ, અગ્નિ–અગ્નિ, નૈઋત્ય-નૈઋતિ, વાયવ્ય-વાયુ.

દુર્ગ (૪)
ભૂમિદુર્ગ, જલદુર્ગ, ગિરિદુર્ગ, ગહ્વરદુર્ગ.
(૬) (મનુ પ્રમાણે)
ધર્નુ દુર્ગ, મહીદુર્ગ, જલદુર્ગ, વૃક્ષદુર્ગ, નરદુર્ગ, ગિરિદુર્ગ. (૧૬)
ધન્વ, મટોડી, પાણી, ઝાડ, નૃ, પહાડી, બંધ, ઐરિણી, ખાઈ, પારિધ, સૈન્ય, મરિ, મૃ, માનવ, ધાવ, ગિરિ.

દુર્ગા (૮)
તારા, ઉગ્રા, મહોગ્રા, વજ્રા, કાલી, સરસ્વતી, કામેશ્વરી, ચામુંડા.
(૯)
ઉગ્રચંડા, પ્રચંડા, ચંડોગ્રા, ચંડનાયિકા, સતીચંડા, ચામુંડા, ચંડા, ચંડવતી, ઉગ્રદુર્ગા.
(૯)
મહાલક્ષ્મી, નંદા, ક્ષેમકરી, ક્ષેમદૂતી, મહાચંડી, ભ્રામરી, સર્વમંગલા, રેવતી, હરસિદ્ધા.
(૯)
નીલકંઠી, ક્ષેમકરી, હરસિદ્ધિ, રુદ્રાંશદુર્ગા, વનદુર્ગા, અગ્નિદુર્ગા, જયદુર્ગા, વિધ્યાવાસી દુર્ગા, રિપુકુમારી દુર્ગા. (શૈવપંથ શક્તિદેવી)
(૯)
શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી, સિદ્ધિદાત્રી. (નવરાત્રિમાં ક્રમવાર પૂજાતી દુર્ગા).
(૧૦) વરેણ્યા, વરદા, વરિષ્ઠા, વરવર્ણિની, ગરિષ્ઠા, વરોહા, વરાહા, નીલગંધા, સંધ્યા, ભોગભોક્ષદા. (ભાગવત પ્રમાણે).

દુર્ગુણ (૯)
લોભ, અસત્ય, ચોરી, દુર્જનતા, સ્વધર્મત્યાગ, દરિદ્રતા, કપટ, કલહ, દંભ.

દુહાજાતિ (૨૩)
ભ્રમર, ભ્રામર, સરભ, સેન, મંડૂક, મર્કટ, કરજ, નર, હંસ, મદકલ, પયોધર, બલ, વારણ, ત્રિકલ, કત્સ, મત્સ્ય, શાર્દૂલ, વ્યાધ, વ્યાઘ્ર, બિડાલ, સોનક, મુખક, સર્પ. (વ. વૃં. દી.)

દુઃખત્રય (૩)
આધિ, વ્યાધિ, ઉપાધિ.
(૩) (બૌદ્ધમત).
વ્યાધિ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ.

દુઃખ (૪)
માનસદુ:ખ (કામ, ક્રોધ, લોભ, મોહ, અસૂયા, દ્વેષ) આધ્યાત્મિક દુઃખ (આત્માને થતું), આધિદૈવિક (અનાવૃષ્ટિ, ભૂકંપ), આધિભૌતિક (સર્પ, રાજા).

દૂષણ (૧૮) (જૈનમત).
અજ્ઞાન, નિદ્રા, મિથ્યાત્વ, રાગ, દ્વેષ, અવિરતિ, ભય, શોક, જુગુપ્સા, દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીર્યાંતરાય, કામ, હાસ્ય, રતિ, અરતિ.

દેવ (૪)
(સંસારીના) માતા, પિતા, આચાર્ય, અતિથિ.
(૫)
દ્રવ્યદેવ, નરદેવ, ધર્મદેવ, દેવાધિદેવ, ભાવદેવ.

દેવકન્યા (૯)
કુમારિકા, ત્રિમૂર્તિ, કલ્યાણી, રોહિણી, કાલિકા, ચંડિકા, શાંભવી, દુર્ગા, સુભદ્રા.

દેવગંધર્વ (૧૬)
ભીમસેન, ઉગ્રસેન, સુપર્ણ, વરુણ, ગોપતિ, ધૃતરાષ્ટ્ર, સૂપવર્ચા, સત્યવાક, અર્કપણ, પ્રયુત્ત, ભીમ, ચિત્રરથ, શાલિશિરા, પર્જન્ય, કલિ, નારદ.

દેવતરુ (૫)
ચંદન, અશોક, મંદાર, કલ્પવૃક્ષ, પારિજાત.
(૫)
મંદાર, પારિજાત, સંતાન, કલ્પ, હરિચંદન.

દેવતા (૩૩).
આઠ વસુ, અગિયાર રુદ્ર, બાર આદિત્ય, ઇંદ્ર, પ્રજાપતિ.

દેવતાભેદ (૪)
ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક.

દેવયોનિ (૮)
કિન્નર, ચારણ, યક્ષ, વિદ્યાધર, ગંધર્વ, સિદ્ધ, યોગી, મુનિ.

દેવલોક (૧૬) (જૈનમત)
સૌધર્મ, ઐશાન, સનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મ, બ્રહ્મેતર, લાંતક, કાપિષ્ટ, શુક, મહાશુક્ર, સતાર, સહસાર, આનત, પ્રાણત, આરત, અચ્યુત.

દેવાંગના (૧૬)
શ્રાલસી, તોરણા, મુગ્ધા, માનિની, જલમાલિકા, પદ્મધા, દર્પણા, વિન્યાસા, કેતકીભરણા, માતૃભૂમિ, ચામરા, ગુંઠના, નર્તકી, શુકસારિકા, નૂપુરવાદિકા, મર્દલા, (શિલ્પશાસ્ત્ર).
(૩૨)
મેનકા, ઉર્વશી, મોહિની, રંભા, સુંદરી, હંસાવલી, ચિત્રિણી, ગૌરી, લીલાવતી, શુભાંગિની, કર્પૂરમંજરી, વિધિચિત્તા, પદ્મનેત્રા, ગાંધારી, સર્વકલા, ચિત્રરૂપા, દેવજ્ઞા, પશ્વિની, મરીચિકા, સુગંધા, માનુની, ચંદ્રાવલી, :શત્રુમર્દિની, માનહંસા, ભાવચંદ્રા, ચંદ્રરેખા, સુસ્વભાવા, મૃગાક્ષી, ભુજઘોષા, ચંદ્રવક્રા, જયા, કામરૂપા.

દેવી સ્વરૂપ (૩)
લક્ષ્મીસ્વરૂપ, સરસ્વતી સ્વરૂપ, શક્તિસ્વરૂપ.

દેવોદ્યાન (૪).
વૈભ્રાજ, ચૈત્રરથ, મિશ્રક, સિદ્ધકારણ.

દેહ (૨)
સ્થૂળદેહ, સૂક્ષ્મદેહ.
(૩)
સ્થૂળદેહ, સૂક્ષ્મદેહ, કારણદેહ.
(૮)
સ્થૂલ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ, વિરાટ, હિરણ્ય, અવ્યાકૃત, અંતરિક્ષ.

દૈવી સંપત્તિ (૨૭)
નિર્ભયતા, ચિત્તશુદ્ધિ, જ્ઞાન, એકનિષ્ઠા, દાન, ઇંદ્રિયનિગ્રહ, યજ્ઞ, શાસ્ત્રપઠન, તપ, સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, ચાડી ચૂગલીને અભાવ, તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, અદ્રોહ, ભૂતદયા, વિષયલં પટતાનો :અભાવ, નમ્રતા, લજજા, ચપળતાનો અભાવ, પૂજ્યપણાના અભિમાનનો અભાવ.

દોષ (૩)
શરીરના–ચોરી, વ્યભિચાર, હિંસા,
મનના-તૃષ્ણા, ચિંતા, બુદ્ધિમંદતા.
આયુર્વેદના-વાત, પિત્ત, કફ.
(૬)
વિક્ષેપ, કષાય, રસાત્વાદ, આલસ્ય, પ્રમાદ, દંભ.
(૭)
કામ, મત્સર, માયા, અભિમાન, સ્પૃહા, તૃષ્ણા, લોભ.
(૧૦) (બૌદ્ધમત)
જીવહિંસા, ચોરી, વ્યભિચાર, જૂઠું બોલવું, નિંદા કરવી, અપશબ્દો બોલવા, વ્યર્થ વાતો કરવી, લાલચ, તિરસ્કાર, ભૂલ.
(૧૦)
અવિવેક, યશ, લાભ, ગર્વ, ભય, નિદાન, સંશય, રોષ, અવિનય, અપમાન.

દંડ (૩).
મન, વાણી, કાયા.

દંડાયુધ (૩૬).
વજ્ર, ચક્ર, ધનુષ, અંકુશ, ખડ્ગ, છુરિકા, તોમર, કુંત, ત્રિશૂલ, ભાલો, ભિંદિપાલ, મુસંઢિ, માક્ષિક, મુદ્ગર, અરલ, હલ, પરશુ, પટ્ટિશ શવિષ્ટ, કણય, કંપન, કર્તરી, તલવાર, કુદ્દાલ, દુરસ્ફોટ, ગદા, પ્રલય, કાલ, :તારાચ, પાશ, ફલ, યંત્ર, દ્રસ, દંડ, લગડ, કટારી. (પૃથ્વીચંદ્રચરિત્ર).
(૩૬)
ચક્ર, ધનુ, વજ્ર, ખડ્ગ, ક્ષુરિકા, તોમર, કન્ત, ત્રિશુલ, શક્તિ, પરશુ, મક્ષિકા, ભલ્લિ, ભિંડિપાલ, મુષ્ટિ, લુણ્ઠિ, શંકુ, પાશ, પટ્ટિશ, યષ્ટિ, કણય, કમ્પન, હલ, મુશલ, ગુલિકા, કર્ત્તરી, કરપત્ર, તરવાર, કુદ્દાલ, કુસ્ફોટ, :કોફણિ ડાહ, ડથ્થૂસ, મુદ્ગર, ગદા, ઘન, કરવાલિકા.
(શ્રીદ્વયાશ્રયમહાકાવ્ય.)
(૩૯).
ચક્ર, ધનુષ, વજ્ર, ખડ્ઝ, છરિકા, તોમર, નારાચ, કુંત, શૂલ, શક્તિ, પાસ, મુડુ, ભલ્લ, મક્ષિક, ભિંડિપાલ, મુષંડી, લુંઠિ, દંડ, ગદા, ફાંકુ, પરશુ, પટ્ટિશ, રિષ્ટ, કણય, કણવ, કંપન, હલ, મુશલ, આગલિકા, કત્તરિ, :કરપત્ર, તરવારિ, કોદાલ, અંકુશ, કરવાર, દુસ્ફોટ, ગોફિણી, દાહડ, ડમરુ. (વ.૨.કો.)

દ્રવ્યયજ્ઞ (૧૨).
વાવ, કૂવા, તળાવ, દેવમંદિર, અન્નક્ષેત્ર, આરામસ્થાન, પૂર્ત, શરણાગતરક્ષણ, અહિંસા, તીર્થ, બહારવેદિકા, દાન.

