ગંધમંજૂષા/પત્ર... અત્ર
Revision as of 05:38, 28 May 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "{{center|<big>'''પત્ર... અત્ર'''</big>}} {{Block center|<poem> સાંજ પડ્યે થાક્યોપાક્યો ઘેર આવું છું. ડેલી ખોલીને જોઉં છું. આજે તો કોઈનો પત્ર હશે જ; પણ... લથડતા પગે બારણું ખોલવા જાઉં છું ત્યાં જ ફળિયામાંનાં પીપળાનું...")
પત્ર... અત્ર
સાંજ પડ્યે
થાક્યોપાક્યો ઘેર આવું છું.
ડેલી ખોલીને જોઉં છું.
આજે તો કોઈનો પત્ર હશે જ;
પણ...
લથડતા પગે બારણું ખોલવા જાઉં છું
ત્યાં જ ફળિયામાંનાં પીપળાનું
એક નકશીદાર પાંદડું ખરીને પડે છે. સાવ મારા પગની પાસે જ !