દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૪૫. સમુદ્રને ઠપકો

Revision as of 15:06, 11 April 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૫. સમુદ્રને ઠપકો|શાર્દૂલવિક્રીડિત}} <poem> રે રત્નાગર ગર્જના કરિ રહ્યો, ગર્વિષ્ઠ તું તો થયો, તે તારો ધિક સર્વ ગર્વ ગણિયે, જો ગર્વ વ્યર્થે ગયો; તારાથી ન ટળી તૃષા જનતણી, છે શર્મ તે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૪૫. સમુદ્રને ઠપકો

શાર્દૂલવિક્રીડિત


રે રત્નાગર ગર્જના કરિ રહ્યો, ગર્વિષ્ઠ તું તો થયો,
તે તારો ધિક સર્વ ગર્વ ગણિયે, જો ગર્વ વ્યર્થે ગયો;
તારાથી ન ટળી તૃષા જનતણી, છે શર્મ તેની કશી,
જાચે કૂપ કને જઈ જળ પિવા, તારે કિનારે વશી.