નગીનદાસ પારેખ

Revision as of 16:16, 29 May 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "{{Poem2Open}} પારેખ નગીનદાસ નારણદોસ, ‘ગ્રંથકીટ' (૩૦-૮-૧૯૮૩) : વિવેચક, સંપાદક, અનુવાદક. જન્મ વલસાડમાં. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ વલસાડમાં. ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠની ‘વિનીત ની પરીક્ષા. ૧૯૨૧થી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

પારેખ નગીનદાસ નારણદોસ, ‘ગ્રંથકીટ' (૩૦-૮-૧૯૮૩) : વિવેચક, સંપાદક, અનુવાદક. જન્મ વલસાડમાં. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ વલસાડમાં. ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠની ‘વિનીત ની પરીક્ષા. ૧૯૨૧થી ૧૯૨૫ સુધી ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત ગુજરાત મહાવિદ્યાલયમાં રા. વિ. પાઠકના હાથ નીચે ગુજરાતીનો અને ઇન્દુભૂષણ મજમુદારના હાથ નીચે બંગાળીને અભ્યાસ. ૧૯૨૫-૧૯૨૬માં બંગાળીના વિશેષ અભ્યાસ માટે વિશ્વભારતી, શાંતિનિકેતનમાં. ક્ષિતિમોહન સેન શાસ્ત્રી પાસે બંગાળીના તથા રવીન્દ્રસાહિત્યનો અભ્યાસ. ૧૯૨૬માં ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક. ૧૯૪૪-૪૭ દરમિયાન નવજીવન પ્રકાશન મંદિરમાં કામગીરી. પછી ગુજરાત વિદ્યાસભા સંચાલિત ભે. જે. વિદ્યાભવનમાં અધ્યાપક. ૧૯૫૫થી ૧૯૬૯ સુધી હ. કા. આર્ટ્સ કૉલેજમાં અધ્યાપક. ત્યાંથી જ નિવૃત્ત. ૧૯૭૦માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. એમના અભ્યાસલેખોને સંગ્રહ ‘અભિનવનો રસવિચાર અને બીજા લેખો' (૧૯૬૯) છે. એમના વિવેચનસંગ્રહ ‘વીક્ષા અને નિરીક્ષા' (૧૯૮૧)માં ‘ક્રોચેનો કલાવિચાર’ અને ‘ઓજેકિટવ. કોરિલેટિવ અને વિભાવાદિ’ લેખમાં પાશ્ચાત્ય કાવ્યવિચારની, તો અન્ય બે લેખમાં ભારતીય કાવ્યવિચારની વિશદ મીમાંસા થઈ છે. આ ઉપરાંત પરિચય અને પરીક્ષા' (૧૯૬૮), ‘સ્વાધ્યાય અને સમીક્ષા' (૧૯૬૯), ‘ક્રોચેનું ઇચ્છેટિક અને બીજા લેખો' (૧૯૭૨) વગેરે એમના અન્ય વિવેચનગ્રંથો છે. સ્પષ્ટ અને વિશદ નિરૂપણ શક્તિનાં સુભગ દર્શન એમની વિવેચનામાં થાય છે. એમની પાસેથી ‘નવલરામ’(૧૯૬૧), ‘મહાદેવ દેસાઈ' (૧૯૬૨), ‘પ્રેમાનંદ' (૧૯૬૩), ‘ગાંધીજી' (૧૯૬૪) જેવાં ચરિત્રલક્ષી પુસ્તકો મળ્યાં છે. ‘સાત ચરિત્રો' (૧૯૪૭)માં ચીનના તત્ત્વજ્ઞાની કેફ્યુશિયસ, સંગીતસમ્રાટ તાનસેન, ઉદ્યોગવીર દાદાભાઈ નવરોજજી વગેરેનાં લઘુચરિત્રો ગ્રંથસ્થ થયાં છે. ‘સત્તાવન' (૧૯૩૮)માં ૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામનું યથાર્થ ચિત્ર ઊપસ્યું છે. ‘ નુવાદની કળા' (૧૯૫૮)માં એમણે અનુવાદ વિશે સૂક્ષ્મ વિચારણા કરી છે. ‘હિંદુસ્તાની વ્યાકરણ પ્રવેશ’ (૧૯૪૭) એમનું ત વિષયક પુસ્તક છે. ‘ગુર્જર સાહિત્ય સરિતા' (૧૯૬૨)માં એમણે મહાદેવ દેસાઈના પાંચ મહત્ત્વપૂર્ણ લેખે નું સંપાદન કર્યું છે. અન્યના સહયોગમાં એમણે ‘સરકારી વાચનમાળા’ (૧૯૪૯-૧૯૫૧), ‘વિશેષ વાચનમાળા' પુ. ૫-૬-૭ (૧૯૫૨ ૧૯૫૩), ‘વાર્તાલહરી'- ભા. ૧-૨ (૧૯૫૫), ‘સાહિત્ય પાઠાવલિ ભા. ૧-૨-૩ વગેરે સંપાદનો કર્યા છે. અનુવાદક તરીકેની એમની કામગીરી મહત્ત્વપૂર્ણ છે. બંગાળી. સાહિત્યનાં વિવિધ પ્રકારનાં સંખ્યાબંધ પુસ્તકોના એમણે ગુજરાતી અનુવાદ કર્યા છે. રવીન્દ્રનાથ ઠાકુરની કૃતિઓના ‘વિસર્જન' (૧૯૩૨), ‘પૂજારિણી અને ડાકઘર' (૧૯૩૨), ‘સ્વદેશી સમાજ’ (૧૯૩૪), ‘ઘરેબાહિરે' (૧૯૩૫), ‘ચતુરંગ અને બે બહેનો’ (૧૯૩૬), ‘નૌકા ડૂબી' (૧૯૩૮), ‘ગીતાંજલિ અને બીજાં કાવ્યો’ (૧૯૪૨), ‘પૂર્વ અને પશ્ચિમ' (૧૯૪૨), ‘વિશ્વપરિચય' (૧૯૪૪), ‘લક્ષ્મીની પરીક્ષા' (૧૯૪૭), ‘પંચભૂત' (૧૯૪૭), ‘સતી' (૧૯૪૭) વગેરે અનુવાદો એમણે આપ્યા છે. આ ઉપરાંત, અન્યના સહયોગમાં એમણે રવીન્દ્રનાથનાં અન્ય પુસ્તકોના ‘ચારિત્ર્યપૂજા' (૧૯૫૦), ‘એકોત્તરશતી' (૧૯૬૩), ‘રવીન્દ્ર નિબંધમાળા'-૧ (૧૯૬૩), ‘રવીન્દ્રનાથનાં નાટકો'-૧ (૧૯૬૩) વગેરે અનુવાદો આપ્યા છે. એ જ રીતે શરદબાબુની કેટલીક બંગાળી કૃતિઓના અનુવાદ પણ. એમણે કર્યા છેપલ્લીસમાજ' (૧૯૩૩), ‘ચંદ્રનાથ' (૧૯૩૩), પરિ ણીતા' (૧૯૩૧)વગેરે. આ ઉપરાંત બંગાળીમાંથી એમણે કરેલ અન્ય અનુવાદોમાં વિશેષ નોંધપાત્ર છે: દિલીપકુમાર રૉયકૃત ‘તીર્થ સલિલ' (૧૯૪૨), સુરેન્દ્રનાથ દાસગુપ્તકૃત ‘કાવ્યવિચાર' (૧૯૪૪), અતુલચંદ્ર ગુપ્તકૃત ‘કાવ્ય-જિજ્ઞાસા' (૧૯૬૦), મૈત્રેયીદેવીની બહુચર્ચિત આત્મકથનાત્મક નવલકથા ‘ન હન્યતે' (૧૯૭૮), જરાસંધની નવલ ‘લહ કુમારનો અનુવાદ ‘ઊજળા પડછાયા, કાળી ભોંય' (૧૯૬૪), ‘વાયદંડ’ (૧૯૬૬) ઇત્યાદિ. રવીન્દ્ર સાહિત્યના અભ્યાસી અબૂ સઇદ ઐયૂબના બે વિવેચનગ્રંથોના અનુવાદ પણ એમણે કર્યા છે: ‘કાવ્યમાં આધુનિકતા' અને ‘પાન્થજનના સખા' (૧૯૭૭). બંગાળીમાંથી સીધા થયેલા આ અનુવાદી મૂળને વફાદાર, પ્રાસાદિક અને વિશદ છે. અલબત્ત, ગદ્યાનુવાદમાં એમને જે સફળતા મળી છે તે પદ્યાનુવાદમાં મળી નથી. એમણે કેટલાક ઉપયોગી અંગ્રેજી ગ્રથોના પણ અનુવાદો આપ્યા છે : રાધાકૃષ્ણનકૃત ‘કલ્કી અથવા સંસ્કૃતિનું ભાવિ' (૧૯૩૯), જવાહરલાલ નહેરુકૃત ‘રાષ્ટ્રભાષાનો સવાલ' (૧૯૪૯), એવર ક્રોમ્બીના પુસ્તકનો અનુવાદ ‘સાહિત્યવિવેચનના સિદ્ધાંતો’ (૧૯૫૭), વર્સફોના પુસ્તકનો અનુવાદ ‘સાહિત્યમાં વિવેક’ (૧૯૫૮). યુરોપની ઉત્તમ ગણાતી ત્રણ દી નવલિકાઓનો અનુવાદ ‘નિ:સંતાન' (૧૯૪૨), બાઈબલના ‘નવા કરાર’નો અનુવાદ ‘શુભ સંદેશ' (૧૯૬૫), જે.સી. કુમારપ્પાના પુસ્તકને અનુવાદ ગ્રામોદ્યોગ પ્રવૃત્તિ'(૧૯૪૫). ‘વામા' (૧૯૪૭) નવે નામે ને ચાર નવી વાર્તાઓના ઉમેરણ અને એકની બાદબાકી સાથે પ્રગટ થયેલ ‘ચુંબન અને બીજી વાતો'ની બીજી આવૃત્તિ છે. અંગ્રેજીમાંથી થયેલા અનુવાદો પણ વફાદાર અને શ્રદ્ધાય છે. એમણે સંસ્કૃત ગ્રંથોના અનુવાદો પણ આપ્યા છે. એમાં દવાલેક : આનંદવર્ધનનો ધ્વનિવિચાર’ (૧૯૮૫) ઉલ્લેખનીય છે. અનુવાદની સાથે વિસ્તૃત ટિપ્પણ પણ અપાયું હોઈ મૂળ ગ્રંથની બધા મુદ્દા સ્પષ્ટ થાય છે. કુન્તકના ગ્રંથ ‘વક્રોકિતજીવિત’ને. અનુવાદ પણ એમણે કર્યો છે. ‘મમ્મટને કાવ્યવિચાર’ (૧૯૮૭) એ એમનું સટિપ્પણ અનુવાદપુસ્તક છે. આ સર્વ અનુવાદો દ્વારા એમણે ભારતીય કાવ્યાચાર્યોની વિચારણાને ગુજરાતીમાં સુલભ. બનાવી છે.