કૃતિકોશ/અન્ય : વ્યાપક

Revision as of 09:17, 13 August 2023 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અન્ય : વ્યાપક



અન્ય : વ્યાપક’ એક એવો વિભાગ છે કે જેને ‘પ્રકીર્ણ’ કે ‘સાહિત્યેતર, પ્રકીર્ણ’ કહી દેવાથી ચાલે એમ નથી. મુખ્ય પ્રવાહના પ્રચલિત સ્વરૂપ-વિભાગોમાં વર્ગીકૃત ન કરી શકાયા હોય એવા અનેક વિષયોનાં (આપણા સાહિત્યપ્રધાન કોશસ્રોતોમાં નિર્દેશ પામેલાં) પુસ્તકોની એક લાંબી યાદી થઈ હતી, એમાંથી કેટલાંક ‘સંદર્ભ : વ્યાપક’ માટે તારવી લીધા પછી પણ અન્યથા નોંધપાત્ર હોય એવાં પુસ્તકો ઘણાં હતાં. (કેટલાંક કેવળ નિરર્થક, મુદ્રિતરૂપ પામી ગયેલાં પુસ્તકો તો આ કોશની બહાર જ રાખ્યાં છે.)
એવાં નોંધપાત્ર પુસ્તકોમાંનાં નમૂનારૂપ કેટલાંક તે – ‘હિંદસ્વરાજ’ (અને ગાંધીજીનાં બીજાં કેટલાંક), ‘પ્રમાણશાસ્ત્ર-પ્રવેશિકા’ (રા. વિ. પાઠક), ‘સમૂળી ક્રાન્તિ’ (મશરૂવાળા), ‘વનવગડાનાં વાસી’ (વનેચર), ‘મહાભારતનો મર્મ’ (દર્શક), ‘કૃષ્ણનું જીવનદર્શન’ (ગુણવંત શાહ), ‘વૉર વિધાઉટ વાયોલંસ’ (શ્રીધરાણી), વગેરે. અહીં એવાં પુસ્તકો છે તે આ વિભાગનું પણ, અન્ય વિભાગોને સમાંતર મહત્ત્વ સ્થાપિત કરે છે. સાહિત્યસંલગ્ન ને સાહિત્યકારોનાં અન્ય (સાહિત્ય-ઇતર) વિષયોનાં, અહીં સમાવિષ્ટ પુસ્તકોમાં ધર્મ, સંસ્કૃતિ, રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર, કેળવણી, વ્યાપક ચિંતન, પત્રકારત્વ, પશુ-પંખી-વનસ્પતિ વિદ્યા એવા અનેક વિષયોનાં પુસ્તકો છે. વર્તમાનપત્રોના સ્તંભો રૂપે આવેલા લેખાંકોનું ગ્રંથરૂપ પામેલાંમાંથી માત્ર મહત્ત્વનાં વિચાર-માહિતીકેન્દ્રી પુસ્તકો પણ અહીં સમાવ્યાં છે.
સંભવ છે કે આ વિભાગનાં કોઈ-કોઈ પુસ્તકો કોઈને અગાઉના કોઈ વિભાગમાં મૂકવા જેવાં પણ લાગે – ખાસ તો, ‘સંદર્ભ’માં.


૧૮૪૧-૧૮૫૦
૧૮૫૦ થોડાએક ઈરાની પાદશાહોનું ગુજરાતી કવિતામાં દાસ્તાન – મર્ઝબાન ફરદુનજી
૧૮૫૧-૧૮૬૦
૧૮૫૩ મુંબઈ ઈલાકામાં લોઢાની સડક વિષે – આલપાઈવાળા કેખશરો હોરમસજી
૧૮૫૫ સોની વિષે નિબંધ – જોશી સાંકળેશ્વર
૧૮૫૫ ગંજનાંમેહ – લંગડાના મંચેરજી
૧૮૫૬ નીતિસંગ્રહ – કરસનદાસ મૂળજી
૧૮૫૯ રાજનીતિનો ગ્રંથ – કવિ ઉત્તમરામ પરસોતમ
૧૮૬૧-૧૮૭૦
૧૮૬૩ કુમાર બોધ – કવિ હીરાચંદ કાનજી
૧૮૬૩ કુમારિકા બોધ – કવિ હીરાચંજ કાનજી
૧૮૬૫ શેર ને સટ્ટાબાજી – મનચેરજી કાવસજી શાપુરજી ‘મનસુખ’(એક પૂતળા અને પંડિત વચ્ચેના પદ્ય-ગદ્યાત્મક સંવાદ રૂપે)
૧૮૬૫ ઉદ્‌ભિદ પદાર્થ [ધાન્ય, શાકભાજી] – ગોવિંદ નારાયણ
૧૮૬૬ વેદધર્મ તથા વેદધર્મ પછીનાં પુસ્તકો – કરસનદાસ મૂળજી
૧૮૬૭ ભૂગોળનો ઉપયોગ કરવાની રીતિનો ગ્રંથ – હરિલાલ મોહનલાલ
૧૮૬૯ કિમિયાકપટ : નિબંધ – જોશી સાંકળેશ્વર
૧૮૬૯ મુંબઈનું સર્વવિદ્યોત્તેજકાલય એટલે મુંબઈ યુનિવરસિટી... – મારફતિયા નગીનદાસ
૧૮૭૦ હિતોપદેશ શબ્દાર્થ – શાસ્ત્રી વ્રજલાલ
૧૮૭૧-૧૮૮૦
૧૮૭૬ ઇન્ડિયન ન્યૂઝ ઈન ઈંગ્લિશ ગાર્બ [અં.] – મલબારી બહેરામજી
૧૮૭૭ ભરૂચ જિલ્લાનો કેળવણી ખાતાનો ઇતિહાસ – ભટ્ટ ગણપતરામ રાજારામ
૧૮૮૦ ચૂંટી કહાડેેલાં લખાણો – બંગાલી શોરાબજી શાપુરજી
૧૮૮૧-૧૮૯૦
૧૮૮૨ સ્થાનિક સ્વરાજ – પરીખ કેશવલાલ
૧૮૮૪ સ્વરૂપાનુસંધાન (વેદાંતસિદ્ધાંત)[સંસ્કૃત] – ઓઝા ગૌરીશંકર ‘ગગા ઓઝા’
૧૮૮૫ ધર્મવિચાર – દવે નર્મદાશંકર ‘નર્મદ’
૧૮૮૫ કૌતુકમાળા અને બોધવચનો : ભા. ૧ [લોકોક્તિ- આધારિત ટૂચકા-કથાઓ] – વકીલ ગણેશજી
૧૮૮૬ કાકા ભત્રીજાની વાર્તા – છોટાલાલ વરજદાસ
૧૮૮૬ ભાઈ-બહેન પર પડતા દુઃખના ડુંગર – છોટાલાલ વરજદાસ
૧૮૮૭ સદ્‌ગુણી સ્ત્રીચરિત્ર – આચાર્ય વલ્લભજી
૧૮૮૭ દલાકલાની દોસ્તી – છોટાલાલ વરજદાસ
૧૮૮૭ નાની મિત્ર અને જાની મિત્ર સંવાદ – જાની ભગુભાઈ
