અનેકએક/એક વખતે

Revision as of 01:10, 25 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "{{center|'''એક વખતે'''}} <poem> એક વખતે કાળો સૂર્ય ઊગ્યો રાત ત્રે-વડ થઈ તારાઓ આથમ્યા જ નહિ પંખીઓએ કાળોતરું ક્રંદન કર્યું પશુઓએ કાળીભખ્ખ હિંસા આદરી પવન કકળાટ કરતો દિશાની શોધમાં ભટકતો રહ્યો દરિયા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

એક વખતે


એક વખતે
કાળો સૂર્ય ઊગ્યો
રાત ત્રે-વડ થઈ
તારાઓ આથમ્યા જ નહિ
પંખીઓએ કાળોતરું ક્રંદન કર્યું
પશુઓએ કાળીભખ્ખ હિંસા આદરી
પવન કકળાટ કરતો
દિશાની શોધમાં ભટકતો રહ્યો
દરિયા કાળમીંઢ અંધારામાં ડૂબી ગયા
વનસ્પતિ અંગારવાયુથી કજળી ઊઠી
ન જાગ્યા તે મનુષ્યોએ
પૂર્ણ ચન્દ્રનાં અકળ સ્વપ્નો જોયાં
જાગી ગયા
તેમણે કાળ-મુખ એકીટશે જોઈ લીધું
એ વખતે
કાગળ પર છંટકાયા કાળા છાંટા
ક, ખ, ... ળ થયા

એ વખતે
સૃષ્ટિ ઊગરી ગઈ