શેલત હિમાંશી (૮-૧-૧૯૪૭) : વાર્તાકાર, જન્મ સુરતમાં. અંગ્રેજી વિષયમાં સ્નાતક અને અનુસ્નાતક. ‘વિદ્યાધર નાયપાલની નવલ કથા’ પર પીએચ.ડી. ૧૯૬૮થી એમ. ટી. બી. આર્ટ્સ કૉલેજ, સુરતમાં અંગ્રેજીનાં વ્યાખ્યાતા.
‘અન્તરાલ' (૧૯૮૭) એમની સર્જકપ્રતિભા અને તાજગીને પ્રગટ કરતી ટૂંકીવાર્તાઓને સંગ્રહ છે.