૧૮૮૯, ૧૯૦૧, ૧૯૦૩ ચંદ્રકાન્ત : ભા. ૧, ૨, ૩ [વેદાંતવિચાર - દ્રષ્ટાંત] – દેસાઈ ઈચ્છારામ
૧૮૯૦ મહેતાજી અને તલાટીનો સંવાદ – ભટ્ટ મહાસુખરામ
૧૮૯૦ સુરતમાંડવીનું દેશી રાજ્ય – પઠાણ રહેમાનખાં, ઉપાધ્યાય વજેરામ
૧૮૯૧-૧૯૦૦
૧૮૯૧ એક પુનર્વિવાહની કહાણી – માધવદાસ રૂગનાથજી
૧૮૯૩ છૂપી પોલીસ – પટેલ મણિલાલ દલપતરામ
૧૮૯૩ સચિત્ર દેશી રમતો – મોદી છગનલાલ ઠાકોરદાસ (+ પારેખ જીભાઈ)
૧૮૯૩ સ્ત્રીજાતિવિષય વિવેચન – દીવેચા નારાયણ હેમચંદ્ર
૧૮૯૪ અંબિકાસ્તુતિ – જોશી ડાહ્યાલાલ
૧૮૯૫ મરણ પાછળ જમણવાર – ગાંધી ત્રિકમલાલ
૧૮૯૬ જમણવાર બંધ કરી શું કરવું? – ગાંધી ત્રિકમલાલ
૧૮૯૬ જ્ઞાતિહિતોપદેશ – ગાંધી ત્રિકમલાલ
૧૮૯૬ ધર્મ-નીતિ : ભા. ૩ – જાગોસ મનચેરજી
૧૮૯૬ કામશાસ્ત્ર – શાસ્ત્રી મણિશંકર ગોવિંદજી
૧૮૯૭ વૈદ્યવિદ્યાનું તાત્પર્ય – ભટ્ટ પ્રાણશંકર
૧૮૯૮ બાલબોધ – ગૌરીશંકર ગોવિંદજી
૧૮૯૮ વેદાન્તવિચાર – ત્રિપાઠી મનઃસુખરામ
૧૯૦૦ અમર આશાવિવરણ – ગૌરીશંકર ગોવિંદજી
૧૯૦૦ ઔષધિકોશ – વૈષ્ણવ ચમનરાય
૧૯૦૧-૧૯૧૦
૧૯૦૧ સંસાર સુધારો – કાંટાવાળા હરગોવિંદદાસ
૧૯૦૧, ૦૩ ચંદ્રકાન્ત : ભા. ૨, ૩ – દેસાઈ ઈચ્છારામ
૧૯૦૨ સ્વર્ગનું વિમાન – પઢિયાર અમૃતલાલ
૧૯૦૩ ધર્મનો મર્મ અને પારસીની તથા પરમેશ્વરનું પંપાલન – ઘડિયાળી દીનશાહ
૧૯૦૩ સ્વર્ગની કૂંચી – પઢિયાર અમૃતલાલ
૧૯૦૪ અદ્વૈતામૃત – વૈદ્ય વિશ્વનાથ
૧૯૦૯ હિંદ સ્વરાજ – ગાંધી મોહનદાસ, ‘ગાંધીજી’(સાહિત્યકોશ : ૨ માં ૧૯૨૨ છે એ ખોટું વર્ષ.)
૧૯૦૯ સંધ્યા યાને મરાઠા રાજ્યનો સૂર્યાસ્ત – સંપટ પુરુષોત્તમ વિશ્રામ માવજી
૧૯૦૯ ન્યાયસાર – વૈદ્ય વિશ્વનાથ
૧૯૧૦ ચારણધર્મ – ગૌરીશંકર ગોવિંદજી
૧૯૧૧-૧૯૨૦
૧૯૧૨ ઈસ્લામી નીતિશાસ્ત્ર – પીરઝાદા મોટામિયાં કાયમુદ્દીન
૧૯૧૩ હિંદની કેળવણી – પટ્ટણી વિજયશંકર
૧૯૧૩ નીતિશિક્ષણ – ધ્રુવ આનંદશંકર
૧૯૧૩ ધર્મવર્ણન – ધ્રુવ આનંદશંકર
૧૯૧૪ દયાળુ બ્રિટન રાજભક્તિ – ગિરધરલાલ જગજીવનદાસ
૧૯૧૪ અશોકપલ્લવ અને સ્તવનચન્દ્રિકા – જોશી હરિશંકર
૧૯૧૪ માનસશાસ્ત્ર – દિવેટિયા હરિસિદ્ધભાઈ
૧૯૧૪ વિદ્યાસાગર તથા રંતિદેવના સંવાદો – દેસાઈ ચંદુલાલ નંદલાલ
૧૯૧૪ સ્વર્ગની સડક – પઢિયાર અમૃતલાલ
૧૯૧૫ જૈન દૃષ્ટિએ યોગ – કાપડિયા મોતીચંદ
૧૯૧૫ અંબાલાલ સાકરલાલનાં ભાષણો અને લેખો – ઠાકોર વૈકુંંઠલાલ
૧૯૧૫ સરસ્વતીચંદ્ર નાટકનો ટૂંકસાર અને ગાયનો – નંદવાણા મોતીરામ
૧૯૧૬ અદ્‌ભુત આગબોટ – અમીન ગોવર્ધનદાસ
૧૯૧૬ યુરોપના રણરંગ – અમીન ગોવર્ધનદાસ
૧૯૧૬ આપણો ધર્મ – ધ્રુવ આનંદશંકર
૧૯૧૬ પ્રજ્ઞાપારમિતાસૂત્ર – ધ્રુવ ગટુલાલ
૧૯૧૭ આરોગ્ય વિજ્ઞાનની વાતો – જોશી કલ્યાણરાય
૧૯૧૭ નિર્ગુણલક્ષ્મી અને સદ્‌ગુણલક્ષ્મી તથા અન્ય લેખો – પંડ્યા વસંતબા
૧૯૧૮ સ્વ. દી. બ. અંબાલાલ સાકરલાલ દેસાઈનાં ભાષણો અને લેખો – દેસાઈ અંબાલાલ (સંપા. વૈકુંઠરાય ઠાકોર)
૧૯૧૮ અંત્યજસ્તોત્ર – પઢિયાર અમૃતલાલ
૧૯૧૯ બેટી, તું સાસરે કેમ શમાશે? – દેસાઈ સોરાબજી
૧૯૧૯ હિન્દુ વેદધર્મ – ધ્રુવ આનંદશંકર
૧૯૧૯ થિયોસોફી લેખમાળા – દોશી મણિલાલ
૧૯૨૦ સિમંધરસ્વામીને ખુલ્લો પત્ર – દોશી મણિલાલ
૧૯૨૧-૧૯૩૦
૧૯૨૧ ભૂગોળનો પદ્યપાઠ – શાહ ભાઈચંદ પૂજાદાસ
૧૯૨૧ ઇતિહાસનો પદ્યપાઠ – શાહ ભાઈચંદ પૂજાદાસ
૧૯૨૧ રણજિત કૃતિ સંગ્રહ [મ.; નવલકથાઓ, વાર્તાઓ, નાટક] – મહેતા રણજિતરામ (સંપા. ક. મા.મુનશી)
૧૯૨૨ સર્વોદય – ગાંધી મોહનદાસ, ‘ગાંધીજી’
૧૯૨૨ શ્રીકૃષ્ણ અર્જુન ગીતોપદેશ – જોશી મણિશંકર દ.
૧૯૨૨ ગુજરાતના ઇતિહાસની સહેલી વાતો – દેસાઈ પ્રાણલાલ કીરપારામ
૧૯૨૨ હિંદનું સરવૈયું – પટ્ટણી વિજયશંકર
૧૯૨૨ પ્રમાણશાસ્ત્રપ્રવેશિક – પાઠક રામનારાયણ વિ.
