અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/કાવ્યમાં
Revision as of 14:35, 28 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> આકાશમાં આકાશ થઈ પથરાયલી મીઠી નજર આછી ઝૂકેલી સાંજની ડાળી ઉપર દલદ...")
આકાશમાં આકાશ થઈ પથરાયલી મીઠી નજર
આછી ઝૂકેલી સાંજની ડાળી ઉપર
દલદલ ખીલ્યાં અંધાર-પ્હોળાં ફૂલની
ફોરમ બની ઝૂલી
ઘૂઘવતા તારકોના રમ્ય એ દરિયાવની
શીળી લહરમાં લહર થઈ
સઘળે છવાઈ શાંતિમાં
મનમાં
ગહન કો સ્વપ્ન થઈ
સંવેગમાં ઊડી
(નીરવ એની ગતિને સાંભળું હાવાં
મારા-તમારા કાવ્યમાં)
‘અવકાશ’