માગું હો વ્હાલાંને આરામ! યાચું હો વ્હાલાંને આરામ! પ્રાર્થું હો બક્ષાવા, સ્વામી! વ્હાલાંને આરામ! વ્હાલાં, જે લાધેલાં માગી : વ્હાલાં, જે સાધેલાં જાગી : પ્રાર્થું તે રક્ષાવા, સ્વામી! બક્ષાવા આરામ!