વિનયચંદ્ર જીવણલાલ કવિ

Revision as of 16:28, 13 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કવિ વિનયચંદ્ર જીવણલાલ, ‘ઉપમન્યુ’, ‘બદનામ’ (૧૫-૯-૧૯૩૫) : નવલકથાકાર, કવિ. જન્મ મહેસાણા જિલ્લાના દેવડામાં. વતન કલોલ. અભ્યાસ ઇન્ટર આર્ટ્સ સુધી. ૧૯૫૩થી ૧૯૬૪ શેલ અને ભારત પેટ્રોલિયમ કંપનીમા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કવિ વિનયચંદ્ર જીવણલાલ, ‘ઉપમન્યુ’, ‘બદનામ’ (૧૫-૯-૧૯૩૫) : નવલકથાકાર, કવિ. જન્મ મહેસાણા જિલ્લાના દેવડામાં. વતન કલોલ. અભ્યાસ ઇન્ટર આર્ટ્સ સુધી. ૧૯૫૩થી ૧૯૬૪ શેલ અને ભારત પેટ્રોલિયમ કંપનીમાં વિવિધ સેવાઓ, પૂર્વ આફ્રિકામાં. ૧૯૬૯થી લેસ્ટર(ઇંગ્લૅન્ડ)માં બ્રિટિશ યુનાઇટેડ શુ મશીનરી કંપનીમાં ઑફિસર. ‘પ્રણયપંથે’ (૧૯૬૧) એમની સામાજિક નવલકથા છે અને ‘ઉરધબકાર’ (૧૯૮૫) એમનો કાવ્યસંગ્રહ છે.