પૂર્વાલાપ/૪૪. પવિત્ર ભોજન

Revision as of 14:01, 3 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૪૪. પવિત્ર ભોજન


[અંજનીગીત]

ભૂખે ના ભાખર જે ભાવ્યો :
તરસે ના આસવ જે ફાવ્યો :
છોડી તે સેવક સ્વામીનો
શબ્દ સુણી આવ્યો!

હાવાં તવ ભાખર છે લીધો :
દેવોનો દ્રાક્ષાસવ પીધો :
દુનિયાએ છો અળગો કીધો :
સ્વામી સાચવજો!