તિમિરાશયનાં ગહને પડતાં, સપનાં વિધુરાં નજરે ચડતાઃ સહું તે, પણ કેમ શકાય, સખે! સહી વત્સલનાં નયનો રડતાં? નહિ તે કંઈ દોષભર્યા નયનોઃ પણ નિર્મલ નેહસરોવર સારસ— યુગ્મ સમાં પરિપૂર્ણ દયારસઃ એ જખમી દિલનાં શયનો!