રચનાવલી/૭૫

Revision as of 15:11, 2 May 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭૫. ઉપવાસ / ઉજાણી (અનીતા દેસાઈ) |}} {{Poem2Open}} છેલ્લાં કેટલાંક વર્ષોમાં ‘મુહાફિઝ’ ચલચિત્ર જોવાનો અવસર મળ્યો છે? એક બાંધી આવકનો શિક્ષક ઉર્દૂની પડતી અને ઉર્દૂ સાહિત્યની ઉપેક્ષા સામ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૭૫. ઉપવાસ / ઉજાણી (અનીતા દેસાઈ)


છેલ્લાં કેટલાંક વર્ષોમાં ‘મુહાફિઝ’ ચલચિત્ર જોવાનો અવસર મળ્યો છે? એક બાંધી આવકનો શિક્ષક ઉર્દૂની પડતી અને ઉર્દૂ સાહિત્યની ઉપેક્ષા સામે જઈ વૃદ્ધ ઉર્દૂ શાયરના ગઝલવારસાને રૅકોર્ડ કરી લેવા માગે છે અને અંતે હાથમાં વારસા તરીકે રહી ગઝલની પ્રત અને આંખ સામે શાયરની તૂટતી આલિશાન હવેલીને જોઈ રહે છે. ત્યાં એક કમર્શિયલ સેન્ટર ઊભું થવામાં છે. વાણિજ્યપ્રધાન યુગનાં આક્રમણની સામે ધરાશાયી થતી સંસ્કૃતિનું એક કરુણ દૃશ્ય છે. આ ચલચિત્રની પટકથા અનીતા દેસાઈની નવલકથા ‘ઈન કસ્ટડી' (૧૯૮૪) પર આધારિત છે. એ જ રીતે અનીતા દેસાઈની નવલકથા ‘બોમગાર્ટરનું મુંબઈ’ (૧૯૮૯)માં એક જર્મન નિરાશ્રિત યહૂદી એની ભારતીય નાગરિકતા હોવા છતાં જીવનનાં છેલ્લાં વર્ષો મુંબઈની કોઈ ચાલમાં બિલાડીઓ વચ્ચે ગુજારી રહ્યો છે; તો અનીતા દેસાઈની નવલકથા ‘પર્વત પર અગ્નિ’ (૧૯૭૭)માં સંતાનોથી ઉપેક્ષિત એવું જીવન ગાળતી મહિલા પોતાના સંગાથી પર થતાં બળાત્કારથી ભયભીત બની ગઈ છે. આમ અનીતા દેસાઈની નવલકથાઓમાં જીવનના હાંસિયા પર રહેલાં, ઉપેક્ષિત, ભુલાયેલાં હારેલાં થાકેલાં પાત્રો ખાસ ધ્યાન ખેંચે છે; અને વધુ તો ધ્યાન ખેંચે છે અનીતા દેસાઈની નવલકથાકાર તરીકે વિગતોને ઝડપી લેનારી એની સૂઝભરી દિષ્ટ તેમજ ચોક્કસ શબ્દોની પસંદગી માટેનો એનો તૈયા૨ કાન, એક બાજુ મુલ્કરાજ આનંદ, રાજા રાવ, આર. કે, નારાયણ કે જી. વી. દેસાણી જેવા ભારતીય અંગ્રેજી નવલકથાકારોની જૂની પેઢી અને સલમાન રશ્મી સાથેના અભિતાભરાક સ્વાકાર થયો છે. અને લેખકો પોતાની રીતે અંગ્રેજી ભાષામાં સાહિત્ય સર્જી રહ્યા છે. એમની ભાષા અને એમની શૈલીની મૌલિકતાની નોંધ વિદેશમાં અને ખાસ તો ઇંગ્લૅન્ડ અને અમેરિકામાં પણ લેવાવા લાગી