૧૯૨૩ મ્હારા ધર્મવિચાર – ઘારેખાન રંગનાથ
૧૯૨૩ કલાપી-કાન્તના સંવાદો (બી. આ.) – ભટ્ટ મણિશંકર ‘કાન્ત’
૧૯૨૪ ભાવનાસૃષ્ટિ [વિવિધ સ્વરૂપોમાં સર્જનાત્મક] – ત્રિવેદી વિષ્ણુપ્રસાદ
૧૯૨૪ સ્વિટ્‌ઝર્લેન્ડની સ્વતંત્રતા – શુક્લ રામચંદ્ર
૧૯૨૪ ધમ્મપદ – પાઠક રામનારાયણ વિ. (+ કોસંબી ધર્માનંદ)
૧૯૨૫ યરવડાના અનુભવ – ગાંધી મોહનદાસ, ‘ગાંધીજી’
૧૯૨૫ અજબગજબ – જોશી બાલકૃષ્ણ
૧૯૨૫ ગૌરી – જોશી બાલકૃષ્ણ
૧૯૨૫ અનુગીતા અથવા શ્રીમદ્‌ ભગવદ્‌ગીતાનું અનુસંધાન – દેસાઈ નટવરલાલ ઇચ્છારામ
૧૯૨૫ શું ઈસ્લામ રાક્ષસી ધર્મ છે? – પીરઝાદા મોટામિયાં કાયમુદ્દીન
૧૯૨૫ કેળવણીના પાયા – મશરૂવાળા કિશોરલાલ ઘ.
૧૯૨૬ દાક્તર કે દૈત્ય? – જોશી બાલકૃષ્ણ
૧૯૨૬ સંન્યાસિની – જોશી બાલકૃષ્ણ
૧૯૨૬ સૌંદર્યતત્ત્વ – દવે મહાશંકર ‘ભારદ્વાજ’
૧૯૨૬ શિક્ષણના વહેમો – બધેકા ગિજુભાઈ
૧૯૨૭ ન્હાનાલાલ જન્મ-સુવર્ણમહોત્સવ – ઓઝા કાશીરામ
૧૯૨૭ મુંડકોપનિષદ અને જૈન ધર્મ – ક્રાઉસ શાર્લટ હેર્મન/સુભદ્રાદેવી
૧૯૨૭ આધુનિક વિજ્ઞાન અને જૈન ધર્મ – ક્રાઉસ શાર્લટ હેર્મન/સુભદ્રાદેવી
૧૯૨૭ નીતિનાશને માર્ગે – ગાંધી મોહનદાસ, ‘ગાંધીજી’
૧૯૨૭ ગુજરાતનો રાજરંગ – જોશી મણિશંકર દ., ભટ્ટ બા. પ્રા.
૧૯૨૮ સુમતિ – જોશી બાલકૃષ્ણ
૧૯૨૯ રણવીરની તલવાર – જોશી બાલકૃષ્ણ
૧૯૨૯ તોફાની બાળક – બધેકા ગિજુભાઈ
૧૯૨૯ દવાખાને જાય ચાડિયો – બધેકા ગિજુભાઈ
૧૯૨૯ ઍન ઈન્ટરપ્રિટેશન ઑવ જૈન એથિક્‌સ – ક્રાઉન શાર્લટ હેર્મન/સુભદ્રાદેવી
૧૯૨૯ જીવનશોધન – મશરૂવાળા કિશોરલાલ ઘ.
૧૯૩૦ બાપુની સ્વરાજયાત્રા – અક્કડ વલ્લભદાસ
૧૯૩૦ દુઃખમાં દિલાસો અને વિપત્તિમાં ધીરજ – ઓઝા લલ્લુભાઈ
૧૯૩૦ મંગલપ્રભાત – ગાંધી મોહનદાસ, ‘ગાંધીજી’
૧૯૩૦ ગીતાબોધ – ગાંધી મોહનદાસ, ‘ગાંધીજી’
૧૯૩૦ અનાસક્તિયોગ – ગાંધી મોહનદાસ, ‘ગાંધીજી’
૧૯૩૦ સ્વરાજ અને સંસ્કૃતિ – દૂરકાળ જયેન્દ્રરાય
૧૯૩૦ વીરની હાકલ [ભાષણો] – પટેલ વલ્લભભાઈ
૧૯૩૦ વિજ્ઞાનનો વિકાસ – સોમપુરા રેવાશંકર
૧૯૩૧-૧૯૪૦
૧૯૩૧ અયોધ્યા ઓહિયાં યાને કંપની સરકારની દગલબાજી – જોશી છગનલાલ
૧૯૩૧ બ્રાહ્મધર્મ – ધ્રુવ ગટુલાલ
૧૯૩૧ એક ઘોડાની આત્મકથા – પટેલ મણિલાલ દલપતરામ
૧૯૩૨ યુગસ્મૃતિ – આચાર્ય જમિયતરામ
૧૯૩૨ વાર્તાઓ અને સંસારચિત્રો – દેસાઈ પ્રાણલાલ કીરપારામ
૧૯૩૨ ધર્મ અને સમાજ ૧ – નીલકંઠ રમણભાઈ
૧૯૩૩ તીર્થયાત્રા દિગ્દર્શન – ઓઝા લલ્લુભાઈ
૧૯૩૩ હિન્દના ઇતિહાસમાં હિન્દુ મુસ્લિમ એકતા – દરગાહવાલા ઈમામુદ્દીન
૧૯૩૩ ઈશ્વરનો ઈનકાર – પટેલ નરસિંહભાઈ ઈશ્વરલાલ
૧૯૩૪ ગોેસેવા – ગાંધી મોહનદાસ, ‘ગાંધીજી’
૧૯૩૪ વર્ણવ્યવસ્થા – ગાંધી મોહનદાસ, ‘ગાંધીજી’
૧૯૩૪ પૃથ્વીનો પરિચય – જોશી કલ્યાણરાય (+ અન્ય)
૧૯૩૪ વાલ્મીકિનું આર્ષદર્શન – ત્રિવેદી રતિલાલ
૧૯૩૪ સત્યાગ્રહની મીમાંસા – દેસાઈ મગનભાઈ
૧૯૩૪ સામ્યવાદ અને સર્વોદય – પરીખ નરહરિ
૧૯૩૪ કર્મયોગ – મથુરાદાસ ત્રિકમજી
૧૯૩૪ યુનિવર્સિટી ઑફ નાલંદા – સાંકળિયા હસમુખ
૧૯૩૫ નવયુગનો જૈન – કાપડિયા મોતીચંદ
૧૯૩૫ ધર્મમંથન – ગાંધી મોહનદાસ, ‘ગાંધીજી’
૧૯૩૫ શિક્ષક હો તો – બધેકા ગિજુભાઈ
૧૯૩૫ ચાલો વાંચીએ – બધેકા ગિજુભાઈ
૧૯૩૫ વિદાય વેળાએ (અનુવાદ) – મશરૂવાળા કિશોરલાલ ઘ. (ધ પ્રોફેટ ખલિલ જિબ્રાન)
૧૯૩૬ ભારતના ઇતિહાસની વાતો – અક્કડ વલ્લભદાસ
૧૯૩૬ હું બાવો ને મંગળદાસ – આચાર્ય ગુણવંતરાય
૧૯૩૬ જગતના વિદ્યમાન ધર્મો – ભટ્ટ ગોવિંદલાલ
૧૯૩૬ પત્ર ગીતા – ભટ્ટ/વળામે પાંડુરંગ ‘રંગઅવધૂત’
૧૯૩૬ જીવન વિકાસ [કેળવણી વિશે] – કાલેલકર દત્તાત્રેય ‘કાકાસાહેબ’
૧૯૩૭ એકલા એકલા – અક્કડ બ્રિજરત્નદાસ
૧૯૩૭ વ્યાપક ધર્મભાવના – ગાંધી મોહનદાસ, ‘ગાંધીજી’
૧૯૩૭ મુસ્લીમ સમયનું સ્પેન અને બીજા નિબંધો – દરગાહવાલા ઈમામુદ્દીન
૧૯૩૭ સ્ફીઅર્સ ઑવ સાયન્સ ઍન્ડ ફિલોસૉફી – દૂરકાળ જયેન્દ્રરાય
૧૯૩૭ તારુણ્યમાં પ્રવેશતી કન્યાને પત્રો – દેસાઈ મહાદેવ, પરીખ નરહરિ
૧૯૩૭ મહિલા શિષ્ટાચાર – પટેલ ભાઈલાલભાઈ ડાહ્યાભાઈ
૧૯૩૭ સ્ત્રીપુરુષ મર્યાદા – મશરૂવાળા કિશોરલાલ ઘ.
