બારી બહાર/૧. માગણી

Revision as of 01:27, 18 September 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <br> <center><big><big>'''૧. માગણી'''</big></big></center> {{Block center|<poem>આવે ત્યારે દઈ નવ શકું અંતરે જે ભર્યું તે, જાયે ત્યારે સહી નવ શકું અંતરે જે રહ્યું તે: દેવાનું હું દઈશ સમજી, એમ માની લઈ ને, –માગું છું કે–નવ નીરખ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧. માગણી

આવે ત્યારે દઈ નવ શકું અંતરે જે ભર્યું તે,
જાયે ત્યારે સહી નવ શકું અંતરે જે રહ્યું તે:
દેવાનું હું દઈશ સમજી, એમ માની લઈ ને,
–માગું છું કે–નવ નીરખતો રાહ નિષ્ઠુર થૈને :

લૂંટી લેજે પણ સકલ જે મૌન કેરા કમાડે
વાસી રાખ્યું : મુજ પ્રબળ ઈચ્છા નહીં જાણતો એ ?