શર્મા ભગવતીકુમાર હરગોવિંદ, નિર્લેપ’ (૩૧-૫-૧૯૩૪) : કવિ. નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર. જન્મ સુરતમાં. ૧૯૫૦માં એસ.એસ.સી. ૧૯૬૮માં ગુજરાતી-અંગ્રેજી વિષય સાથે બી.એ. ૧૯૫૫થી ‘ગુજરાત મિત્ર' દૈનિકના તંત્રીવિભાગ સાથે સંલગ્ન. ૧૯૭૭માં કુમારચંદ્રક. ૧૯૮૪નો રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૮૭ નો સાહિત્ય અકાદમી, દિલ્હીને પુરસ્કાર. ‘આરતી અને અંગારા' (૧૯૫૭), ‘મન નહિ માને' (૧૯૬૨), ‘રિકતા' (૧૯૬૮) વગેરે આરંભની નવલકથાઓ કરતાં એમની એ પછીની નવલકથાઓ વ્યક્તમધ્ય' (૧૯૭૦), ‘સમયદ્વીપ' (૧૯૭૪), ‘ઊર્ધ્વમૂલ' (૧૯૮૧) અને ‘અસૂર્યલોક' (૧૯૮૭) વધુ વિકસિત અને નોંધપાત્ર છે. ‘વ્યક્તમધ્ય’માં નાયક સમાધાન કે બળવો કર્યા વગર અનિચ્છાએ પરિસ્થિતિને સ્વીકાર કરે છે અને નિર્ણયને કેદી બને છે – એની કરુણકથા છે. ‘સમયદ્વીપ’ બ્રાહ્મણ નીલકંઠની અબ્રાહ્મણ પત્ની નીરા કુટુંબમાં સ્વીકાર પામતી નથી એના સંઘર્ષની પડછે મૂલ્યસંઘર્ષની કથા છે. ‘ઊર્ધ્વમૂલ’ એમની સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી બૃહદ્ નવલ છે. ‘અશ્વ’, ‘સર્પઅને ‘અશ્વત્થ’ નામક ત્રણ ખંડોમાં વિસ્તરેલી ૬૩૦ જેટલાં પાનની આ રચના નાયિકા ક્ષમાની સ્મરણકથા અને વેદનાકથા છે. નાયિકાના આંતરવિશ્વ મિણે આધુનિક માનવીની મૂલહીનતાની પરિસ્થિતિને અહીં વિસ્તાર છે. એમાં કલ્પનનિષ્ઠ શૈલી ક્યાંક પ્રભાવક બની છે. ‘અસૂર્યલોક' અંધ નાયકના સંબંધવિશ્વને બૃહ સાંસ્કૃતિક ફલક પર નિરૂપતી એમની મહત્ત્વની નવલકથા છે. - ‘દીપસે દીપ જલે' (૧૯૫૯), ‘કઈ યાદ નથી' (૧૯૭૪), ‘વ્યર્થ કક્કો છળ બારાખડી' (૧૯૭૯), ‘અડાબીડ’ (૧૯૮૫) વગેરે નવેક વાર્તાસંગ્રહોમાં પરંપરાની ભૂમિકા પર રહીને લેખક મળે છે અને આધુનિક પ્રવાહોને ખેંચી કયારેક ઊંડી સંવેદના સાથે વાર્તાઓમાં પરિણામ લાવે છે. આ સંદર્ભમાં ‘અડાબીડીની ‘ડાઘ’ કે ‘શંકા’ જેવી પ્રથમ કોટિની વાર્તાઓ ઉદાહરણરૂપ છે. ‘સંભવ' (૧૯૭૫) કાવ્યસંગ્રહમાં પરંપરાને ભાગ વિશેષ છે. કવિનો અવાજ ત્યારપછી ગઝલના વિશેષ કસબમાં પ્રયોગશીલ રીતે ફૂટેલે જોઈ શકાય છે. એ રચનાઓ છંદો છે પાંદડાં જેનાં (૧૯૮૭)માં ગ્રંથસ્થ છે. ‘શબ્દાતીત' (૧૯૮૦) અને ‘બિસતંતુ’ (૧૯૯૦) નિબંધસંગ્રહોમાં સુરતના ઉલ્લેખોથી કયારેક સમૃદ્ધ થતો નિબંધને પટ એકંદરે પાતળા છે. નદીવિરછેદ' જેવા નિબંધોની સંખ્યા જજ છે. ‘સરલ શાસ્ત્રીજી’ એમનું જીવન ચરિત્ર છે. ‘શ્વાસોચ્છવાસ’ ગની દહીંવાલા સપ્તતિપૂર્તિ અભિનંદનગ્રંથનું એમણે અન્ય સાથે કરેલું સંપાદન છે; તો ‘સાત યુગોસ્લાવ વાર્તાઓ' (૧૯૭૮) અને ‘અષાઢનો એક દિવસ' (૧૯૭૯) એમના અનુવાદો છે.