૧૯૩૮ ખરી કેળવણી – ગાંધી મોહનદાસ, ‘ગાંધીજી’
૧૯૩૮ કેળવણીનો કોયડો – ગાંધી મોહનદાસ, ‘ગાંધીજી’
૧૯૩૮ ત્યાગમૂર્તિ અને બીજા લેખો – ગાંધી મોહનદાસ, ‘ગાંધીજી’ (ચોથી આ.)
૧૯૩૮ કેમ અને શા માટે? – પટેલ ભાઈલાલભાઈ ડાહ્યાભાઈ
૧૯૩૯ સમાજ અને સમસ્યા – એડનવાળા નૂરભાઈ
૧૯૩૯ ગરવી ગુજરાત : ભા. ૧, ૨, ૩ – જોશી રસિકલાલ
૧૯૩૯ વર્ધા કેળવણીનો પ્રયોગ – પરીખ નરહરિ
૧૯૩૯ વૉર વિધાઉટ વાયોલન્સ – શ્રીધરાણી કૃષ્ણલાલ
૧૯૪૦ રાષ્ટ્રભાષા પ્રારંભિની – અક્કડ વલ્લભદાસ
૧૯૪૦ યંત્રની મર્યાદા – પરીખ નરહરિ
૧૯૪૦ મનને – ભગત ચુનીલાલ ‘(શ્રી) મોટા’
૧૯૪૦ મીઠી નજરે – મહેતા ધનસુખલાલ
૧૯૪૦ ઉધઈનું જીવન (અનુવાદ) – મશરૂવાળા કિશોરલાલ ઘ. (મોરીસ મેટરલિંક)
૧૯૪૧-૧૯૫૦
૧૯૪૧ શ્રી અરવિંદ યોગદર્શન – દવે નાથાલાલ
૧૯૪૧ માટીના ચૂલા – પરીખ કાન્તિલાલ
૧૯૪૨ સંગીતશ્રેણી – જોશી હરિશંકર
૧૯૪૨ જાપાન – સંપટ ડુંગરશી
૧૯૪૩ જીવન અને સાહિત્ય – ઉદેશી ચાંપશી
૧૯૪૩ તોરણ – ઘારેખાન રમેશ
૧૯૪૩ ગુજરાતી સંસ્કૃતિના સંરક્ષકો : ગ્રંથ ૧ આપણા કેળવણીકારો, અધ્યાપકો – દવે મોહનલાલ ધ.
૧૯૪૩ વોર્નિગ ટુ ધ વેસ્ટ – શ્રીધરાણી કૃષ્ણલાલ
૧૯૪૩ હિંદ : વિશ્વયુદ્ધના વમળમાં – સંપટ ડુંગરશી
૧૯૪૪ તુજ ચરણે – ભગત ચુનીલાલ ‘(શ્રી) મોટા’
૧૯૪૪ ગીતાધર્મ – કાલેલકર દત્તાત્રેય ‘કાકાસાહેબ’
૧૯૪૫ બે વિચારધારા – પંચોલી મનુભાઈ ‘દર્શક’
૧૯૪૫ શ્રીમદ્‌ લોકભાગવત – ભટ્ટ નૃસિંહપ્રસાદ ‘નાનાભાઈ ભટ્ટ’
૧૯૪૫ વ્યાપારી સર્વસંગ્રહ – સંપટ ડુંગરશી
૧૯૪૫ નિત્યનો આચાર – પાઠક રામનારાયણ વિ.
૧૯૪૫ માનવીય ખંડેરો (અનુવાદ) – મશરૂવાળા કિશોરલાલ ઘ. (હુ વૉક અલોન, પેરી બર્જેસ)
૧૯૪૬ ધ મહાત્મા એન્ડ ધ વર્લ્ડ – શ્રીધરાણી કૃષ્ણલાલ
૧૯૪૬ લોક કિતાબ – ભટ્ટ ચંદ્રભાઈ
૧૯૪૬ વાસુદેવ સપ્તશતી – ભટ્ટ/વળામે પાંડુરંગ ‘રંગઅવધૂત’
૧૯૪૭ ચીનનાં બાળકો – દેસાઈ નીરુભાઈ
૧૯૪૭ હીરોશીમા – દેસાઈ નીરુભાઈ
૧૯૪૭ ક્રાન્તિનાં પરિબળો – ભટ્ટ ચંદ્રભાઈ
૧૯૪૭ વનવગડાના વાસી – આચાર્ય હરિનારાયણ ‘વનેચર’
૧૯૪૮ આરોગ્યની ચાવી – ગાંધી મોહનદાસ, ‘ગાંધીજી’
૧૯૪૮ તુલસી રામાયણનાં મહાવાક્યો(પુનર્મુદ્રણ) – ઠક્કર ગોપાલજી
૧૯૪૮ જીવન સંદેશ – ભગત ચુનીલાલ ‘(શ્રી) મોટા’
૧૯૪૮ ૫૭નો દાવાનળ – ભટ્ટ ચંદ્રભાઈ
૧૯૪૮ લોકક્રાન્તિ – ભટ્ટ ચંદ્રભાઈ
૧૯૪૮ સમૂળી ક્રાંતિ – મશરૂવાળા કિશોરલાલ ઘ.
૧૯૪૯ આપણા દેશનો સરળ ઇતિહાસ – અક્કડ બ્રિજરત્નદાસ
૧૯૪૯ જિબ્રાનની જીવનવાણી – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’
૧૯૪૯ સરદારનાં ભાષણો – પટેલ વલ્લભભાઈ (સંપા. ઉત્તમચંદ શાહ)
૧૯૪૯ શ્રીમદ્‌ રાજચંદ્ર-વચનામૃત સારસંગ્રહ [મ.] – મહેતા રાજચંદ્ર ‘શ્રીમદ્‌ રાજચંદ્ર’
૧૯૪૯ ગુજરાતની લોકમાતાઓ – શુક્લ શિવશંકર
૧૯૪૯ શોધ અને સિદ્ધિ – શેઠના સુરેશ (+ અન્ય)
૧૯૪૯ કેળવણી વિવેક – મશરૂવાળા કિશોરલાલ ઘ.
૧૯૫૦ દેવ આરાધના – ગાંધી ચિમનલાલ, ‘વિવિત્સુ’
૧૯૫૦ જીવન દ્વારા શિક્ષણ – પટેલ શિવાભાઈ
૧૯૫૦ કેળવણી વિકાસ – મશરૂવાળા કિશોરલાલ ઘ.
