નગીનદાસ મંછારામ અધિપતિ

Revision as of 15:58, 8 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "અધિપતિ નગીનદાસ મંછારામ, ‘અધિપતિ', ‘આરામી', ‘ભીમસેન’ઃ બુરાનપુરમાં જન્મ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સુરતમાં. પિતા દ્વારા પ્રકાશિત છાપાં ‘ગુજરાતમિત્ર' તથા ‘દેશીમિત્ર'માં પત્રકારત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

અધિપતિ નગીનદાસ મંછારામ, ‘અધિપતિ', ‘આરામી', ‘ભીમસેન’ઃ બુરાનપુરમાં જન્મ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સુરતમાં. પિતા દ્વારા પ્રકાશિત છાપાં ‘ગુજરાતમિત્ર' તથા ‘દેશીમિત્ર'માં પત્રકારત્વ. પછીથી મુંબઈ જઈ રૂની એજન્સી. ફરી ‘ભીમસેન’ અને ‘ગડગડાટ' નામનાં હાસ્યરસિક પત્રોનું પ્રકાશન. એમણે ચરિત્રગ્રંથ ‘ચરિત્રમાળા' તથા નવલકથાઓ ‘એક રમૂજી વાર્તા: શેઠ નથુભાઈ ટેકચંદ' (૧૮૯૪), ‘નટવર ચંડાળચાકડી અથવા મોટાનાં છોરું' (૧૮૯૮), ‘નવલરંગી નવલ અથવા ફેશનની ફિશીયારી' (૧૯૨૦), ‘ભક્તાણી કે ભામટી' (૧૯૧૭), ‘મધુર મધુરી યાને મુંબઈની મોહિની' (૧૯૦૫), ‘લાલમલાલ અથવા સુરતી સહેલાણી' (૧૯૧૮), ‘તારા: સૂર્યપુરની સુંદરી’, ‘અબળા અથવા ચોર્યાશીનું ચક્ર' (૧૯૨૧), ‘લટકાળી લલનાનાં લક્ષણ'; નાટકો ‘બાળવિધવા રૂપસુંદરી’ (૧૮૮૫), ‘રંગલી ને છબિલી અથવા સરસ્વતીનો શણગાર’ (૧૮૮૮) ઉપરાંત પદ્યકૃતિ ‘દીવાળી' (૧૯૧૬) આપેલાં છે.