સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/જંપ્યા વિના
માનવે તો પુરુષાર્થમાં સતત મચ્યા રહેવાનું છે. કસો કમર, ચલાવો મજલ. મુકામની દિશામાં બે ડગ તો ભરો. જે પ્રયત્નશીલ છે, તે અથડાતો-પછડાતો પણ છેવટે પોતાના અસલ મુકામે પહોંચે છે. વચ્ચે કેવી ભૂલો થઈ, પતનો થયાં, એ મોટો સવાલ નથી; માણસ પાછો ઊભો થઈ જાય અને ફરી મજલ કાપવા માંડે, એનું મહત્ત્વ છે. સતત પ્રયત્ન કરતો રહે તો માણસ અંતે જીવનસાફલ્ય પામે જ છે. “ઉતાવળ વિના, પરંતુ ક્ષણ એક જંપ્યા વિના.”