૧૯૫૦ ગુજરાતના પ્રાણીઓની વર્ણાનુક્રમણી – આચાર્ય હરિનારાયણ ‘વનેચર’
૧૯૫૧-૧૯૬૦
૧૯૫૧ કાંતણવિદ્યા – પટેલ શિવાભાઈ
૧૯૫૨ સાધનાઝાંખી – ઘારેખાન રમેશ
૧૯૫૨ જીવનસાધના – ચૌધરી માધવભાઈ ‘માધવ મો. ચૌધરી’
૧૯૫૨ ચાર મોરચાની કેળવણી – શુક્લ દામુભાઈ
૧૯૫૩ સામાન્ય વિજ્ઞાનના પાઠો : ભા. ૧ થી ૫ – જોશી કલ્યાણરાય
૧૯૫૩ જંગલની કેડી [પ્રાણીકથાઓ] – વાસુ વિજયશંકર ‘વિજયગુપ્ત મૌર્ય’
૧૯૫૪ જીવનગીતા – આચાર્ય જમિયતરામ
૧૯૫૪ સત્યં શિવં સુંદરમ્‌ – કાપડિયા પરમાનંદ
૧૯૫૪ મોતનો સામનો [પ્રાણીકથાઓ] – વાસુ વિજયશંકર ‘વિજયગુપ્ત મૌર્ય’
૧૯૫૫ દ્વાર અને દીવાલ – કાપડિયા કુન્દનિકા
૧૯૫૫ ઇતિહાસની તેજમર્તિઓ – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’
૧૯૫૫ સમૂહજીવન અને છાત્રાલય – પટેલ શિવાભાઈ
૧૯૫૫ ખાદીમૈયા – ચોક્સી સારાભાઈ
૧૯૫૫ - ૬૮ ઘરઘરની જ્યોત : ભા. ૧, ૨, ૩, ૪ – નીલકંઠ વિનોદિની
૧૯૫૬ બિહારની કોમી આગમાં – ગાંધી મનુબેન
૧૯૫૬ પ્રાણીઘર – ચંદરવાકર પુષ્કર
૧૯૫૬ અધ્યાત્મવિચારણા – સંઘવી સુખલાલ ‘પંડિત સુખલાલજી’
૧૯૫૬ જીવનપ્રદીપ [ભગવદ્‌ગીતા વિશે] – કાલેલકર દત્તાત્રેય ‘કાકાસાહેબ’
૧૯૫૭ મહેસાણા : પ્રાચીન-અર્વાચીન – ભોજક કનૈયાલાલ
૧૯૫૮ દામ્પત્યગીતા – આચાર્ય જમિયતરામ
૧૯૫૮ નીતિ અને વ્યવહાર – કલાર્થી મુકુલભાઈ
૧૯૫૮ જિબ્રાનનું જીવનસ્વપ્ન – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’
૧૯૫૮ સમાજશુદ્ધિ યા વ્યવહારશુદ્ધિ – પટેલ રાવજીભાઈ મણિભાઈ
૧૯૫૮ ગીતાનો પરમેશ્વર – ભટ્ટ નલિન
૧૯૫૮ ગીતાનો સ્થિતપ્રજ્ઞ – ભટ્ટ નલિન
૧૯૫૯ સ્ત્રીશક્તિ – આચાર્ય જમિયતરામ
૧૯૫૯ માંડૂક્યોપનિષદ – દેસાઈ મગનભાઈ
૧૯૫૯ વણાટપ્રવેશ – પટેલ શિવાભાઈ
૧૯૫૯ ઘરનો વહીવટ – નીલકંઠ વિનોદિની
૧૯૫૯ જીવનચિંતન – કાલેલકર દત્તાત્રેય ‘કાકાસાહેબ’
૧૯૬૦ ભૂદાનપોથી – ગાંધી સુભદ્રા ભોગીલાલ
૧૯૬૦ તીરથ – દેસાઈ નૈષધકુમાર
૧૯૬૦ ઝીલ્યો મેં પડકાર – પંડ્યા ધ્રુવકુમાર
૧૯૬૦ મેકોલે કે ગાંધીજી? (ભારતમાં અંગ્રેજીનું સ્થાન) – દેસાઈ મગનભાઈ
૧૯૬૦ આસપાસ  આજના સમય સાથે ગાંધીજીનું ઔચિત્ય : થોડું ચિંતન – પટવારી પ્રભુદાસ
૧૯૬૧-૧૯૭૦
૧૯૬૧ બિહાર પછી દિલ્હી – ગાંધી મનુબેન
૧૯૬૧ બા બાપુની અંતિમ ઝાંખી – ગાંધી મનુબેન
૧૯૬૧ આપણા યુગનો ભસ્માસુર – ગાંધી સુભદ્રા ભોગીલાલ
૧૯૬૧ ઇલિયડ [સાર અને ચર્ચા] – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’
૧૯૬૧ જિબ્રાનનું જીવનદર્શન – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’
૧૯૬૧ જગતનાં પાટનગરો – દાસ વર્ષા
૧૯૬૧ આફ્રિકામાં અંધારું નથી – દેસાઈ મહેન્દ્રકુમાર
૧૯૬૧ કેળવણીનું દર્શન – ફડિયા પદ્માબહેન
૧૯૬૧ બાળસુરક્ષા – નીલકંઠ વિનોદિની
૧૯૬૨ ચંબલનાં કોતરોમાં – ગાંધી સુભદ્રા ભોગીલાલ
૧૯૬૨ ભારત પર ચીની આક્રમણ – પટેલ ભાઈલાલભાઈ ડાહ્યાભાઈ
૧૯૬૨ ઈન્ડિયન આર્કિયોલૉજી ટુડે – સાંકળિયા હસમુખ
૧૯૬૨ કપિનાં પરાક્રમો [પ્રાણીકથાઓ] – વાસુ વિજયશંકર ‘વિજયગુપ્ત મૌર્ય’
૧૯૬૩ પાયાની કેળવણીમાં અનુબંધની કળા – દેસાઈ શાંતિલાલ
૧૯૬૩ નેફા : ભારતની ઈશાની સરહદ – મહેતા રશ્મિન્‌
૧૯૬૩ પ્રાથમિક શિક્ષણની જૂની નવી સંકલ્પના – ઉપાધ્યાય ચંદ્રકાન્ત
૧૯૬૩ જીવનવ્યવસ્થા – કાલેલકર દત્તાત્રેય ‘કાકાસાહેબ’
૧૯૬૩ હાથીના ટોળામાં [પ્રાણીકથાઓ] – વાસુ વિજયશંકર ‘વિજયગુપ્ત મૌર્ય’
૧૯૬૪ સંસ્કૃતનું અભિનવ અધ્યાપન – આક્રુવાલા સી.
૧૯૬૪ સ્વામી વિવેકાનંદની વાતો – કલાર્થી નિરંજનાબેન
૧૯૬૪ નિત્યનું જીવનઘડતર – ચૌધરી માધવભાઈ ‘માધવ મો. ચૌધરી’
૧૯૬૪ માનસનાં મોતી – દવે જયંતીલાલ તુલસીરામ
૧૯૬૪ નવી યુનિવર્સિટીઓ – દેસાઈ મગનભાઈ
૧૯૬૪ આચાર્યના અનુભવો – ઉપાધ્યાય ચંદ્રકાન્ત
૧૯૬૪ નહેરુનું ઇતિહાસદર્શન – ભટ્ટ ચંદ્રભાઈ
૧૯૬૪, ૧૯૬૬ દિલ્હીમાં ગાંધીજી – ગાંધી મનુબેન
૧૯૬૫ સમાજશિક્ષણ – આક્રુવાલા સી.
૧૯૬૫ બુનિયાદી શિક્ષણ – આક્રુવાલી સી.
