નિઝામુદ્દીન અમીરુદ્દીન કુરેશી

Revision as of 17:10, 18 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કુરેશી નિઝામુદ્દીન અમીરુદ્દીન : નવલકથાકાર, ચરિત્રલેખક, અનુવાદક. એમની ઐતિહાસિક તેમ જ સામાજિક નવલકથાઓમાં મોગલકાળના વાતાવરણને આલેખતી ‘અખતર મેહેલ’ (૧૯૧૪), ‘અણધારી આફત ને સત્યનો જય’, ‘...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કુરેશી નિઝામુદ્દીન અમીરુદ્દીન : નવલકથાકાર, ચરિત્રલેખક, અનુવાદક. એમની ઐતિહાસિક તેમ જ સામાજિક નવલકથાઓમાં મોગલકાળના વાતાવરણને આલેખતી ‘અખતર મેહેલ’ (૧૯૧૪), ‘અણધારી આફત ને સત્યનો જય’, ‘અબેદા-૧’ (૧૯૧૫), ‘કુદરતનો ખેલ’ (ભા. ૨), ‘ગછુર જાન અથવા અલબેલી નાર’, ‘જહાંકદાર’ (૧૯૦૮) વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વાર્તાસંગ્રહ ‘નિઝામી વાર્તાઓ’ (ભા. ૧), તેમ જ જીવનચરિત્રો ‘મોહમ્મદનું ટૂંકું જીવન', ‘હઝરત પીરાનેપીર દસ્તગીરનું જીવન-ચરિત્ર', ‘હઝરત મહમ્મદ સલઅમનું જીવનવૃત્તાંત’ એમણે આપ્યાં છે. આ સિવાય, કેટલાક ધાર્મિક-સાંપ્રદાયિક ગ્રંથો પણ એમણે લખ્યા છે. કૃષ્ણકથા’ અને ‘હાલાતે ઇસતમબોલ’ એમણે કરેલા અનુવાદો છે.