છે. સલમાન રશદીની નવલકથા ‘મિડ નાઈટ્સ ચિલ્ડ્રન'થી આખી સ્થાન છે. આજના, બ્રિટીશરોના ગયા પછીના અને આધુનિક જીવન પછીના પ્રશ્નોનું એમાં ભાગ્યે જ નિરૂપણ છે. સૂર્ય અને આકાશ સાથેની, ધૂળ અને ગરમી સાથેની મધ્ય ભારતની જીવનશૈલીનું એમાં પ્રતિબિંબ છે. અનીતા દેસાઈમાં નારીવાદનું ઝનૂન નથી પણ નારીઓના શોષણ અને એમના પર થતી સખ્તાઈ બાબતમાં તીવ્ર લાગણી ડોકાયા વગર રહેતી નથી. આપણે ઉદાહરણ રૂપે એમની નવલકથા ‘ઉપવાસ / ઉજાણી' લઈએ, બિહાર રાજ્યના કોઈ કસબામાં રહેતા વકીલદંપતીની બે કન્યાઓ છે : ઉમા અને અરુણા. બંનેને માતાપિતા તરફ બહુ લાગણી છે. પરિવાર ખ્રિસ્તી નથી પણ બંને કન્યાઓ કન્વેન્ટમાં ભણે છે. વકીલદંપતીને ત્યાં પ્રૌઢ વયે બે કન્યાઓ પછી પુત્રનો જન્મ થાય છે. મોટી દીકરી ઉમાને એનો આઘાત લાગે છે. એ સ્કૂલના પ્રિન્સિપાલ મધર એગ્નિસને વળગીને રડે છે; અને પછી એના પગને બાઝી પડે છે. બીજી બાજુ પ્રિન્સિપાલ મધર એગ્નિસ ઉપર એવો આક્ષેપ છે કે એ કન્યાઓને વટલાવે છે. તેથી આ પ્રકારનું વર્તન કરતી કન્યા તરફ બહુ સાવચેતી વર્તતી પ્રિન્સિપાલ એગ્નિસ પાસે આખરે ઉમા મૂર્ચ્છિત થઈ જાય છે. મધર અગ્નિસના ધાર્મિક જીવન ઉપરાંત ઉમા પાસે પોતાની વિધવા ફોઈનો દાખલો સામે હતો. મીરાં દર વર્ષે વારા પ્રમાણે આ પરિવારમાં આવીને રહેતી. જેટલો વખત રહેતી એટલો વખત એ પરિવારને રસોડે જમતી નહીં. એ ઘરના વાડામાં ચૂલો માંડી લેતી. ઘરથી દૂર અને ‘ઘર ભણી’. નાયક અભ્યાસ માટે લંડન જાય છે અને અભ્યાસ કરીને પાછો ફરે છે. આ બે ગાળામાં જીવનનાં મહત્ત્વનાં બીજાં વર્ષો, અન્યનાં સ્મરણો પણ અહીં પથરાયેલાં છે. કલકત્તા અને લંડન આ બે ઘટનાઓનાં કેન્દ્ર છે. બીજા વિશ્વયુદ્ધમાં લંડનમાં થયેલા હવાઈ હૂમલાઓનો અને યુદ્ધની ખાનાખરાબીનો ચિતાર મીરાંફોઈ જોડે કોઈ પર્વતાળ પ્રદેશના આશ્રમમાં સંગાથી તરીકે ગઈ. ત્યાં તાવમાં તરફડતાં મીરાં ફોઈએ ઉમાને કહ્યું કે ‘તું શિવનું સંતાન છે. શિવે તને પસંદ કરી છે.’ પછી તો આશ્રમવાસીઓ પણ એને આદરની નજરે જોવા લાગે છે. ઉમાના મનનું સમાધાન થાય છે. એનો ગુસ્સો, એનો ગૂંચવાડો દૂર થતો લાગે છે, એમ લાગે છે કે આશ્રમમાં રહી એ સારી રીતે પોતાની ભૂમિકા ભજવી શકશે. પણ ઉમા આશ્રમજીવનમાં દાખલ થવાની ભૂલ ન કરે એ માટે પરિવાર કોઈ આપ્તજનને મોકલીને ઉમાને પાછી બોલાવી લે છે. ઉમાની નાની બેન અરુણા જુદા સ્વભાવની છે. એ તો પરણીને આનંદથી ઠેકાણે પડી ગઈ. પણ ઉમાના લગ્ન બબ્બેવાર ગોઠવાઈને ભાંગી પડ્યાં. છેવટે ઉમા ઘરમાં રહી. માતાપિતા ઇચ્છતાં હતાં. તેમ ઉમા પત્ની કે મા ન બની શકી. ન તો એની પોતાની ઇચ્છા પ્રમાણે આશ્રમમાં રહી શકી. માતાપિતા મર્યાં ત્યાં સુધી ઘરના નિયમો વચ્ચે એ ઘરનો ધસરડો કરતી રહી. ઉમાની આ મુખ્ય કથા સાથે નવલકથામાં એના માતાપિતાની ઉત્તરવયે જન્મેલા ભાઈ અરુણની કથા ગૌણ જગ્યા રોકે છે. એકબાજુ ઉમાના ઉપવાસી જીવનની સામે એના ભાઈનું ઉજાણી જેવું જીવન જોવા જેવું છે. ભણવામાં હોંશિયાર રહી અમેરિકા પહોંચેલો અરુણ છુટ્ટીના દિવસોમાં હૉસ્ટેલમાંથી એક અમેરિકી પરિવારમાં રહેવા જાય છે; જ્યાં પુરુષ સાંજ પડે બાર્કેક્યૂ કરી પરિવારને જમાડવાનો આનંદ લેતો હોય છે. પરંતુ અરુણ શુદ્ધ શાકાહારી હોવાથી બાર્બેક્યૂમાં જોડાતો નથી. પરિવારની સ્ત્રી શાકાહારી અરુણ સાથે જોડાઈને શાકાહારમાં રસ લે છે, પણ ન તો સ્ત્રી બરાબર રાંધી શકે છે, ન તો અરુણ બરાબર રાંધી શકે છે. અરુણે તો ભારતમાં રસોઈઘરનું મોં પણ નહોતું જોયું. મા અને બહેનોએ એને પોષેલો. પિતાએ એને મજબૂત બનાવવા બીફ ખાવાનું સૂચન કરેલું, પણ પોતાના સ્વભાવથી એ માંસાહારી ન થઈ શક્યો. ને તેથી એનું શરીર કોઈ અમેરિકન જેવું પૌરુષયુક્ત ન બની શક્યું. જો ઉમા ધાર્મિક રહી, તો અરુણ આવો સાધુ રહ્યો. બંને બહેન અને ભાઈને વિપરીત સ્થિતિમાં મૂક્યાં છે અને સ્વભાવને અનુસરીને જીવવા માટેની પ્રતિકૂળતા ઊભી કરી અનીતા દેસાઈએ એક દુઃખદ પરિસ્થિતિ તરફ અણસાર કર્યો છે. તમે જે બનવા પામો છો તે બની નથી શકતા. અને પરાણે વિપરીત સ્થિતિ વચ્ચે જીવ્યા કરવું પડે છે. એની વેદના બંને પાત્રોને વીંટળાઈ વળી છે. આ જ પ્રકારની અપરિણીત મધ્યમવર્ગીય ભારતીય નારીની સમસ્યાને આ પૂર્વે અનીતા દેસાઈએ ‘દિવસનો ચોખ્ખો ઉજાશ' (૧૯૮૦)માં રજૂ કરી છે. અનીતા દેસાઈ ઊંડે જઈને મધ્યમવર્ગીય પરિવારનું સ્વરૂપ અને એની ભીતર ભારેલાં ઇર્ષ્યા, શોષણ અને ક્રોધને તપાસે છે.