દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૩૦. મેઘરાયની ચડાઈ

Revision as of 09:33, 8 April 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૦. રાંડીરાંડનો તનુજ|ભુજંગી છંદ}} <poem> જુઓ શિખરો વાદળાંનાં બિરાજે, ઉડ્યા જાણીએ પર્વતો હોય આજે; મહા દુઃખ પોકારવા કેરી આશે, ગયા પર્વતો જાણી એ ઇંદ્ર પાસે. જુઓ વાદળાં આમથી તેમ દોડે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૨૦. રાંડીરાંડનો તનુજ

ભુજંગી છંદ


જુઓ શિખરો વાદળાંનાં બિરાજે,
ઉડ્યા જાણીએ પર્વતો હોય આજે;
મહા દુઃખ પોકારવા કેરી આશે,
ગયા પર્વતો જાણી એ ઇંદ્ર પાસે.

જુઓ વાદળાં આમથી તેમ દોડે,
મળે કોઈ તો એક બીજાની જોડે;
દિસે જાણીએ ફોજનાં જૂથ જાય,
રુઠ્યો ગ્રીષ્મની ઊપરે મેઘરાય.

વળી વાદળાંની છટા કેવી છાજે,
રુડા ઇંદ્રના જેમ હાથી બિરાજે;
નમેલાં દિસે ભૂમિની પાસ કેવાં,
સુશોભિત તે હાથીની શુંડ જેવાં.

જતીઓ જુઓ એક ઠામે ઠરે છે,
કથા કીર્તનો લોક સૌ સાંભળે છે;
હરે ગ્રીષ્મના કષ્ટને એમ જાણે,
પ્રભુનો પુરો પાડ પ્રેમે વખાણે.

કરે આભમાં વીજળી ચમ્મકારા,
ઝબુકે ઘણી જાણીએ શસ્ત્રધારા;
થયા આભમાં કાટકાના કડાકા,
દિસે જાણીએ તોપના તે ધડાકા.
ઉઠી ગર્જના મેઘની ત્યાં નિશંકા,
દિધા જાણીએ નોબતે ઘાવ ડંકા;
ધ્વનીનો વળી અર્થ એવો ઠરે છે,
મહા મેઘરાજા મુખે ઉચરે છે.

જઈ ગ્રીષ્મ સાથે કરું યુદ્ધ મોટું,
નહીં તો ન રાજા ધરું નામ ખોટું;
લડી ગ્રીષ્મના કાળને હું હઠાવું,
ચઢેલા મદે સિંધુને ઠામ લાવું.

બધા દેશમાં ફોજ ફેલાવી મૂકું,
ચઢું ચાહીને ઠામ એકે ન ચૂકું;
કરીને પ્રતિજ્ઞા ચઢી મેઘ આવ્યો;
અસંખ્યાત સાથે સજી સૈન્ય લાવ્યો.

સુણી મેઘવાણી થયા સજ્જ સર્વે,
લડે ફોજ બે રાખિને ખૂબ ગર્વે;
પડ્યા મેઘના બિંદુ ત્યાં આવી તૂટી,
લીધા તેહના પ્રાણ તો સદ્ય લૂંટી.

લડે ખૂબ વર્ષાદ ને ગ્રીષ્મ કાળ,
ભલા શૂરવીરો દિસે બે ભુપાળ;
ગઈ મેઘની ફોજ ઝાઝી મરાઈ,
શુરા શુષ્ક વીરો ગયા ખૂબ ખાઈ.

કરા રૂપ થૈને પડ્યા કૈ સિપાઈ,
તથાપિ ગયા ગ્રીષ્મના દૂત ખાઈ;
જુઓ નીરના ચાલિયા ખૂબ રેલા,
દિસે જાણીએ લોહિના તે બનેલા.

ચડ્યો ક્રોધ વર્ષાદને ચિત્ત એથી,
કરી ગર્જના ખૂબ તે કાળ તેથી;
અસંખ્યાત ત્યાં સૈન્ય થૈ સજ્જ આવ્યું,
ધરા ઉપરે યુદ્ધ ભારે મચાવ્યું.

જુઓ મોર કેવા ટહુકા કરે છે,
દિસે ચોપદારો નકી ઊચરે છે;
થઈ નીરનાં બુંદની વૃષ્ટિ એવી,
દિસે યુદ્ધમાં બાણની હોય જેવી.

જુઓ દાદુરો શબ્દ કેવા કરે છે,
દિસે આરબી બેરખો ઉચ્ચરે છે;
મહીં ઉપરે નીર રેલા ચલાવ્યા,
દિસે જાણીએ મેઘના દૂત આવ્યા.