૧૯૬૫ સમરાંગણનો સાદ – જોશી બાબુભાઈ
૧૯૬૫ નવજીવન શ્રેણી : ૧-૧૫ – જોશી બાબુભાઈ
૧૯૬૫ શિક્ષણમાં મનોવિજ્ઞાન – બારોટ બંસીકુમાર
૧૯૬૫ પુનિત રામાયણ – ભટ્ટ બાલકૃષ્ણ ‘પુનિત મહારાજ’
૧૯૬૬ ફુરસદની ઋતુના ફુલ – અમીન આપાજી
૧૯૬૬ ગામનો વિદ્રોહ – આચાર્ય રામમૂર્તિ
૧૯૬૬ કાશ્મીરની કહાણી – દેસાઈ જિતેન્દ્ર
૧૯૬૬ સંસ્કારધન – પટેલ ઈશ્વરભાઈ ‘ઈશ્વર પેટલીકર’
૧૯૬૭ જૈન ધર્મનું હાર્દ – કાપડિયા પરમાનંદ
૧૯૬૭ વિશ્વના મહાન ધર્મો – જોશી પ્રાણશંકર
૧૯૬૮ ગાંધીજીવન દીપિકા – ઓઝા વ્રજલાલ
૧૯૬૮ ક્રાંતિપ્રશ્ન – ખાટસૂરિયા હિંમત
૧૯૬૮ સમુદ્રના દ્વીપ – ચાવડા કિશનસિંહ
૧૯૬૮ વનસ્પતિજીવનદર્શન – નાગોરી ઈસ્માઈલભાઈ
૧૯૬૮ શાકભાજી અને ફળ – નાગોરી ઈસ્માઈલભાઈ
૧૯૬૮ સર્વોદય શું છે? – દેસાઈ નારાયણ
૧૯૬૮ સ્વામી વિવેકાનંદના પત્રો (સંકલન) – દેસાઈ મોહનલાલ દલીચંદ
૧૯૬૮ ચિદંબરા – લુહાર ત્રિભુવનદાસ ‘સુંદરમ્‌’
૧૯૬૮ વિમર્શ – માવળંકર પુરુષોત્તમ
૧૯૬૯ જીવનવૈભવ – ઈશ્વરલાલ વસંતલાલ
૧૯૬૯ ગાંધીવિચારો જૂનવાણી થઈ ગયા છે? – દેસાઈ નારાયણ
૧૯૬૯ સુન્દરવન – દેસાઈ વાલજી ગોવિંદજી
૧૯૬૯ મહાન વૈજ્ઞાનિકો : ભા. ૧, ૨ – શેઠના સુરેશ (+ અન્ય)
૧૯૬૯ મીણ, માટી ને માનવી – ઠક્કર નટુભાઈ
૧૯૬૯ પરમસખા મૃત્યુ – કાલેલકર દત્તાત્રેય ‘કાકાસાહેબ’
૧૯૭૦ આપણું પંચાયતી રાજ્ય – જોશી નરેન્દ્રકુમાર
૧૯૭૦ ગાંધી તત્ત્વમીમાંસા – દેસાઈ શાંતિલાલ
૧૯૭૦ આંગણાનો બગીચો અને ફૂલ – નાગોરી ઈસ્માઈલભાઈ
૧૯૭૦ માનવચેતના – પાઠક પ્રાણજીવન
૧૯૭૦ પોરબંદર – વોરા મણિભાઈ
૧૯૭૦ આસપાસ  વાડી પરનાં વહાલાં – નાગોરી ઈસ્માઈલભાઈ
૧૯૭૧-૧૯૮૦
૧૯૭૧ ઇતિહાસકથામાળા – જોશી કનૈયાલાલ
૧૯૭૧ બિનસાંપ્રદાયિકતા શું છે? – દલાલ યાસીન
૧૯૭૨ ઓતાબાપાનો વડલો – ગાંધી પ્રભુદાસ
૧૯૭૨ પુષ્પસંયોજના – છાયા રતિલાલ
૧૯૭૨ સંસ્કારસુધા – જોશી કનૈયાલાલ
૧૯૭૨ ગીતાદર્શન – જોશી નરેન્દ્રકુમાર
૧૯૭૨ અધિકાર અને રાજ્યાધિકાર – પટ્ટણી વિજયશંકર
૧૯૭૨ શરણાર્થીઓની છાવણીમાં – વોરા રઘુવીર
૧૯૭૨ સાક્ષાત્કારને રસ્તે – મહેતા યશોધર
૧૯૭૩ બિનસાંપ્રદાયિકતા અને મુસ્લીમ માનસ – દલાલ યાસીન
૧૯૭૩ પીડ પરાઈ – દવે મકરંદ
૧૯૭૩ લોકશાહી – પંચોલી મનુભાઈ ‘દર્શક’
૧૯૭૩ સંસ્કાર શિક્ષક – ભટ્ટ કરુણાશંકર
૧૯૭૩ સાંખ્યયોગ – શાહ નગીનદાસ જીવણલાલ
૧૯૭૩ શીખ ધર્મ દર્શન – સાંડેસરા ઉપેન્દ્રરાય
૧૯૭૩ સંસ્કારલક્ષી શિક્ષણ : ૧ (પત્રો) – ભટ્ટ કરુણાશંકર
૧૯૭૪ ગીતા દર્શન – આચાર્ય જગદીશચંદ્ર
૧૯૭૪ ચિંતનયાત્રા – કાપડિયા પરમાનંદ
૧૯૭૪ યોગદર્શન – જોશી નરેન્દ્રકુમાર
૧૯૭૫ ગીરના સિંહ – કાપડી બાલકદાસ
૧૯૭૫ ગીતા : એક અનુશીલન– દેસાઈ મોરારજી
૧૯૭૫ અભિનવ મહાભારત – દોશી શિવલાલ/મુનિ સંતબાલ
૧૯૭૫ સમાજ એટલે શું? – વોરા ધૈર્યબાળા
૧૯૭૬ પુરાણ અને વિજ્ઞાન – કોટક વજુ
૧૯૭૬ સા વિદ્યા યા – જાની કનુભાઈ
૧૯૭૬ ભારતીય ક્રિકેટના સિતારાઓ – બિનીવાલે જગદીશ ‘ભારદ્વાજ’
૧૯૭૬ મૂઝવતું બાળવર્તન – પંડિત હર્ષિદા
૧૯૭૬ જાગીને જોઉં તો – યાજ્ઞિક અમૃતલાલ
૧૯૭૭ બે નંબરનો હિરો – કચ્છી ધ્રુવકુમાર
૧૯૭૭ કેળવણીનો કીમિયો – જોશી ઉમાશંકર
૧૯૭૭ રિપોટિંગના સિદ્ધાંતો – દલાલ યાસીન
૧૯૭૭ જનસંપર્ક અને જાહેરખબર – દલાલ યાસીન
૧૯૭૭ બાળઉછેરની બાળપોથી – દેસાઈ વનમાળા
૧૯૭૭ ભરવાડોની સામાજિક કથાઓ-ગોપાલદર્શન – બારોટ પૂજાંભાઈ
૧૯૭૭ ભારતના અગિયાર ઉત્તમ ક્રિકેટરો – ભટ્ટ ભરત
૧૯૭૭ ફિલસૂફની આંખે – સાવલા માવજી
૧૯૭૮ આપણું ભોજન – કાપડી બાલકદાસ
૧૯૭૮ અંતર્વેદી – દવે મકરંદ
૧૯૭૮ મહાભારતનો મર્મ – પંચોલી મનુભાઈ ‘દર્શક’
૧૯૭૮ બૌદ્ધધર્મદર્શન – શાહ નગીનદાસ જીવણલાલ
૧૯૭૮ મહાભારતમાં ધર્મસંવાદ – સાંડેસરા ઉપેન્દ્રરાય
૧૯૭૮ ધૃતરાષ્ટ્રનું શોકનિવારણ – સાંડેસરા ઉપેન્દ્રરાય
૧૯૭૮ રણક – ઉપાધ્યાય દુર્ગેશકુમાર ‘મુક્ત’
૧૯૭૮ યોગપંથ – દવે મકરંદ
૧૯૭૮ સા વિદ્યા – લુહાર ત્રિભુવનદાસ ‘સુંદરમ્‌’
૧૯૭૮ ભાવિના મર્મ – મહેતા યશોધર
૧૯૭૮, ૧૯૮૫ શ્રેયસ્‌ સાધના : ૧, ૨ – યાજ્ઞિક ઉપેન્દ્રાચાર્ય
૧૯૭૯ જિબ્રાનનાં જીવનમૌક્તિકો – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’
૧૯૭૯ અખબારી લેખન – દેસાઈ કુમારપાળ
૧૯૭૯ ગાંધીજીની સંસ્થા : નવજીવન – દેસાઈ જિતેન્દ્ર
૧૯૭૯ ગાંધીજીના આશ્રમો – દેસાઈ વનમાળા
૧૯૭૯ દીપમાળા – દેસાઈ વાલજી ગોવિંદજી
૧૯૭૯ જગતના ધર્મો – નાયક ચીનુભાઈ
૧૯૭૯ હું કેવો છું? – ફોફલિયા હીરાલાલ
૧૯૭૯ રસ પીઓ અને કાયાકલ્પ કરો – ભટ્ટ કાન્તિ (+ અન્ય)
૧૯૭૯ પ્રૌઢ શિક્ષણમાળા : ભા. ૧, ૨ – ઉપાધ્યાય ચંદ્રકાન્ત
૧૯૭૯ ભારતીય દર્શનો – સ્વામી સચ્ચિદાનંદ
૧૯૮૦ મહાગુજરાતનાં શિલ્પ અને સ્થાપત્ય – ગૌદાની હરિલાલ
૧૯૮૦ મુક્તાનંદની અક્ષર આરાધના – ચૌધરી રઘુવીર
૧૯૮૦ રવિદ્યુતિ – જોશી રવિશંકર મ.
