શ્રેષ્ઠ અનિરુદ્ધ/અજાણ્યું સ્ટેશન-નિવેદન

Revision as of 02:51, 10 October 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
નિવેદન

અહીં જે રચનાઓ ગ્રંથસ્થ થઈ છે તે બધીને લેખકે ટૂંકી વાર્તાના સાહિત્યપ્રકારમાં મૂકી હોત કે કેમ, તેમજ બધી રચનાઓને ગ્રંથસ્થ કરવાનું પણ ઇચ્છયું હોત કે કેમ તે પ્રશ્ન છે. પણ વાર્તા, પ્રસંગચિત્ર, રેખાચિત્રના સીમાડાઓને સ્પર્શી જતી લેખકની આ જાતની રચનાઓએ અનેક લોકોનું ધ્યાન ખેંચેલું. એટલે જ સંવિધાન કે જીવનતત્ત્વનો કોઈ ને કોઈ વિલક્ષણ ઉન્મેષ પ્રગટ કરતી આ રચનાઓને અહીં એક સાથે મૂકી આપવાનું યોગ્ય ગણ્યું છે.

રચનાઓને એમની વાર્તાસ્વરૂપ સુધી પહોંચાડવાની શ્રમતાને અનુલક્ષીને ગોઠવવાનો પ્રયાસ કર્યો છે, અભ્યાસીઓ એ રીતે જોઈ આ રચનાઓને ઘટતો ન્યાય કરશે એવી આશા છે.

આ વાર્તાસંગ્રહ તૈયાર કરવામાં શ્રી જયંતભાઈ કોઠારીની મદદ મળી છે તે માટે તેમનો અને ઘણીવાર વાર્તાઓ ‘અખંડ આનંદ’માં પ્રકાશન પામેલી છે તે માટે એના તંત્રીઓ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

ગ્રંથનામ તથા અર્પણ લેખકના મનોભાવને અનુવર્તીને મૂક્યાં છે.

તા. ૨૩-૩-૧૯૮૨

નલિની