દ્વાર (૯).
મુખ, નાસિકાના બે, કાનના બે, આંખના બે, લિંગ (યોનિ), ગુદા. (શરીરના).
(૨૩). (જૈનમત) શરીર, અવગાહના, સંઘયણ, સંસ્થાન, કષાય, સંજ્ઞા, વેશ્યા, ઇન્દ્રિય, સંઘાત (સમુદ્ઘાત), સંજ્ઞા, વેદ, પર્યાપ્તિ, દૃષ્ટિ, દર્શન, જ્ઞાન, યોગ, ઉપયોગ, કિમાહાર, ઉપપાત, સ્થિતિ (આયુ), સમુદ્ઘાત વડે :ચ્યવન, ગતિ, અગતિ. (૩૬) (જૈનમત)
પ્રજ્ઞાપના, વેદ, રાગ, કલ્પ, નિર્ગ્રંથ, પ્રતિસેવના (વિરાધના), જ્ઞાન, તીર્થ, લિંગ, શરીર, ક્ષેત્ર, કાળ, ગતિ, સંયમ, નિકાસ (સંનિકર્ષ), યોગ, ઉપયોગ, કષાય, વેશ્યા, પરિણામ, બંધ, વેદ (કર્મનું વેદવું –ઉદય), :કર્મોદીરણ (ઉદીરણા), ઉપસંપદને હાર (સ્વીકારને ત્યાગ), સંજ્ઞા, આહાર, ભવ, આકર્ષ, કાળ માન, અંતર, સમુદ્ઘાત, ક્ષેત્ર, સ્પર્શન, ભાવ, પરિમાણ, અલ્પબહુવ,

દ્વારપાલિકા (૮).
જયા, વિજ્યા, અજીતા, અપરાજિતા, વિભક્તા, મંગલા, મોહિની, સ્વંભિની.

દ્વીપ (૭)
જંબુ, કુશ, પ્લક્ષ, શાલ્મલિ, ક્રૌંચ, શાક, પુષ્કર.
(૭)
લવણ, ઈક્ષુ, સુરા, વ્રત, દધિ, ક્ષીર, જળ.
(૯) ઇંદ્રદ્વીપ, કરારમત, તામ્રવર્ણ, ગભસ્તિમત, નાગદ્વીપ, સૌમ્ય, ગાંધર્વ, વારુણ, કુમારક.

[ ધ ]



ધન (૧૮).
અવિ, અજ, ગો, કૃષ્ણસાર, ગમય, સુકુરુ, રૂરૂ, શશ, અશ્વતર, ખર, મહિષ, ઉષ્ટ્ર, અશ્વ, કપિ ચમરી, માર્જા, ગજ, શ્વાન (ઢોરઢાંખર).

ધનુર્વેદ (૫).
યંત્રમુક્ત, પાણિમુક્ત, મુક્તસંધારિત, અમુક્ત, બાહુયુદ્ધ.

ધર્મ (૨).
સામાન્ય, વિશેષ.
(૨)
આત્મા, શરીર.
(૪)
સદાચાર, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય.
(૧૦) ગ્રામધર્મ, નગરધર્મ, રાષ્ટ્રધર્મ, પાખંડધર્મ, કુલધર્મ, ગુણધર્મ, સંઘધર્મ, શ્રુતધર્મ, ચારિત્રધર્મ, આસ્તિકાયધર્મ.
(૧૦)
ક્ષમા, નિર્લોભતા, આર્જવ, મૃદુતા, નિરભિમાન, સત્ય, સંયમ, તપ, ત્યાગ, બ્રહ્મચર્ય.

ધર્મકર્મ (૧૦).
યજ્ઞ, સ્નાન, સંધ્યા, પૂજા, પાઠ, જપ, હોમ, અર્ચન, આતિથ્ય, વિશ્વદેવ.

ધર્મના અંગ (૨)
અપવ્યયતા, અપભાંડતા. (અશોકચરિત).

ધર્મનાં મૂળ (૪).
વેદ, સ્મૃતિ, સદાચાર, ઉત્તમ કામના.

ધર્મની સંસ્કારવિધિ (૬).
હિંદુઓમાં ઉપનયન, મુસલમાનોમાં સુન્નત, ખ્રિસ્તીઓમાં બેપ્ટિઝમ, પારસીઓમાં કસ્તી, શીખેમાં કચ્છ, કડું, કિરપાણ ધારણ કરવા, યહૂદીઓમાં બાર મિત્ઝવાહની, વસ્ત્ર, દોરો (ટેલિમ) આપવાની.

ધર્મપ્રકાર (૭).
ઈષ્ટ, પૂર્ત, સ્વાધ્યાય, જપ, તપ, પૂજા, દાન.

ધર્મમાર્ગ (૮).
યજન, અધ્યયન, દાન, તપ, સત્ય, ધર્ય, ક્ષમા, અલોભ.

ધર્મલક્ષણ (૧૦).
ધીરજ, ક્ષમા, મનોનિગ્રહ, અસ્તેય, પવિત્રતા, ઈન્દ્રિયનિગ્રહા ધી, વિદ્યા, સત્ય, અક્રોધ. (મનુસ્મૃતિ).

ધર્મલાભ (૬).
અર્થ, કામ, શ્રેય, મોક્ષ, ઐશ્વર્ય, શાંતિ.

ધાતા (૧).

ધાતુ (૩).
સુવર્ણ, રજત, ત્રાંબુ.
(૭) (શરીરના ધાતુ)
જઠરરસ, રકત, માંસ, મેદ, મજજા, અસ્થિ, શુક્ર.
(૭)
સોનું, રૂપું, તાંબુ, કલાઈ, સીસું, જસત, લોઢું.
(૮)
સોનું, રૂપું, તાંબુ, કાંસુ, પીત્તળ, સીસું, લોઢું, પારો.
(જુઓ : અષ્ટધાતુ).
(૯)
તાંબુ, કાંસુ, સીસું, લોઢું, પીત્તળ, જસત, રૂપું, કંચન, પારો.

ધાત્રી (૧).

ધાન્ય (૫).
શાલિ, વ્રીહિ, શુક, શિબી, ક્ષુદ્ર.
(૫).
ઘઉં, ચેખા, જવ, તલ, મગ.
(૭)
ઘઉં, ચોખા, જવ, અડદ, તલ, મગ, કાંગ,
(૧૮) જવ, ઘઉં, તલ, કળથી, માષ, મગ, મસૂર, તુવેર, લક, વાતાંક, યાવનાલ, શાલી, અળસી, પ્રિયંગુ, કોદરી, શ્યામાક, નીવાર, ચણા.

ધામ (૪).
જગન્નાથપુરી, રામેશ્વર, દ્વારકા, બદ્રીકેદાર.
(૫)
દ્વારકા, મધુવન, પુલહાશ્રમ, મથુરા, શ્રીરંગ.

ધૂપ (૫).
પંચાંગ, અષ્ટાંગ, દશાંગ, દ્વાદશાંગ, ષોડશાંગ.
(૬)
મધ, ખાંડ, ગૂગળ, અગરુ, કાષ્ટ, શ્વેતચંદન.
(૮).
ગૂગળ, લીમડાનાં પાન, ઘોડાવજ, ઉપલેટ, હરડે, જવ, તલ, ઘી,
(૧૦).
કપૂર, કુષ્ટ, અગર, ગૂગળ, ચંદન, કેસર, સુગંધી વાળો, તેજ પત્તા, ખસ, જાયફળ.
(૧૨). ગૂગળ, ચંદન, તેજપત્ર, કુટ, અગર, કેસર, કપૂર, જાયફળ, જટામાંસી, નાગરમોથ, તજ, વાળો,

ધ્યાન (૪).
પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત.
(૪). (જૈનમત).
આર્ત ધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન, શુકલધ્યાન.

ધૃતમાતૃકા (૭).
શ્રી, લક્ષમી, ધૃતિ, મેઘા, શ્રદ્ધા, વિદ્યા, સરસ્વતી. (૭) બ્રાહ્મી, માહેશ્વરી, કૌમારી, વૈષ્ણવી, વારાહી, ઈંદ્રાણી, ચામુંડા.

ધ્રુવ (૨).
ઉત્તરધ્રુવ, દક્ષિણધ્રુવ.

ધ્રુવતાલ (૧૬).
જયંત, શેખર, ઉત્સાહ, કંદર્પ, જયમંગલ, મધુર, નિમલ, કુંતલ, કમલા, ચારી, નંદન, ચંદ્રશેખર, કામદ, વિજય, તિલક, લલિત.

[ ન ]



નક્ષત્રગણ (૩).
દેવગણ : અશ્વિની, રેવતી, પુષ્પ, સ્વાતિ, હસ્તી, પુનર્વસુ, અનુરાધા, મૃગશીર્ષ, શ્રવણ.
મનુષ્યગણ : પૂર્વાફાલ્ગુની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદ, ઉત્તર ફાલ્ગુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદ, ભરણી, આદ્રા, રોહિણી રાક્ષસગણ : ચિત્રા, મઘા, વિશાખા, જયેષ્ઠા, શતભિષા, મૂલ, ધનિષ્ઠા, આશ્લેષા, કૃત્તિકા.

નક્ષત્ર (૨૭).
અશ્વિની, ભરણી, કૃત્તિકા, રોહિણી, મૃગશીર્ષ, આદ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જયેષ્ઠા, મૂળ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, પૂર્વભાદ્રપદા, ઉત્તરભાદ્રપદા, રેવતી.

નદી (૫)
શતદ્રુ, વિપાસા, ઈરાવતી, ચંદ્રભાગા, વિતસ્તા.
(૧૪)
ગંગા, સિંધુ, રોહિતા, રોહિતસા, હરિકાન્તા, હરિસલિલા, સીતા, સીતોદા, નરકાન્તા, નારીકાન્તા, સુવર્ણકલા, રૂપ્યકૂલા, રક્તા, રક્તવતી.
(૧૫).
ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, સરયૂ, મહેન્દ્રતનયા, ચર્મણ્યવતી, વેદિકા, ક્ષિપ્રા,
વેત્રવતી, મહા, ગંડકી, પૂર્ણા (તથા જુઓ : સ્રોતસ્વિની)

નપુંસક (૫) આસકેય, સુગંધી, કુલિંક, ઈર્ષ્યક, ષંઢ.
(૭) એકાંગષંઢ, મર્મચ્છેદજ, ઈર્ષક, અષક્ય, કુંબીક, સુગંધી, મહાષંઢ.

નભ (૦).

નમસ્કાર (૫). (જૈનમત).
અર્હંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ.

નમાજ (૫).
ફજૂર, જુહૂર, અસુર, મઘરબ, ઈશા.

