પૂર્વાલાપ/૭૭. રાસ

Revision as of 15:29, 3 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૭૭. રાસ


[રાગ બરવા જિલ્લા : તાલ હીંચ]

કાંતા
સખી! રમીએ લો રાસ રંગમાં!
હો મારી સાહેલી રે! મારી સાહેલી રે!
રમીએ, રમીએ લો રાસ રંગમાં!

રંગમાં ને અંગના ઉમંગમાં રે!
સખી! રમીએ, રમીએ લો રાસ રંગમાં!

ભરી ભરતી હૈયાની ગહન ગંગમાં હો!
સખી! રમીએ, રમીએ લો રાસ રંગમાં!

સહુ સાથે, હો! સહુ સાથે,
પદ પાડી ફરો ફૂદડી!
ઉભય હાથે, હો ઉભય હાથે,
દઈ તાલ સરો, સુંદરી!

તરો સ્વર્ગ નવલ ભર્ગ ભરી નેત્રમાં!
હરો નઃસાર સંસારનો ભાર આ વાર
આ દ્વાર ક્ષેત્રમાં!

પહેલી સખી
લસે ઉલ્લાસપૂર, હસે હૈયામાં હૂર;
વસે દેવો ના દૂર, સખી સંગમાં!
બીજી સખી
સખી? શું તારું રૂપ રચ્યું તાતે અનૂપ!
જીવન જંગમાં!
પહેલી સખી
અહો! શોભે શો આજ સુંદરીનો સમાજ,
બને અંતરનો પાજ, સરે સ્વર્ગે અવાજ;
સખી! કાંતા શિરતાજ સમી દીપતી!
કાંતા
ફરંતાં, સરંતાં, તરંગે તરંતાં,
કલાઓ કરંતાં, સુભર્ગો ભરંતાં!
ભરી ભરતી હૈયાની ગહન ગંગમાં હો સખી! રમીએ