પૂર્વાલાપ/૭૬. વિરહાનલ

Revision as of 15:27, 3 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૭૬. વિરહાનલ


[રાગ હિંડોલ : તાલ દાદરા]

નહિ કંઈ ચેન પડે ક્યાંય રે, સજની ઓ!
ઘડી ઘડી પલ સ્મૃતિ ગભરાવે,
આંખ ન મિચાય નહીં જાય રે રજનીઓ!

ચિંતનથી પણ ઠારવા, કશો મળે ન ઉપાય,
સમજી ન હતી આવડી, વિરહાનલની લાય!

બહુ બહુ યત્ન કરું, દિલને દિલાસા ધરું,
તદપિ ન શાંતિ મળે ક્યાંય રે, સજની ઓ!