નયન (૨).
નરક
(૭)
ક્ષારકર્મ, રક્ષોગણભોજન, શૂલપ્રોક્ત, દંદશૂકા, અવટાનિરોધ, પર્યાવતન, સુચિમુખ. (ભાગવત).
(૭)
ધર્મા, વંશા, શિલા, અંજતા, રિષ્ટા, માધવ્યા, માધવી.
(તત્ત્વાર્થસૂત્ર).
(૧૦).
અર્બુદ, નિરખુંદ, અબબ, અહહ, અટટ, કુમુદ, સૌગધિક, ઉપલક, પુંડરીક, પદ્મ. (બૌદ્ધમત).
(૨૧) તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, રૌરવ, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અસિપત્રવન, શુકરમુખ, અંધકૂપ, કૃમિભોજન, સપ્ત, સપ્તસૂર્મિ, વર્જ્ર કંટક, વૈતરણી, પૂર્યોદ, પ્રાણરોધ, વિશંસન, સારમેયાદન, અવીચિ, અયઃ પાન, :લાલભક્ષ, (ભાગવત પ્રમાણે).
(૨૧)
તામિસ્ર, અંધતામિસ, રૌરવ, મહારૌરવ, નરક, મહાનરક, કાલસૂત્ર, સંજીવન, મહાવીચિ, તપન, પ્રતાપન, સંદ્રાત, કાલેલ, કુર્મલ, પ્રતિમૂર્તિક, લોહશંકુ, ઋજીવ, શાર્મલી, વૈતરણી, અસિપત્રવન, લોહદારક. (મનુસ્મૃતિ).
(૨૮)
તામસ, અધઃપાત, ક્ષુર, સાંડસ, મહારૌરવ, કુંભિપાક, કાળસૂત્ર, પર્યોદક, સપ્તવન, કર્દમ, અક્ષેપ, નિરોધ, વિષ, ખળાળા, શરભ, સુમુખ, રાક્ષસ, શૂળ, પ્રેત, ઔટ, ગૃધ્ર, શૂકર, શ્વાન, કાકમુખ, વિદારણ, નિરોધન, :ભક્ષણ, કષ્ટ. (કથાકલ્પતરૂ).

નરનારાયણ (૨).
અર્જુન, કૃષ્ણ.

નવકન્યા (૯).
નટી, કાપાલિકી, વેશ્યા, ધોબણ, વાળંદિયાણી, બ્રાહ્મણી, શૂદ્રા, ગોવાલણ, માલણ. (તંત્ર).

નવચંદરી ભેંસ (૯).
ચાર પગનાં કાંડા સફેદ, પૂંછડીનો છેડો સફેદ, એક આંચળ સફેદ, કપાળે સફેદ ટીલું, મુખ સફેદ, એક આંખ ધોળી.

નવતારા (૯) જમ, સંપત્, દ્વીપ, ક્ષેમ, પ્રત્યત્કારા, સાધન, નૈધન, મિત્ર, પરમમિત્ર.
(૧૧) શાંતા, મનોહરા, કૂરા, અશુભમૃત્યુકારી, વિજ્યા, કલિ કોદભવાહી, અશુભ હાનિકારક, પદ્મિણી, રાક્ષસીહી–અશુભ નિર્ધન, વીરા, આનંદી.
નવનંદ (૯).
ધરાનંદ, ધ્રુવનંદ, ઉપનંદ, અભિનંદ, શ્રમિનંદ, સુનંદ, સુબુંદનંદ, ધરમાનંદ, નંદ,
(૯)
ધરાનંદ, ધ્રુવનંદ, ઉપનંદ, અભિનંદ, શ્રમિનંદ, સુનંદ, કરમાનંદ, ધરમાનંદ, અદ્વૈતાનંદ.

નાગ (૯).
પુંડરીક, કુમુદાંજન, વામન, પુષ્પદંત, સાર્વભૌમ, સુપ્રતીક, દિગબાંજન, વિષધામ, વાસુકિ.
(૯)
શેષ, વાસુકિ, તક્ષક, શંખપાલ, પુલિકુ, કકોર્ટક, પદ્મકુ, અનંત, કાલીય.
(૯)
ઐરાવત, વાસુકિ, પોળિક, દર્વેભુ, દ્ધિગજ, તક્ષક, યમદેજજ્ઞાતીક્ષી, પુષ્કર, શંખ.
(૯)
અનંત, વાસિક, તક્ષક, કકેટ, પદ્મ, મહાપદ્મ, શંખ, પુંડરીક, શેષ,
(૧૨).
વાસુકિ, સંકીર્ણ, તક્ષક, રંભક, એલાપત્ર, શંખપાલ, ધનંજય, ઐરાવત, ધનંજય, મહાપદ્મ, કર્કોટક, કાદ્રવેય, કુંબલાબ્વતર.
(૧૨). કાલિનાગ, વાસુકિ, તક્ષક, કચ્છનીર, એલાપત્ર, શંખપાલ, ધનંજય, ઐરાવત, મહાશંખ, કર્કોટિક, અશ્વતર, મહોરગ.
(૧૨). તક્ષક, કંબલ, હિમમાલી, મહેંદ્ર, વજ્રદંશ, દિશાલિ, વિષ
પ્રદ, સુબોધ, કર્કોટક, વાસુકિ, પૃથુ, બાનક.

નાગનાયક (૮).
અનંત, વાસુકિ, પદ્મ, મહાપદ્મ, તક્ષક, કર્કોટક, કુલિક, શંખ. નાટ્યગૃહ (૩).
વિકૃષ્ટ, ચતુરસ્ર, ત્ર્યસ્ર.

નાટ્યચક (૧૩) (ભાસ રચિત નાટકો).
સ્વપ્નવાસવદત્તા, પ્રતિજ્ઞાયૌગંધરાયણ, પંચરાત્ર, અવિમારક, બાલચરિત, દૂતવાક્ય, દૂતઘટોત્કચ, કર્ણભાર, ઊરુભંગ, અભિષેક, ચારુદત્ત, પ્રતિમા, મધ્યમવ્યાયાગ.

નાટ્ય–ભેદ (૨) શ્રાવ્ય, અભિનેય.
(૧૦) નાટક, પ્રકરણ, ભાણ, પ્રહસન, ડિમ, વ્યાયોમ, સમવકાર, વીથિ, અંક, ઈહામૃગ
(૧૮). નાટિકા, ત્રોટક, ગોષ્ઠિ, સદક, નાટયરાસક, પ્રસ્થાન, ઉલ્લાપક, કાવ્ય, પ્રેક્ષણ, રાસક, સંલાપક, શ્રીગદિત, શિપક, વિલાસિકા, દુર્મલ્લિકા, પ્રકરણિકા, હલ્લીશા, ભાણિકા.

નાટ્ય-લક્ષણ (૩૬).
ભૂષણ, અક્ષરસંહિતા, શોભા, ઉદાહરણ, હેતુ, સંશય, દૃષ્ટાંત, તુલ્યતર્ક, પદોચ્ચ, નિદર્શન, અભિપ્રાય, પ્રાપ્તિ, વિચાર, દિષ્ટ, ઉપદિષ્ટ, ગુણાતિપાત, ગુણાતિશય, વિશેષણ, નિરુક્તિ, સિદ્ધિ, ભ્રંશ, વિપર્યય, દાક્ષિણ્ય, :અનુનય, માલા, અર્થાપત્તિ, ર્ગહણ, પૃચ્છા, પ્રસિદ્ધિ, સારૂપ્ય, સંક્ષેપ, ગુણકીર્તન, લેશ, મનોરથ, અનુરક્તસિદ્ધિ, પ્રિયેાક્ત.

નાટ્યસૂત્ર (૮).
મથન, સંધાન, તાલ, નર્તન, વાદન, ગાયન, ભાવ, રંજન.

નાડી (૩).
ઈડા, પિંગલા, સુષુમ્ણા.
(૯)
ઈંડા, પિંગલા, સુષુમ્ણા, ગાંધારી, હસ્તિજીહ્નિકા, શખિની, ૫ુંસા, કુંડલિની, અલંબુશા.
(૧૦)
પિંગલા (જમણી બાજુ), ઇંડા (ડાબી બાજુ), સુષમ્ણા (મધ્યમાં), હસ્તિજીવ્હા (જમણી આંખમાં), ગાંધારી (ડાબી આંખમાં), પૂષા (જમણા-કાનમાં), યશસ્વિની (ડાબા કાનમાં), કુહુ (લિંગમાં), શંખિની (ગુદામાં), અલ્ખુષા :(મૂળમાં).
(૧૪).
ઈડા, પિંગલા, સુષુમ્ણા, કુહુ, સરસ્વતી ગાંધારી હસ્તિજિહ્વા, વારણા, યશસ્વિની, વિશ્વોદરા, શંખિની, પૂષા, પયસ્વિની, અલંબુષા.

નાથ (૫).
બદરીનાથ, દ્વારકાનાથ, જગન્નાથ, રંગનાથ, શ્રીનાથ.
(૯)
આદિનાથ, સત્યનાથ, સંતેષનાથ, કથનનાથ, અચંબનાથ, મચ્છિન્દ્રનાથ, ચૌરંગીનાથ, ઉદનાથ, ગોરખનાથ.

નાથપંથ (૧૮).
સંતનાથ, સાતનાથ, ગુગળીમ, ધર્મનાથ, હાજી, મિસ્કીન, કાડર, નાથ અથવા સ્વજન, રામનાથી, એકનાથી, જારોવૈરાગી, ગમપંથી, ચાળિકા, ગંગનાથ, હેહેતમાર્ગ, ધનંજય, ગજકડી, નાગાર્જુન.

નાદ (૫).
શૃંગ, ખંજરી, શંખ, ભેરી, જયઘંટા.
(૮)
ઘંટનાદ, શંખનાદ, તંત્રનાદ, વેણુનાદ, ભેરીનાદ, મૃદંગનાદ, મેઘનાદ.
(૧૦).
ચિનચિનીનાદ, શિંગનાદ, તંતીનાદ, તાળનાદ, સુસ્વરનાદ, ગર્જનાનાદ, શંખનાદ, ઘોષનાદ, ભેરીનાદ, મેઘનાદ.

નાયક (૨).
ચતુર, અનભિજ્ઞ.
(૩).
પતિ, ઉપપતિ, વૈશિક.
(૩)
રસ, વૃષભ, અશ્વ.
(૪).
ધીરોદાત્ત, ધીરલલિત, ધીરદ્ધત, ધીરપ્રશાંત.
અનુકૂલ, દક્ષિણ, શઠ, ધૃષ્ટ

નાયકગુણ (૩૨).
કુલીન, શીલવાન, વયસ્થ, શૂરવાન, સંતવ્યય, પ્રીતિવાન, સુરાગ, સાવયવવાન, પ્રિયંવદ, કીર્તિવાન, ત્યાગી, વિવેકી, શૃંગારવાન, અભિમાની, શ્લાધ્યવાન, સમુજ્જવલવેષઃ, સકલ , કલાકુશલ, સત્યવત, પ્રિય, અવદાન, :સુજન, સુગંધ, સુવૃત્ત મંત્ર, કલેશસહ, પ્રદેગ્નપથ્ય, પંડિત, ઉત્તમ સત્ય, ધર્મિષ્ઠ મહોત્સાહી, ગુણગ્રાહી, સુપાત્રગ્રાહી, ક્ષમી, પરિભાવક (વoરoકોo)

નાયિકા. (૩)
સ્વકીયા, પરકીયા, પણ્યાંગના. (વoરoકોo)
(૩)
સ્વકીયા, પરકીયા, સામાન્યા.
(૩)
મુગ્ધા, મધ્યા, પ્રૌઢા.
(૩).
ધીરા, અધીરા, ધીરાધીરા.
(૩)
હરિણી, અશ્વિની, કરિણી.
(૪)
અનુકૂલા, દક્ષિણા, શઠા, દુષ્ટા.
(૪)
ઉન્નતયૌવના, ઉન્નતમદના, પ્રગ૯ભવચના, સુરતિવિચિત્રા.
(૬)
ગુપ્તા, વિદગ્ધા, લક્ષિતા, કુલટા, મુદિતા, અનુશયના.
(૬)
ગમિષ્યતાતિકા, ગચ્છતાતિકા, આંગમિષ્યત્પતિકા, આગચ્છત્પતિકા, આગતપતિકા, સંયોગગર્વિતા.
(૮)
વાસકસજ્જા, વિરહોત્કંઠિતા, ખંડિતા, વિપ્રલબ્ધા, ષોષિતભર્તૃકા, કલહાંતરિતા, અભિસારિકા, સ્વાધીનપતિકા.
(૮)
વાસકસજ્જા, ખંડિતા, ઉત્કંઠિતા, કલહાંતરિતા, વિપ્રલખ્યા, પ્રોષિતભર્તૃકા, અભિસારિકા, રવાધીનપતિકા.

