દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૨૩. લોહદંડ

Revision as of 09:25, 8 April 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૩. લોહદંડ|મનહર છંદ}} <poem> દીઠો એક લોહ દંડ, અખંડ પ્રચંડ પંડ, કાઠથી કઠોરને અનમ્ર દીસે આવતાં, દૂધ દધિ ઘૃત મધ પાઈએ જો પંચામૃત, નરમ ન પડે અંગ અત્તર લગાવતાં; મધુર વચનની મધુરતાથી માને ન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૨૩. લોહદંડ

મનહર છંદ


દીઠો એક લોહ દંડ, અખંડ પ્રચંડ પંડ,
કાઠથી કઠોરને અનમ્ર દીસે આવતાં,
દૂધ દધિ ઘૃત મધ પાઈએ જો પંચામૃત,
નરમ ન પડે અંગ અત્તર લગાવતાં;
મધુર વચનની મધુરતાથી માને નહીં,
જડ જેવો જડ સમજે ન સમજાવતાં;
કહે દલપત એવા કઠોરની કાયા નમે,
તાપથી માર મારીને નમાવતાં.