રામસિંહજી રાઠોડ

Revision as of 15:55, 29 May 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "{{Poem2Open}} રામસિંહજી કાનજીભાઈ રાઠોડ(૮-૧૨-૧૯૧૭) : વિવેચક. જન્મ કચ્છના ભૂડમાં. ૧૯૩૩માં મૅટ્રિક. ૧૯૩૭માં ડિપ્લોમા ઇન ફોરેસ્ટ્રી. ૧૯૪૯માં બનારસ યુનિવર્સિટીમાંથી એમ.એસસી. પહેલાં કચ્છ રાજ્યમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

રામસિંહજી કાનજીભાઈ રાઠોડ(૮-૧૨-૧૯૧૭) : વિવેચક. જન્મ કચ્છના ભૂડમાં. ૧૯૩૩માં મૅટ્રિક. ૧૯૩૭માં ડિપ્લોમા ઇન ફોરેસ્ટ્રી. ૧૯૪૯માં બનારસ યુનિવર્સિટીમાંથી એમ.એસસી. પહેલાં કચ્છ રાજ્યમાં ફોરેસ્ટ સુપરિન્ટેન્ડન્ટ, પછી વનવિભાગના વડા, પછી સ્પેશ્યલ ફોરેસ્ટ ઑફિસર. ત્યારબાદ ગુજરાત રાજ્યમાં કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર જિલ્લાઓમાં વિભાગીય વન અધિકારી. પછીથી ગુજરાત રાજ્યના વનવિભાગના પબ્લિસિટી ઍન્ડ લિયાયઝન ઑફિસર. છેલ્લે ભારતીય વન સેવામાં વન અધિકારી. ૧૯૬૧નો રણજિતરામ સુવર્ણચંદ્રક. કચ્છનું સંસ્કૃતિ દર્શન’ (૧૯૫૯) સંદર્ભગ્રંથ ઉપરાંત બીજા પણ કૅટલાક પરિચયગ્રંથે એમના નામે છે.