નાયિકાગુણ (૩૨)
સરૂપા, સુભગા, સુવેષા, સુરતપ્રવીણા, સુનેત્રા, સુખાશ્રયા, વિભોગિની, વિચક્ષણ, પ્રિયભાષિણી, પ્રસન્નમુખી, પીનસ્તની, ચારુલોચના, રસિકા, લજજાન્વિતા, લક્ષણયુતા, પઠિતજ્ઞા, ગીતજ્ઞા, વાદ્યજ્ઞા, નૃત્યજ્ઞા, સુપ્રમાણ :શરીરા, સુગંધપ્રિયા, નાતિમાનિની, ચતુરા, મધુરા, સ્નેહમતી, વિષમતી, ગૂઢમંત્રા, સત્યવતી, કલાવતી, શીલવતી, પ્રજ્ઞાવતી, ગુણાન્વિતા. (વ.૨.કો.)
(૩૨)
કુલીન, સુરુપા, સુભગા, સમર્થા, સુષા, સુવિનીતા, સુરતપ્રવીણા, ચારૂનેત્રા, સુખપ્રિયા, વિભોગિની, વિચક્ષણતા, પ્રિયભાષિણી, પ્રસન્નમુખી, પીનસ્તની, રસિકા, લજ્જાન્વિતા, લક્ષણયુક્તા, પઠિતજ્ઞા, ગીતજ્ઞા, વાઘજ્ઞા, :નૃત્યજ્ઞા, સુકુમારશરીરા, સુગંધપ્રિયા નાતિમાનિની, મધુરવાક્યા, નેહવતી, આચારવતી, રૂપવતી, સંભોગવતી, ગુણવતી, સુશીલા, ધર્મજ્ઞા.

નાસ્તિકદર્શન (૩)
ચાર્વાકદર્શન, બૌદ્ધદર્શન, જૈનદર્શન. (જુઓ ઃ દર્શન).

નિગ્રહસ્થાન (૨૨)
પ્રતિજ્ઞાાનિ, પ્રતિજ્ઞાન્તર, પ્રતિજ્ઞાવિરોધ, પ્રતિજ્ઞાન્યાસ, હેત્વન્તર, અર્થાન્તર, નિરર્થક, અવિજ્ઞાતાથ, અપાર્થક, અપ્રાપ્ત કાલ, ન્યૂન, અધિક, પુનરુક્ત, અનનુભાષણ, અજ્ઞાન, અપ્રતિમા, વિક્ષેપ, મતાનુજ્ઞા, :પર્યનુયોજ્યોપેક્ષણ, નિરનુયોજ્યોનુયોગ, અપસિદ્ધાંત, હેત્વાભાસ.

નિત્યકર્મ (૧૨)
પ્રાતઃસ્મરણ, શૌચવિધિ, સ્નાન, અધમર્ષણ, સંધ્યા, જપ, તર્પણ, અગ્નિહોત્ર, અર્ચન, મન, ધ્યાન, ભોજન.

નિદાન (૮)
નાડીપરીક્ષા, મૂત્રપરીક્ષા, મલપરીક્ષા, જિલ્લાપરીક્ષા, સ્પર્શ પરીક્ષા, દર્શનપરીક્ષા, નેત્રપરીક્ષા, આકૃતિપરીક્ષા.

નિદ્રા (૫) (જૈનમત).
નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા, ઘિણાદ્ધિનિદ્રા.

નિધિ (૯)
પદ્મ, મહાપદ્મ, શંખ, મકર, કચ્છ૫, મુકુંદ, કુંદ, નીલ, ખર્વ.
(૯) (જૈનમત).
નૈસર્પ, પાડુક, પિંગલ, સર્વરતન, મહાપદ્મ, કાલ, મહાકાલ, માણુવક, શંખ.

નિમિત્ત (૮)
ભૌમ, ઉત્પાત, સ્વપ્ન, અંતરિક્ષ, સંગ, સ્વર, લક્ષણ, વ્યંજન.
(૮)
અંગવિદ્યા, સ્વરવિદ્યા, સ્વપ્નવિદ્યા, ભૌમવિદ્યા, વ્યંજનવિદ્યા, લક્ષણવિદ્યા, ઉત્પાતવિદ્યા, અંતરિક્ષવિદ્યા.

નિયમ (૫)
શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વરપ્રણિધાન. (યોગસૂત્ર). (૧૦)
તપ, સંતોષ, આસ્તિય, દાન, ઈશ્વરપૂજન, શાસ્ત્રશ્રવણ, મતિ, લજજા, જપ, હોમ. (યોગકૌસ્તુભ).
(૧૦)
દાન, યજ્ઞ, તપ, ધ્યાન, સ્વાધ્યાય, બ્રહ્મચર્ય, વ્રત, ઉપવાસ, મૌન, સ્નાન.
(૧૦) ત૫, સંતોષ, આસ્તિકય, દાન, ઈશ્વરપૂજન, સિદ્ધાંત-વાક્યનું શ્રવણ, મતિ, લજ્જા, જપ, હોમ. (યોગકૌસ્તુભ).
(૧૧). (સ્વામિનારાયણના)
હિંસાનો ત્યાગ, પરસ્ત્રીનો ત્યાગ, માંસભક્ષણનો ત્યાગ, મદ્યપાનનો ત્યાગ, વિધવા સ્પર્શનો ત્યાગ, આત્મઘાતનો ત્યાગ, મિથ્યા અપવાદનો ત્યાગ, દેવનિંદાનો ત્યાગ, ન ખપતું ખાવું નહિ, વિમુખના મુખની કથા સાંભળવી નહિ.
(૧૨).
અહિંસા, અસ્તેય, સત્ય, અસંગ, લજજા, અપરિગ્રહ, આસ્તિક પણુ, બ્રહ્મચર્ય, મૌન, સ્થિરતા, ક્ષમા, અભય.
(૧૨). અંતરનું શૌચ, બહારનું શૌચ, જપ, તપ, હોમ, ધર્મમાં આદર, અતિથિ સત્કાર, પરમાત્માનું પૂજન, તીર્થાટન, પારકાના શુભ માટે ઉદ્યોગ, સંતોષ, આચાર્યસેવા. (ભાગવત પ્રમાણે)
(૧૩). (જૈનમત).
પ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તાદાનવિરમણ, મૈથુનવિરમણ, પરિગ્રહવિરમણ, દિગ્વ્રત, ભોગપભોગનિયમ, અનર્થદંડનિષેધ, સામાયિક શિક્ષાવ્રત, દેશાવગાશિક, શિક્ષાવ્રત, પૌષધ, અતિથિસંવિભાગ.

નિરીક્ષણ (૨).
અવલોકન, પ્રયોગ.

નિર્ગુણભક્તિ (૨)
સંતમત, સૂફીમત.

નિગ્રંથ (૫)
પુલાક, બકુશ, કષાયકુશીલ, નિગ્રંથ, સ્નાતક.

નિશાપતિ (૧)

નૈવેદ (૫)
ઘી, સાકર, શ્વેતાન્ન, દહીં, ફળ.

ન્યાય (૨)
ઉત્સર્ગ, અપવાદ.
(૧૯)
અરણ્યરુદન, અરુંધતીદર્શન, અર્કમધુ, કદંબગોલક, કરકંકણ, કાકતાલીય, કૂપમંડૂક, કૂપયંત્રઘટિકા, ગતાનુગતિક, પિષ્ટપેષણ, રજજુસર્પ, લોહચુંબક, વહ્નિધૂમ, સમુદ્રવૃષ્ટિ, સિંહાવલોકન, અહિકુંડલ, અહિનકુલ, અધગોલાંલૂલ, :અંધપરંપરા.
(૧૧૪)
અજાકૃપાણીય, અજાતપુત્રનામોત્કીર્તન, અધ્યારોપ, અપરાહ્ણ છાયા, અપવાદ, અપસારિતાગ્નિભૂતલ, અરણ્યરૂદન, અરુંધતીદર્શન, અર્કમધુ, અર્ધજરતીય, અશોકવનિકા, અશ્મલોષ્ટ, સસ્નેહદીપ, અહિકુંડલ, અહિનકુલ, :અંધકૃપપતન, અંધગજ, અધગોલાંગૂલ, અંધચટક, અંધપરંપરા, અધપંગુ, આકાશાપિિરચ્છિન્નત્વ, આભાણક, આમ્રવન, ઉત્પાટિતદંતનાગ, ઉદકનિમજ્જન, ઉભયતઃપાશરજ્જુ, ઉષ્ટ્રકંટકભક્ષણ, ઊષરવૃષ્ટિ, કદલીફૂલ, :કદંબગોલક, કરકંકણ, કંઠચાપીકર, કાકતાલીય, કાકદધ્યુપદ્યાતક, કાકદંતગવેષણા, કાકાક્ષિગોલક, કારણગુણપ્રક્રમ, કુશકાશાવલંબન, કૂપખાનક, કૂપમંડૂક, ફપયંત્રઘટિકા, કૂર્માંગ, કૈમુતિક, કૌંડિન્ય, ગજભુક્તકપિત્થ, :ગડુલિકાપ્રવાહ, ગણપતિ, ગતાનુગતિક, ગુડજિહ્નિકા, ગોબલીવર્દ્ધ, ઘટપ્રદીપ, ઘટ્ટકુટીપ્રભાત, ધુણાક્ષર, ચંપકપટવાસ, જલતરંગ, જલાનયન, તિલતંડુલ, તૃણજલૌકા, દશમ દંડચક્ર, દંડાયુપ, દેહલીદીપક, નષ્ટાશ્વદગ્ધરથ, :નારિકેલફલાંબુ, નિમ્નગાપ્રવાહ, નૃપનાપિતપુત્ર, પંકપ્રક્ષાલન, પંજરચાલન, પાષાણેષ્ટક, પિષ્ટપેષણ, પ્રદીપ, પ્રાપણક, પ્રાસાદવાસી, ફલવત્સહકાર, બૃહવૃકાકૃષ્ટ, બિલગતિગોધા, બીજાંકુર, બ્રાહ્મણગ્રામ, બ્રાહ્મણશ્રમણ, :મજજનોન્મજજન, મંડૂકતોલન, ૨જજુસર્પ, રાજપુત્રવ્યાધ, રાજપુરપ્રવેશ, રાત્રિદિવસ, લૂતાતંતુ, લોહચુંબક, લેાષ્ટ્રગુડ, વરગોષ્ઠી, વહ્નિધૂમ્ર, વિલ્વખલ્વાટ, વિષકૃમિ, વિષવૃક્ષ, વીચિતરંગ, વૃક્ષપ્રકંપન, વૃદ્ધ-કુમારિકા, :શતપત્રભેદ, શાખાચંદ્ર, શ્યામરક્ત, શ્યાલકસુનક, સમૃદ્રવૃષ્ટિ, સર્વાપેક્ષા, સંદંશપતિત, સિંહાવલોકન, સુંદપસુંદ, સૂચીકટાહ, સોપાનારોહણ, સોપાનાવરોહણ, સ્થવિરલગુડ, સ્થૂણાનિખનન, સ્થૂલારૂંધતી, સ્વામિભૃત્ય.

