દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૯૫. ભીંડો ભાદરવા તણો
Revision as of 15:33, 19 April 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૯૫. ભીંડો ભાદરવા તણો|કુંડળિયો}} <poem> ભીંડો ભાદરવા તણો, વડને કહે સૂણ વીર, સમાઉ નહિ હું સર્વથા, તું જા સરવર તીર; તું જા સરવર તીર, સૂણી વડ ઉચર્યો વાણી; દાખે દલપતરામ, વિત્યો અવસર વર્ષા...")
૯૫. ભીંડો ભાદરવા તણો
કુંડળિયો
ભીંડો ભાદરવા તણો, વડને કહે સૂણ વીર,
સમાઉ નહિ હું સર્વથા, તું જા સરવર તીર;
તું જા સરવર તીર, સૂણી વડ ઉચર્યો વાણી;
દાખે દલપતરામ, વિત્યો અવસર વર્ષાનો,
ગયો સુકાઈ સમૂળ, ભીંડો તે ભાદરવાનો.