દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો//કવિનું નિવેદન
Revision as of 09:59, 21 April 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કવિનું નિવેદન|છપય છંદ}} <poem> ક્યાં મણી માણક મૂલ, મૂલ ક્યાં કોડી કેરું, ક્યાં ગરુડ ગતિમાન, અને ક્યાં ધાન્ય ધનેરું; ક્યાં તૂતીનો નાદ, નાદ ક્યાં નોબત કેરો, ઝાકળ જળ શા માત્ર, જ્યાં ઘન...")
કવિનું નિવેદન
છપય છંદ
ક્યાં મણી માણક મૂલ, મૂલ ક્યાં કોડી કેરું,
ક્યાં ગરુડ ગતિમાન, અને ક્યાં ધાન્ય ધનેરું;
ક્યાં તૂતીનો નાદ, નાદ ક્યાં નોબત કેરો,
ઝાકળ જળ શા માત્ર, જ્યાં ઘન ચડે ઘણેરો;
મતિમાન મહાન કવિ, કવિતા કરી નવી નવી,
એવા કવિયોની આગળે, કોણ માત્ર દલપત કવિ.