૧૯૮૦ લેખ લખવાની કળા – દલાલ યાસીન
૧૯૮૦ સહજને કિનારે – દવે મકરંદ
૧૯૮૦ કસ્તુરીમૃગ અનએ આપણે સહુ – દેસાઈ દોલતભાઈ
૧૯૮૦ કૃષ્ણ જીવનસાર– દેસાઈ મોરારજી
૧૯૮૦ બાળક મારી દુનિયા – પંડ્યા ભાનુભાઈ
૧૯૮૦ ક્રાંતિકાર ગાંધીજી – શુક્લ યશવંત
૧૯૮૧-૧૯૯૦
૧૯૮૧ સંતજીવનનાં પાવક સંસ્મરણો – કામદાર વિજયશંકર
૧૯૮૧ અખબારનું અવલોકન – દલાલ યાસીન
૧૯૮૧ આછા અંધારને અજવાળે – દેસાઈ દોલતભાઈ
૧૯૮૧ ગાંધીજીના સમાગમમાં – પટેલ ઝવેરભાઈ પુ.
૧૯૮૧ અપંગને સંગ – પોપટ અજિત
૧૯૮૧ સુંદર રામાયણ – હરિયાણી મુરારિદાસ ‘મુરારિબાપુ’
૧૯૮૧ રામભક્ત હનુમાનજી – હરિયાણી મુરારિદાસ ‘મુરારિબાપુ’
૧૯૮૧ રવીન્દ્રનાથ ટાગોરનું તત્ત્વજ્ઞાન – દલાલ પરિમલ
૧૯૮૧, ૧૯૮૩ કેલીડોસ્કોપ : ભા. ૧ થી ૪ – માંકડ મોહમ્મદ
૧૯૮૨ પરમસમીપે – કાપડિયા કુન્દનિકા
૧૯૮૨ ચમત્કારોનું વિજ્ઞાન – ગાંધી ભોગીલાલ
૧૯૮૨ ઝરમરતી ક્ષણો – જાની કૃપાશંકર
૧૯૮૨ દ્રુમપર્ણ – ત્રિવેદી વિષ્ણુપ્રસાદ
૧૯૮૨ અનામત આંદોલન અને અખબાર – દલાલ યાસીન
૧૯૮૨ એક પગલું આગળ – દવે મકરંદ
૧૯૮૨ કૃષ્ણ અને માનવ સંબંધો – દવે હરીન્દ્ર
૧૯૮૨ ધર્મચિંતન અને બીજા લેખો – દવે હિંમતલાલ ‘સ્વામી આનંદ’
૧૯૮૨ સોક્રેટીસ : લોકશાહીના સંદર્ભમાં – પંચોલી મનુભાઈ ‘દર્શક’
૧૯૮૨ ઘૂમલી : રાજકીય અને સાંસ્કૃતિક – વોરા મણિભાઈ (+ અન્ય)
૧૯૮૨ કરાંચી : કાળ દર્પણણાં – સુમરો આદમ
૧૯૮૨ લીલો અજંપો – ઉપાધ્યાય દુર્ગેશકુમાર ‘મુક્ત’
૧૯૮૨, ૧૯૮૪ સંતોની જીવનદૃષ્ટિ : ભા. ૧ થી ૩– દેસાઈ મોરારજી
૧૯૮૨, ૧૯૮૭ સંસ્કારલક્ષી શિક્ષણ : ગ્રંથ ૨ (નોંધપોથીઓ : ભા. ૧, ૨) – ભટ્ટ કરુણાશંકર
૧૯૮૩ ગુજરાતના ધર્મસંપ્રદાય – આચાર્ય નવીનચન્દ્ર
૧૯૮૩ ચમત્કારિક શક્તિની શોધમાં – ગાંધી ભોગીલાલ
૧૯૮૩ ગર્ભદીપ – દવે મકરંદ
૧૯૮૩ ચિરંતના – દવે મકરંદ
૧૯૮૩ સમાજચિંતન અને બીજા લેખો – દવે હિંમતલાલ ‘સ્વામી આનંદ’
૧૯૮૩ છે કોઈ પૂછનાર – દાંડીકર મોહન
૧૯૮૩ સંતબાલ પત્રસુધા – દોશી શિવલાલ/મુનિ સંતબાલ
૧૯૮૩ વિજ્ઞાનપ્રકાશ – પટેલ રમેશ
૧૯૮૩ રામાયણનો મર્મ – પંચોલી મનુભાઈ ‘દર્શક’
૧૯૮૩ રક્તરંજિત પંજાબ – પંડ્યા વિષ્ણુ
૧૯૮૩ અસાધારણ વ્યક્તિત્વ પરિચય – મન્સૂરી ગુલામ મહીયુદ્દીન
૧૯૮૩ કેદીઓનું જીવનઘડતર – વોરા રઘુવીર
૧૯૮૩ કચ્છ પરિચય ગ્રંથમાળા : ભા. ૧ થી ૧૨ – ધોળકિયા હરેશ
૧૯૮૩ લોકોના મનોભાવ કેમ ઉકેલશો? – માલવી વનરાજ
૧૯૮૪ અરવિંદનું યોગકાર્ય : અતિમનસનું અવતરણ – થાનકી જ્યોતિ
૧૯૮૪ અભિનવ ભાગવત : ભા. ૧, ૨ – દોશી શિવલાલ/મુનિ સંતબાલ
૧૯૮૪ રંગલાની રામલીલા – પટેલ જયંતીલાલ ‘રંગલો’
૧૯૮૪ ટેસ્ટ ક્રિકેટ શતાબ્દીની વિશ્વ એકાદશ – ભટ્ટ ભરત
૧૯૮૪ અનુભૂત ચિકિત્સા – વસાણી વત્સલ
૧૯૮૪ સંસાર રામાયણ – સ્વામી સચ્ચિદાનંદ
૧૯૮૪ લીમડામાં એક ડાળ મીઠી – ઠક્કર નટુભાઈ
૧૯૮૫ કિશન દોહાવલી – જોશી હરકિશન
૧૯૮૫ કિશન દોહાવલી પુષ્કર – જોશી હરકિશન
૧૯૮૫ વાત માબાપને – પટેલ લીલાબહેન
૧૯૮૫ આવતીકાલનું શિક્ષણ – પરીખ મોહન (+ અન્ય)
૧૯૮૫ ઝેર તો પિવાતાં જાણી જાણી! – વસાણી શોભન
૧૯૮૫ સ્પીડ બ્રેકર – બક્ષી ચંદ્રકાન્ત
૧૯૮૬ ઉપનયન સંસ્કાર – ઉપાધ્યાય અમૃત
૧૯૮૬ અલકમલક – પટેલ પન્નાલાલ
૧૯૮૬ સર્જનની સુવર્ણ સ્મરણિકા – પટેલ પન્નાલાલ
૧૯૮૬ વિજ્ઞાનવિશેષ – પટેલ રમેશ