નૃત્ય (૨)
લાસ્ય (મધુર), તાંડવ (ઉદ્ધત).

નૃપગુણ (૬)
સંધાનાસન, યાત્રાસંધાન, વિગ્રહિઆસાન, દ્વૈધીભાવાસન, સંધિકરાસન, અન્યાશ્રયાસન.


[ પ ]



પક્ષ (૨).
શુકલપક્ષ, કૃષ્ણપક્ષ (જુઓ : માસના પક્ષ).

પદ (૩).
તત્પદ, ત્વંપદ, અસિપદ,

પદ (૪).
જાતિવાચક, ગુણવાચક, ક્રિયાવાચક, સંજ્ઞાવાચક.

પદદોષ (૧૬).
શ્રુતિકટુ, સંસ્કાર, હુત, અપ્રયુક્ત, અસમર્થક, નિહિતાર્થ નિરર્થક, અશ્લીલ, અનુચિતાર્થ, અવાચક, ગ્રામ્ય, અપ્રતીત, સંદિગ્ધ, નેયાર્થ, કિલષ્ટ, અવિસૃષ્ટ–વિધેયાંશ, વિરુદ્ધમતિકૃત.

પદાર્થ (૩).
જીવ, ધાતુ, મૂલ, (વસ્તુરત્નકોશ).
(૫). (જૈનમત).
આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ.
જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય.
(૬)
દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય.
(૭)
દ્રવ્ય, ગુણ, સામાન્ય, વિશેષ, સમવાય, અભાવ, કર્મ.
(૭).
જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મેાક્ષ. (જૈનમત).
(૧૬).
પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયેાજન, દૃષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ, નિગ્રહસ્થાન.
પદાર્થ વિદ્યા (૭).
શિલ્પ, જલ, વાત, દર્શન, નાદ, વિદ્યુલ્લતા, ચુંબકત્વ.
પરકીયા (૧૪).
ઉદ્બુદ્ધા, ઉદ્ભાષિતા, ગુપ્તા, વિદગ્ધા, લક્ષિતા, કુલટા, અનુશયાના, મુદિતા, દૃષ્ટિજ્યેષ્ઠા, અસાધ્યા, સાન્ધ્યા, કામવતી, અનુરાગિણી, પ્રેમઅશક્તા.

પરબ્રહ્મ (૧).

પરબ્રહ્મ સ્વરૂપ (૩).
સત્, ચિત્, આનંદ.
(૩)
સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી.

પરમાધાર્મિક (૧૫).
અમ્બ, અંબરીષ, શ્યામલ, સબલ, રૌદ્ર, મહારૌદ્ર, કાલ, મહાકાલ, અસિપત્ર, ધનુષ, કુંભ, વાલુક, વૈતરણી, ખરસ્વર, મહાઘોષ.

પરમેષ્ઠી (૫) (જૈનમત).
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ.

પરમાત્મસ્વરૂપ (૪)
સત્ય, જ્ઞાન, આનંદ, શક્તિ.

પરાર્થાનુમાન (૫).
પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનયન, નિગમન.

પરિગ્રહ (૩). (જૈનમત). દ્રવ્યપરિગ્રહ, ભાવપરિગ્રહ, દ્રવ્યભાવપરિગ્રહ (૯). ક્ષેત્ર, વાસ્તુ, હિરણ્યક્ષ, સુવર્ણ, ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ, કુષ્ય.

પરિચય (૫). (પંચવિધિપરિચય)
પ્રસિદ્ધસ્થાપન, દર્શન, સંભાષણ, માધુર્ય, આતિથ્યકરણ, વાંછિતોપચાર પ્રયોજન.

પરિચ્છેદ (ભાગ). (૫)
અલક્ષિત, લક્ષિત, માનસિક, વાચિક, કાર્મિક, (વ. ૨. કો.)
(૧૦)
કાવ્યમાં સર્ગ, કોષમાં વર્ગ, અલંકારમાં પરિચ્છેદ, કથામાં ઉદ્ઘાત, પુરાણમાં અધ્યાય, નાટકમાં અંક, તંત્રમાં પટલ, બ્રાહ્મણમાં કાંડ, સંગીતમાં પ્રકરણ, ભાષ્યમાં અધ્યાય-પાદ.

પરિતાપ (૩)
ભૌતિક, માનસિક, દૈવી.
(૫)
કુગ્રામવાસ, કુલહીનસેવા, કુટુંબકલેશ, કુમિત્ર, કુભાર્યા.

પરિમાણ (૩).
લંબાઈ, પહોળાઈ, જાડાઈ.

પરીષહ (૨૨). (જૈનમત),
ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, અચેલ, અરતિ, સ્ત્રી ચર્યા, નૈષેધકી, શય્યા, આક્રોશ, વધ, યાવન, અલાભ, રોગ, તૃણસ્પર્શ, જલ, સત્કાર પુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન, દર્શન.

પરીક્ષા (૮)
નાડીપરીક્ષા, મળપરીક્ષા, મૂત્રપરીક્ષા, નેત્રપરીક્ષા, જિહ્વા-પરીક્ષા, સ્પર્શપરીક્ષા, રૂપપરીક્ષા, શબ્દપરીક્ષા. (વૈદક).

પરોક્ષ પ્રમાણ (૫)
સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા, તર્ક, અનુમાન, આગમ.

પર્વત (૭)
સુમેરૂ, હિમાચલ, ઇંદ્રકિલ, કૈલાસ, ઉદયગિરિ, અસ્તગિરિ, મંદરાચલ.
(૭). (જૈનમત).
ચુલ્લહિમવાન, મહાહિમવાન, નિષધ, નીલવાન, રુકમી, શિખરી, મંદર.
(૭)
મહેન્દ્ર, મલય, સહ્ય, શક્તિમાન, વિંધ્ય, ગંધમાદન. પરિયાત્ર.
(૮)
સુમેરુ, ઉદયાચલ, અસ્તાચલ, સુવેલશૃંગાર, મહાનીલાદ્રિ, ગંધમાદન, વિંધ્યાચલ, હિમાલય.
(૮)
હિમાલય, પરિયાત્ર, ઋષ્યવાન, વિંધ્યાચલ, સહ્યાદ્રિ, મલય, મહેન્દ્રાચલ, શક્તિમાન.
(૮)
નીલ, નિષધ, વિંધ્ય, મલય, માલ્યવાન, ગંધમાદન, હેમકૂટ, હિમાલય.
(૧૮)
હેમકૂટ, પારિયાત્ર, હિમાલય, ગંધમાદન, ચિત્રકૂટ, ઉદય, માલ્યવાન, નિષધ, લોકાલોક, વિંધ્ય, સપ્તપુટ, રેવતક, સહ્ય, અસ્ત, શ્રીવિવર્ત, નીલ, મલય, ત્રિકટ.

પલ્લવ (૫)
આંબો, ઊમરો, વડ, પીપળો, પ્લક્ષ.
(૫)
આંબો, જાંબુ, કોઠું, બીલી, બીજોરી.
(૫)
ફણસ, આંબો, પીપળો, વડ, બોરસલ્લી.
(૫)
ખાખરો, ઊમરો, પીપળો, અઘોડો, વડ.
(૫)
વડ, પીપળો, બીલી, ઊમરો, અશોક.

પલ્લવિત વૃક્ષ (૧૦).
સુંદરીના સ્પર્શથી પ્રિયંગુલતા, પાનની પિચકારીથી મૌલસરી, પગના આઘાતથી અશોક, દૃષ્ટિપાતથી તિલક, આલિંગનથી કૃષક, મૃદુ વર્તાવથી મંદર, હાસ્યથી પટુ, ફૂંકથી ચંપો, ગાનથી આંબો, નૃત્યથી કચનાર. (કવિની :કલ્પના).

પલ્લવી (૮)
અંગપલ્લવી, કરપલ્લવી, નેત્રપલ્લવી, શબ્દપલ્લવી વાજિંત્ર-પલ્લવી, ચાતુર્યપલ્લવી, ભાષાપલ્લવી.

પવિત્ર (૩)
યજ્ઞ, દાન, તપ. (જુઓ: પાવન કર્મો).

પવિત્રક્ષેત્ર (૭).
પુષ્કર, કુરુક્ષેત્ર, ધર્મારણ્ય, પ્રભાસ, પ્રયાગ, નૈમિષારણ્ય, અર્બુદારણ્ય. (જુઓ: તીર્થ).

પવિત્ર નદી (૯).
ગંગા, જમના, સિંધુ, સરસ્વતી, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયૂ, ક્ષિપ્રા.

પવિત્ર વનસ્પતિ (૩).
તુલસી, દર્ભ, દૂર્વા.
(૩)
તુલસી, બીલી, ધાત્રી.

પાખંડ (૩૬)
વાસુદેવ, દિડીગાણ, ગૌંધળ, ડફગાવું, બહિરા, જોગી, બાળસંતોષ, બૈરાગી, ડાકુલતાજોશી, આંધળા, પેંગા, મુંગા, કૈકાડી, હિજડો, મંડો, કાપડી, વૈદ્ય, ચાટ, ભાટ, ભાંડ, ભરાડી, નાનક, ઠાકર, વાધ્યા, મદારી, બહુરૂપી, :ભૂત્યા, ચિત્રકથી, દરવેશ, તુંબડીવાલા, વારાંગના, પુરાણિક, ગવઈ જ્યોતિષ, માનભાવ, બ્રાહ્મણ (દર્શનપ્રકાશ).

પાતક (૫).
બ્રહ્મઘાત, સ્ત્રીઘાત, બાલઘાત, ગેઘાત, રાજઘાત.

પાતાલ (૭)
અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ, પાતાલ, (વિષ્ણુપુરાણ.),
(૮).
પાતાલ, તલ, અતલ, વિતલ, વિધિપાતાલ, મહાતલ, શર્કરાભૂમિ, વિજયા.

પાદ (૪)
વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ, તુરીય, (આન્માના પાદ.)
(૪)
વિરાટ, હિરણ્યગર્ભ, ઈશ્વર, સાક્ષી, (બ્રહ્માના).
(૪)
વિદ્યાપાદ, ક્રિયા પાદ, ગપાઠ, ચર્ચાપાદ. (શૈવદર્શન)

પાપ (૩)
મન, વચન, કાયા,
(૩)
માનસિકપાપ-પરદ્રવ્યેચ્છા, અન્યનું બૂરું ઈચ્છવું, મિથ્યા-આડંબર,
વાચિક પાપ – કઠોરવાણી, અસત્ય, નિંદા. કાયિક પા૫-ચોરી, હિંસા, પરસ્ત્રીગમન.
(૫).
ખાંડણી, પીસણી (ઘંટી), ચૂલી, જલકુંભ, માર્જની (સાવરણી) પાપસ્થાન (૧૮)
પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પરપરિવાદ, રતિ અરતિ, માયા, મિથ્યાત્વદર્શનશલ્ય.
પારમિતા (૧૦).
શીલ, નૈષ્કર્મ્ય, પ્રજ્ઞા, વીર્ય, શાંતિ, સત્ય, અધિષ્ઠાન, મૈત્રી, ઉપેક્ષા, દાન. (બોધિસત્ત્વની)

પારસી (૨)
કદમી, શહેનશાહી.

