પૂર્વાલાપ/૮૮. બિરાદરોને પ્રાર્થના

Revision as of 15:44, 3 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૮૮. બિરાદરોને પ્રાર્થના


[રાગિણી આશાગોડી]

સ્નેહ કરો ન સતાવો, બિરાદર! સ્નેહ
અન્ય અહીં નહિ લ્હાવો, બિરા
એક પિતા પરમેશ્વર સૌનો એ નિજ કર્મે બતાવો —
બિરાદર! સ્નેહ કરો ન સતાવો.
પ્રાણપદાર્થ કરી પુરુષાર્પણ ક્લેશ વિશેષ પતાવો —
બિરાદર! સ્નેહ કરો ન સતાવો.