સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/પીડિતોનાં ગીતો

Revision as of 11:49, 26 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} પીડિતો પ્રત્યેના સમભાવનાં ગીતો અંગે કોઈની સૌથી વધુ સજ્જ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          પીડિતો પ્રત્યેના સમભાવનાં ગીતો અંગે કોઈની સૌથી વધુ સજ્જતા હોય, તો તે મેઘાણીની હતી. અને સંભવ છે કે કોઈનાં પણ એ જાતનાં બે-ચાર ગીતો જીવતાં રહે, તો મેઘાણીનાં ‘કવિ, તને કેમ ગમે?’, ‘ઘણ રે બોલે ને —’ જેવાંને માટે કદાચ સૌથી વધારે તક છે.