પાવન કર્મો (૩).
તપ, દાન, યજ્ઞ. (જુઓ પવિત્ર)

પાર્શ્વદ (૧૮).
નંદ, સુનંદ, જય, વિજય, બુધ, પ્રબલ, ભદ્ર, સુભદ્ર, પ્રચંડ, ચંડ, શીલ, સુશીલ, વિનિત, કુમુદ, કુમુદ્રાક્ષ, સુસેન, વિશ્વકસેન, કમલાક્ષ. (વ. વૃં. દી.)

પાશ (૪) મલ, કમર, રોધશક્તિ
(૭)
વરુણપાશ, મોહપાશ, માયાપાશ, નાગપાશ, બ્રાહ્મપાશ, કાળપાશ, કર્મપાશ.
(૭). ઘૃણા, શંકા, ભય, લજ્જા, જુગુપ્સા, શીલ, જાતિ (કુલાર્ણ વતંત્ર).

પિતા (૫).
જન્મદાતા ઉપનયનદાતા, અન્નદાતા, જીવદાતા, વિદ્યાદાતા

પિતૃ (૫).
જનેતા, ઉપનયનદાતા, અન્નદાતા, વિદ્યાદાતા, ભવત્રાતા.
(૮)
વૈરાજ (તપસ્વીઓના), અગ્નિષ્વાત, (દેવના), બહિર્ષદ (રાક્ષસના), સોમપ (બ્રાહ્મણના), હવિષ્મત (ક્ષત્રિયના), આજયા (વૈશ્યના), સુકાલિ (શૂદ્રના), વ્યામ (યવનના).

પિતૃગ્રહ (૯)
સ્કંદ, સ્કંદા, શકુનિ, રેવતી, પૂતના, અંધપૂતના, શીતપૂતના,
મખમંડિકા, નૈગમેય.

પિશાચ (૧૫). (જૈનમત).
કૂષ્માંડ, પટક, જોષ, અન્હક, કાલ, મહાકાલ, ચોક્ષ, અચોક્ષ, તાલપિશાચ, મુખપિશાચ, અધસ્તારક, દેહ, મહાવિદેહ, તૂષ્ણીક, વનપિશાચ,

પીઠ (૫).
માતૃકાપીઠ (મૂલાધારમાં), કુંડલીપીઠ (સ્વાધિષ્ઠાનમાં), ક્રિયાપીઠ (મણીપુરમાં), મુદ્રાપીઠ (અનાહતમાં). વ્યોમપીઠ (વિશુદ્ધમાં).

પીઠિકા (૯).
ભદ્રપીઠ, પદ્મપીઠ, મહામ્બુજપીઠ, વજ્રપીઠ, શ્રીધર પીઠ, મહાવજ્ર, સૌમ્ય, શ્રીકામ્ય, પીઠપદ્મ.

પ્રીતિહેતુ (૩).
રૂપ, દ્રવ્ય, ગુણ.

પુત્ર (૬).
ઔરસ, ધર્મપત્નીજ, દોહિત્ર, ક્ષેત્રજ, ક્ષેત્રજાત, સ્વગોત્ર. (૧૨) ઔરસ, ક્ષેત્રજ, દત્તક, કૃત્રિમ, ગૂઢોત્પન્ન, અપવિદ્ધ, કાનીન, સહોઢ, ક્રીત, પૌનર્ભવ, સ્વયંદત્ત, શોદ્ર. (મનુસ્મૃતિ).

પુદ્ગલ (૫).
ઔત્કારિક, ચૌર્ણિક, ખંડ, પ્રતર, અનુતર.
(૯). પ્રજ્ઞાપારમિતા, ગંડવ્યૂહ, સમાધિરાજ, લંકાવતાર, તથા ગતગુહ્યક, સદ્ધર્મ પુંડરીક, લલિત વિસ્તર, સુવર્ણ પ્રભા, દેશભૂમીશ્વર,

પુરાણ (૧૮)
મત્સ્ય, માર્કંડેય, ભવિષ્ય, ભાગવત, બ્રહ્માંડ, ગરુડ, લિંગ, પક્વ, વામન, અગ્નિ, કુર્મ, સ્કંદ, નારદ, વરાહ, બ્રર્હ્મ વૈવર્તક, વાયુ, બ્રહ્મ, વાલ્મિક.
(૧૮)
ગણેશ, નારદ, નારસિંહ, કપિલ, અશ્વ, વરુણ, દુર્વાસ, અંબિકા, કાલિકા, મરીચિ, વૌશન, ભાર્ગવ, માહેશ્વ, સૂર્ય, પરાશર, મુદ્રલ, સનત્કુમાર, કુમાર,
(૧૮)
બ્રહ્મ, પદ્મ, બ્રહ્માંડ, અગ્નિ, વિષ્ણુ, ગરુડ, શિવ, બ્રહ્મવૈવર્ત, લિંગ, નારદીય, સ્કન્દ, માર્કંડેય, ભવિષ્ય, મત્સ્ય, કૂર્મ, વરાહ, વામન, ભાગવત.

પુરાણ લક્ષણ (૫)
સર્ગ, પ્રતિસર્ગ, વશં, મન્વન્તર, વંશાનુવંશચરિત.
(૧૫).
સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વન્તર, વંશાનુવંશચરિત, સામાન્ય- સૃષ્ટિ, વિશેષસૃષ્ટિ, સંરક્ષણ, સૃષ્ટિ પિષણ, કર્મની વાસના, મન્વન્તરોના આચારધર્મો, પરમેશ્વરની લીલા, સૃષ્ટિસંહાર, મોક્ષ, ઈશ્વરસ્વરૂપ.

પુરાણ વિભાગ (૧૦).
સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વન્તર વંશાનુકથા, નિરોધ, મુક્તિ, આશ્રય.

પુરી (૭)
અયોધ્યા, મથુરા, માયા (હરિદ્વાર), કાશી, કાંચી અવન્તિકા. દ્વારકા.
(૮)
અમરાવતી, ભોગવતી, નયનવતી, સિદ્ધવતી, ગાંધર્વવતી. કાંચન-૮, અલકાવતી, યશોવતી.

પુરુષ (૩)
પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ તૃતીય પુરુષ. (વ્યાકરણ)
(૩) ઉત્તમ, મધ્યમ, અધમ.
હંસ, ભદ્ર, માલવ્ય, રુચક, શશક.

પુરુષાર્થ (૪)
ધર્મ, અર્થ, કામ, મોક્ષ.

પુષ્પ (૫)
ચંપો, આંબો, બીજો કમળ, કરેણ. (દેવતાઓને પ્રિય).

પૂજા (૩).
સ્મરણ, દશન, સ્પર્શન.
(૫).
ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય.
(૮).
જલ, ચંદન, ધૂપ, પુષ્પ, દીપ, અક્ષત, નૈવૈદ્ય, ફળ.
(૧૦).
પાદ્ય, અર્ઘ્ય, સ્નાન, મધુપર્ક, આચમન, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય.
(૧૨).
આવાહન, અર્ઘ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, ઉપવિત, અલંકાર, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય.
(૧૭).
વિલેપન, વસ્ત્રયુગલ, વાસપૂજા, માલ્યારોહણ, ચૂર્ણારોહણ, પુષ્પારોહણ, વર્ણાહણ, ધ્વજારોહણ, આભરણરોહણ, પુષ્પગ્રહ, પુષ્પપ્રહર, અષ્ટમંગલકરણ, ધૂપોત્ક્ષેપ, ગીત, નૃત્ય, વાજિંત્ર, ભેદપૂજા.
(૧૮).
આસન, સ્વાગત, પાદ્ય, અર્ધ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, ઉપવિત, ભૂષણ, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અન્ન, તર્પણ, માલા, અનુલેપ, નમસ્કાર.
(૨૧).
આવાહન, સ્વાગત, આસન, સ્થાપન, પાદ્ય, અર્ધ્ય, સ્નાન, વસ્ત્ર, ઉપવિત, આભૂષણ, ગંધ, પુષ્પ, દીપ, નૈવેદ્ય, આચમન, તાંબૂલ, માળા, આરતી, નમસ્કાર, વિસર્જન,
(૩૨)
ધ્યાન, આવાહન, પાદ્ય, અર્ધ્ય, આચમન, આસન, મધુપર્ક, સ્નાન, નિરાંજન, વસ્ત્ર, ઉપવિત, ભૂષણ, દર્પણ, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, જલ, ફલ, તાંબૂલ, અનુલેપ, પુષ્પહાર ગીત, વાદ્ય, નૃત્ય, હવન, દક્ષિણા, :પ્રદક્ષિણા, વંદન, સ્તુતિ, વિસર્જન.

પૂજાદ્રવ્ય (૮)
જળ, ચંદન, ધૂપ, ફૂલ, દીપ, ચોખા, નૈવેદ્ય, ફળ.
(૮)
જળ, દૂધ, દહીં, ઘી, મધ, દર્ભ, ચોખા, તલ.
પૂજ્ય (૨)
ગુરુ –ગોવિંદ.
(૫)
જનક, જનની, જન્મભૂમિ, જાહ્નવી, જનાર્દન.

પોખરાજ (૪)
કૌરંટ, સોમલક, પદ્મરાગ, ઇન્દ્રનીલ.

પંચઆબ (૫)
રાવિ, સતલજ, બિયાસ, ચિનાબ, જેલમ.

પંચક (૫)
ઘી, ચણોઠી, ટંકણખાર, મધ, ગૂગળ (જુઓ: મિત્રપંચક).
(૫)
રાજપંચક, અગ્નિ પંચક, ચારપચંક, રાગપંચક, મૃત્યુપંચક.

પંચકલ્યાણી અશ્વ (૫)
ચક્રવાક– શરીર પીળું, અને પગ ધેાળા.
મલ્લિકાક્ષિ– શરીર જાંબુડિયા રંગનું અને પગ ધોળા.
શ્યામકર્ણ – શરીર સફેદ, અન્ય રંગ મિશ્રિત.
પંચકલ્યાણી – મોં, ચારેય પગ સફેદ.
અષ્ટમંગળ– મોં, કપાળ, પૂંછડી, પગ, છાતી સફેદ.

પંચકોશ – (૫) (વેદાન્ત)
અન્નમય, મનમય, પ્રાણમય, વિજ્ઞાનમય, આનંદમય. (જુઓ
કોશ.)

પંચાંગ (૫).
તિથિ, વાર, નક્ષત્ર, રોગ, કરણ. (જ્યોતિષ) (જુઓ અંગ)
(૫)
મૂળ, છાલ, પાન, પુષ્પ, ફળ (વૈદક)
(૫)
બે હાથ, બે પગ, મુખ.

પંચાગ્નિ (૫)
ગાર્હસ્પત્ય, આહવનીય, દક્ષિણ, સભ્ય, આવસધ્ય (જુઓ
અગ્નિ)

પંચાજીરી (૫)
સૂંઠ, ખસખસ, ધાણા, કોપરું, ખાંડ. (પ્રસાદ)
(૫)
ધાણા, જીરૂ, સૂંઠ, ગંઠોડા, ઈન્દ્રજવ (આયુર્વેદ)

પંચતિક્ત (૫)
ગળો, લીમડાના મૂળની છાલ, અરડૂસી, ભોરિંગડી, પટોલ. (આયુર્વેદ)
(૫)
કડુ, કરિયાતુ, સૂંઠ, ગળો, ટંકારારિ. (આયુર્વેદ)
(૫) ભોરિંગણી, ગળો, સૂંઠ, કઠ (ઉપલેટ,) કરિયાતું.

