યાત્રા/ઓ હવા અહીં

Revision as of 01:36, 21 May 2023 by Meghdhanu (talk | contribs) (formatting corrected.)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
આ હવા અહીં

         આ હવા અહીં મર્મરતી,
         કો મંત્ર મધુર નિર્ઝરતી. આ હવા.

કો ગુપત નગરની ગલી ગલીની
          વાત અશબ્દ ઊચરતી,
ગુપચુપ કે પંકજ પગલીએ
          મનમાં મારગ કરતી. આ હવા.

આંખ નહિ જોવા કૈં ચાહતી,
          શ્રવણ ન સુણવા ચાહે,
અંતરની હોડી કો થંભ્યાં
          નીર હવે અવગાહે. આ હવા.

નહિ ધરતી, નહિ આભ અહીં કો,
          નહીં દિવસ, ના રજની,
નહિ સાથી, નહિ ભેરુ ભોમિયા,
          એ મુજ એકલ સજની. આ હવા.


૧૫ ફેબ્રુઆરી, ૧૯૪૮