હાર
તેઓ કહે છે
કે
ઝાડીમાંના સાત તેતર કરતાં
હાથમાંનું એક તેતર વધારે સારું.
પણ
મેં તો હાથમાંના એક તેતરને પણ
તેનું આકાશ શોધવા ઉડાડી દીધું છે.
મુક્તિના દ્વાર જેવા સમુદ્રને જોઈ
મેં ધરતીની માયા મૂકી છે
આકાશને જોયા પછી સમુદ્રમાં લંગરાઈને રહ્યો નથી.
તો ક્યારેક
કોઈક વાર બારીના આકાશમાંથી પણ
અવકાશનો અણસાર મળતાં
ઊડી ગયો છું અવકાશમાં.