પંચતંત્ર (૫)
મિત્રભેદ, મિત્રસંપ્રાપ્તિ, કાકોલૂકીયમ, લબ્ધપ્રણાશ, અપરીક્ષિતકારક. પંચતૃણ (૫)
દૂર્વા, કાસ, બરૂ, દર્ભ, શેરડી.

પંચધ્વનિ (૫)
વીણા, કરતાલ, ઝાંઝ, નગારું, શરણાઈ.
(૫)
વેદધ્વનિ, બંદીધ્વનિ, જયધ્વનિ, શંખધ્વનિ, દિવ્યધ્વનિ.

પંચનાથ (૫) (જુઓ: નાથ).

પંચપલ્લવ (૫) આંબા, જાંબુ, કોઢી, બિજોરું, બીલી.

૫ંચપ્રાણ (૫)
પ્રાણ, અપાન, સમાન, ઉદાન, વ્યાન.

પંચભદ્ર (૫) ગળો, પિત્તપાપડો, કરિયાતું, નાગરમોથ, સૂંઠ

પંચમહાકાવ્ય (૫)
રઘુવંશ (કાલિદાસકૃત) કુમારસંભવ, (કાલિદાસકૃત), શિશુપાલવધ, (માઘકૃત), કિરાતાર્જુનીય (ભારવિકૃત), નૈષધીયચરિત (હર્ષકૃત) (જુઓ: મહાકાવ્ય).

પંચ મહાભૂત (૫) પૃથ્વી, અપ, તેજ, વાયુ આકાશ, (જુઓ: ભૂત)

પંચલોહ (૫)
સોનું, રૂપું, ત્રાંબું, કાંસું, લોઢું. (જુઓ: લોહ)

પંચવટી (૫)
વડ, પીપળો, બીલી, આમલી, આંબો, (નો સમૂહ)

પંચવિષ (૫)
આકડાનું દૂધ, થોરનું દૂધ, લાંગલી, ધંતૂરો, કરેણ. (૫) સોમલ, હડતાલ, મનશીલ, વછનાગ, સર્પવિષ (જુઓ : વિષ)

પંચશીલ (૫).
સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અસ્તેય.

પંચામૃત (૫)
દૂધ, દહીં, ઘી, મધ, સાકર. (પ્રસાદ)
(૫)
સૂંઠ, કાળી મૂસળી, ધોળી મૂસળી, ગળો, સત્ત્વ. (આયુર્વેદ)
(૫)
સૂંઠ, ગંઠોડા, મરી, ગળોસત્ત્વ, આમળાં
(૫) પરવાળાં, મોતી, શંખ, છીપ, કોડી. (વૈદક)
(જુઓઃ પ્રવાલ પંચામૃત)

પંચાયતન (૫)
ઈશાનમાં વિષ્ણુ, અગ્નિમાં સૂર્ય, નૈઋત્યમાં ગણેશ, વાયવ્યમાં દેવી, વચ્ચે શંકર

પંચાક્ષરી મંત્ર (૩)
નમ: શિવાય- શૈવભક્તોનો
રામાય નમઃ- રામ ભક્તોનો
વૈષ્ણવે નમઃ- વૈષ્ણવોનો

પાંડવ (૫)
યુધિષ્ઠિર (સત્યપ્રિય), ભીમ (બળવાન), અર્જુન (શૌર્યયુક્ત), સહદેવ (દૂરદર્શી), નકુળ (કલા પ્રવીણ).

પાંડવ અજ્ઞાતવાસ નામ (૬)
કંક (યુધિષ્ઠિર), બલ્લવ (ભીમ), બૃહન્નલા (અર્જુન), તંતીપાલ
(સહદેવ), ગ્રંથિક (નકુળ), સૈરન્ધ્રી (દ્રૌપદી).

પાંડિત્ય (૫).
વક્તૃત્વ, આગામિત્ર, શાસ્ત્ર સંસ્કાર, પ્રૌઢિત્વ, સારસ્વતપ્રમાણ. (૫) વક્તૃત્વ, કવિત્વ, વાદિત્વ, આગમિકત્વં, સારસ્વતપ્રમાણ (વ. ૨. કો.)

પંચરંગી (૫)
લાલ, લીલો, પીળો, ધોળો, કાળો.

પોંખણ (૪)
ઘૂંસરી, મૂસળ, વલોણું, ત્રાક.

પ્રકૃતિ (૬)
પૃથ્વી, જળ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ.
(૮)
સુમંત્ર, પંડિત, મંત્રી, પ્રધાન, સચિવ, અમાત્ય, પ્રતિનિધિ, પ્રાઙવિવાક.
(૮)
રાજા, અમાત્ય, સુહૃદ, કોશ, રાષ્ટ્ર, દુર્ગ, બલ, પ્રજા (રાજયાંગ)
(૮)
અવ્યક્ત, મહત્, અહંકાર, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ

પ્રજાપતિ (૧૦).
મરીચિ, અત્રિ, અંગિરા, પુલસ્ત્ય, પુલહ, કેતુ, પ્રચેતા, વસિષ્ઠ, ભૃગુ, નારદ,
(૨૧)
બ્રહ્મા, સૂર્ય, મનુ, દક્ષ, ભૃગુ, ધર્મરાજ, યમરાજ, મરીચિ, અંગિરા, અત્રિ, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, વસિષ્ઠ, પરમેષ્ઠી, વિવસ્વાન, સોમ, કદમ, ક્રોધ, અર્વાક, ક્રીત.

પ્રણવ (૩)
અકાર, ઉકાર, મકાર.

પ્રણવમંત્ર (૧)


પ્રતિક્રમણ (૫)
આશ્રવદ્વાર, મિથ્યાત્વ, કષાય, યોગ, ભાવ.

પ્રતિમા (૮)
પત્થર, લાકડું, ધાતુ, માટી, ચિત્ર, મણિ, માનસિક, છાણ

પ્રતિવાસુદેવ (૯)
અશ્વગ્રીવ, તારક, મોદક, મધુ, નિશુંભ, બલિ, પ્રહલાદ, રાવણ જરાસંધ.

પ્રતીત્યસમુત્પાદ (૧૨)
અવિદ્યા, સંસ્કાર, વિજ્ઞાન, નામરૂપ, ષડાયતન, સ્પર્શ, વેદના, તૃષ્ણા, ઉપાદાન, ભય, જાતિ, દુઃખ

પ્રત્યક્ષ જ્ઞાન (૬)
શ્રવણ, ચાક્ષુષ, સ્પર્શન, રાસન, ધ્રાણજ, માનસ

પ્રબોધ (૪) બાલસંસ્કરણ, શાસ્ત્ર, પ્રજ્ઞા, તત્ત્વનિશ્ચય. (વ.૨.કો.)

પ્રભુત્વ (૫)
કુલ, જ્ઞાન, દાન, સ્થાન, અભય, (વ.૨.કો.)

પ્રમાણ (૩)
પ્રત્યક્ષ, અનુમાન, શ્રુતિપ્રમાણ અથવા શબ્દ.
(૪)
પ્રત્યક્ષ, પરોક્ષ, અનુમાન, શબ્દપ્રમાણ.
(૬)
પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અર્થાપત્તિ, અનુપલબ્ધિ. (૯) પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અર્થપત્તિ, અનુપલબ્ધિ,
સંભવ, ઐતિહ્ય, ચેષ્ટા.

પ્રમાદ (૫)
મદ, વિષય, કષાય, નિદ્રા, કથા (જૈનમત).
(૮)
અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, સ્મૃતિભ્રંશ, ધર્મ-અનાદર, યોગદુષ્પ્રણિધાન.
પ્રમેય પદાર્થ (૧૨)
આત્મા, શરીર, ઇન્દ્રિય, અર્થ, બુદ્ધિ, મન, પ્રવૃત્તિ, દોષ, પ્રત્યભાવ, ફલ, દુઃખ, અપવર્ગ.

પ્રમોદ (૧૦)
જ્ઞાન, દાન, બળ, રાજ્ય, વિનોદ, વૈરનિગ્રહ, શૌર્ય, ધર્મ, સુખ, શૌચ.

પ્રયાગ (૪)
દેવપ્રયાગ, કર્ણપ્રયાગ, રુદ્રપ્રયાગ, નંદપ્રયાગ.
(૭)
રુદ્રપ્રયાગ, નંદપ્રયાગ, કર્ણપ્રયાગ, દેવપ્રયાગ, પાર્વતીપ્રયાગ, રાઘવપ્રયાગ, પ્રયાગરાજ.

પ્રલય (૪).
નિત્ય નૈમિત્તિક, પ્રાકૃતિક, આત્યંતિક.
(૫)
નિત્ય, નૈમિત્તિક, દૈનિક, મહાપ્રલય, આત્યંતિક.
(૫)
સુષુપ્તિ, મૂર્છા, મૃતિ, પુનઃ શરીર પ્રાપ્તિ, દૈનંદિન.

પ્રલયમેઘ (૭)
સંવર્ત, ભીમનાદ, દ્રોણ, ચંડ, બલાહક, વિદ્યુત્પતાક, શોણ.

પ્રવાલ પંચામૃત (૫)
પરવાળાં, મોતી, શંખ, છીપ, કોડી (વૈદક) (જુઓઃ પંચામૃત)

પ્રસ્તાવના (૫)
ઉદ્ઘાટક, કથોદ્ઘાત, પ્રયોગાતિશય, પ્રવર્તક, અવગલિત.

પ્રસ્થાનત્રયી (૩)
ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ગીતા.

પ્રહરરાગ (૮)
ખટ, રામકલી, ગુણકલી, ગુર્જરી, ગંધાર, દેવગિરી, બિલાવલ, મધુમાલતી, ભૈરવી, (૧લો પ્રહર)
સરપદા, અલહૈયા, કોકબ, શુહા, દેશાખી, તોડી, પટમંજરી આસાવરી, બરહંસ (૨જો પ્રહર)
સારંગ, પૂર્વી, ગૌડસારંગ, ધનાશ્રી, નટ, (૩જો પ્રહર)
શ્રીરાગ, માલવ, બેરારી, ગૌડી, શ્યામ કલ્યાણ (૪થો પ્રહર)
હમીર, કલ્યાણ, યમન, ભૂપાલ, કાનડા. (૫મો પ્રહર)
બાગેશ્રી, કાનડા, આડાના, ખમાથ, કેદાર, જેજેવંત (૬ઠ્ઠો પ્રહર)
બિહાગ, સોહની, શંકરાભરણ, સોરઠ, હિંડોળ (૭ મો પ્રહર)
પરજ, કાલિંગડો, લલિત, માલકોશ, વિભાસ (૮મો પ્રહર)

પ્રાકૃતભાષા (૮)
પાલિ, પૈશાચી, ચૂલિકા પૈશાચી, માગધી, શૌરસેની, અર્ધ-માગધી, મહારાષ્ટ્રી, અપભ્રંશ.

પ્રાણ (૧૦)
પ્રાણ, અપાન, સમાન, ઉદાન, વ્યાન, નાગ, કૂર્મ, કૃકલ, દેવદત્ત, ધનંજય.

પ્રાણધારી (૧૫)
અસૂર, ગંધર્વ, કિન્નર, કિંપુરુષ, યક્ષ, રાક્ષસ, ભૂત, પ્રેત, પિશાચ, અપસ્મારક, અપ્સરા, બ્રહ્મરાક્ષસ, કૂષ્માંડ, દેવ, મનુષ્ય

પ્રાણાયામ (૩)
પૂરક, કુંભક, રેચક.
(૮)
સૂર્યભેદન, ઉજજામય, સીત્કર, શીતલ, ભસ્ત્રિક, ભ્રામર, પ્લાવિન.

