શાંત કોલાહલ/ઓરડે અજવાળાં
પ્રભાતનો સૂર્ય પથે મળેલ તે
સૌ વૃક્ષ ને પર્ણ મહીં રમંત
હવા લઇ સંગ મહીં હસંત
આવે અમારા ઘરમાં હે, ઓરડે.
કુટિર નાની અવકાશ-મોકળી
બની રહે, ઉડ્ડ્યને વિહંગ
કિલ્લોલતાં ત્યાં ઘર-વસ્તિ –વૃંદ
(છાયાથી બ્હોળું)સહુ શું રહે ભળી :
સોહંત શી ભૂમિની ચંદ્ર-ઓકળી !
અહીં વલોણે ઊછળંત ગોરસ :
અમી થકી અંતર તૃપ્ત સર્વનાં :
અહીં રચ્યો શાશ્વત યજ્ઞ, પર્વનાં
ગવાય છે ગીત અહીં નિરંતર.