શાંત કોલાહલ/વેદના
ઉરની વિખંડખ વેદના
સહવી કેવળ બંધ હોઠથી :
જીવને બલ દેતી જે હવા
નહીં વિશ્વાસથી એની હો ક્ષતિ.
નયને મુજ શ્વેત અગ્નિની
શત જ્વાલા જલતી અહનિઁશ :
ખલભીષણ કાલ રાત્રિની
મહીં, તેજે નિજ શુક્ર સદૃશ.
પરિવર્તનશીલ સર્વ કૈં
નહિ છે શાશ્વત કોઈ શાસન :
નહિ મૃત્યુ કહીં ય જાણી લૈ
નવ સંક્રાન્તિનું હેરુ વાહન.