પ્રાતિહાર્ય (૮)
રક્તઅશોક, પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, સિંહાસન, પ્રભામંડલ, દેવદુંદુભિ, ત્રિછત્ર.

પ્રાપ્તિ (૭)
જ્ઞાન, ધર્મ, બલ, કામ, વિજ્ઞાન, પાત્રસંગ્રહ, મહાર્થે ભૂભુજ નિત્ય પ્રાપ્તિ.

પ્રાયશ્ચિત (૫)
જપ, તર્પણ, હામ, પ્રમાર્જન, બ્રહ્મભોજન.

પ્રારબ્ધ (૩)
સ્વેચ્છા, અનિચ્છા, પરેચ્છા.

પ્રીતિ (૪)
નૈસર્ગિક, વિષયા, સમ, અભ્યાસજ.
(૪)
વિષયાત્મિકા, સંપ્રત્યાત્મિકા, આભિમાનિકી, આભ્યાસિકી.
(૪)
સ્નેહ, આસક્તિ, વ્યસન, તન્મયતા.

પૃથ્વી (૮)
રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃ
પ્રભા, તમસ્તમ:પ્રભા, ઈષપ્રામ્ભારા.

[ બ ]



બત્રીસ પૂતળી (૩૨) (વિક્રમરાજસિંહાસનની)
રંગશોભા, વિજયા, અજયા, અપસરા, જગત્રશોભા, પંચપ્રભા, કૈલાસવતી, જયસેના, વદસ્યનામા, મદનમંજરી, ગંગા, અતિવર્ણા, ભોગપદ્મા, પરમોહિની, પરાળી, સુપ્રભા, ચંદ્રાવતી, અનંતભૂની, રાવનદિલા, સૌભાગ્યમંજરી, :સૌભાગ્યવતી, કમલકલી, પદમાવતીપ્રભા, ઈંદ્રપ્રભા, ચંદ્રવર્ણા, રૂપબાલા, તારાપ્રભા, સુમણી, દેવનંદા, પદ્માવતી, પદ્મિની, ચંદ્રકાંતી (સિંહાસનબત્રીસી)

બત્રીસ લક્ષણ (૩૨)
સ્વર્ગ, મર્ત્ય, પાતાલ, તનુ, વિદ્યા, વિજ્ઞાન, વાસ્તુ, વિનોદ, વાદ, કલા, ગીત, વાદ્ય, નૃત્ય, રૂ૫, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, દેશ, પાત્ર, સમય, પુરુષ, જ્યોતિષ, ચિત્ર, સ્ત્રી, ગજ, તુરગ, પક્ષિ, સત્ત્વ, વ્યાપાર, વસ્તુ, :વિવેક

બત્રીસ લક્ષણ (પુરુષના) (૩૨)
ત્રણ હ્રસ્વ (નાના)-ડોક, જાંઘ, ઉપસ્થ (નાનો)
ત્રણ પૃથુ (વિશાળ)-કેડ, લલાટ, છાતી (વિશાળ)
ત્રણ ગંભીર-નાભિ, સ્વર, બુદ્ધિ.
પાંચ દીર્ઘ-નાક, હાથ, હડપચી, આંખ, જાનુ
પાંચ સૂક્ષ્મ-ત્વચા, વાળ, આંગળીના વેઢા દાંત, રૂંવાટી
ષડ્ ઉન્નત-છાતી, ખભા, નખ, નાક, કેડ, મુખ
સપ્ત રક્ત-આંખના ખૂણા, હાથની હથેલી, પગના તળિયા, તાળવું, હોઠ, જીભ, નખ (જુઓ: લક્ષણ)

બળ (૩)
અધિદૈવ, અધ્યાત્મ, અધિભૂત
(૯)
વાક્, કાય, બુદ્ધિ, મંત્ર, સ્થાન, સૈન્ય, મુહૂર્ત, શકુત, રાજબળા (વ. ૨. કો.)
(૧૦)
વજ્ર, કાય, બુદ્ધિ, સંતોષ, સ્નાન, સુહજ્જન, શસ્ત્ર, મંત્ર, દેવતા, રાજબળ (વ. ૨. કો.)

બલરામ (૨૧)
પ્રલંબઘ્ન, બલદેવ, અચ્યુતાગ્રજ, રેવતીરમણ, રામ, કામપાલ, નીલાંબર, રોહિણેય, સીરપાણિ, કાલિંદીભેદન, મધુપ્રિય, હલી, હલાયુધ, હલભૃત, લાંગલિ, સંકર્ષણ, મુસલી, તાલધ્વજ, ગુપ્તચર, કાંપાલ, સંવર્તક.

બહિસ્ત (૭)
સતરપાય, મહાપાય, ખોરશેદપાય, અલબુર્જપાય, ગરોયમાનપાન, પશુઅખાન, અનધ્રરઓચાઓ.

બાણાધિપતિ (૧૪)
ભરત, સહસ્ત્રાર્જુન, પૃથુ, સંતનુ, પરશુરામ, વૃષકેતુ, કર્ણ, કાર્તિકેય, ગાંગેય, દ્રોણ, માંધાતા, પાર્થ પ્રદ્યુમ્ન, રામચંદ્ર, (વ. વં. દી.)

બારાક્ષરી (૧૨)
ક, કા, કિ, કી, કુ, કૂ, કો, કૈ, કે કૌ, કં, કઃ

બીજમંત્ર (૩)
ઓમ્ (સરસ્વતી), હ્રીમ્ (લક્ષ્મી), કલીમ્ (મહાકાળી)

બુદ્ધ (૭)
કાશ્યપ, વિપશ્યી, શિખી, વિશ્વભૂ, કુકુછંદ, કાંચન, શાક્યસિંહ

બુદ્ધિ (૪)
સ્વભાવજા, ઔત્પત્તિકી, પારિણામિકી, કર્મજા.
(૪) ઉત્પત્તિકી, વૈનયિકી, કર્મ જા, પારિણામિકી.

બુદ્ધિગુણ (૭)
સ્વરૂપગ્રહણ, ગ્રહણ, ધારણ, વિજ્ઞાન, ઉહ, અપોહ, તત્ત્વજ્ઞાન,
(૮)
સુશ્રૂષા, શ્રવણ, ગ્રહણ, ધારણ ઉહ, અપહ, અર્થવિજ્ઞાન, તત્ત્વજ્ઞાન,
(૯)
શ્રુત, કૃષ્ય, અનુમાન, ઇચ્છા, દ્વેષ, સુખ, દુ:ખ, પાપ, પુણ્ય.

બોધિસત્ત્વ (૬)
સામન્તભદ્ર, વજ્રપાણિ, રત્નપાણિ, પદ્મપાણિ, વિશ્વપાણિ, ઘંટાપાણિ.

બૌદ્ધશાખા (૪)
યોગાચાર, માધ્યમિક, વૈભાષિક, સૌત્રાન્તિક.

બ્રહ્મ (૨)
સગુણબ્રહ્મ, નિર્ગુણબ્રહ્મ.

બ્રહ્મચારી (૨)
નૈષ્ઠિક, ઉપકુર્વાણ.
(૪)
ગાયત્ર, બ્રાહ્મ, પ્રાજાપત્ય, બૂહન્.

બ્રહ્મધામ (૪).
સ્વર્ગમાં, વૈકુંઠ, વૈકુંઠમાં ગોલોક, ગોલોકમાં અક્ષરધામ, અક્ષરધામમાં બ્રહ્મમોલ.

બ્રહ્મપંચક (૫)
ઈશાનરૂપ બ્રહ્મથી વ્યાપ્ત – પુરુષ, શ્રોત વાણી, વાણી, શબ્દ, આકાશ, પુરુષબ્રહ્મથી વ્યાપ્ત-પ્રકૃતિ, ચામડી, હાથ, સ્પર્શ, વાયુ. અઘોરબ્રહ્મથી વ્યાપ્ત-અહંકાર, ચક્ષુ, ચરણ, રૂપ, અગ્નિ. બ્રહ્મસ્વરૂપ વામદેવથી વ્યાપ્ત-બુદ્ધિ, :જીવ, વાયુ, રસ, જલ. સદ્યબ્રહ્મથી વ્યાપ્ત-મન, નાસિકા, ઉપસ્થ, ગંધ, ભૂમિ.

બ્રહ્મવેત્તા (૪)
દત્તાત્રય, શુકદેવ, કપિલમુનિ, યાજ્ઞવલ્ક્ય.

બ્રહ્મહત્યા (૧૮)
બીજાનું ઘર બાળનાર, ઝેર આપનાર, મદ્ય પીનાર, પત્નીએ જારકર્મથી મેળવેલા પુત્ર ઉપર નિર્વાહ કરનાર, તીરકામઠાં વગેરે હથિયાર બનાવનાર, પરનિંદક, મિત્રોને બેવફા થનાર, પરસ્ત્રી સંગ કરનાર, ગર્ભપાત કરનાર,
ગુરુપત્ની ઉપર નજર બગાડનાર, દારૂ પીનાર બ્રાહ્મણ, વિશ્વાસઘાતી, દુઃખીને પજવનાર, વેદની નિંદા કરનાર, ખોટા માપ વડે અનાજ વેચનાર, જૂઠું બોલનાર, સ્વધર્મ ત્યજી ભ્રષ્ટ થનાર, શરણાગતને મારનાર.

બ્રહ્મા (૧)

બ્રહ્માના દિવસ (૩૦)
શ્વેત (વારાહ), નીલોહિત, વામદેવ, રથંતર, રૌરવ, પ્રાણ, બૃહત્ક૯૫, કંદર્પ, સત્ય અથવા સદ્ય, ઈશાન, વ્યાન, સારસ્વત, ઉદાન, ગારુડ, કૌર્મ, નારસિંહ, સમાન, આગ્નેય, સોમ, માનવ, પુમાન, વૈકુંઠ, લક્ષ્મી, :સાવિત્રી, ઘર, વરાહ, વૈરાજ, ગૌરી, માહેશ્વર, પિતૃ.

બ્રહ્માના માનસપુત્રો (૪)
સનક, સનંદન, સનાતન, સનત્કુમાર,
(૭)
સનક, સનંદન, સનત્કુમાર, સનત્સુજાત, સન, સનાતન, કપિલ

બ્રહ્માપત્ની (૨)
સરસ્વતી, સાવિત્રી.

બ્રહ્મામુખ (૪)
દર્દુરમુખ (ઋગ્વેદ), અશ્વમુખ (યજુર્વેદ), જંબુકમુખ (અથર્વવેદ), શ્વાનમુખ (સામવેદ)

બ્રહ્માંડ આવરણ (૭)
ભૂ, અપ, તેજ, અનિલ, નભ, અહંકાર, માયા.

બ્રાહ્મણલક્ષણ (૧૦)
પ્રમાણ, સંસ્કાર, કર્મવર્તન, હોમ, જાપ, શ્રુતાધ્યયન, ગાર્હસ્થ્યં, વાનપ્રસ્થ, યતિ, બ્રહ્મચર્ય, (વ. ૨. કો.)
(૧૧)
યોગ, તપ, દમ, દાન, સત્ય, શૌચ, દયા, શાસ્ત્રજ્ઞાન, વિદ્યાવિજ્ઞાન, આસ્તિક્ય.