૧૯૮૬ શ્રીમદ્‌ રાજચંદ્ર અને ગાંધીજી – ગાલા નેમચંદ
૧૯૮૭ વમિતમ્‌ મધુરમ્‌[ગીતા-ભાષ્ય] – દવે રક્ષાબહેન
૧૯૮૭ મનની ભીતરમાં – પંડિત હર્ષિદા
૧૯૮૭ સાવધાન, એકવીસમી સદી આવી રહી છે – શાહ ગુણવંત
૧૯૮૭ કૃષ્ણનું જીવનસંગીત – શાહ ગુણવંત
૧૯૮૭ ગુર્જયેફ : એક રહસ્યમય ગુરુ – સાવલા માવજી
૧૯૮૭ યાત્રિકની આંતરકથા – સાવલા માવજી
૧૯૮૭ સંવાદને સથવારે – સાવલા માવજી
૧૯૮૭ વેદાન્ત સમીક્ષા – સ્વામી સચ્ચિદાનંદ
૧૯૮૭ વેઈટ એ બિટ્‌ – શાહ સુમન
૧૯૮૭ ચાલો અભિગમ બદલીએ – સ્વામી સચ્ચિદાનંદ
૧૯૮૭ તપોવનની વાટે – દવે મકરંદ
૧૯૮૭ વિદ્યાસૃષ્ટિના પ્રાંગણમાં – યાજ્ઞિક અમૃતલાલ
૧૯૮૭, ૮૮ પ્રાચી સરસ્વતી : ભા. ૧, ૨ – જોશી પીતાંબર
૧૯૮૮ દામ્પત્યજીવનના પ્રશ્નો – પટેલ લીલાબહેન
૧૯૮૮ પ્રેમ અને વાસના – પટેલ લીલાબહેન
૧૯૮૮ પરિચય પાકિસ્તાનનો – સુમરો આદમ
૧૯૮૮ શોધોને ફોઈ મારું નામ – જોષીપુરા પ્રતિભાબેન
૧૯૮૯ જગતના ઇતિહાસના મુખ્ય પ્રવાહો – ઓઝા ઈશ્વરલાલ
૧૯૮૯ નવા વિચારો – સ્વામી સચ્ચિદાનંદ
૧૯૮૯ પત્રકારત્વ અને માધ્યમ : ૧, ૨ – બક્ષી ચંદ્રકાન્ત
૧૯૮૯ ગુજરાત : ૧, ૨ – બક્ષી ચંદ્રકાન્ત
૧૯૮૯ ફિલ્મ જોવાની કળા – વ્યાસ અભિજિત
૧૯૯૦ બાયલાઈન – શાહ સુમન
૧૯૯૦ વિચાર વિહાર – દલાલ યાસીન
૧૯૯૦ અસ્તિત્વનો ઉત્સવ – શાહ ગુણવંત
૧૯૯૦ મધ્યે મહાભારતમ્‌ – પંચોલી મનુભાઈ ‘દર્શક’
૧૯૯૧-૨૦૦૦
૧૯૯૧ માણસ વિષે – ચોક્સી મુકુલ
૧૯૯૧ અખબારનું સંપાદન – પંડ્યા આરતી
૧૯૯૧ બાળક પ્રભુનો પ્રેમપત્ર – ભટ્ટ મીરા
૧૯૯૧ સંસ્કારમાધુરી – ઠાકર ધીરુભાઈ
૧૯૯૨ સર્જનાત્મકતા, બુદ્ધિ અને કાવ્ય – અંધારિયા રવીન્દ્ર
૧૯૯૨ લોકગુંજન – ઉપાધ્યાય દુર્ગેશકુમાર ‘મુક્ત’
૧૯૯૨ અમૃતધારા : ૧ થી ૪ – શાસ્ત્રી લલિતકુમાર
૧૯૯૨ ટેલિવિઝન પછીનો વિકાસ – શાહ પ્રીતિ
૧૯૯૨ મનની આરપાર – ગોકાણી પુષ્કર
૧૯૯૨ અંડરલાઈન – બક્ષી ચંદ્રકાન્ત
૧૯૯૩ શિક્ષણના સિદ્ધાંતો – મહેતા અંજની અ.
૧૯૯૩ આનંદધારા – શાસ્ત્રી લલિતકુમાર
૧૯૯૩ મીડિયા મેસેજ – શાહ સુમન
૧૯૯૪ મહાભારતમાં માનવ દર્શન – જોષી દિનકર
૧૯૯૪ આપણે અને પશ્ચિમ – સ્વામી સચ્ચિદાનંદ
૧૯૯૫ સાહિત્ય દેનન્દિની – પંડ્યા આરતી
૧૯૯૫ આપણી દુનિયા – શાહ પ્રીતિ
૧૯૯૭ આઝાદીની સુવર્ણ જયંતિ – ઓઝા ઈશ્વરલાલ
૧૯૯૭ લગ્નેતર સંબંધો – પંડ્યા રજનીકુમાર
૧૯૯૮ ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ – ઓઝા ઈશ્વરલાલ
૧૯૯૮ એક નર, એક નારી – વછરાજાની ભદ્રાયુ
૧૯૯૮ પ્રદૂષણ : આપણી સમસ્યા, આપણો ઉકેલ – હિારણી લતા
૧૯૯૮ નીલમણિ (સારાનુવાદ + ટીકા) – પાઠક હસમુખ (બંગાળી, વિલ્વમંગળ)
૧૯૯૮ ૧૯૪૭-૯૭ : ૫૦ વર્ષમાં સામાજિક વિકાસ – બક્ષી ચંદ્રકાન્ત
૧૯૯૮ ટી.વી. પહેલાં અને ટી.વી. પછી – બક્ષી ચંદ્રકાન્ત
૧૯૯૯ આદિવાસી લોકસંસ્કૃતિ – ઉપાધ્યાય દુર્ગેશકુમાર ‘મુક્ત’
૧૯૯૯ સમૃદ્ધ જીવન – કોટેચા પ્રતિભા
૧૯૯૯ પુનર્વિચાર – ચૌધરી રઘુવીર
૧૯૯૯ ભાવસુમન – પારાશર્ય પીયૂષ
૨૦૦૦ ગુજરાતનું લોકજીવન – ઉપાધ્યાય દુર્ગેશકુમાર ‘મુક્ત’
૨૦૦૦ ભૂકંપ : એક દસ્તાવેજ – ઓઝા દિગંત
૨૦૦૦ રંગમાધુરી – ઠાકર ધીરુભાઈ
૨૦૦૦ ગીતાદર્શન – પંડ્યા જયંત (માય સબમિશન)


  • આ ગ્રંથની કર્તા-કૃતિ સળંગ અકારાદિક્રમ સૂચિ માટે જુઓ ખંડ : ૩ સૂચિસંદર્ભ